થોડા સમય પહેલાના દિવસો હતા. માર્ચ 2024 મહિનાનો અંત નજીક હતો. સ્વાભાવિક રીતે આર્થિક લેખાંજોખાંની, બાકી નીકળતાં પૈસા માટે ફોન કરવાની વગેરે વગેરે વાતો વાતાવરણમાં ઘૂમરાતી હતી. મને દોસ્ત હિમાંશુએ પૂછ્યું, ‘આ અઠવાડિયે કયા વિષય કે ઘટના પર લેખ લખવાના છો?’ મેં કહ્યું, ‘હમણાં સરસ સાંસ્કૃતિક પ્રવાસો ચાલે છે એના પર.’ તો કહે, ‘આ માર્ચ એન્ડિંગના અનુભવો જે થયા - સાંભળ્યા - જોયા એના પર પણ ક્યારેક લખજો...’
વિવિધા
Block: Site: Subtree Block
‘આજે સારો દિવસ છે, આરંભ કરીએ’ આવું વાક્ય આપણે સામાન્ય રીતે ઘણી વાર બોલતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. આપણા ઉત્સવોમાં ઘણા ઉત્સવો શુભારંભ માટેના ખાસ ઉત્સવો ગણાય છે.
વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષયતૃતીયા. લોકબોલીમાં અખાત્રીજ (આ વર્ષે 10 મે) તરીકે જાણીતું આ પર્વ હિંદુ, વૈદિક, જૈન અને ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ ધરાવે છે. અક્ષયતૃતીયા એ સ્વયં સિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસને વણજોયું મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે કરાતાં કોઈ પણ માંગલિક કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી. કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય છે. આથી જ આ દિવસે સૌથી વધુ યુવાન હૈયાં પ્રભુતામાં પગલાં પાડીને સપ્તપદીના સૂરમાં બંધાય છે. આ દિવસ સોના, રૂપા અને હીરાની ખરીદી માટે ઘણો શ્રેષ્ઠ મનાય છે. વિષ્ણુધર્મોત્તરમાં જણાવ્યા અનુસાર આ દિવસે શ્રીહરિની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષયતૃતીયા કહેવાય છે. મત્સ્યપુરાણ અનુસાર આ દિવસે શ્રીહરિનું અક્ષત વડે પૂજન-અર્ચન કરવાથી તે અતિ પ્રસન્ન થાય છે અને પૂજા કરનારની સંતતિ અક્ષય બને છે.
પાંજરામાં ઊભેલા એ જુવાન ગુનેગારની લાંબી તપાસ પછી ભાતીગળ રેશમી રૂમાલે બાંધેલી પોટલી ચીંધતાં ન્યાયાધીશે વળી સવાલ કર્યો: ‘એ તો બધું ઠીક, પણ આ રૂમાલમાં શું બાંધ્યું છે લ્યા?’ જુવાન એ પોટલી સામે ક્ષણભર તાકી રહ્યો. ન્યાયાધીશનેય દેખાય એટલા જોરથી શ્વાસ લેતાં જાણે સ્વગત બબડતો હોય તેમ એણે કહ્યું: ‘એ પોટલીની જ તો આ બધી રામાયણ છે, સાહેબ!’
આ કવિનું નામ પડે અને તરત જ આપણને થાય કે ગુજરાતી ભાષાનું લાલિત્ય અને લાવણ્ય જોવું હોય તો એમનાં ગીતો પાસે જવું જોઈએ. વાણીના વૈભવી કવિ છે. દલપતરામ અને ન્હાનાલાલ - પિતા પુત્રની આ જોડીએ ગુજરાતી કવિતાને મબલક સમૃદ્ધિ આપી છે.
ભારતના મિસાઈલમેન કોણ હતા એ સવાલના જવાબમાં કોઈ પણ પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું નામ આપશે. પણ ભારતની મિસાઈલ વુમન કોણ છે એ પ્રશ્નનો ઉત્તર જાણો છો ?
ભગવાન બુદ્ધને ભગવાન શ્રીહરિ વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે, તેથી જ હિંદુ અને બૌદ્ધ ધર્મીઓ તેમનામાં વિશેષ આસ્થા ધરાવે છે. રાજપાટ ત્યાગીને તેમણે પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે ખર્ચી નાખ્યું. બુદ્ધ પૂર્ણિમા પર્વે તેમના જીવન અને વિચારોને જાણીને ધન્ય થઈએ.
આ સપ્તાહે ‘કલાપી’ - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કોઈ પણ ધર્મના ધર્મોપદેશક, કથાકાર હંમેશાં લોકોને સાંત્વના મળે, ઈશ્વરમાં શ્રદ્ધા જાગે અને ઈશ્વરના આશીર્વાદ સાથે આપસમાં ભાઈચારા સાથે સારું જીવન જીવવા લાગે તે પ્રકારે ઉપદેશ આપતા હોય છે અને તેમણે આમ કરવું જોઈએ તે તેમની ફરજ છે. જોકે, ડરહામ કાઉન્ટીના કોન્સેટ ટાઉનના બ્લેકહિલસ્થિત ‘અવર બ્લેસ્ડ લેડી ઈમેક્યુલેટ’ કેથોલિક ચર્ચમાં એક દાયકા કરતાં વધુ સમયથી સેવા આપતા 53 વર્ષીય અમેરિકન પાદરી ફાધર થોમસ મેકહાલેની ખોપરી ઉંધી ચાલે છે. તેમણે ગુડફ્રાઈડેના પવિત્ર દિવસે ચર્ચમાં એકત્ર થયેલા 75થી 100 જેટલા સ્થાનિક શ્રદ્ધાળુઓ સમક્ષ તદ્દન અશ્લીલ ધાર્મિક પ્રવચન આપી બધાને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે જિસસ ક્રાઈસ્ટ ઉત્થાન અવસ્થાના લિંગ સાથે મૃત્યુ પામ્યા હતા. આ પ્રવચન બાબતે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ થઈ છે પરંતુ, તેમને ઠપકો અપાયા સિવાય કોઈ પરિણામ આવ્યું નથી અને હજુ તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા છે.
ઘણા લોકો બાળપણથી જ પ્રતિભાવાન હોય છે અને યુકેમાં બીજી પેઢીના ઈમિગ્રન્ટ મીરા પટેલ તેમાનાં એક છે. સંગીતનાં વિશ્વમાં તેમની યાત્રાનો આરંભ માત્ર 7 વર્ષની વયથી થયો હતો અને તેમણે મુખ્ય વાદ્ય તરીકે વાયોલીન પર પ્રભુત્વ હાંસલ કર્યું હતું. તેમની અસાધારણ કુશળતાની કદર કરીને પ્રતિષ્ઠિત લંડન ફિલહાર્મોનિકા ઓરકેસ્ટ્રાના જુનિયર સભ્ય તરીકે સ્થાન અપાયું ત્યારે પણ તેમની ઉંમર ઘણી નાની હતી. આ પછી, તેમણે પાછાં વળીને જોયું નથી અને વિશ્વભરના પ્રતિષ્ઠિત સ્ટેજીસ પર તેમણે અસામાન્ય કૌશલ્યનું પ્રદર્શન કરી ઓડિયન્સીસને પોતાની કળાથી મંત્રમુગ્ધ કર્યા છે. તેમણે રોયલ ફેસ્ટિવલ હોલ, ગિલ્ડ હોલ જેવાં નામાંકિત સ્થળોએ એકલ કોન્સર્ટ્સના પરફોર્મન્સીસ આપ્યાં છે. આટલું જ નહિ, તેમણે પેરિસ અને વેનિસ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં પરફોર્મ કરીને નામના પ્રાપ્ત કરી છે.
