ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં અને ગાંધીજીનું પહેલું ચરિત્ર પણ એમણે જ લખેલું.... ઓળખ્યાં એમને?
વિવિધા
Block: Site: Subtree Block
ઉનાળાના ધોમધોખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી પર જ્યારે અષાઢી મેહુલિયો મન મૂકીને વરસે છે ને ધરતી પરનો નજારો બદલાઇ જાય છે. મેઘરાજાની પધરામણી સાથે જ ઋતુ પરિવર્તન થાય છે. ચાર મહિના વર્ષાઋતુના એટલે પ્રકૃતિનો ખીલવાનો સમય. આ મોસમમાં કુદરતી કરિશ્મા ફૂલેફાલે છે અને તેનો નજારો આપણને જોવા મળે છે. આ સમયે તો એવું લાગે છે કે જાણે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી ના હોય! આવી રળિયામણી ધરતી પર મનુષ્યોની સાથે પશુ-પંખીઓ પણ ઝૂમી ઊઠે છે. પ્રકૃતિનું આ એક રૂપ છે જ્યાં સૌ મન મૂકીને નાચી ઊઠે છે.
આજકાલ બે ઓજસ્વી ગુજરાતી મોદીઓની બોલબાલા છે. બંને પોતાના વાક્ચાતુર્ય ને વાણીના વૈભવથી સૌ ગુજરાતીઓના મન પર છવાઈ ગયા છે. બંને મોદી કવિતાના જીવ છે. બંને વાકપટુતામાં પાવરધાને પ્રવીણ છે. પહેલા મોદી છે વિશ્વપ્રવાસી વડા પ્રધાન નરેન્દ્રભાઈ. એમણે લોકપ્રિયતાના નીત નવા શિખરો સર કર્યા છે. બીજા મોદી છેઃ ડો. ચીનુ મોદી, બળવાખોર કવિ. નવીનતાપ્રેમી અધ્યાપક અને ક્રાંતિકારી વિચારક. એમની અભિવ્યક્તિને એટલા બધા ‘ઈર્શાદ’ મળ્યા કે આ વ્યક્તિવિશેષનું ઉપનામ જ ઈર્શાદ થઈ ગયું. ડો. ચીનુ મોદીએ ગઝલના ચિત્તને ચહેરાને નવી ધારા અને નવા ધોરણો આપ્યા. પરંપરાના પડદામાંથી ગઝલને બહાર કાઢવાના પેંતરા રચ્યા. ડો. ચીનુ મોદી, શ્રી મનહર મોદી, જનાબ આદિલ મન્સુરી ઈ ગઝલકારોએ ગુજરાતી ગઝલને નોખા ઢંગ ને અનોખા રંગ આપ્યા.
આજકાલ અરુંધતિ રોયના કશ્મીર અને નક્ષલ વિશેના ઉકસાવે તેવા વિધાનોના લેખન માટે અરુંધતિ રોય પર દિલ્હીની અદાલતમા પોલીસે આરોપનામું રજૂ કર્યું છે, માંડ મોકો મળ્યો એટ્લે કેટલાક “લિબરલ્સ” ના નિવેદનો “અઘોષિત કટોકટી”ની એચ,એમ.વી રેકોર્ડ વગાડવા લાગ્યા છે. તેમાં તો વિધિસર મુક્દ્દ્મો ચાલશે, અદાલત સાચું-ખોટું શું તેની તપાસ કરશે, વકીલો દલીલ કરશે ને છેવટે ચુકાદો આવશે.
જો તમે રમતગમત જગત વિશે જાણતા હો તો તમને ખબર હશે કે સ્પ્રિંટ એટલે ટૂંકા અંતરની વેગીલી દોડ...સામાન્યપણે આ દોડસ્પર્ધા બસ્સો કે ચારસો મીટરની હોય છે. પંજાબની કમલજીત સંધૂ ૧૯૭૦માં એશિયાઈ ખેલોમાં ચારસો મીટરની ટૂંકા અંતરની વેગીલી દોડમાં એટલા વેગથી દોડી કે ૫૭.૩ સેકન્ડમાં દોડ પૂરી કરીને ભારત માટે સુવર્ણ ચંદ્રક લઇ આવી. આ સુવર્ણ ચંદ્રક જીતીને કમલજીત સંધૂએ ઈતિહાસ સર્જેલો, કારણ કે એશિયાઈ ખેલોમાં સુવર્ણ ચંદ્રક જીતનારી એ પહેલી ભારતીય મહિલા હતી !
ગુરુને આપણે સાક્ષાત્ સૃષ્ટિકર્તા બ્રહ્માજી માનીએ છીએ. પાલનહાર શ્રીહરિ વિષ્ણુ ભગવાન પણ માનીએ છીએ. મહેશ્વરના રૂપમાં પણ ગુરુને સ્થાન આપીએ છીએ. વિશેષમાં ગુરુને સાક્ષાત્ પરબ્રહ્મ સ્વરૂપ માનીએ છીએ. અન્ય શ્લોકોમાં પણ ગુરુની મહત્તા પ્રદર્શિત થાય છે. જેમ કે, ‘માતૃદેવો ભવ:’ ‘પિતૃદેવો ભવ:’ ‘આચાર્યદેવો ભવ:’ ‘અતિથિદેવો ભવ:’ આ શ્લોકમાં આચાર્ય, ગુરુને સાક્ષાત્ દેવતા તરીકે પૂજવામાં આવ્યા છે. આ શ્લોકના અનુસંધાન દ્વારા આજના યુગમાં વિદ્યાર્થીઓએ એટલું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે ગુરુ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન છે. સાક્ષાત્ પરબ્રહ્મ છે. જે ઉક્તિના આધારે વડીલો અને માતાપિતાનો આદર સન્માન વગેરે શીખવાનું છે.
આ સપ્તાહે પ્રબોધ ભટ્ટ...
જન્મ કોટડાસાંગાણી, જિલ્લો રાજકોટ. વતન ભાવનગર. સાદરામાં અવસાન. ‘અંતરિક્ષ’ અને ‘સરોરુહ’ એમના કાવ્યસંગ્રહો.
પ્રબોધ ભટ્ટનો જન્મ કોટડાસાંગાણી, જિલ્લો રાજકોટ. વતન ભાવનગર. સાદરામાં અવસાન. ‘અંતરિક્ષ’ અને ‘સરોરુહ’ એમના કાવ્યસંગ્રહો.
ચાતુર્માસ આવ્યા, ચાલો હવે તો કથા-વાર્તા, શ્રવણ, કિર્તન અને ઉત્સવોનો આનંદ કણકણમાં લહેરાશે... આવું વાક્ય એક મિત્ર બોલ્યા અને શરૂ થઈ રહેલા ચાતુર્માસ નિમિત્તેની વિચારયાત્રા શરૂ થઈ. દર વર્ષે અષાઢ માસની સુદ (એટલે કે શુક્લ) પક્ષની અગિયારસથી ચાતુર્માસનો આરંભ થાય છે. આ દિવસ દેવપોઢી અગિયારસરૂપે ઉજવાય છે. વિષ્ણુપુરાણ સાથે જોડાયેલી કથા અનુસાર આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા માટે જતા રહે છે તે પછી ચાર મહિને દેવઉઠી અગિયારસના દિવસે પરત આવે છે. એટલે જ આ ચાર મહિનાનો સમય ચાતુર્માસ તરીકે ઓળખાય છે. કથા અનુસાર આ ચાર મહિના દરમ્યાન પૃથ્વીલોકની સંભાળ ભગવાન શીવ લે છે.
રાજકીય નેતાઓની હત્યાના પ્રયાસો વારંવાર થતાં રહ્યા છે. અમેરીકામાં ટૃંપને મારવામાં નિષ્ફળતા મળી પણ તેને મારવા માટે ગોળી છોડનારો 20 વર્ષનો યુવક પોલીસના હાથે માર્યો ગયો. અમેરિકા માટે આ નવું નથી. અગિયાર પ્રમુખોની હત્યાના પ્રયાસ થય તેમાં સાત જ બચી ગયા, બાકી કેનેડી અને લિંકન જેવા પ્રમુખો મૃત્યુ પામ્યા. યુરોપમાં અનેક દેશોમાં આવું બન્યું છે. સ્વીડિશ વડાપ્રધાન સિનેમા જોઈને પાછા વળતાં હતા ત્યારે મારી નાખવામાં આવ્યા હતા. સ્તાલિને તેના પ્રતિસ્પર્ધી ટ્રોંટસ્કીને મારી નાખવ્યો હતો. સિલોનમાં બંડારનાયકની હત્યા થઈ તો પાકિસ્તાનમાં જનાબ ભુટ્ટોને ફાંસી આપી દેવામાં આવી હતી. રશિયન પ્રમુખ પુટીન કેટલાક વિરોધીઓની હત્યામાં સંડોવાયેલો રહ્યો છે. શ્રીમતી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને બંદૂક અને બોમ્બથી મારી નાખવામાં આવ્યા. મહાત્મા ગાંધીની હત્યા પણ તેમાં ઉમેરી શકાય, કારણ કે નથુરામ ગોડસેના અંતિમ નિવેદનમાં ગાંધીજીની ભારત-વિભાજન અને તુષ્ટિકરણની નીતિને જવાબદાર માનવમાં આવી. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનના રાજાએ જાતે મોતને પસંદ કર્યું હતું. કોઈ રાજકારણી મોટેભાગે આપઘાત કરે તેવું બનતું નથી. હિરોહિતો તેમાં અપવાદ છે.
