દાસ્તાનગોઈ એટલે મૌખિક ઉર્દૂ કહાણી કહેવાની તેરમી સદીની કળા. ફારસી શબ્દ દાસ્તાન અને ગોઈ મળીને બનેલા દાસ્તાનગોઈમાં દાસ્તાનનો અર્થ કહાણી અને ગોઈનો અર્થ સંભળાવવું કે કહેવું એવો થાય છે. એ રીતે દાસ્તાનગોઈનો અર્થ કહાણી કહેવી કે કહાણી સંભળાવવી એવો થાય છે. મધ્ય એશિયાના દેશોમાં અને ઈરાનમાં તેરમી સદીમાં દાસ્તાનગોઈ મનોરંજનનું લોકપ્રિય માધ્યમ હતું.
વિવિધા
Block: Site: Subtree Block
ભક્તિ રે કરવી તેણે રાંક થઈને રહેવું....
ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ.....
જેવા અનેક ભક્તિપદોમાં જેનું વર્ણન કરાયું તે ભક્તિની સંવેદના શું? ભક્તિની અનુભૂતિ શું? આપણા હૃદયમાં ભક્તિભાવ પ્રગટ થયાનો ખ્યાલ કેમ આવે? આવા ઘણા પ્રશ્નો સત્સંગમાં જનારને ઘણી વાર થતા હોય છે. ભક્તિ, અઢી અક્ષરના આ શબ્દનું વાંચન – શ્રવણ – ઊચ્ચારણ કે લેખન આપણે અનેકવાર કરતા હોઈએ છીએ. વાસ્તવમાં ભક્તિ શબ્દના ભાવને, અર્થને આપણે પામીએ છીએ ખરા?
લાંબા સમય પછી હમણાં ફરી નિયમિત એક્સરસાઈઝ – વોકીંગ અને પ્રાણાયમ પર ધ્યાન આપવાનો આરંભ કર્યો. આપણે જન્મ્યા ત્યારથી ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત બોલતાં - સાંભળતાં આવ્યા છીએ. આરોગ્યની બેઝિક જાળવણી માટેના તમામ માપદંડો - પરેજી - નિયમો અને લેવાતી કાળજીથી આપણે જાણકાર છીએ. મીડિયાકર્મી કે કલાકાર – રેડિયો જોકી તરીકે તો એના ઉલ્લેખો પણ અવારનવાર કર્યા જ હોય, પરંતુ જ્યારે એના પર ધ્યાન આપીને સ્વયંશિસ્તમાં રહેવાનું આવે, બધું પડતું મૂકવાનું ને સ્વાસ્થ્ય પહેલાં સંભાળવાનું આવે ત્યારે આપણે થોડા બેદરકાર થઈ જઈએ છીએ.
ઇતિહાસ પણ એક અજીબ દાસ્તાન છે. કેટલુંક ભીતરમાં સમાવીને સંશોધકોને પડકારે છે. કેટલુંક વિસ્મૃતિના અભિશાપમાં રહી જાય છે. અને જ્યારે તે બધુ બહાર આવે ત્યારે આપણે આશ્ચર્યસ્તબ્ધ બનીને બોલીએ છીએ, “અરે! આવું પણ બન્યું હતું, ને આપણને ખબર ના રહી?
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા સહુના માનવંતા કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયાના અહેવાલ આજકાલ ચર્ચાની એરણે ચઢ્યા છે. સારવાર થઇ શરૂ થઇ ગઇ છે, ત્યારે આપણે સહુ તેમના નિરામય સ્વાસ્થ્ય માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ. કિંગ ચાર્લ્સની બીમારીનું નિદાન થયું છે તે ઘટનામાં સૌથી નોંધનીય બાબત એ છે કે કિંગ લગભગ આદર્શ કહી શકાય તેવી જીવનશૈલી જીવી રહ્યા છે. તેઓ ભોજનમાં ઓર્ગેનિક ફૂડ આરોગે છે, અને માંસ-મદિરાનું પણ ઓછું સેવન કરે છે. સહુ કોઇના મનમાં એ સવાલ રમી રહ્યો છે કે હેલ્ધી જીવનશૈલી છતાં કિંગને કેન્સર જેવી બીમારીનું નિદાન થયું છે. આમ થવાનું કારણ શું?
છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય ઘરેણું છે, વર્ષાની મહેર ગમે ત્યારે થતી જ રહે છે અને તેથી જ બાગવાનીને હંમેશા નવજીવન મળતું રહે. ફૂલ છોડ દ્વારા આપણા ઘરની શોભા અને સુંદરતાને શણગારી શકીએ અને આવા લગભગ છથી સાત મહિના અલગ અલગ પ્રકારની ફૂલદાની સજાતી રહે છે. તન-મન અને આંખો માટે કેટલું મોટું નજરાણું બની રહે.
શક્તિપીઠ અંબાજીની પવિત્ર ધરતી પર અરવલ્લીની ગિરિકંદરામાં વસેલું અંબાજી ગામ વિશ્વભરના કરોડો માઈભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે કારણ કે મા અંબાની શક્તિપીઠ અહીં છે. અહીં ગબ્બર પર માતાજીની મૂર્તિ સ્થાપિત કરેલી છે અને અંબાજી મંદિરમાં માતાજીનું શ્રીયંત્ર છે. આ શ્રીયંત્રને એવી રીતે શણગારવામાં આવે છે કે જેથી દૂરથી માતાજીની મૂર્તિના આકાર જેવું જ લાગે છે. મા ભગવતી, કરુણા અને વાત્સલ્યનું વરદાન વરસાવનારી મા અંબા ભક્તો માટે પરામ્બા છે. શક્તિ સ્વરૂપા છે. ભક્તિની દેનાર છે. વેદોથી પણ પ્રાચીન અને શક્તિપૂંજથી ભરપૂર શક્તિપીઠ અંબાજી છે.
ભારતીય કલાઓ પૈકી શિલ્પ - સ્થાપત્યકલા અને શાસ્ત્ર પ્રસિદ્ધ છે. ભારતીય શિલ્પશાસ્ત્રની વિજ્ઞાનસિદ્ધ બાબતોમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોની ભાવના ઓતપ્રોત થયેલી છે. આપણા પ્રાચીન ઋષિ-મુનિઓની રચના - બુદ્ધિની ખૂબી છે કે શિલ્પશાસ્ત્ર જેવા વિષયમાં પણ હિંદુ સંસ્કૃતિના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો કંડારાયા છે. અનેક કળાના અગાધ સમુદ્રરૂપ શિલ્પશાસ્ત્રના મુખ્ય આચાર્ય ભગવાન વિશ્વકર્મા છે. તેમણે શિલ્પશાસ્ત્રના અનેક ગ્રંથ રચેલા. એ ગ્રંથોને આધારે બીજા શિલ્પકારોએ પણ રચેલા અનેક ગ્રંથો મળે છે. સોમપુરા શિલ્પીઓની તો પરંપરા ઊભી થઇ છે.
મહારાષ્ટ્રમાં એક સામેના મુખ્યમંત્રી અશોક ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું, અહી ઘરઆંગણે ગુજરાતમાં ધારાસભ્ય ડો. સી. જે ચાવડાએ કોંગ્રેસ છોડી અને ભાજપનો ખેશ ધારણ કર્યો. એ પહેલા આમ આદમી , અપક્ષ અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ એવું જ કર્યું.
યુએઈમાં સૌપ્રથમ શિખરબદ્ધ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન વસંત પંચમી - 14મી ફેબ્રુઆરીએ થઇ રહ્યું છે તે પ્રસંગે મંદિરનિર્માણનો ઇતિહાસ જાણવો રસપ્રદ બની રહેશે. ખરેખર તો આ એક Prophetic - ‘ભવિષ્યસૂચક’ પ્રસંગ છે. વાત એ સમયની છે કે જ્યારે ધર્મયાત્રા-વિચરણ માટે દુબઈ, બાહરેન કે શારજાહ જવું શક્ય હતું, પરંતુ અબુ ધાબીમાં જવું એ પણ એક કપરું કાર્ય હતું કેમ કે ત્યાંના તત્કાલીન નિયમો ખૂબ જ કડક હતા. એ સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સાથે અમે બધા સંતો દુબઈથી શારજાહનાં રણમાં પહોંચ્યા હતા.
