વ્યક્તિગત અને સામૂહિક કોમ્યુનિકેશનના અનેક હાથવગા માધ્યમો પૈકીનું એક અને એ પણ વિનામૂલ્યે પ્રાપ્ત થયેલું માધ્યમ વ્હોટ્સએપ મોબાઈલ એપ છે. વ્યક્તિગત ઓડિયો-વિડીયો પરસ્પર મોકલવા માટે તેનો ઉપયોગ સહુ પોતાની જરૂરિયાત મુજબ કરે જ છે, જેના કારણે કામ ઝડપી-સરળ અને સુવિધાપૂર્ણ બને છે. એ પછી જરૂરિયાત મુજબ લોકો - એમાંય સમાન રસ-રૂચિ કે શ્રદ્ધા ધરાવનારા લોકો એક ગ્રૂપ બનાવે છે અને એડમિને જે મુજબ એમાં વ્યવસ્થા કરી હોય તદનુસાર એ ગ્રૂપનો સહુ ઉપયોગ કરે છે.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘અદભૂત સંવાદો લખાયા છે...’ ‘અરે કેટલાક ડાયલોગ તો આંખમાં પાણી લાવી દે એવા છે...’ ‘ડાયલોગ સાંભળીને, ફિલ્મ જોઈને તુરંત મિત્રને ફોન કર્યો...’ ‘સંવાદ લેખકે તો કમાલ કરી છે...’ આવા સંવાદો આપણે ઘણી વાર સાંભળ્યા છે, આપણે ખુદ પણ બોલ્યા હશું. આ સંવાદો, આ વાક્યો આપણે જેના માટે બોલ્યા કે સાંભળ્યા એ સંવાદ એટલે શું? ‘વાદ’ શબ્દમાં સમ ઉપસર્ગ લગાવવાથી ‘સંવાદ’ શબ્દ બને છે, જેનો શાબ્દિક અર્થ છે વાતચીત. સંવાદલેખન એક કલા છે, જે બધા લેખકોને સહજ નથી.
‘અનુભવોથી મોટી કોઈ નિશાળ આપણા જીવનમાં હોતી નથી’ એવું વાક્ય કોઈ કહે ત્યારે એક સવાલ એ પણ થાય કે તો શું આ બધા એમના પોતાના અનુભવો હશે? ના, એવું પણ નથી હોતું. અનુભવો વ્યક્તિગત પણ હોય અને સામૂહિક પણ હોય. એના અવલોકન અને અભ્યાસ પછી એ અનુભવોમાંથી કોઈને કોઈ વિચાર, કોઈને કોઈ દર્શન માણસને પ્રાપ્ત થાય છે.
‘એટલે થોડી કન્ફ્યુઝ છું, પરિણામે થોડી ચિંતા પણ છે ને થોડો ડર પણ છે કે બધું બરાબર તો થશે ને?’ નીલાએ ફોન પર એના ભાઈને મુંબઈથી કહ્યું. એના અવાજમાં ભીનાશ હતી. મૂળ વાત એમ કે ઊંમરના 55-56માં વર્ષે જ એને ઢીંચણના દુઃખાવા બંને પગમાં વિશેષરૂપ અસર કરતા હતા. આમ તો આઠ-દસ વર્ષથી ઘસારાનો આરંભ થયો હતો પણ હવે એ થોડો વધુ અને તીવ્રરૂપે અસર કરતો હતો.
‘કોઈ કોઈને હેપ્પી ન્યુ યર ના કહે તો એમનું વર્ષ સારું ના જાય?’ એક ભાઈએ આવી જીજ્ઞાસા પ્રગટ કરી. વાસ્તવમાં પરસ્પર શુભકામના પાઠવવામાં જે ભાવ ભળેલો છે એ ભાવ શુભત્વનો છે, સામેની વ્યક્તિ ખુશ રહે, રાજી રહે, એમના કામો પૂરાં થાય એ માટે શુભકામના છે. આપણે જ્યારે પરસ્પર શુભકામના પાઠવીએ, પરસ્પર ભેટીએ, માથે હાથ ફેરવીએ ત્યારે સરવાળે તો શુભકામનાની જ લાગણી સ્થળાંતરિત થતી હોય છે.
ઊઠો, મારા સિંહો, એ ભ્રમ દૂર કરો કે તમે નિર્બળ છોઃ ભારતીય દર્શનમાં અખંડ આસ્થા ધરાવતા સ્વામી વિવેકાનંદ
એક યુવાન વારાણસીમાં હતો, એ સમયના એમના નિવાસ દરમિયાન એક વાર દુર્ગાદેવીના મંદિરેથી તે પરત ફરી રહ્યો હતો. અચાનક ક્યાંકથી વાંદરા આવી ચડ્યા, એની પાછળ દોડ્યા. આગળ યુવાન ને પાછળ વાંદરાનું ટોળું. યુવાન ભાગી રહ્યો હતો. એક સંન્યાસીએ આ દૃશ્ય જોયું. પહાડી અવાજે એ વૃદ્ધ સંન્યાસીએ પેલા યુવાનને કહ્યું, ‘થોભી જા, પશુઓનો સામનો કર...’ આ શબ્દો સાંભળ્યા અને પેલા યુવાનને જાણે દિશા મળી, એને બળ મળ્યું.
‘અમે નાના હતા ને ત્યારે અમારા ઘરમાં અમારા વડીલો અમને કહેતા કે બેટા, એક વાતનું જીવનમાં ધ્યાન રાખજો કે અજાણ્યા હોય કે જાણીતા, ક્યારેય એમને જમાડવામાં જીવ ટૂંકો ના કરતા...’ સવિતાબહેને વાતવાતમાં કહ્યું. આ વાત કહેવા ઉપરાંત પછીથી એમણે એમના બાળકોને પણ એક વાત સમજાવી છે તે વાક્ય પણ કહ્યું, પરંતુ એ વાક્ય લખું એ પહેલાં મારે વાત કરવી છે આ ઘટનાના ઉદ્ભવસ્થાનની.
‘આપણું ધાર્યું થાય તો હરિકૃપા અને ના થાય તો હરિઈચ્છા...’ આ વાક્ય પૂજ્ય મોરારિબાપુની કથાના શ્રોતા તરીકે છેલ્લા ચાર દાયકામાં મેં અનેક વાર સાંભળ્યું છે એવું સ્મરણમાં છે. શ્રવણનો મહિમા યથાર્થ ત્યારે થાય છે જ્યારે આપણે જે સાંભળીએ એના સૂત્ર – સારને આપણા જીવનમાં અનુભવીએ, આચરણમાં પણ મુકીએ. આ વાત અહીં સહજપણે લખાઈ ગઈ એનું કારણ તાજેતરમાં બનેલી એક ઘટના છે, જેમાં હરિઈચ્છાનો અનુભવ કર્યો.
આ ધરતીમાં એવું શું છે જે તમને વારંવાર ત્યાં જવા આકર્ષે છે..? આ ધરતીમાં કેટકેટલી સંસ્કૃતિના લોકો આવ્યા, રહ્યા ને ગયા પરંતુ અહીંની પોતાની સંસ્કૃતિ આજે પણ ધબકે છે... આ ધરતીમાં અનેકવાર પ્રાકૃતિક ઉથલ-પાથલ થઈ છતાં અહીંના લોકનું ખમીર અને ખુમારી ટક્યા ને ફરી બેઠાં થયાં... જગતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ (હડપ્પીય) સંસ્કૃતિની વિશિષ્ટ વસાહત આ ધરતીમાં રહેતી હતી.
પ્રેમ... અઢી અક્ષરનો આ શબ્દ... એના વિશે માનવ સભ્યતાનો શબ્દ સાથે સંબંધ જોડાયો ત્યારથી આ પળે હું લખી રહ્યો છું ત્યાં સુધી અપરંપાર લખાયું - બોલાયું - વંચાયું - ગવાયું, પરંતુ એક અનુભૂતિ એ પણ રહી કે આ બધામાં પ્રેમની અભિવ્યક્તિ થયા પછી પણ થાય કે પ્રેમ તો એની ચરમસીમાએ મૌનમાં જ અભિવ્યક્ત થાય છે.
