અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    વર્ષ ૨૦૨૧નો શુભારંભ થઈ ચૂક્યો છે. મારી કલમ દ્વારા લખાયેલો લેખ આ અખબારના માધ્યમથી આ વર્ષમાં પહેલી વાર આપના સુધી પહોંચી રહ્યો છે. સૌપ્રથમ તો આપ સહુ વાચકોને દિલ સે હેપ્પી ન્યૂ યર... ૨૦૨૧નું વર્ષ તમારા માટે, અમારા માટે, સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી - શુભ બની રહે એ જ પ્રાર્થના અને શુભકામનાઓ.

    ‘યાદી આવી નથી હજુ સુધી...’ મારી એક દોસ્તે, ટીખળના મૂડમાં આધ્યાત્મિક વાતોના સંદર્ભમાં મેસેજ લખ્યો. વાચકોને થશે કે શેની યાદી? પુસ્તકની? ગીતોની? દિવાળી કે ક્રિસમસ પર્વે કોઇને ગિફ્ટ આપવાની રહી ગઈ તેની? ના, અહીં આમાંથી એક પણ યાદીની વાત નથી. એક એવી યાદીની વાત છે, જેની માણસમાત્રને જરૂર છે, માણસ માત્ર એ મેળવે છે, વધુ મેળવવા માંગે છે તો યે એને એ બધું પ્રાપ્ત થઈ રહ્યું છે એની ખબર નથી અથવા તો અનુભૂતિ નથી.

    ‘મકરસંક્રાંતિના બે દિવસ પહેલાં પગંત લુંટવા માટેનું ઝાડું અમે ખાસ બનાવતા...’ ‘સવારના સાડા પાંચ-છએ મહાલક્ષ્મી માતાના મંદિરે જવાનું દર્શન કરવાના અને તલની લાડુડી વહેંચવાની...’ ‘ફિરકી સરખી રીતે કેમ પકડી ન હતી? એમાં મારો પતંગ કપાઈ ગયો...’ કહીને નાની બહેન જોડે ઝઘડો કરવાનો... અને આપણો જ પતંગ આકાશમાં ચડતો હોય, કોઈ મસ્તી કરવા આપણી જ ફિરકીમાંથી દોરો તોડી નાખે અને ઢીલ દેતા પતંગ જતો રહે ત્યારે આવું કેમ થયું એનું આશ્ચર્ય આંજીને ઉદાસ થઈ જવાનું... મમ્મીએ બનાવેલા ઊંધિયું-પૂરી ખાવાના ને સૌથી પહેલા અંધારામાં પતંગ ચલાવીને સૌથી છેલ્લે સુધી અંધારામાં પતંગ ચલાવવાના...

    ‘નવા વર્ષ નિમિત્તે કોઈ સરસ મંત્ર - મેસેજ કે કવિતાનું સ્મરણ કરવાનું થાય તો તમે શેનું સ્મરણ કરો...?’ ૨૦૨૧ના આરંભે એક ઉદ્યોગપતિ મિત્રને સહજભાવે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘વર્ષો પહેલાં ક્યાંક-ક્યારેક સાંભળેલો મરીઝ સાહેબનો એક શેર મને જીવવાનું બળ આપે છે, હું યાદ કરું તો એ શેર યાદ આવે અને એ રીતે જીવવાની મારી કોશિશ હશે.’ આમ કહીને તેમણે જે શેર કહ્યો તે પ્રસિદ્ધ શેર આ રહ્યો.

    વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડ...

    ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ છે અને ૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન. સહજપણે રાષ્ટ્રપ્રેમ - રાષ્ટ્ર ગૌરવ - સ્વતંત્રતાની લડત અને શહીદોના બલિદાન, આજે દેશ માટેની આપણી જવાબદારી જેવા વિચારો અને વાતો મનમાં - સંવાદમાં - માધ્યમોમાં છે, જેના કારણે હૈયું રાષ્ટ્રપ્રેમથી પુલકિત થાય છે. આ સંજોગોમાં અચાનક ઘરની લાઈબ્રેરીમાં ગોઠવાયેલા એક પુસ્તક પર ધ્યાન ગયું. માત્ર વાંચ્યું એમ નહિ, શબ્દ થકી જાણે રાષ્ટ્રગૌરવના રંગે રંગાયો.

    ‘છોકરાવ, મોરલ ઓફ ધ રીઅલ લાઈફ સ્ટોરી એ કે આપણે જે કાંઈ જીવનમાં પામીએ છીએ એમાં આપણા બાપ-દાદાની પુણ્યાઈનો પણ મોટો ફાળો હોય છે.’ વિનુદાદાએ એમની વાતો સાંભળી રહેલા પરિવારના જ સંતાનો ધ્વનિ - સ્તુતિ - અદિત - ધ્રુવ - વિશ્વા તથા ટીનાને કહ્યું.

    આરંભ - પ્રવાસ - યાત્રા - અંત બધું...

    તારીખ ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમગીતોનો - અર્થપૂર્ણ સંવાદનો એક શો ડિઝાઈન કર્યો હતો. બધુંયે આયોજન થઈ ગયા પછી હવે આયોજકોએ કહ્યું ‘પહેલી નજરે થઈ જતા પ્રેમ જેવું જ, પહેલી વાર વાંચે ને સાંભળે તો ગમી જાય એવું ટાઈટલ આપજો’ ને અનાયાસે વાક્ય ઉચ્ચારાઈ ગયું - ‘Love હી Life હૈ’

    ‘તમારી પાસે, તમારી પૂજામાં હોય એ સરસ્વતી માતાની તસવીરની એક કોપી મને આપી જજો...’ આવું મને લેન્ડલાઈન ફોન પર કહેવાયું. વાત ૧૯૯૪-૯૫ના વર્ષોની છે, ભાવનગરના એક કાષ્ટકલાના કારીગર, સુંદર કામ કરે, એમનો પરિચય થયો. એમને ખ્યાલ આવ્યો કે મા સરસ્વતીનો આરાધક છું એટલે તેઓએ આ વાક્ય મને કહ્યું હતું. થોડોક સમય વીત્યા બાદ ફરી ફોન આવ્યો. એમની ફેક્ટરી પર મને સજોડે બોલાવ્યો. મા સરસ્વતીની ઘર મંદિરમાં મુકીને પૂજા થાય એવી અપ્રતિમ કાષ્ટમૂર્તિ બતાવી, ભાવપૂર્વક અમારી પાસે પૂજા કરાવી અને પછી ભેટમાં આપીને કહ્યું, ‘દર વર્ષે વસંત પંચમીએ આની પૂજા કરજોને મને યાદ કરજો...’

    ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃત

    ‘કોઈ પણ કાલખંડમાં જીવન માટે ઉપયોગી વાંચન કરવું હોય તો મહાનુભાવોની અનુભવવાણી જેવી એમની આત્મકથાઓ વાંચવી જોઈએ, નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ના વાંચન થકી એનો આરંભ કરો, કારણ કે તે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા છે’. એક ગુણીજન મુરબ્બીએ સાહજિક વાતોમાં કહ્યું અને મન ખેંચાયું નર્મદના જીવન-કવન-સાહિત્ય તરફ.

    કલ્યાણકારી અને મંગળકારી શિવ આ

    ‘ઘણા લાંબા સમયથી સોમનાથ મહાદેવના દર્શને નથી ગયા, હવે તો જવું જ જોઈએ...’ સાહજિકરૂપે બોલાયું ને મિત્રોએ જવાબ આપ્યો કે, ‘આ વિચારને દાદાનો જ હુકમ માનો, હવે તો બને તેટલા વહેલા પહોંચી જઈએ એ દિવ્ય અને ભવ્ય સ્વરૂપના દર્શને...’ સમગ્ર ભારતભૂમિ તીર્થભૂમિ છે, એમાં પવિત્ર યાત્રાધામ સોમનાથ દ્વાદર્શ જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાય છે. રાષ્ટ્રની સર્જનશીલતા અને સંસ્કૃતિના સ્વાભિમાનનું પ્રતિક છે સોમનાથ. ભક્તિનું અને શિલ્પ-સ્થાપત્યની કલાનું પરમ ધામ છે શ્રી સોમનાથ મહાદેવ. વિશ્વભરના કરોડો ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે શ્રી સોમનાથ મહાદેવ. એમની કૃપાથી અવારનવાર દર્શનનો અને સ્વર-શબ્દ પ્રસ્તુતિનો શુભ અવસર મળે છે એ મારા માટે પરમ ધન્યતાની અનુભૂતિ છે.