વિવિધા

No

Block: Site: Subtree Block

    એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમા...

    ભવાની દેવીનું સ્વરૂપ ગણાતી તલવારને ભવાની દેવીએ પણ પોતાનું શસ્ત્ર બનાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ભવાની દેવી એશિયન તલવારબાજી પ્રતિયોગિતામાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે ! કોમનવેલ્થ ગેમ્સમાં દેશને સુવર્ણ ચંદ્રક અપાવનાર પણ પ્રથમ પણ ભવાની જ છે !

    નારાયણ... નારાયણનું સદાય ગાન કર

    પૂર્વકલ્પમાં નારદજી ઉપબર્હણ નામના ગંધર્વ હતા. તેમને પોતાના રૂપ પર ઘણું અભિમાન હતું. એક વાર જ્યારે બ્રહ્માજીની સેવામાં અપ્સરાઓ ગંધર્વગીત અને નૃત્ય દ્વારા જગત્સૃષ્ટાની આરાધના કરી રહી હતી, ત્યારે ઉપબર્હણ સ્ત્રીઓ સાથે શૃંગારભાવથી ત્યાં આવ્યો. ઉપબર્હણનું આ અશિષ્ટ આચરણ જોઇને બ્રહ્માજી કોપાયમાન થયા અને તેમણે તરત જ તેને શુદ્ર યોનિમાં જન્મ લેવાનો શાપ આપ્યો. તેના ફળસ્વરૂપે તે શુદ્ર દાસીનો પુત્ર થયો.

    ‘ભક્ત પોતાની બધી જ શક્તિઓ પ્રભુના ચરણે ધરે છે, પોતે પણ પ્રભુના ચરણે ધરેલું એક પુષ્પ બની જાય છે. પછી માત્ર પ્રભુનું જ સામ્રાજ્ય રહે છે, જેમાં ભક્ત કેવળ સેવકની ભૂમિકા અદા કરે છે. પોતે સેવક અને પ્રભુ સ્વામી, પોતે સમાયેલું મોજું અને પ્રભુ વિસ્તરેલો મહાસાગર, પોતે અંશ અને પ્રભુ આકાશ. પ્રભુ સાથે તાણાવાણાની આ રીતનું નામ જ ભક્તિ છે.’ 

    જૂઠાણાંનો પટારો ખૂલ્યોઃ લેબર પાર્ટી આતંકવાદીઓ માટે દરવાજા મોકળા મૂકશે?

    લેબર પાર્ટીના સાંસદ સામ ટેરી (ઈલ્ફર્ડ સાઉથ)એ હાઉસ ઓફ કોમન્સમાં આશ્ચર્યકારક નિવેદન કરતા કહ્યું હતું કે, ‘આજે હું પાર્લામેન્ટમાં પેલેસ્ટીનીઅન ફેમિલી વિઝા સ્કીમની રચના માટે હિમાયત કરી રહ્યો છું. આના થકી પેલેસ્ટીનીઅન નિર્વાસિતો નવા સલામત અને કાયદેસર રુટ મારફત યુકેમાં સલામતપણે આવી શકશે અને સલામત સ્થળે પહોંચવા મજબૂર પરિવારજનો સાથે મેળમિલાપ કરાવી શકશે.’

    એક ચિંતક ઈતિહાસકારનું કહેવું છે કે રાષ્ટ્ર તો એક હોઇ શકે પણ તેમાં “દેશ” અનેક અને અલગ હોય છે. તેની ખાસિયતો જુદી, મિજાજ અલગ અને પ્રજાની જીવન શૈલીમાં તફાવત હોય. આને બ્રિટિશરોએ અલગાવના ચોકઠામાં બંધ બેસતી કરી નાખી ને ચતુરાઇ પૂર્વક પ્રચાર કર્યો કે ભારત તો એક છે જ નહિ. ત્યાં ભાષા, સંપ્રદાય, રહેણી-કરણી સાવ અલગ છે. 

    ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા ગુરુવાર 16 મેનો ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’ આવશ્યક નાણાકીય અને સ્ટોક માર્કેટ વિશે ચર્ચા અને સલાહને સમર્પિત રહ્યો હતો. આ ઈવેન્ટ પેન્શન વિષયક સામાન્ય ચિંતાઓ અને તેના ઉકેલની દિશા માટેનો મંચ પણ બની રહ્યો હતો. આ ઉપરાંત, આ ઈવેન્ટ થકી યુવાન લોકોને કારકિર્દી વિશે અમૂલ્ય સલાહ પ્રાપ્ત થઈ હતી. વિવિધ પ્રકારના પાર્ટિસિપેન્ટ્સ આ ઈવેન્ટમાં સામેલ થયા હતા જેના પરિણામે સોનેરી સંગતનો આ એપિસોડ સહુના માટે અવિસ્મરણીય અને જ્ઞાનવર્ધક અનુભવ બની રહ્યો હતો. આ ઈવેન્ટના મુખ્ય મહેમાનપદે શ્રી અલ્પેશ પટેલ OBE હતા જેઓ નામાંકિત ઈન્વેસ્ટર, મેન્ટર અને ફાઈનાન્સિયલ નિષ્ણાત છે.

    પ્રથમ મહિલા સરોદ વાદક : શરણ રાન

    સંગીતનો પ્રચાર કરવા સંપૂર્ણ ભૂમંડળમાં ઘૂમેલી એ પ્રથમ મહિલા હતી, એણે સરોદ જેવા મર્દાના સાજને સંપૂર્ણ ઊંચાઈ આપેલી, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિદ્વાન અને પ્રખ્યાત સરોદ વાદક હતી એ, સરોદવાદનને કારણે એને વિભિન્ન પ્રકારના સન્માન મળેલાં અને ડોકટરેટની પદવીઓથી નવાજવામાં આવેલી, પંદરમી શતાબ્દી પછી બનેલા વાદ્યયંત્રો સંગ્રહિત કરનાર પ્રથમ મહિલા એ જ હતી, એ પ્રથમ હતી જેણે યુનેસ્કો માટે રેકોર્ડિંગ કરેલું... ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એને ‘સાંસ્કૃતિક રાજદૂત’નું બિરુદ આપેલું અને પંડિત ઓમકારનાથ ઠાકુરે એને ‘સરોદ રાણી’નો ખિતાબ આપેલો... કહો જોઉં, એ કોણ છે ?

    જાપ મરે અજપા મરે, અનહદ હુ મર જાયે, સૂરતા સમાન શબદ મેં, તાહિ કાલ નહિ ખાય... શબ્દમાં સૂરતા વસે છે અને એ શબ્દનું વાંચન – શ્રવણ કરીને આપણે આપણી રૂચિ અનુસારની - સ્વભાવ અનુસારની સમજણ વિક્સાવતા જઈએ છીએ. મકરંદ દવેએ લખ્યું છે, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરી, ગમતાનો કરીએ ગુલાલ.

    આપણા દેશને બચાવવા માટે રહ્યા હવે ગણતરીના 40 દિવસ!

    પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તો ગોળી છોડી દીધી છે અને દેશને બચાવવાની સ્પર્ધા શરૂ થઈ ચુકી છે. ઈતિહાસમાં સ્થાન મેળવી ચૂકેલા 4 જુલાઈના દિવસે મહાન બ્રિટિશ પ્રજાને તેમની આગામી સરકાર માટે મત આપવાનો અધિકાર હશે. દેશનું ભવિષ્ય હવે લોકોના હાથમાં છે. આપણી પાસે હવે આ દેશને બચાવવા માટે ગણતરીના 40 દિવસ રહ્યા છે. હવે તમે પ્રશ્ન કરશો કે દેશને શેનાથી બચાવવાનો છે?

    અવનવા સમાચાર

    ઈજિપ્તના રાજવીઓ-ફેરોઝની કબરો પીરામીડ્સ વિશે કોણ નથી જાણતું? આર્કીઓલોજિસ્ટ્સ લાંબા સમયથી વિચારતા હતા કે મોટા ભાગના પીરામીડ્સ રણમાં લોકોનો વસવાટ ન હોય તેવા સાંકડા પટ્ટામાં શા માટે બાંધવામાં આવ્યા છે. જોકે, હવે વિજ્ઞાનીઓએ સેટેલાઈટ ઈમેજીસ, જીઓફીઝિકલ સર્વેઝ અને લુપ્ત નદીશાખાના રેતક્ષેત્રથી પુરાવા મેળવ્યા છે કે સદીઓ અગાઉ નાઈલ નદીની લુપ્ત થઈ ગયેલી  40 માઈલ (64.37 કિલોમીટર) લંબાઈની શાખાનો પ્રવાહ અહીંથી પસાર થતો હતો.