‘અરે એ ફિલ્મ તો અદભૂત છે જ, પણ એક ડાયલોગ તો બેસ્ટ મોટીવેશનલ મેસેજ લઈને આવે છે. મારા તો રૂંવાડા બેઠાં થઈ ગયા...’ મારા રેકોર્ડિંગ સેશન દરમિયાન વિરામના સમયમાં વાતો થતી હતી. મારા પારિવારિક દોસ્ત અને રેકોર્ડિસ્ટ સ્વર મહેતાને મેં આમ જ કહ્યું કે ‘કાલે ફિલ્મ ‘મીમી’ જોઈ....’ હજી હું આટલું બોલ્યો ત્યાં તો સ્વરે આ સંવાદ કર્યો.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
રમતગમતની ઈન્ડોર કે આઉટડોર એવી કેટલીય રમતો વિશે આપણે આજકાલ વાતો સાંભળીએ છીએ. કારણ? જાપાનમાં રમાઈ રહેલી ટોક્યો ઓલિમ્પિક. કોરોના મહામારીના કારણે આ વર્ષે ઓલિમ્પિક યોજાશે કે કેમ? તે વિશે છેવટ સુધી લોકોને ઈંતેજારી હતી, પણ આખરે અહીં આ રમતોત્સવ યોજાયો અને ભારતના ખેલાડીઓએ આપણને આનંદ થાય એટલા મેડલ્સ મેળવ્યા.
એના ઘર પાસેના મેદાનમાં ટ્રકોની મસમોટી લાઈનો થઈ ગઈ છે, ટ્રકોમાંથી ઉતરીને ડ્રાઈવર અને ક્લિનર ભાઈઓ વિશેષરૂપે બનાવેલા મંડપમાં આવી રહ્યા છે. એ તમામનું યજમાન મહિલા પ્રેમપૂર્વક સ્વાગત કરી રહી છે. એ મહિલા આજ સુધી આમ તો સામાન્ય મહિલા જેવી જ હતી, પણ એના પુરુષાર્થ અને પરમાત્માની કૃપાથી આજે હવે એ વિશ્વભરમાં જાણીતો ચહેરો બની ગઈ છે. હા, વાત કરી રહ્યો છું તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની ૪૯ કિ.ગ્રા. કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર ગૌરવશાળી મહિલા ખેલાડી મીરાબાઈ ચાનુની.
હે ગોવિંદ, હે ગોપાલ... હૃદયથી પોકાર થાય અને એ મનમોહન આવે જ, ભક્તની મુશ્કેલીઓ દૂર કરે જ. શ્રીકૃષ્ણે માનવમાત્રના હૃદયમાં પ્રેમ અને આનંદની સ્થાપના કરી છે. એમ કહો કે આ બંને અનુભૂતિના રૂપે આપણા હૃદયમાં એ જ બિરાજે છે. શ્રીકૃષ્ણ પ્રાચીન પણ છે ને અર્વાચીન પણ છે. સહજ પણ છે ને રહસ્યમયી પણ છે. નટખટ છે તો દુષ્ટોના સંહારક પણ છે. ગીતાના ઉદ્ગાતા છે ને યોગક્ષેમનું વચન આપનાર પણ છે.
યે તેરા ઘર યે મેરા ઘર... હિન્દી સિનેમાના આ અને આવા અનેક ગીતોમાં એક વ્યક્તિના પોતાના ઘરની વાત, ઘરના ઘરની વાત અભિવ્યક્ત કરાઇ છે. માનવજીવનની રોજિંદી જરૂરિયાતોમાં રોટી-કપડાં ઔર મકાન ગણાવાયા છે. મકાન પણ એક ઘટના છે અને ઘર વળી બીજી ઘટના છે.
પર્વ... શબ્દ જ આપણા અસ્તિત્વમાં પ્રસન્નતા પ્રેરે છે. લૌકિક પર્વ આ ભવની ચિંતા કરાવે, અલૌકિક પર્વ ભવભવની ચિંતા કરાવે ને એમાંથી ઊગારે. પર્યુષણ એ અલૌકિક પર્વ છે, સમ્યક દર્શનની શુદ્ધિ પ્રગટાવે છે, ચૈતન્યનો પ્રકાશ પાથરે છે. પરિ+ઉષણ શબ્દ વિશ્વશાંતિનો સંદેશ આપે છે. સંસારની મોહમાયામાં જીવતો જીવ મહાપર્વના દિવસોમાં જૈન વિચારધારાને અનુસરીને દિવ્ય જીવન તરફ ગતિ કરે છે. આપણી સ્વકેન્દ્રીત જીવન પદ્ધતિને સર્વકેન્દ્રી બનાવે છે. અરિહંતોની વિચારધારા ખમાવતા શીખવે છે અરિહંતોનો સંદેશ. ભગવાન મહાવીરે ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે ‘ધર્મ એ સ્વભાવ છે...’
‘ડેડી, તલગાજરડાથી પ્રસાદ આવ્યો છે...’ તલગાજરડાની ભૂમિ સાથેની મારી ચારેક દાયકાની શ્રદ્ધા પામનારી અને સમજનારી દીકરી સ્તુતિએ મને એક બોક્સ આપીને કહ્યું. કુરિયરમાં આવેલા એ બોક્સને ખોલ્યું, જોયું તો ચિત્રકૂટધામ - તલગાજરડા દ્વારા ત્રણ પુસ્તકો આવ્યા હતા.
એના પર રસપૂર્ણ નજર ફેરવી શકાય, એને વાંચી શકાય, એમાં લખેલા શબ્દોના અર્થને સમજી શકાય અને પામી પણ શકાય... હા, વાત છે પુસ્તકોની. પુસ્તક આપણું દોસ્ત થઈ શકે, પુસ્તક આપણને માર્ગદર્શન આપી શકે, પુસ્તક આપણા વિચારોને ઉદ્દાત અને ઉદાર બનાવી શકે, પુસ્તક આપણા હૃદયમાં પ્રેમ-વાત્સલ્ય-શ્રદ્ધાને ભક્તિ જેવી અનેક માનવીય સંવેદનાઓ જગાવી શકે, પુસ્તક વાંચીને ખુશ થઈ શકાય, રડી શકાય, નાચી શકાય ને ક્યારેક પ્રકૃતિની ગોદમાં પહોંચી પણ શકાય.
ઊંમરનો સાતમો દાયકો પુરો કરવા જઈ રહેલા એક મહિલા, જેમના પતિ કેન્દ્ર સરકારના કર્મચારી હતા અને નિવૃત્તિ પછી થોડા વર્ષોમાં અવસાન પામ્યા હતા તેમણે એમના એક સ્વજનને વાતવાતમાં કીધું કે ‘મારે તો હજુ દસ વર્ષ વધુ જીવવું છે...’ એટલે પેલા સ્વજને કીધું કે, ‘અરે, દસ શા માટે તમે તો સો પુરા કરશો એવું તમારું સ્વાસ્થ્ય છે, ને દુનિયા ને દીકરાનો પરિવાર પણ તમારા માટે જીવવા જેવા જ છે.’
મોહમયી નગરી મુંબઈના માર્ગો પર મોડી રાત્રે વાહનો અને માર્ગ પરની લાઈટોનો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. આકાશમાં ભાદરવા વદના અંધારા રેલાયા હતા ને ક્યાંક ક્યાંક દેખાઈ આવતા ટમટમતા તારલા જાણે આસોના અજવાળાની આલબેલ પોકારતા હતા.
