ઢીંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ... રમતગમત જગતમાં આ હુલામણા નામ કોનાં છે એ જાણો છો ? એથલેટિક્સના જાણકાર તરત જ આ સવાલનો જવાબ વાળશે : હિમા દાસ...ભારતીય દોડવીર. વિશ્વ અન્ડર-૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા. ફિનલેન્ડમાં આયોજિત પ્રતિયોગિતામાં ૫૧.૪૬ સેકન્ડમાં ચારસો મીટરની દોડ પૂર્ણ કરીને, સુવર્ણચંદ્રક મેળવીને દેશની આન, બાન અને શાન વધારનારી પ્રથમ ભારતીય મહિલા અને એક જ મહિનામાં પાંચ પાંચ સુવર્ણચંદ્રક મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી ...!
વિવિધા
Block: Site: Subtree Block
હા, બરાબર આજના દિવસે, 1975ની રાતે ભરતવાસીઓએ પહેલીવાર આંતરિક કટોકટી અને પ્રિ-સેન્સરશીપનો પહેલીવાર અનુભવ કર્યો, બંધારણમાં આપેલી જોગવાઈના નામે ચારે તરફ ભય અને ભ્રમના હથોડાથી લોકતંત્રને ઘાયલ કરવાનો આ પહેલો અનુભવ હતો, કદાચ, પહેલો અને છેલ્લો.
એજવેરના મિડલસેક્સમાં રહેતાં સમીક્ષાબેન ફાર્માસિસ્ટ અને વેલબીઈંગ કોચ તરીકે કામ કરતાં હોવાં છતાં, તેમને 49 વર્ષની વયે ઓવેરીઅન કેન્સરનું ચોથું સ્ટેજનું નિદાન કરાયું ત્યારે પણ અંડાશયના કેન્સરનાં ચેતવણીજનક લક્ષણોની જાણકારી ન હતી. આ નિદાનની શારીરિક-માનસિક અસર તેમનાં રોજિંદા જીવન પર થઈ હતી કારણ એ હતું કે લગભગ અંધ કહી શકાય તેવા તેમના પતિની સારસંભાળ લેનારા તો મુખ્ય વ્યક્તિ હતાં.
આ સપ્તાહે અમૃત ‘ઘાયલ’
દિલ છે તો દૂધપાક છે, નહીંતર સૂકો ભાત છે... એન્જિન બનવું હોય તો ધુમાડા નીકળે જ. પુરુષાર્થ એન્જિન કરે છે એટલે એણે આગ અને ધૂમાડા સાથે કામ પાડવાનું જ છે. ડબ્બાને માત્ર અનુસરણ કરવાનું છે. કામને ખૂબ પ્રેમ કરશો, સતત પ્રવૃત્ત રહેશો તો થાક ઓછો લાગશે...
2024ની સંસદનું દ્રશ્ય સાવ નવું નથી. હા, જવાબ આપવાના, સવાલો કરવાના, અને ભાષણ કરવાના મિજાજ બદલાયા છે, ભાષાનો ઢંગ અવનવો છે, વિરોધના તરિકાની ચર્ચા થઈ શકે ખરી? બિચારા લોકશાહી પંડિતો વર્ષોથી બોલતા આવ્યા છે કે ભાઈ, આ સંસદ છે, સંસદીય લોકશાહીની ગરિમાનું સ્થાન છે, તમે આ લોકતંત્રના બંધારણીય પ્રતિનિધિ છો... અધ્યક્ષની જગ્યા સુધી પહોંચી જાવ, કાગળિયા ફાડો, વિધેયકના દસ્તાવેજોના ચૂરેચૂરા કરો, હો-હા અને દેકારાથી આખું સ્વરૂપ જ બનાવી નાખો ને સંસદ વિરોધને અભિવ્યક્ત કરવા માટે છે, બહિષ્કાર માટે નહિ એ ભૂલી જવામાં આવે. કોર્ટ માર્શલ તમને ઊંચકીને બહાર લઈ જાય અને ગૃહ મુલતવી રાખવામાં આવે... આ તો અરાજકતા પેદા કરવાના અખતરાઓ છે. યાદ રહે કે રશિયા અને જર્મનીમાં લોકશાહીના ખરાબ હાલહવાલ થયા તે પછી જ સરમુખત્યારો અને બોલશેવિકો સફળ થયા હતા.
ભારત સહિત દેશ વિદેશમાં અષાઢી બીજ (આ વર્ષે 7 જુલાઇ)ના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન બલરામ અને માતા સુભદ્રાને સુંદર રીતે શણગારેલા રથમાં વિરાજમાન કરીને રથયાત્રા નગરભ્રમણ માટે નીકળે છે. ભારતમાં આમ તો ઓડિશાના જગન્નાથ પુરીની રથયાત્રા મુખ્ય ગણાય છે, પણ અમદાવાદની રથયાત્રા પણ દેશવિદેશમાં ઓછી પ્રખ્યાત નથી. અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરત સહિતના અન્ય નગરોમાં પણ આ પર્વે રંગેચંગે રથયાત્રાનું આયોજન કરાય છે. કહેવાય છે કે હરિભક્તો હંમેશાં ભગવાનનાં દર્શન માટે મંદિરે આવે છે જ્યારે રથયાત્રાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સામે ચાલીને ભક્તોને મળવા આવે છે. લોકોના ખબરઅંતર જાણવા નગરયાત્રા કરે છે.
ક્યારેક તો એવું લાગતું હતું કે શ્વાસ થંભી જશે, અવર્ણનીય રોલરકોસ્ટર રાઈડ જેવી એ મેચ રહી અને આખરે સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે 2024નો ટી-20 વર્લ્ડકપ જીતી લીધો. એક પણ મેચ હાર્યા વિના ભારત અજેય રહ્યું. રોહિતની કેપ્ટન્સી, હેડ કોચ રાહુલ દ્રવિડનું માર્ગદર્શન, સપોર્ટ સ્ટાફની મહત્વની ટીપ્સ અને તમામ ખેલાડીઓનું વખતોવખતનું શ્રેષ્ઠ પર્ફોમન્સ એટલે ભારતના વિશ્વવિજેતા થવું.
‘ગાંધીજીના ગુજરાત’માં માત્ર સત્યાગ્રહો અને અસહકાર આંદોલનો જ થયા હતા એ વાતને દંતકથા પુરવાર કરતી ઘટનાઓ હવે બહાર આવી રહી છે. 1857ના નવ ગુજરાતી આંદામાનની કાળકોટડીમાં કેદી બન્યા અને પાછા વળ્યા નહોતા. 100થી વધુ સ્થાનો પર વિપ્લવ થયો તેમાં ફાંસી, તોપ, ગોળીથી મરનારા, અને જેલોમાં યાતના ભોગવનારાની સંખ્યા 10 હજારથી ઓછી નથી.
ગુજરાત સમાચારનો ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ દર ગુરુવારે અનેકવિધ માહિતીપ્રદ વિષયો સાથે શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત થાય છે, ત્યારે 27 જૂને ગુરુવારે સોનેરી સંગતમાં લોકસાહિત્યને વરેલા ચારણ-ગઢવી સમાજ માટે વિશેષ ચર્ચા કરવામાં આવી. જેના પર ચર્ચા કરવા ખાસ ધીરુભાઈ ગઢવીને આમંત્રણ અપાયું હતું. કાર્યક્રમનું સંચાલન કરતાં ધીરુભાઈએ જણાવ્યું કે, મા સરસ્વતી અને ભોળા શંકરના સંપૂર્ણ આશીર્વાદ મળ્યા હોય તો ચારણ સમાજને જ છે. કહેવાય છે કે અમારી જીભ પર સરસ્વતીનો વાસ હોય છે. સી.બી. પટેલેે ચારણ-ગઢવીઓને સમર્પિત કાર્યક્રમનું આયોજન કરી અમને ઋણી કરી દીધા છે.
