એક બહેન ગેસના ચુલા પર દૂધ ગરમ કરી રહ્યા હતા. સવારનો સમય હતો, બધાને પોતપોતાના પ્રાતઃકાલીન કામ પુરા કરીને જોબ અથવા કોલેજમાં જવાની ઉતાવળ હતી. એવામાં એ બહેનના મોબાઈલ ફોનની રીંગ વાગી. એમણે અવાજ સાંભળ્યો, એમના પતિએ પણ સાંભળ્યો. બહેન રસોડામાં, એના પતિ બેઠકરૂમમાં અને ફોન બેડરૂમમાં રણકી રહ્યો હતો. બંને કામમાં હતાં, સામાન્ય રીતે જેમનો ફોન હોય એ જ ઉપાડવા જાય એવું સર્વમાન્ય ચલણ હતું. પુરુષને એમ કે પત્ની હમણાં ફોન લેવા જશે, એ ના ગઈ, પોતે ઊભા થયા, ફોન હાથમાં લીધો ત્યાં ફોનની રીંગ પુરી થઈ ગઈ.
વિવિધા
Block: Site: Subtree Block
22 જાન્યુઆરી 2024. એક ઐતિહાસિક દિવસ... સમગ્ર વિશ્વની નજરમાં અયોધ્યા હતું. સદીઓના ઇંતઝાર બાદ રામલલા તેમના જન્મસ્થાન પર વિરાજમાન થઇ રહ્યા હતા, અને દુનિયાભરમાં ફેલાયેલા સનાતન ધર્મીઓમાં પ્રચંડ ઉત્સાહ-ઉમંગ-ઉલ્લાસ છલકતો હતો. સહુ કોઇ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા તલપાપડ હતા. આમાંનો એક હું પણ ખરો. આથી જ જ્યારે સ્વામીજીએ (પ.પૂ. સચ્ચિદાનંદજીએ) પૂછ્યું કે ‘22મીએ અયોધ્યા આવવું છે?’ ત્યારે મારા અંતરમાં ઉમટેલા હરખને વ્યક્ત કરવા શબ્દો નહોતા મળ્યા.
જવાહરલાલ નેહરુએ કોઈવાર ગુસ્સામાં એવું કહ્યું હતું કે દરેક હિન્દુ, ગમે તેવો મોટો બુદ્ધિજીવી હોય, તેની ચામડીની અંદર હિન્દુ આસ્થાનું જ લોહી વહેતું હોય છે. ભલે તે ઉદારવાદી કે સેક્યુલર હોય. મને લાગે છે કે જવાહરલાલ પોતાના વિષે આત્મમંથન કરતા રહેતા તેમાંથી આ સત્યની શોધ કરી હશે.
બરોડાના ૫૦ વર્ષીય ગૃહિણી સુનિતાબેનને બંને પગની ખાલી ઝંઝણાટીથી છૂટવા નવેમ્બર ૨૦૨૨
પવિત્ર શ્રાવણ માસ પછી દેવાધિદેવા મહાદેવને પ્રસન્ન કરવાનો બીજો અવસર હોય તો તે છે મહાશિવરાત્રી. મહા વદ ચૌદશના દિવસે એટલે કે મહાશિવરાત્રી (આ વર્ષે 8 માર્ચે)ની મધ્ય રાત્રીએ શિવલિંગ પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે શિવાલયો બમ બમ ભોલે અને ૐ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠે છે. ભકતો નિર્જળા ઉપવાસ, અભિષેક જપ -પૂજન કરીને શિવજીની કૃપા મેળવે છે.
લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને વિશ્વના પહેલા ક્રમના સૌથી વિશાળ પ્રશાંત મહાસાગરને પાર કરનારી પ્રથમ મહિલા પાયલટ, લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને વિશ્વનો બીજા ક્રમનો સૌથી વિશાળ એટલાંટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાયલટ, લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં ગ્રીનલેન્ડ આઈસ કેપ્સમાં સોલો ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા પાયલટ અને લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં સંપૂર્ણ કેનેડામાં ક્રોસ કન્ટ્રી ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા પાયલટ...
મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનનાં સીઇઓ જુલિયા માર્લે અને મિસ વર્લ્ડમાં ભાગ લઈ રહેલી સુંદરીઓ તાજેતરમાં રાજઘાટ પહોંચી હતી અને મહાત્મા ગાંધીને ભાવસભર શ્રદ્ધાંજલિ આપી હતી.
‘ટાઈમ’ મેગેઝિને આ વર્ષે દુનિયાની 12 મહિલાઓની ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદગી કરી છે. ‘વિમેન પર્સન ઓફ ધ યર 2024’ની આ યાદીમાં ભારતવંશી લીના નાયરનો પણ સમાવેશ થાય છે. ‘ટાઇમ’ દ્વારા દર વર્ષે એવી મહિલાઓની યાદી જાહેર કરવામાં આવે છે જેમના પ્રયાસો અને સિદ્ધિઓના કારણે સમાજમાં પરિવર્તન આવ્યું છે. લેખક, રાજનેતા, સિનેમા, સંગીત અથવા તો સમાજસેવા સહિત વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આ યાદી માટે પસંદ કરવામાં આવે છે.
ગુજરાતના 33 જિલ્લાના 151 ગામ, નગર, શહેરમાં એકસાથે યોજાયા 151 વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક કાર્યક્રમો. ગુજરાતના 500થી વધુ સર્જકોએ શાળા-કોલેજ અને યુનિવર્સિટીઓમાં યુવાનો સાથે મળીને કરી માતૃભાષાની વંદના. ગુજરાતીને રસ પડે એવા ગુજરાતી સાહિત્યના કાવ્ય સંમેલન, વાચિક, પરિસંવાદ, કાવ્યસંગીત, વ્યાખ્યાન જેવા કાર્યક્રમો થકી ગુજરાતી સૂર – શબ્દ પહોંચ્યા અંતરિયાળ ગામો સુધી.
એક આહલાદક અનુભવ આપતું ઓડિયો આલ્બમ
