અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    નરસિંહ - મીરાં સહિત અગણિત ભક્તોએ કૃષ્ણપ્રેમને ઝીલ્યો - કૃષ્ણપ્રેમને શબ્દોમાં અભિવ્યક્ત કર્યો. કૃષ્ણની કૃપા, કૃષ્ણનો અનુગ્રહ પ્રત્યેક માનવ માટે છે. સવાલ હોય છે આપણે તેને ક્યારેય અનુભવીએ છીએ? આપણો શ્વાસ સ્વસ્થ શરીર સાથે ચાલે એનાથી વધુ મોટી બીજી કઈ કૃષ્ણકૃપા હોઈ શકે? જન્માષ્ટમીના પર્વ નિમિત્તે થોડા જાગૃત બનીએ, કૃષ્ણકૃપાને પામીએ-ઝીલીએ અને પ્રેમ-પ્રસન્નતાથી ભર્યાભર્યા રહીએ.

    ‘મમ્મી જો, આજે રક્ષાબંધનના દિવસે પણ ભાઈ મને પૈસા આપવામાં કંજુસાઈ કરે છે.’ દીપાએ હસતાં હસતાં એની મમ્મીને ફરિયાદ કરી. આ સાંભળીને દીપાના પપ્પાએ પોતાના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢીને દીપાના ભાઈને આપતાં કહ્યું, ‘લે બેટા, બહેનની લાગણીને માંગણી પુરી કરી...’ એટલે દીકરાએ પુરા સન્માન સાથે એમના પપ્પાને કહ્યું કે, ‘કોલેજમાં ભણતાં ભણતાં હું જે કામ કરું છું એની બચતના પૈસામાંથી મેં એને પચાસ રૂપિયા આપ્યા છે, હું કમાઉ અને મારી બહેનને યોગ્ય સમયે આપું... એમાં જ મારી શોભા છે’ અને બંને ભાઈ-બહેન ભેટી પડ્યા.

    ‘તમારે તમારી કામ કરવાની અને વાત કરવાની પદ્ધતિમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે, એટલે હકારાત્મક રીતે... તો તમને સરળતા રહેશે.’ એક દોસ્તે બીજા દોસ્તને આવું કહ્યું. પહેલી નજરે એમ થાય કે હવે આમાં શું નવી વાત છે? વાત નવી નથી છતાં જો સમજીએ, પામીએ તો એ સફળતા સુધી લઈ જનાર બને એવી સાચી પણ છે. વાત જાણે એમ કે બે-અઢી દાયકાની દોસ્તી જીવનારા બે દોસ્તો અનેક પ્રોજેક્ટમાં સાથે કામ કરે. એમાં બંનેને પોતપોતાના સ્વભાવની નીજતા મુજબ આનંદ અને પુરસ્કાર મળે. કામમાં ક્યાંયે વિસંગતતા કે વિસંવાદ નહીં, સરળતાથી કામ થયા કરે. આ કામો અને એને સમયસર કે આયોજનબદ્ધ રીતે પૂરાં કરવામાં બંનેના સ્વભાવની વિશેષતા પણ સહજપણે છલક્યા કરે. બંને એકબીજાના ગુણ-અવગુણથી પરિચિત.

    ‘આ પણ પરમાત્માની એક અર્થમાં કૃપા જ કહેવાય ને!’ જસ્મીને કહ્યું. ઘટના આમ જુઓ તો નાની છે, સીધી સાદી છે, પરંતુ એમાં જે તાણાવાણા જોડાયેલા છે, એમાં લાગણીની જે ભીનાશ છે, એમાં દોસ્તીના સંબંધો માટેનું જે સમર્પણ છે એનાં અજવાળાં ઝીલ્યાં એનો આનંદ છે.

    ‘મમ્મી, મારે સ્કુલના કાર્યક્રમમાં આદિશક્તિના સ્વરૂપો વિશે વાત કરવી છે, તું કહેતી હતી કે તું પણ કોલેજમાં ને ટીવીમાં નવરાત્રીના કાર્યક્રમોમાં એન્કરિંગ કરતી હતી, તો મને થોડી વાત સમજાવને...’ દીકરાએ મમ્મી તોરલને કહ્યું. મુંબઈમાં રહીને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી તોરલે હસતાં હસતાં કહ્યું કે, ‘ચલ, તને આદિશક્તિના એક સ્વરૂપ મહાલક્ષ્મીની અને એમના પણ આઠ સ્વરૂપની વાત કરું.’

    ‘અમને પ્રતિક્ષા હતી કે ક્યારે અહીં આવીએ...’ ‘અદભૂત આયોજન અને ગરવા ગુજરાતીઓની વાત...’ ‘અહીં બોલાતી ગુજરાતી ભાષા સાંભળીએ અને અને આપણી માતૃભાષાનું ગૌરવ થાય’

    આવો, નૂતન વર્ષમાં કરીએ એક સંકલ

    સરસર વહેતી હવામાં નવા સ્વર છે, પંખીઓના મધુર કલરવમાં નવું સંગીત છે અને આપણે જે શ્વાસ લઈએ છીએ એના થકી ચિત્તમાં હૃદયમાં નવા વર્ષના આરંભનો આનંદ છે. વિક્રમ સંવત 2079શરૂ થઈ ચૂક્યું છે. નવું વર્ષ એટલે નવી દિશા - નવા સંકલ્પો - નવા શિખરો સર કરવાના મનોરથો અને એ દિશામાં કરવાનો થતો સતત પુરુષાર્થ અને પછી થતી પ્રાર્થના.

    વિશ્વાસ સ્વરૂપમ્ઃ અધ્યાત્મ અ

    ‘વિશ્વાસ સ્વરૂપમ્ મહાદેવને આત્મસાત્ કરવા વિવેક, ધૈર્ય અને આશ્રયની જરૂર છે...’ આ શબ્દો પૂ. મોરારિબાપુએ નાથદ્વારામાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ્’ના લોકાર્પણ નિમિત્તે યોજાયેલી શ્રી રામકથામાં કહ્યા હતા. શ્રીજીની નગરી, શ્રીનાથજી નાથદ્વારામાં સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા આ દિવ્ય અને ભવ્ય આયોજન કરાયું છે.

    ‘ઘસાઈને ઉજળા થઈએ, બીજાના ખપમાં...

    ‘એમના આચાર-વિચારમાં રાષ્ટ્રપ્રેમ, પક્ષ અને સંગઠન ધબકતાં જણાય છે...’ ‘પ્રજા કલ્યાણના કાર્યો માટે એમણે જીવન સમર્પિત કર્યું છે...’ ‘સાદગી, પરિશ્રમ અને સંઘર્ષનો સમન્વય હતો એમના વ્યક્તિત્વમાં...’ આ અને આવા સહજ વાક્યો એમની સાથે કામ કરનારા લોકોએ અમને કહ્યા અથવા લખીને આપ્યા એમાં એ દિવંગત વ્યક્તિત્વ પ્રત્યેનું માન પ્રગટ થતું હતું.