વિવિધા

No

Block: Site: Subtree Block

    કડિયાકામ કરનાર પ્રથમ મહિલા : સ

    તમે ઈંટ, ચૂના અને સિમેન્ટથી ઈમારતનું ચણતર કરતાં કે ભવનનું નિર્માણકાર્ય કરતાં પુરુષ કડિયાને જોયા હશે, પણ કોઈ મહિલા કડિયાને જોઈ છે ? સુનીતા દેવીને મળો.. કડિયાકામ કરનારી ભારતની પ્રથમ મહિલા... ઝારખંડના આદિવાસી સમાજની સુનીતા દેવી પુરુષ પ્રધાન કડિયાકામમાં પગરણ કરનારી પ્રથમ ભારતીય મહિલા છે. ઈંટ પર ઈંટ મૂકીને દીવાલો ઊભી કરીને સુનીતા દેવી ઈમારતનું ચણતર કરે છે. ઝારખંડમાં ચણતરનું કામ કરતા આવા કડિયાને રાજમિસ્ત્રી કહેવામાં આવે છે. સુનીતા દેવી મહિલા હોવાથી રાની મિસ્ત્રી તરીકે જાણીતી થઈ ગઈ છે !

    ત્યાગ અને અપરિગ્રહની સાક્ષાત

    સત્ય, અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, ક્ષમા, અસ્તેય વગેરે સદ્ગુણોને આત્મસાત્ કરનાર મહાવીર સ્વામીનું અહિંસક અને ત્યાગી જીવન જ એક ઉપદેશ સમાન હતું. જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ રાજ પરિવારમાં થયો હતો, પરંતુ તેમના જીવનના ઉદ્દેશો ભિન્ન હતા. તેમણે તેમના આચરણ દ્વારા જગતને આત્મોન્નતિનો માર્ગ ચીંધાડયો હતો.

    નૃત્યઃ માનવ મનની અભિવ્યક્તિન

    અદભૂત કાર્યક્રમ... નૃત્ય અને ગુજરાતી ગીતોનો આવો સમન્વય અમે પહેલી વાર જોયો... નૃત્યકાર અને સૂત્રધારનું પરફેક્ટ પરફેક્શન હતું આ કાર્યક્રમમાં.... આ અને આવા ઉત્સાહપૂર્ણ – ઉલ્લાસપૂર્ણ અનેક પ્રતિભાવો અમને મળ્યા અને અમારા માટે એ દિવસ જાણે ઉત્સવની ઊજવણીનો બની ગયો. એક કલાકાર માટે, એની પ્રસ્તુતિ થકી શ્રોતા - દર્શક રાજી થાય, એ રાજીપો વ્યક્ત કરે અને સામેથી પુછીએ કે ‘કાંઈ ખૂટતું હોય તો કહો’ ત્યારે એમ જવાબ મળે કે ‘ચોવીસ આની સોના જેવો કાર્યક્રમ છે’ તો કલાકાર માટે તો અંતરમાં ઉત્સાહ-ઉલ્લાસનો દરિયો હિલ્લોળા જ લે ને!

    પ્રથમ મહિલા આઈ.એફ.એસ. અધિકારી :

    ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રા હતી અને પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી હતી, પણ પહેલી આઇએફએસ અધિકારી કોણ હતી એ જાણો છો ?

    ૧૧ વર્ષનો અદભૂત કલાકાર શીવ પટે...

    ગીત અને સંગીત જાણે વારસામાં મળ્યું હોય તેમ લેસ્ટરનો માંડ ૧૧ વર્ષના ગાયક કલાકાર શીવ પુરોહિત પટેલને બાળપણથી જ જાણે કે ગીત સંગીતનું ઘેલુ લાગ્યું છે. 'લાગા ચુનરીમાં દાગ' હોય કે પછી 'એક ચતુર નાર કર કે સિંગાર', 'વહ કાગઝ કી કસ્તી' હોય કે પછી 'ચીઠ્ઠી આઇ હે..' જેવા ગીતો માસુમ શીવના હૈયે વસે છે.

    કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિ...

    દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી તેજ પાથર્યું છે, સૂર્યની જેમ પ્રકાશી છે અને ચંદ્રની જેમ ચમકી છે.... 

    કૃપા પામીએ તો છીએ, પણ તેને અનુભ

    કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?

    ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

    સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી સાહસને વાસ્તવિકતામાં બદલવામાં પાયારુપ ભારતીય ડાયસ્પોરાની મહેનત અને ચતુરાઈનાં વિવરણોને મોટા ભાગે નજરઅંદાજ કરી દેવાયા છે. આપણે જ્યારે ભૂતકાળમાં ડોકિયું કરી રહ્યા છીએ ત્યારે બ્રિટિશ સંસ્થાનવાદના કાળમાં ઈસ્ટ આફ્રિકાના વિકાસમાં ભારતીય સમુદાયે છોડેલી અમિટ છાપ વિશે જાણકારી પણ આવશ્યક છે.

    રવિશંકર મહારાજઃ સેવા કરવા માટ

    પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મેના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. રવિશંકર મહારાજનો જન્મ હિંદુ તિથિ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે અને ઈસુના કેલેન્ડર પ્રમાણે 25 ફેબ્રુઆરી 1884ના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામે થયો હતો.