લોકડાઉનના સમયગાળા દરમિયાન કેટલાક પુસ્તકો વાંચવાનું થયું એમાં એક પુસ્તક તે ‘અધૂરી કથાઓ - ઈન્ટરનેટની અટારીએ’. એના લેખક છે ગુજરાતના એવા લેખક કે જેઓએ ફિલ્મ લેખન જ કર્યું છે. મારી યુવાન અવસ્થાથી હું એમની કોલમનો ચાહક રહ્યો છું. સિનેમા એમના માટે પ્યાર છે, જૂનુન છે. એવા એ લેખક એટલે સલિલ દલાલ. ગુજરાત સરકારમાં વરિષ્ઠ અધિકારી તરીકે વર્ષો કામ કર્યું. પછીથી હાલ કેનેડા રહે છે અને સતત ભારતના-ગુજરાતના-મિત્રોના સંપર્કમાં રહે છે.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘તમે સરસ સંચાલન કર્યુ, હવે આપણે નિયમિત મળતા રહીશું...’ મારી શ્રી રાજેશ વૈષ્ણવ સાથેની પહેલી મુલાકાત સમયે તેઓએ મને આ વાક્ય કહ્યું હતું. ૧૯૯૦ના દાયકાના આરંભે ભાવનગર મહાનગરપાલિકાના એક કાર્યક્રમમાં હું સંચાલનમાં હતો, તેઓ વ્યવસ્થામાં હતાં. પારિવારિક વડીલ, અમારા માટે પિતાસમાન અને બહેન દિપ્તિ તથા પ્રીતિ દેસાઈના પિતા શ્રી સુરેન્દ્રભાઈ દેસાઈના માધ્યમથી થયેલો રાજેશભાઇનો પરિચય ત્રણ દાયકાનો રહ્યો. સૂર-શબ્દના માધ્યમથી અને પારિવારિકતાથી અમે જોડાયેલા રહ્યા. નાના ભાઈની જેમ મારા પર એમણે અપાર પ્રેમ અને વાત્સલ્ય વરસાવ્યું.
‘ધ ગ્રેટેસ્ટ શો મેન’ તરીકે ઓળખાતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા રાજ કપૂરના ઇન્ટરવ્યૂમાંની એક ક્લિપ હમણાં જોઈ. એમાં તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ વિશે વાત કરે છે. આ નાનો ઇન્ટરવ્યુ સાંભળીને હું મારા બાળપણના સમયમાં પહોંચી ગયો. નવ વર્ષની ઉંમરે ૧૯૭૧ના આરંભે ભાવનગરના બંદર રોડ પરના સિનેમામાં એક વાર મારા પપ્પા સાથે અને બીજી વાર મારા મામા સાથે આ ફિલ્મ જોઈ હતી. એ પછી પણ બે-ત્રણ વાર આ ફિલ્મ મનભરીને જોઈ છે, અને દર વખતે કોઈને કોઈ જીવનસંદેશ પ્રાપ્ત થયો છે. વર્ષોસુધી જોકરનું એક સ્ટેચ્યૂ પણ અમે ઘરમાં રાખ્યું હતું.
‘ડેડી, તમારે મિત્ર સાથે ક્યારેય ઝઘડો થાય? અબોલા થાય? ક્યાં સુધી ટકે? સાવ વાત જ ના કરો? એને મનાવો કે નહીં?’ એક વાર દીકરી એના મિત્ર જોડે ફોનમાં મીઠો ઝઘડો કરતી હતી. ઝઘડો લાંબો ચાલ્યો. મેં જરા બ્રેક મારી એટલે ‘સારું ત્યારે...’ કહીને વાત પડતી મુકી. યાદ પણ કરાવ્યું તમે અને ફઈ પણ બહુ ઝઘડતા જ ને! અને પછી એકસામટા આ પ્રશ્નો પૂછ્યા.
શ્રી હનુમાનજી મહારાજ પ્રિય હો... શ્રી સદગુરુ ભગવાન પ્રિય હો. હર હર મહાદેવ હર... ચાલો, હરિહર હરિહર.... ભક્તિભાવથી સમર્પિત આ શબ્દો હવામાં પ્રસરે અને ‘કૈલાસ પ્રસાદ યજ્ઞ’ સ્થળે બેથી લઇને બોંતેર વર્ષ સુધીના લોકોને, એમનું સ્વમાન અને સન્માન સાચવીને પ્રસાદ વિતરણ થાય. આ યજ્ઞ યોજાયો અમદાવાદમાં રાજપથ ક્લબની નજીક આવેલા વૈભવ બંગલોઝના નૈસર્ગિક વાતાવરણમાં. લીમડાના ઝાડની શીળી છાયામાં. અહીં રહેતા રીટાબહેન ત્રિવેદી આર્થિક અને સામાજિક વૈભવ તો પરમાત્માની કૃપાથી પામ્યા જ છે, પરંતુ એમના સદગુરુ પૂજ્ય મોરારિબાપુના આશીર્વાદ અને પ્રેરણાથી એમને સહજપણે મળ્યો છે ભક્તિ, ભજન અને ભરોસાનો વૈભવ. સંસ્કૃતિ અને સાહિત્યનો, સત્કર્મ અને સેવાનો, સૂર અને શબ્દનો, માણસાઇ અને શ્રી રામચરિત માનસ મહિમાનો, રામ મારા અંતરના આરામ... એ શબ્દોની અનુભૂતિનો વૈભવ.
ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસમાં લખ્યું છેઃ ‘હાનિ લાભ જીવન મરણ યશ અપયશ વિધિ હાથ’ અર્થાત્ હાનિ-લાભ, જીવન-મરણ, યશ-અપયશ આ ઘટનાઓ માનવીના હાથમાં નથી, વિધાતાના હાથમાં છે. એક ગુજરાતી ભજનમાં ગવાયું છે કે, ‘જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કે કાલે સવારે શું થવાનું.’
‘વાત જાણે એમ છેને કે અહીંથી અમદાવાદ સુધીની બાય રોડની મુસાફરીમાં તમે સુઈ જાવ, આરામ કરો, એ મને બહુ નહીં ગમે...’ આવી ઉલટી વાત કરીને આશીષભાઈ ઉમેરે છે કે, ‘બે સમાન રસ-રૂચિવાળા લોકોને સાથે જવાનું છે અમદાવાદ...’ અને મને અનાયાસ ચિત્રપટનો જાણે ખજાનો હાથ લાગી ગયો. એ વ્યક્તિ હતા અરવિંદ રાઠોડ, જેમનું તાજેતરમાં અવસાન થયું. વાત ૨૦૧૯ના આરંભની છે.
અષાઢ આયો... ઉત્સવોની ભીનાશ લાયો’ આષાઢસ્ય પ્રથમ દિવસે... કવિ કાલિદાસે મેઘદૂતમાં લખેલો આ શ્લોક ખુબ જાણીતો છે.
‘ઈકતારા’ શબ્દ સાથે આ શીર્ષક સાથે સંગીતના કાર્યક્રમો કરતા પ્રતિભાવંત, અભ્યાસુ સૂરસાધક, ગાયક અને સ્વરકાર યુવાન હાર્દિક દવેએ હમણાં અમદાવાદમાં આમંત્રિત શ્રોતાઓ સમક્ષ એક કાર્યક્રમ રજૂ કર્યો. TEA POSTના સૌજન્યથી એમ્ફી થિયેટરના વાતાવરણમાં ઉઘાડ થયો સવારના પ્રભાતિયાના સૂરથી.
‘તેઓ રિહર્સલને ખુબ મહત્ત્વ આપતા...’ ‘અભિનેતા કોણ છે, સિચ્યુએશન શું છે? તેનો અભ્યાસ કરીને એ પ્રમાણે ગીતો ગાતા હતા...’ ‘કોઈ પણ વયના સહગાયક-ગાયિકાને સંભાળી લેવા એ રફીનો અનોખો ને ઊચ્ચ કોટિનો ગુણ હતો...’ ‘મારો મનગમતો ગાયક કોણ? કોઈ પૂછે તો આંખો મિંચીને મોહમ્મદ રફીનું નામ આપીશ...’ આવા વાક્યો ગાયકો-સંગીતકારોએ કહ્યા છે મોહમ્મદ રફી માટે.
