વિવિધા

No

Block: Site: Subtree Block

    ગૂડ ફ્રાઇડે અને ઇસ્ટર એટલે અનં...

    મારા ઘણા અન્યધર્મી મિત્રો મને સવાલ કરતાં કે જે દિવસે પ્રભુ ઇસુ ખ્રિસ્તને વધસ્થંભે જડીને મારી નાખવામાં આવ્યા તે દિવસને તમે ખ્રિસ્તી લોકો શુભ શુક્રવાર અથવા તો ગૂડ ફ્રાઇડે કેમ ગણાવો છો? આજે પણ ઘણાના મનમાં આ સવાલ ઉઠે છે કે ગૂડ ફ્રાઇડે શા માટે? તો તેનો જવાબ છે માનવજાતની પાપમાંથી મુક્તિ માટે પરમેશ્વર પિતાએ તૈયાર કરેલી એક મહાન યોજના.

    માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરનાર...

    સંસ્કૃતમાં દેવગિરિ, તિબ્બતીમાં ચોમોલંગમા અને નેપાળીમાં સાગરમાથા.....ત્રણેય નામનો અર્થ અનુક્રમે દેવોનો પર્વત, બ્રહ્માંડની દેવી અને આકાશની દેવી થાય છે. મજાની વાત એ છે કે ત્રણેય ભાષામાં જુદો અર્થ હોવા છતાં એનો એક જ અર્થ થાય છે : માઉન્ટ એવરેસ્ટ...દરિયાઈ સપાટીથી અંદાજે ૨૯,૦૨૯ ફીટની ઊંચાઈએ આવેલો દુનિયાનો સૌથી ઊંચો પર્વત !

    રણના કણ કણમાં બ્રહ્મનાદ...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહે આપણે A Millennial Moment નામના એક એવા અભ્યાસુ ગ્રંથની, અમુક અંશે, સમાલોચના કરવાના છીએ, વિગતે ચર્ચા કરવાના છીએ જે કામ ખરેખર તો મુશ્કેલ છે. 175 પાનમાં - હજારો શબ્દોમાં, અનેકવિધ પ્રસંગો - દૃષ્ટાંતો - ઘટનાઓ - અભિપ્રાયો રજૂ થયા હોવાથી તેની સંતોષજનક તારવણી રજૂ કરવાનું કામ ઘણું જવાબદારીભર્યું છે, તો તેમાં ઘણી મર્યાદાઓ પણ રહેલી છે. શબ્દબ્રહ્મ - શબ્દનાદ - બ્રહ્મનાદ એ ઉદ્ગારથી, લખાણથી અને હાવભાવથી પ્રચંડ શક્તિ ધરાવે છે. કોઇ (અલૌકિક) પળે ઇશ્વરસમર્પિત મહાપુરુષ દ્વારા થયેલા ઉદ્ગાર - ક્રિયા - દિશાસુચન એ ક્યારેક એવી જ ગેમચેન્જર ઘટનાનું નિર્માણ કરે છે.

    અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર

    A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ - ઉદારતા, સંસ્થાનો સર્વધર્મ સમભાવનો અભિગમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા અને પ.પૂ. મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિક તથા સમર્પિત પવિત્રતાનું પ્રતીક છે. 

    અબુધાબીમાં મંદિર તો શીખરબદ્ધ

    10 ફેબ્રુઆરી 2024નો આ પ્રસંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના પ્રવાસે હતા અને યુએઇના પ્રેસિડેન્ટ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સત્તાવાર નિવાસસ્થાન કસર-અલ-વતન (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચર્ચાનો એક વિષય હતો મંદિર પ્રોજેક્ટ. 

    જીવનભરનું ભાથું બની રહ્યાો છે...

    અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી નિહાળવાના મને અસંખ્ય અમોલા અવસર પણ સાંપડ્યા છે. જરાક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો...

    બીએપીએસઃ નીતિમતા - મૂલ્યો અને

    A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી. 

    ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સ...

    ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સર, ચૈત્રી નવરાત્રિનું આગમન, સૃષ્ટિની શુભ શરૂઆત. બ્રહ્માજીએ આ દિવસે સૃષ્ટિનો આરંભ કર્યો હતો. વિશેષમાં આ દિવસે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠીર બન્નેનું રાજ્યારોહણ થયું હતું. આ જ દિવસે માળવાના નરેશ વિક્રમાદિત્યએ શકોને હરાવીને શક સંવતની શુભ શરૂઆત કરી હતી. આ દિવસે સતયુગની શરૂઆત થઈ હતી. આ જ દિવસે શ્રીહરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આ દિવસથી રાતની સરખામણીમાં દિવસ મોટો થવા લાગે છે. આ જ દિવસે મહાન ગણિતજ્ઞ ભાસ્કરચાર્યએ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપરથી પંચાગની રચના કરી. ગુડી પડવોને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં આ પર્વ યુગાદિ કહેવાય છે તો મહારાષ્ટ્રમાં આ પર્વ ગુડી પડવો છે.

    આજકાલ સાવરકર ફિલ્મ વિષે ચર્ચા ચાલે છે. નિર્માતા રણજીત હુડ્ડાની પીઠ થાબડવા જેવી આ ફિલ્મ છે એવું ઘણા દર્શકો પાસેથી સાંભળવા મળ્યું. અગાઉ સરદાર અને ગાંધી વિષેની ફિલ્મો પણ અસરકારક બની હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝના કોલકાતાથી બ્રિટિશ સરકારની આંખમાં ધૂળ નાખીને કરેલો ઐતિહાસિક પ્રવાસ શ્યામ બેનેગલની ફિલ્મમાં ભારે કુશળતાથી દર્શાવ્યો છે. “મૈં અટલ હૂઁ,”ના સમૂહ માધ્યમો પર જાહેરાતના ટુકડા જોતાં તો એવું લાગે છે કે આ એકદમ બેકાર વ્યાવસાયિક ફિલ્મ હશે, જેમાં થોડાક ઉપરછલ્લા બનાવો લઈને ફિલ્મ બનાવવામાં આવી છે. એક તો જે અભિનેતાએ ભૂમિકા ભજવી છે તે તદ્દન હાસ્યાસ્પદ અભિનય કરીને સાચુકલા અટલજીના પ્રખર વ્યક્તિત્વને અન્યાય કરે છે. વાજપેયીજીની જીવની અને મારા નિકટના સંબંધના આધારે આ વાત કરવી પડે છે.

    કમલેશ આવસત્થીઃ ગાયક મુકેશના અ

    ‘કમલેશે, અમારી સાત દાયકાની દોસ્તીનો દસ્તાવેજ એક વાર લખ્યો હતો. 1955માં સાવરકુંડલાની કુંડલા હાઈસ્કૂલના પાંચમા ધોરણથી અમારી દોસ્તી રહી, તે એની અંતિમ ક્ષણો સુધી રહી.’ આ શબ્દો કમલેશ આવસત્થીના સ્મરણમાં કહે છે ભાવનગરના સિનિયર ટેક્સ કન્સલ્ટન્ટ નવીન રાજ્યગુરુ. આ બંને આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભાવનગરમાં સાથે ભણ્યા. બંનેએ દર કાળીચૌદશના દિવસે ભાવનગર ગોળીબાર હનુમાનજીના દર્શને જવાનો નિયમ વર્ષો સુધી પાળ્યો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમોમાં પ્રેમાભાઈ હોલમાં નવીનભાઈ અચૂક હાજર રહે, તે સમયની ટિકીટો પણ એમણે સાચવી છે. કમલેશ આવસત્થી અને નવીન રાજ્યગુરુની સાત દાયકાની દોસ્તી વાસ્તવમાં નિઃસ્વાર્થ દોસ્તીની અદભૂત મિસાલ બની રહી.