હમણાં એક મિત્રે વ્યથાના ભાવ સાથે કહ્યું કે, ‘આપણને ગમે નહિ, પણ ક્યારેક ના પાડવી પડે છે ને પછી ના પાડ્યાનું દુઃખ પણ થાય છે.’ સ્વાભાવિક રીતે પૂછ્યું કે, ‘કેમ એવું તે શું થયું?’ તો એમણે આખી ઘટના વર્ણવી તે કંઇક આવી હતી.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘દોસ્તો, આજે તમને એક વાર્તા કહેવી છે, એવી વાર્તા જેનો આરંભ છે પણ અંત નથી, જેના પાત્રો સીધા નજરે ન દેખાય, પરંતુ મારી અને તમારી અંદર એ પાત્રો ક્યાંક ને ક્યાંક શ્વસે છે.’ એક પ્રાકૃતિક સ્થળે યોજાયેલી વાર્તા શિબિરમાં નવોદિત લેખકોને સંબોધતા ફાગુને કહ્યું. ફાગુનનું નામ સાહિત્યવિશ્વમાં અને કલાજગતમાં પ્રથમ હરોળમાં લેવાતું હતું અને એના સર્જનો થકી ફાગુને શ્રોતા-વાચકના મનમાં એક વિશેષ આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિયમિતરૂપે એ પ્રવચનો પણ આપતી રહેતી હતી. આજે આવી જ એક શિબિરમાં એ સંબોધન કરી રહી હતી. ફાગુને થોડી પ્રાસંગિક વાતો અને પ્રાસંગિક પરિચય પછી વાર્તા શરૂ કરી.
હમણાં પારિવારિક સ્વજન નીલેશ શાહ સાથે વાતો કરતો હતો, એમણે વાતવાતમાં કહ્યું કે ‘અમારા એક ડોક્ટર મિત્ર છે. અહીં વલસાડમાં, એક વાર તેમની સાથે પ્રાકૃતિક વાતાવરણમાં ટ્રેકિંગ કરતો હતો અને એમણે સુખના સરનામાની બહુ સરસ વાત કરી.’ નીલેશે જે વાત કહી એના સુધી જતાં પહેલાં સુખની અનુભૂતિ પણ અનુભવીએ (અહીં વાત કરીએ એવું મેં સમજીને નથી લખ્યું કારણ કે સુખ એ વાતોનો નહીં અનુભવનો પ્રદેશ છે.)
‘ખબર નહીં કેમ? પરંતુ હમણાં હમણાંથી એવું લાગે છે કે સંબંધો સાચવવાની ખૂબ મથામણ કર્યા પછી પણ, અનેકવાર જતું કર્યું હોય તો પણ, ઉદાર બન્યાં હોઈએ તો પણ સંબંધો તૂટે છે, બહુ દુઃખ થાય છે.’
‘હું કાગડાના મોતે મરીશ, કુતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મુકવાનો નથી.’ આ શબ્દો ઉચ્ચાર્યા હતા દાંડીકૂચના આરંભ પહેલાં ગાંધીજીએ. 12 માર્ચ 1930ની સવારે શ્રી ખરેએ ગાયુંઃ ‘શૂર સંગ્રામ કે દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સૂર નાહિ...’ ને કસ્તુરબાએ ગાંધીજીને કંકુનો ચાંદલો કર્યો, હાથમાં લાકડી આપી... એક સુકલકડી, એકલવડીયો દેહ, જેનામાં મહામાનવ જીવતો હતો, એ ચાલી નીકળ્યા હતા દાંડી તરફ કૂચ કરવા માટે. 10 પાઈના મીઠાં પર 200 પાઈની જકાત નાખીને બ્રિટિશ સરકારે પ્રજાજીવન પણ એક અર્થમાં જુલમ આચર્યો તેની સામેની આ અહિંસક લડાઈ હતી.
એ પરિવારના મોભી હતા, સમાજના મહાજન હતા. સ્વાતંત્ર્ય સેનાની હતા, કુશળ વ્યાપારી અને સાહસિક ઉદ્યોગપતિ હતા. રાષ્ટ્રપ્રેમી અને સમાજ સુધારક હતા. સમયને બદલનારા અને ડગલને પગલે માણસાઈથી ભર્યુંભર્યું જીવન જીવનારા માણસ હતા. એક જિંદગીમાં દસ જિંદગી જેટલું કામ કરી જનારા એ વ્યક્તિત્વનું નામ એટલે શ્રી પ્રહલાદભાઈ પટેલ, જેમને સમાજ શેઠશ્રી પ્રહલાદજીના નામે ઓળખે છે. હમણાં એમની 115મી જન્મજયંતી અવસરે બહુચરાજીમાં યોજાયેલ કાર્યક્રમમાં સંચાલક તરીકે જવાનું થયું ત્યારે એમના સદગુણોની વાતો સાંભળી અને એમના બહુઆયામી વ્યક્તિત્વમાંથી પ્રેરણા મળી.
ગુરુકૂળના પ્રાંગણમાં બાળકોને ભણાવવા એ જ એમનું ધ્યેય નહોતું, એમને તો ગુરુકૂળ દ્વારા નવી પેઢીને વર્તમાન યુગના દૂષણોથી બચાવી, શુભ સંસ્કારોનું સિંચન કરવું હતું. બાળકોને ઉત્તમ રાષ્ટ્રભક્ત નાગરિક તરીકે કેળવવા હતા. તેઓ ઘણી વાર કહેતાં, ‘આ ગુરુકૂળ માનવજાત માટે જીવન ઘડતરનું અને સંસ્કાર સિંચનનું એક મોટું કારખાનું છે.’
અવધૂ... એટલે સન્યાસ આશ્રમમાં રહેવાવાળો પરિવ્રાજક, સંન્યાસી... જોડણી પ્રમાણે જોઈએ તો અ+વધૂ અર્થાત્ જે એકલો હોય. અવધૂ એક સંબોધન છે, આ સંબોધન સાથે જોડીને જૈન ધર્મની એક ભક્તિ નિમિત્તે આનંદની આત્માનુભૂતિને અનુભવવાનો અવસર મને મળ્યો ને આનંદ આનંદ થયો.
‘અહીં આવતાં જ ગુજરાતના અસ્સલ આતિથ્યનો અણસાર મળે છે...’ ‘આના લીધે ટ્રાઈબલ ટુરિઝમનો વિકાસ થશે...’ ‘ગુજરાતના વિવિધ પ્રદેશોની મૂળ ભાતીગળ સંસ્કૃતિનો અહીં અહેસાસ થાય છે...’ આવા ભાવનાત્મક વાક્યો જેના માટે બોલાયા તે જગ્યાઓ એટલે તોરણ વીલેજ, ગામ - લીન્ડા ટેકરા, તાલુકો - નસવાડી, જિલ્લો - છોટા ઉદેપુર અને રાજ્ય - ગુજરાત.
અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં હું એક પછી એક નામ પ્રસ્તુત કરતો ગયો. એમને વધાવતા દર્શકો તાળીઓથી પ્રતિસાદ આપતા રહ્યા.
