વિવિધા

No

Block: Site: Subtree Block

    ‘સ્વજનો  મને  કાયમ સાંભર્યા જ ક

    વિધાન તો ઝવેરચંદ મેઘાણીનું છે, પણ, કાયમ ભીંત પર આલેખિત હસ્તાક્ષરો જેવુ છે. ઇતિહાસ અને ઈતિહાસબોધ માટે તો આ મુદ્રાલેખ હોવો જોઈએ. ખાલી પુસ્તકોના પાનાં પર કે પરિસંવાદોના મંચ પર નહીં, હમણાં ઇતિહાસ સંશોધનના મુદ્દે ગોષ્ઠિ થઈ તેમાં આનો પ્રતિઘોષ સંભળાયો.મેઘાણીએ તો તેમણે સોરઠી બહારવટિયાઓ વિષે લખવા માંડ્યુ ત્યારે આ સવાલ કેટલાક પંડિતોએ કર્યો હતો. 

    અવનવા સમાચાર

    વિશ્વના મલ્ટિબિલિયોનેર્સમાં ત્રીજો ક્રમ ધરાવતા એમેઝોન કંપનીના સ્થાપક એન્ટ્રેપ્રીન્યોર જેફ બેઝોસની માલિકીની 550 મિલિયન ડોલરની યોટ ‘કોરુ’ તેની ક્લાસિક ડિઝાઈન, વૈભવી ફીટિંગ્સ અને ગ્રીન ટેકનોલોજીના ઉપકરણોથી સજજ હોવાની પ્રશંસા મેળવતી રહે છે. જોકે, ખાટલે ખોડ એટલી જ છે કે તેને પાર્ક કરવાની કે લાંગરવાની જગ્યા મેળવવી ભારે મુશ્કેલ મનાય છે.

    લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ...

    શુક્રવાર તારીખ 15 ડીસેમ્બર ના રોજ, હેરોના સંગત સેન્ટરમાં આપણાં લોખંડી પુરુષ અને ભારતના ઇતિહાસના ઘડવૈયાઓમાંના એક એવા મહાન વ્યક્તિ સરદાર, વલ્લભભાઈ પટેલની યાદમાં અને તેમની સ્મરણાંજલિ રૂપ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સરદાર પટેલ વિષયક ગીતો, દેશભક્તિના ગીતો અને સરદાર પટેલના જીવનને લગતા માહિતીપૂર્ણ અને રસપ્રદ પ્રવચનો પણ સામેલ હતાં. ગુજરાત સમાચાર, એશિયન વોઇસના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમનો સંપૂર્ણ યશ માનવંતા શ્રી સી. બી. પટેલ, મહેશભાઇ લીલોરિયા અને સંગતના શ્રી કાંતિભાઈ નાગડાને ફાળે જાય છે.

    અવનવા સમાચાર

    માતાને બાળક વ્હાલું હોય પરંતુ, તેને કેદમાં રાખી શકાય નહિ અને જો તેને કેદમાં રાખો તો નાસી જ જાય. આવી ઘટના યુકેમાં લેન્કેશાયરના ઓલ્ધામના 17 વર્ષીય બ્રિટિશ ટીનેજર એલેક્સ બેટ્ટીની છે જે 6 વર્ષ અગાઉ 2017માં લાપતા બન્યો હતો. ખરેખર તો માતા મેલેની બેટ્ટી અને દાદા ડેવિડ બેટ્ટી સાથે સ્પેનના ફેમિલી વેકેશન પર નીકળેલાં 11 વર્ષના એલેક્સનું અપહરણ તેની માતાએ જ કર્યું હતું. તેના દાદાનું 6 મહિના અગાઉ જ મોત થયું છે. મેલેની હાલ ફિનલેન્ડમાં હોવાનું મનાય છે.

    ‘દેશ’ના અસ્તિત્વની યે કેવી સં

    આજકાલ બે મોટી લોહિયાળ લડાઈ ચાલી રહી છે. કોઈ હારશે કે કોઈ જીતશે આટલા ઘમાસાણ યુદ્ધ પછી પણ નક્કી નથી થઈ શક્યું. યુક્રેન અને રશિયામાં આવી સ્થિતિ છે, તો ગાઝા પેલેસ્ટાઇન અને ઈઝરાયેલ વચ્ચે પણ હુમલાઓ અને ખુવારી સિવાય કોઈ ઉપાય દેખાતો નથી. આ બધાંની વચ્ચે એક મોટો સવાલ ચર્ચાઇ રહ્યો છે કે આખરે ‘દેશ’નું શું થશે? કેવી રીતે તેને ‘રાષ્ટ્ર’ તરીકે બચાવી શકીશું?

    પ્રથમ મહિલા એન્જિનિયર: અય્યોલ

    પંદર વર્ષની કુમળી વયે લગ્ન થયાનાં ત્રણ વર્ષ બાદ દીકરીનો જન્મ થાય પણ એના ચાર મહિના બાદ પતિનું મૃત્યુ થઈ જાય એવા સંજોગોમાં માથે આભલું તૂટી પડવા છતાં પરિસ્થિતિને શરણે થઈને ઘૂંટણ ટેક્વવાને બદલે સામે પૂર તરવાનું સાહસ કરતી નારી....

    અવનવા સમાચાર

    માણસે કદી આશા છોડવી ન જોઈએ કારણકે ઈશ્વરના દરબારમાં દેર હૈ, અંધેર નહિ. યુએસના ઓક્લાહોમાના 71 વર્ષીય ગ્લીન સિમોન્સને આનો અનુભવ થઈ ગયો છે. જે હત્યા ગ્લીને કરી ન હતી તેના ગુનામાં તેમને 48 વર્ષ જેલમાં ગોંધી રખાયા હતા. હવે આખરે તેમને નિર્દોષ જાહેર કરાયા છે. મૂળ તો એક હત્યાના કેસમાં તેમને મૃત્યુદંડની સજા જાહેર કરાઈ હતી જે એક દાયકાની લડત પછી આજીવન કેદમાં ફેરવાઈ હતી. ન્યાયતંત્રને પણ જણાયું છે કે ખોટો ચુકાદો અપાઈ ગયો કારણકે એડમન્ડ સિટીની લિકર શોપના ક્લાર્કે બે લૂંટારા માટે પોલીસની ઓળખપરેડમાં ખોટી રીતે ગ્લીનને અપરાધી તરીકે ઓળખી બતાવ્યા હતા.

    જીવનમાં ચબરાકિયાં જેવા આનંદ -

    ‘નવું વરસ તો આવે ને જાય, આપણને શું ફેર પડે? આપણે તો બસ એ જ ઢસરડા... એની કોઈ નોંધ પણ ના લેવાય...’ એક વ્યક્તિએ કહ્યું. ‘નવું વરસ છે, નવો સૂરજ ઊગ્યો છે, નવું વાંચીશ, નવું સાંભળીશ, નવું શીખીશ, અને કાંઈ નહીં તો રોજ થોડા શ્વાસ જાગૃતિપૂર્વક લઈશ. જિંદગી જીવવા જેવી છે યાર...’ બીજાએ કહ્યું.

    ઘાનાની આફુઆનો સતત 126 કલાક ગાવાનો વિક્રમ

    લોકો અનેક પ્રકારે પોતાની કુશળતા દર્શાવતા રહી નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની કોશિશ કરતા રહે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે તે બહું મોટું સન્માન ગણાય છે.ઘાનાની આફુઆ અસાન્ટેવા ઓડોનોમે સતત 126 કલાક ગાવાનો નવો વ્યક્તિગત ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે અગાઉ ભારતીય નાગરિક સુનિલ વાઘમારેએ 2012માં સતત 105 કલાક ગાઈને સિંગ-એ-થોન (સિંગિંગ મેરેથોન ) વિક્રમ રચ્યો હતો.

    મેનોપોઝ આવવાની તૈયારી છે? તો હ

    એક સંશોધનના તારણ પ્રમાણે જે મહિલા મેનોપોઝના તબક્કાની નજીક હોય અથવા તો એમાંથી પસાર થઇ રહી હોય તેમણે પોતાના હૃદયની સવિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે આ તબક્કા દરમિયાન મહિલાઓને હૃદયની સમસ્યા થવાની શક્યતા એકદમ વધી ગઇ છે. નોંધનીય છે કે ખરાબ લાઇફસ્ટાઇલ, આહારમાં પોષકતત્ત્વોની કમી તેમજ અસંતુલિત હોર્મોનની સમસ્યાને કારણે પુરુષોની સરખામણીએ મહિલાઓને હૃદયની લગતી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.