વિવિધા

No

Block: Site: Subtree Block

    કેનેડા નવા ‘અમેરિકન ડ્રીમ’ને સાકાર કરવાનું સ્થળ

    ગત સપ્તાહ તો ભારે વ્યસ્ત રહ્યું અને તેમાંથી હજુ બહાર આવું ત્યાં તો આ બીજું વ્યસ્ત સપ્તાહ શરૂ થઈ ગયું. પશ્ચિમી દેશોમાં વારેવારે બદલાતા હવામાનના રંગઢંગ વિશે જે વાતો છે તેનો થોડોઘણો પરચો મને પણ મળી ગયો. મારે એ સ્વીકારવું જ રહ્યું કે ટોરોન્ટોના વરસાદમાં ફસાઈ જવું તે કોઈ મનોરંજક વાત તો નથી જ. આ તો ઠંડીની ધ્રૂજારીઓ ઉપરાંત, એક સાથે હજારો સોય ખોસાતી હોય તેવો અનુભવ રહ્યો. મને જાણતા તમારામાંથી ઘણાએ હું શા માટે માઈગ્રેટ કરું છું તેવો પ્રશ્ન પણ કર્યો હતો. પ્રામાણિકપણે, આ સૌથી વધુ ગણતરી સાથેનો અને તાર્કિક નિર્ણય હતો. નવા દેશમાં વસવાટ, નોકરીની સ્થિતિ, જીવનધોરણનો ખર્ચ, સામાજિક સ્વીકૃતિ, આર્થિક-નાણાકીય ભવિષ્ય અને અન્ય ઘણી બાબતોની શક્યતાઓ વિશે મેં ગંભીરપણે વિચાર્યું હતું.

    ગુજરાતના પ્રથમ ઔષધ નિયામકઃ ભુ

    મોટા સરકારી અમલદારો પાર્ટી લેવા ટેવાયેલા હોય, આપવા નહીં ત્યારે એક વિશિષ્ટ ગુજરાતી ઉચ્ચ કક્ષાના સરકારી અમલદાર જે અવિભક્ત મુંબઈ રાજ્યના અને પછીથી ગુજરાતના પ્રથમ ઔષધ નિયામક બન્યા તે ભુપેન્દ્ર પટેલની આ વાત છે. રાજ્યમાં બનતી કોઈ પણ દવા એમના દ્વારા પ્રમાણિત ના થાય તો દવા બજારમાં મૂકી જ ના શકાય. નિયત ધોરણો મુજબનું એનું ઉત્પાદન થયું છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ઔષધ નિયામકની.

    દાદાભાઈ નવરોજીઃ બ્રિટનમાં ભા

    પારસી કોમ્યુનિટી ઈરાનથી ભારત આવી અને વસી. સંજાણ બંદરે તેમનું પહેલું વહાણ આવ્યું ને ત્યાંના રાજાએ મોકલેલા દૂધના કટોરામાં સાકર ભેળવીને પાછો મોકલતા તેમને ત્યાં રહેવાની પરવાનગી મળી એવી વાત ખુબ મશહૂર છે. જોકે આ દંતકથા પહેલા પણ ભારતને અને ઇરાનના પારસીઓ સાથે વેપારી સંબંધો હતા અને ઇતિહાસકારો કહે છે કે તેમણે પશ્ચિમ કિનારે પોતાની કોઠીઓ સ્થાપેલી.

    ચીનમાં ઉદ્યોગ ક્ષેત્રે પરમાર

    ચીનનું પેરિસ એ શાંઘાઈ. એની વસતિ બે કરોડ અને ત્રેસઠ લાખની. હરિયાણા કરતાંય ૧૦ લાખ વધારે. આમાં ગુજરાતીઓ માંડ ૧૫૦ જેટલા. જે મોટા ભાગે કોઈને કોઈક કંપનીમાં નોકરી કરતાં હોય કે કમિશન એજન્ટ હોય. સમગ્ર શાંઘાઈમાં ઔદ્યોગિક ક્ષેત્રે માત્ર એક જ પરિવાર છે તે છે પરમાર પરિવાર. પરમાર પરિવારમાં ત્રણ ભાઈ સૌથી મોટા યોગેશભાઈ અને પછીથી કલ્પેશભાઈ અને નીલેશભાઈ.

    ઓશવાલ એલ્ડરલી વેલ્ફેર એસોસિએ

    આ સપ્તાહ દરમિયાન ઓશવાલ એલ્ડરલી વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એલ્ડરલી લોકોની સાથે ભારતના ૭૩મા સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ખુબ જ રસપ્રદ રહ્યો અને તેમાં હેરોના મેયર શ્રી નીતિનભાઈ પારેખ પણ હાજર રહ્યા હતા. આયોજક કમિટીએ એક સરસ પ્રેઝન્ટેશન તૈયાર કરેલું અને માહિતીના ભાર વગર ૧૭૫૭થી ૧૯૪૭ સુધીનો ભારતમાં અંગ્રેજી સત્તાનો ઇતિહાસ જાણે બાળકને ભણાવતા હોય તેમ ‘જ્ઞાન સાથે ગમ્મત’ની જેમ સમજાવી દીધો. સાથે સાથે ‘નીતુ શાહ & ફ્રેન્ડ્સ’ બેન્ડ દ્વારા રજુ કરાયેલા સુંદર દેશભક્તિ ગીત તો સોનામાં સુગંધ સમા હતા.

    આઈટી અને સખાવત ક્ષેત્રે ભારતી

    ભારત હોય કે દુનિયાના કોઈ પણ દેશ અને ધર્મમાં સખાવતનો મહિમા છે. આઝાદી પહેલાં કે આઝાદી પછીના દાનવીરોમાં ભારતમાં પ્રથમ નંબરે છે અઝીમ પ્રેમજી. મુંબઈના ગુજરાતી ખોજા પરિવારમાં ૧૯૪૫માં જન્મેલા અઝીમનો વિશ્વની ૧૦૦ શક્તિશાળી વ્યક્તિઓની ટાઈમ મેગેઝિનની યાદીમાં તેઓ ૨૦૦૪ અને ૨૦૧૧માં ઝળક્યા છે. ભારતમાં એ બીજા નંબરના ધનકુબેર છે.

    માનવ-સંબંધો થકી રચાતો સેતુબંધ...

    આ વર્ષે યુકેમાં વધારે ભરતીયો જોવા મળ્યા તેવું લાગતું હોય તો તમારું અનુમાન ખોટું નથી. જુલાઈ ૨૦૧૮થી જૂન ૨૦૧૯ સુધીમાં પાંચ લાખથી વધારે ભારતીયો વિઝીટર વિઝા લઈને યુકે આવ્યા છે તેવું યુકેની સરકારે જાહેર કરેલા આંકડા દર્શાવે છે. 

    સૌપ્રથમ વિદેશમાં ડોક્ટરેટના

    અંગ્રેજી જાણે એને જ વિદેશી ડિગ્રી મળે એવો ભ્રમ ભાંગનાર પ્રથમ ગુજરાતી ભારતીય તે ભગવાનલાલ ઈંદ્રજી. જૂનાગઢના પ્રશ્નોરા નાગર ઈંદ્રજીના પુત્ર એવા તે માત્ર સાત ધોરણ ગુજરાતી ભણેલ. તેમણે સંસ્કૃતનો અભ્યાસ ઘરે બેઠાં પિતા પાસે કર્યો. ભારતમાં બ્રિટિશ રાજ સ્થપાવાને હજી ૧૮ વર્ષ બાકી ત્યારે એમનો જન્મ. ૪૮ વર્ષે નિધન થયું. તેમની પંડિતાઈ અને પુરુષાર્થને કોઈ ન પહોંચે.

    ‘મારે મંદિર પધારો શ્રીનાથજી’...

    વૈષ્ણવ સંઘ ઓફ યુકે સ્થાપિત શ્રીનાથધામ ‘નેશનલ હવેલી ઓફ યુકે’ના પાટોત્સવ મહોત્સવનો શુભારંભ તા. ૩૦ ઓગસ્ટે ધર્મસભા દ્વારા થયો હતો. 

    દેશપ્રેમ અને દવાઉદ્યોગમાં અગ

    ૧૯૪૨માં ‘અંગ્રેજો હિંદ છોડો’ની આખરી લડત થઈ. મહાત્મા ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ જેલમાં પૂરાતાં, અહિંસા પણ જેલમાં પૂરાઈ અને બહાર નીકળી હિંસા. ત્યારે ભાદરણના એક એન્જિનિયર કઠોર ગામે નોકરી કરતા. તેમનો ૧૬ વર્ષનો દીકરો રમણ ગામના યુવકો સાથે શાળાના મેદાનમાં હાજર હતો. યુવકો પૂરા દેશપ્રેમી. બધા અંગ્રેજોના વિરોધમાં શાળા સળગાવવા તૈયાર થયેલા. રમણને થયું કે શાળાનું મકાન સળગાવવાથી ભણવાનું બગડે, આથી આઝાદી ના આવે. રમણ વિરોધ કરે તો તેને બધા ગદ્દાર ગણે. રમણને ધર્મસંકટ લાગ્યું. રમણ ચાલાક અને બુદ્ધિવાન. તેણે નેતાગીરી લીધી. મકાનનું તાળું તોડીને હેડ માસ્તરના રૂમમાં ગયા. બધાંની હાજરીમાં કાકડો સળગાવીને ટેબલના ખાનામાં મૂક્યો. બધા બહાર નીકળ્યા ત્યારે રમણે ટેબલનું ખાનું બંધ કર્યું. કાકડો બુઝાતાં આગ ના લાગી અને શાળા બચી. રમણમાં ભારોભાર દેશપ્રેમ, પણ ભાંગફોડથી આઝાદી મેળવવામાં ના માને.