વિવિધા

No

Block: Site: Subtree Block

    કેનેડાનું શક્તિશાળી ગૌરવ - પ્રાઈડ પરેડ

    જૂન મહિનો ઈન્ટરનશનલ પ્રાઈડ મન્થ તરીકે ઉજવાય છે અને આ વર્ષે તો કેનેડા તેની ઉજવણીમાં અનોખું બની રહ્યું હતું. ન્યૂ યોર્કમાં ૫૦ વર્ષ અગાઉના કુખ્યાત સ્ટોનવોલ રાયટ્સ (રમખાણો) પછી પ્રાઈડ ૨૦૧૯નું આગમન થયું હતું. જ લોકોને જાણકારી નથી તેમને ખાસ માહિતી આપવાની કે ન્યૂ યોર્કમાં સ્ટોનવોલ ખાતે ૨૮ જૂન ૧૯૬૯માં પોલીસ દ્વારા પડાયેલા દરોડાના વિરોધમાં સમલિંગી (ગે) સમુદાય દ્વારા અચાનક હિંસક વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો અને આવાં શ્રેણીબદ્ધ દેખાવો સ્ટોનવોલ રમખાણો તરીકે ઓળખાયાં હતાં. દર વર્ષે વિશ્વમાં આ તારીખ કે સપ્તાહમાં પ્રાઈડ પરેડ યોજી ઉજવણી કરવામાં આવે છે. ટોરોન્ટોની પ્રાઈડ પરેડ ૨૩ જૂન રવિવારે યોજાઈ હતી, જે સમગ્ર દેશમાં યોજાએલી સેંકડો પરેડ ઉજવણીમાં સૌથી વિશાળ હતી.

    જામનગરના જમાલ શેઠ રંગૂનમાં વસ્યા અને ધંધા-રોજગારમાં જામ્યા. ધંધા પણ ભાત-ભાતના. સાહસ અને સૂઝનો જીવ જમાલ શેઠ. ભારોભાર સ્વદેશપ્રેમ અને ગુજરાતીપણાની ભાવનાથી ભરેલા. ઊંટ મરે તો ય ડોક મારવાડ તરફ એવી કહેવતનું સાકાર સ્વરૂપ તે જમાલ શેઠ. ભારતમાં ત્યારે ગાંધીયુગ. ગાંધીની વાત વિના શસ્ત્રે આઝાદી મેળવવાની. અંગ્રેજોને આ દેશમાં રહેવામાં લાભ જ ના દેખાય તો આપોઆપ ગાંસડાં-પોટલાં બાંધીને વિદાય થશે એવી માન્યતા. આથી તેઓ કહેતા આર્થિક આઝાદી ના હોય તો રાજકીય આઝાદી નિરર્થક બને. આર્થિક આઝાદી એટલે સ્વદેશી માલ વાપરવાનો. આમ કરવાથી દેશનું ધન દેશમાં રહે. ભારતને આર્થિક રીતે સ્વાવલંબી બનાવનાર જે ગુજરાતી વીરલા હતા તેમાં આપણે કસ્તુરભાઈ લાલભાઈ શેઠ, અંબાલાલ સારાભાઈ, રણછોડલાલ રેંટિયાવાળા, ભાઈલાલભાઈ અમીનને ગણીએ છીએ ત્યારે ગુજરાત બહાર રહીને આર્થિક આઝાદી માટે ફનાગીરી વ્હોરનાર જમાલ શેઠને ભૂલીએ છીએ.

    સિત્તેરના દાયકાના શરૂઆતના વર્ષોમાં સૌરાષ્ટ્રથી આફ્રિકા ગયેલા એક પરિવારની વાત છે. પિતા અને કાકાની સાથે કરિયાણાની દુકાનમાં કામ કરતો એક યુવાન અજય હજી ચારેક વર્ષ પહેલા લગ્ન કરીને પોતાની પત્ની સવિતા સાથે રહેવા લાગ્યો હતો. આ યુવાન દંપતીને એક દીકરો હતો જેને માંડ દોઢેક વર્ષ થયા હશે. આમ તો તેનું નામ કમલેશ હતું, પણ રૂ જેવા રૂપાળા એ બાળકને ઘરના બધા લોકો ભૂરો કહીને જ બોલાવતા. 

    ક્લાઈમેટ ચેન્જ અને સ્થાનિક જળ કટોકટી

    ક્લાઈમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન વિશ્વભરને મુશ્કેલીમાં મૂકી રહેલ છે. પરિસ્થિતિ ખરાબ છે અને જો આપણી ભાવિ પેઢીઓને આપણે જે પ્રકારના જીવનમાંથી પસાર થઈ રહ્યા છીએ તેનો અનુભવ ન કરવો પડે તેમ ઈચ્છતા હોઈએ તો અત્યારે જ મુશ્કેલીનો માર્ગ શોધવાની આવશ્યકતા છે. ભારતમાં જળ કટોકટીના સમાચારો તરફ હું ધ્યાન આપતી રહું છું. ક્લાઈમેટ ચેન્જ જે ઝડપે આંતરરાષ્ટ્રીય ઈમર્જન્સીમાં તબદીલ થઈ રહેલ છે તેને ધ્યાનમાં લેતાં આ કટોકટી એક ભારે ચેતવણી સમાન છે. ચેન્નાઈ અને અન્ય ૨૧ ભારતીય શહેરો જે ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યાં છે તે આપણા સૌથી ખરાબ દુઃસ્વપ્નોને સાચા પાડવા તરફ છે.

    શ્રાવણઃ ભોળાનાથની ભક્તિથી ભી

    શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ. આ માસમાં ક્યારેય મંદિરે ન જનારો ભક્ત પણ શિવાલયે જઈને શિવજીની પૂજા-અર્ચના કરે છે. ભક્તજનો અનેક પ્રકારે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રિઝવવાનો પ્રયત્ન કરે છે તો વળી ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ગંગાજળથી જળાભિષેક કરાય છે.

    ગુજરાત રસાયણ ઉદ્યોગના પિતાઃ ભ

    અંગ્રેજ શાસનની ધીરે ધીરે ભારતીય ઉદ્યોગો બંધ થાય એવી નીતિને કારણ વણાટકામ, કાચ, કલાકારીગરી, નિર્ભર હસ્તઉદ્યોગ વણઝાર બધું પડી ભાગ્યું હતું. જૂની શરાફી પેઢીઓ ખોવાઈ ગઈ અને જગતશેઠ, નગરશેઠ બધું શબ્દોમાં જ રહ્યું હતું ત્યારે ૧૮૭૬માં ભાઈલાલભાઈ જન્મ્યા. હજી કોંગ્રેસને સ્થપાવામાં પૂરાં નવ વર્ષ બાકી હતાં.

    ‘સમિધ’ઃ સાહિત્યપ્રેમીઓ અને અ

    બ્રિટન સહિત દેશ-વિદેશમાં ગુજરાતી ભાષા શિક્ષણના ભેખધારી સુવિખ્યાત ડો. જગદીશ દવે MBEના નામથી ભાગ્યે જ કોઇ ગુજરાતી અજાણ હશે! પ્રોફેસર, કવિ, લેખક અને સાહિત્યકાર તરીકે નામના મેળવી અનેક એવોર્ડ મેળવનાર ડો. દવેએ જીવનના નવ દાયકા વટાવ્યા હોવા છતાં એમનું લેખન કાર્ય અવિરત ચાલી રહ્યું છે. એમનું ૪૨મું પુસ્તક ‘સમિધ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે. ભાષા શાસ્ત્રીય અભ્યાસ વિવેચનનો મુખ્ય અભિગમ ધરાવતા આ પુસ્તકમાં મુખ્યત્વે બે ખંડ છે.

    સ્વામી વિવેકાનંદનું યુકે આગમ

    નરેન્દ્ર નામે ઓળખાતો ૧૮૬૩માં જન્મેલો યુવાન ૧૮૮૧માં પહેલી વખત રામકૃષ્ણ પરમહંસને દક્ષિણેશ્વરમાં મળે છે ત્યારે તેના મન પર ઊંડી અસર તો પડે છે, પરંતુ હજી તેનામાં સંપૂર્ણ વૈરાગ્ય આવવાનો બાકી છે. ત્યાર બાદ પાંચેક વર્ષના ગાળામાં ૧૮૮૬માં તે સન્યાસ લઈને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરે છે અને વેદાંતનો પ્રચાર કરવા માંડે છે. રામકૃષ્ણ મિશન હેઠળ તેમણે ૧૮૯૩માં શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં ‘ભાઈઓ અને બહેનો’ના સંબોધનથી વક્તવ્ય શરૂ કર્યું ત્યારે બે મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી સભાખંડ ગાજતો રહ્યો અને ત્યારબાદ જ્યાં જ્યાં વિવેકાનંદ ગયા ત્યાં ત્યાં સભાખંડ ગાજ્યા, તેમનો સંદેશો ફેલાયો અને લોકોને ભારત, ઉપનિષદ, વેદાંત અને પૂર્વની સંસ્કૃતિ તથા દર્શન અંગે ઘેલું લાગ્યું.

    પાંચ પાંચ રાષ્ટ્રો સાથે નોખો ન...

    ૧૯૬૮માં સુદાનમાં લશ્કરી શાસન આવતાં ગુજરાતીઓને સલામતીની ચિંતા થઈ. અહીં જયંતિલાલ પ્રેમચંદ વાધેર ૧૯૩૮થી ધંધાનો મોટો પથારો ધરાવે. તેમના દીકરા અનિલભાઈએ સલામતી માટે ૧૯૭૧માં પત્ની શોભાબહેન સાથે ખાર્ટૂમ છોડ્યું. ભારત આવ્યા અને પિતાની દુકાન સંભાળી. પત્ની શોભાબહેનના સંબંધી મસ્કતમાં હતાં. ૧૯૪૫માં સુદાનમાં જન્મેલા અનિલભાઈએ છવ્વીસ વર્ષ સુદાનમાં કાઢેલા. અરબી ભાષા સુદાનમાં વપરાતી. વર્ષો સુધી ત્યાં આરબ શાસન અને પછી અંગ્રેજ અમલ. વેપાર-ધંધા અરબીમાં ચાલે. અનિલભાઈ અરબી ભાષાના જાણકાર. આથી મસ્કતમાં અરબી ભાષા અને આરબ આલમ. અનિલભાઈ ૧૯૭૩માં ત્યાં પહોંચ્યાં.

    ૪થી ઓગસ્ટના રવિવારે સવારે આહલાદક વાતાવરણની મજા માણતા માણતા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આયોજિત ‘સરદાર વોક’ કરી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી-યુકે દ્વારા એકતા માટે ગોઠવાયેલી આ પદયાત્રામાં ઘણા લોકોએ ભાગ લીધેલો. મોટા ભાગના લોકો ગુજરાતી હતા.