હવે બધું થાળે પડી રહ્યું છે અને નવી લેબર સરકાર પણ સત્તા પર આવી ગઈ છે ત્યારે આપણે વિચારી શકીએ કે ટોરીઝ શા માટે માર ખાઈ ગયા? શું ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી મૃતઃપ્રાય બની ગઈ છે? શું કોઈ એવો ટોરી નેતા આગળ આવશે જે માત્ર પાર્ટીને જ એકજૂટ કરવા માટે જ નહિ, 2029ના સમરાંગણમાં ઉતરવા માટે નવેસરથી આગળ વધવા એકલક્ષી અને એકસંપ પાર્ટી તરીકે ઉતરવા માટેના પાયા મજબૂત બનાવવા સજ્જ કરે?
વિવિધા
Block: Site: Subtree Block
આજે તો સુરતની ધમધમતી બજારો કે વિદ્યાધામોમાં મણિલાલનું સ્મરણ કોને થાય? ઇતિહાસ આમ તો સર્વસ્પર્શી અને સર્વનાશક હોય છે. સ્મૃતિનો અભિશાપ ધરાવતી પ્રજા માટે આ વાત સાવ સાચી છે. સુરતમાં હજુ આ સ્થાનો અકબંધ છે. એંડ્રુઝ લાઈબ્રેરી, જેલની સાંકડી બેરેકો, હિન્દુ મંદિરો અને પારસી અગિયારીઓ, સરભણ, મગદલ્લા, ફ્રેંચ ગાર્ડન, ઘાંચીવાડી, હરિપૂરા વિસ્તારની ઘી કાંટા વાડી, દશા લાડ વણિક વાડી, મોતીબાગ, મહિધરપુરા, અઠવા લાઇંન્સમાં શેઠ તૈયબજી મસ્કતિનો બંગલો, નવાબી થિયેટર, બાલાજીનો ટેકરો...
આ સપ્તાહે બાલાશંકર કંથારિયા ‘કલાન્ત’
આ કવિ, ગઝલકાર અને અનુવાદકનો જન્મ નડિયાદમાં. અરબી, ફારસી, વ્રજ ભાષા ને પિંગળના જાણકાર. કલાન્તને નામે ને વધુ તો મસ્તકવિ ‘બાલ’ને નામે એ વિશેષ પ્રસિદ્ધ. આ કવિ પોતાને દલપતરામના ‘પદરજ સેવક’ ગણાવે છે. એ પોતે કહે છે કે શંૃગારી, વિલાસી અને વૈરાગી - આ ત્રણેય મારી કવિતા પોતપોતાની રીતે સમજશે, પણ એની પાછળનો ધબકારો તો હું સમજું છું.
અંદાજે સો ફિલ્મોમાં અભિનયનાં અજવાળાં પાથરનાર કુલદીપ કૌરનો જન્મ પંજાબના અટારીમાં એક શીખ પરિવારમાં વર્ષ ૧૯૨૭માં થયેલો. માત્ર ચૌદ વર્ષની ઉંમરે મહારાજા રણજીતસિંહની સેનામાં કમાન્ડર રહેલા શામસિંહ અટારીવાલાના પૌત્ર અને શ્રીમંત પંજાબી જમીનદાર મોહિન્દર સિંહ સંધૂ સાથે કુલદીપનાં લગ્ન થયાં. સોળ વર્ષની ઉંમરે, ૧૯૪૩માં કુલદીપ એક દીકરાની માતા બની ગઈ. મોહિન્દર સિંહ પિતા બન્યા, પણ શ્રીમંત જમીનદાર હોવાને કારણે એમનો વધુ સમય લાહોર અને અમૃતસરની વૈભવી ક્લબોમાં પસાર થતો.
બે દાયકા થયા, આ ભૂમિ પર ફરી એકવાર આવવાનું થયું. બ્રિટનમાં આવેલું સ્ટ્રેટફોર્ડ અપોન એવોન ગામ, જે વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકાર વિલિયમ શેક્સપીયરના ગામ તરીકે ઓળખાય છે. મલ્ટિલેવલ પાર્કિંગમાં દીપક જોષીએ ગાડી પાર્ક કરી અને હું ને મનીષા આવી પહોંચ્યા એક એવી ભૂમિ પર જ્યાંથી માનવમનની લાગણીઓ અને સંવેદનાઓ સાહિત્ય સ્વરૂપે સમગ્ર વિશ્વ સુધી પહોંચી છે. બંને બાજુ મકાનો અને વચ્ચે ચાલવાનું. ડાબી બાજુએ જ આવે શેક્સપીયરનું ઘર, જે હવે મ્યુઝિયમ રૂપે સચવાયું છે. આ ઘરમાં શેક્સપીયરની સંવેદના-સર્જનો-સ્મરણો જાણે સચવાયા છે.
બાંગ્લાદેશમાં જે બન્યું તેને કેટલાક હરખપદુડા ‘વિદ્યાર્થીઓની ક્રાંતિ’ અને જનઆંદોલન કહી રહ્યા છે. ખરેખર તો એવું કંઈ જ નથી. માત્ર અરાજકતા તરફ દેશને ધકેલીને 1971 પહેલાના પૂર્વ પાકિસ્તાન જેવું રેડિકલ ઈસ્લામિક શાસન સ્થાપિત થાય તેવા ઇરાદાથી યુવકોને હાથો બનાવાયા છે, ને તેની પાછળ મુખ્ય જમાતે ઇસ્લામી છે અને સાથે નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (બાંગલા દેશમાં તેને જાતીય સમાજતાંત્રિક દલ કહેવામા આવે છે) છે, જે અગાઉ સત્તાનો સ્વાદ ચાખી ચૂકી છે.
આ સપ્તાહે હું વધુ એક જન્મદિવસની ઊજવણી કરીશ. મિત્રો, આ વાત સાચી જ છે. કેક પર વધુ એક મીણબત્તી લાગી જશે. કેક પર અસંખ્ય મીણબત્તી જોઈને તમે કહી શકો કે આ તો ભડકે બળતી આગ છે. ઘણી વખત આવા સમયે જીવનનો શું અર્થ છે તે વિશે વિચારતા થઈ જવાય છે, આપણું પોતાનું જીવન, અન્યોનું જીવન તેમજ પરિવાર, મિત્રો, સહયોગીઓ અને પરિચિતો સાથે આદાનપ્રદાન વિશે વિચારો આવતા રહે છે. ઘણી વખત કોઈ ધારી લે છે કે વય વધવાની પ્રક્રિયા સાથે ડહાપણ પણ આવે છે; જોકે, વ્યક્તિ વૃદ્ધ થતી જાય તેની સાથે ડહાપણ પણ આવે તે નિશ્ચિત હોવું આવશ્યક નથી. કદાચ આપણી પાસે ફરી અને ફરી, એક જ જાતની ભૂલો કરવાનો સમય વધી જાય છે! હું માનું છું કે હું આ બંને અંતિમ છેડાઓની મધ્યમાં કોઈ જગાએ છું, ઓછામાં ઓછું હું તો આવી જ આશા ધરાવું છું!
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ગુજરાતી પરિવારના કેયલ કોઠારી (જન્મ 26 જાન્યુઆરી, 1998)એ ટીમ ગ્રેટબ્રિટનના વિશિષ્ટ સભ્ય તરીકે કાઠું કાઢ્યું છે. કેયલે માત્ર 3 વર્ષની નાની વયે જિમ્નાસ્ટ કરીકે સ્પોર્ટ્સની કારકિર્દીનો આરંભ કર્યો હતો. તેની એથ્લેટિક ઊર્જાને યોગ્ય માર્ગે વાળવા માટે લંડનના કોઠારી પરિવારે કેયલને હેરો જિમ્નાસ્ટિક્સમાં મૂક્યો હતો જેથી તેને યોગ્ય વાતાવરણ મળી રહે. તે 11 વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેણે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ પાંચ ક્રમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું અને તેણે ઓલિમ્પિકમાં જિમ્નાસ્ટિક્સનું સ્વપ્ન સેવવાં માંડ્યું હતું.
શિવનો અર્થ છે કલ્યાણ. તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો. તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે. સોમનાથ મહાદેવનું મંદિર સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું છે. ભગવાન શિવના બાર પવિત્ર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિના ધર્મશાસ્ત્રકારો સૂતરના તાંતણામાં પણ રહસ્ય ગૂંથી દે છે. ‘સ્વસ્તિક’ કલ્યાણનું પ્રતીક છે, ‘શ્રી’ શોભા-સૌંદર્યવર્ધક છે, બ્રહ્મનું પ્રતીક છે, ‘લિંગ’ પરબ્રહ્મનું પ્રતીક છે, તો ‘રાખડી’ અને ‘જનોઇ’ સ્નેહ, રક્ષણ અને વિદ્યાનાં પ્રતીકો છે. ‘રાખડી’માં હૃદયનો નિર્મળ પ્રેમનો લાલ રંગ વણાયો છે, તો ‘જનોઇ’ (યજ્ઞોપવીત) વિદ્યાબળ તેમજ બ્રહ્મતેજનું શ્વેત સૂત્ર છે. જીવનમાં પરસ્પર સ્નેહ-વિદ્યાની સુગંધ ન ભળે, તો જીવન રસકસ વિનાનું શુષ્ક બની જાય. આવી ઉદાત્ત ભાવનાથી આપણા પૂર્વજ મહર્ષિઓએ ‘શ્રાવણી પૂર્ણિમા’ના તહેવારનું આયોજન કર્યું છે.
