યોગાનુયોગ જી.એમ.ડી.સી આ વર્ષે કચ્છના માંડવીમાં દરિયાકિનારે આવેલા ક્રાંતિતીર્થની નવી સજાવટ કરી રહ્યું છે. આ સ્મારક અહીની લીમડાવાળી ગલીના નાનકડા ઘરમાં જનમેલા અને છેક ઈંગ્લેન્ડ, ફ્રાંસ તેમ જ જીનીવામાં સ્થાયી થઈને ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષ માટે જિંદગીના છેલ્લા દિવસ સુધી અજેય રહેલા કચ્છી ભાનુશાલી પંડિત શ્યામજી કૃષ્ણવર્માની સ્મૃતિમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે, જીનીવાથી ક્રાંતિકાર દંપતીના અસ્થિ લાવીને સ્મારક બનાવવામાં આવ્યું. લોકો અહી સ્વયંભૂ અંજલિ આપીને પ્રેરિત થાય છે. હવે તેના પુન:નિર્માણમાં ક્રાંતિકારોના જીવન અને કર્મ, લંડનમાં 1905 માં ઊભું કરવામાં આવેલ ઈન્ડિયા હાઉસની યથાતથ ઇમારત, મ્યુઝિયમ અને લાઇટ એન્ડ સાઉન્ડ જેવાં આકર્ષણો ઉમેરાયા છે, જે નવી યુવા પેઢીને માટે પ્રેરક બનશે.
વિવિધા
Block: Site: Subtree Block
ટુનટુન.... આ નામ સાંભળતાં જ ગોળમટોળ કોઠી જેવી કાયા, એવું જ ગોળમટોળ મોઢું અને હસતો,મુસ્કુરાતો ચહેરો નજર સામે ઉપસી આવે. આંખોમાં ભોળપણ અને સૂરત માસૂમ. ટુનટુનનું સ્મરણ થતાં જ હસવું આવે. અંદાજે બસ્સો જેટલી ફિલ્મોમાં હાસ્ય કલાકાર તરીકે સહુને હસાવનાર ટુનટુન ભારતીય સિનેમાની પહેલી હાસ્ય અભિનેત્રી હતી !
‘પરમ કલ્યાણનું નામ શિવ છે, ભગવાન સર્વતોભાવથી શિવ સ્વરૂપ છે તે બતાવવા તેમનું નામ શિવ રાખ્યું છે. જ્ઞાન અને વૈરાગ્યના દેવ છે શિવ.’ સ્વામી સચ્ચિદાનંદજીએ એમના પુસ્તક ‘શિવતત્ત્વ નિર્દેશ’માં આમ લખ્યું છે.
મા અને બાળકના સંબંધો દુનિયાનો સૌથી સુંદર અને અણમોલ સંબંધ માનવામાં આવે છે. નવ નવ મહિના સુધી ગર્ભમાં ધારણ કરવા દરમિયાન અને પ્રસવ પીડા સહન કર્યા પછી બાળકનો જન્મ થાય છે તો તે ક્ષણ દરેક માતા માટે ખુશનુમા હોય છે. મા માટે કોઈ પણ શબ્દ, લેખ કે માનવંતુ સંબોધન અપૂરતું જ ગણાશે.
હોલિકાને બ્રહ્માજીનું વરદાન હતું કે, અગ્નિ તેને સ્પર્શ કરી શકશે નહીં, પરંતુ તેનું વરદાન નિષ્ફળ ગયું અને તે બળીને ભસ્મ થઈ ગઇ. કહેવાનું તાત્પર્ય એ છે કે જે હંમેશાં પ્રભુને પોતાની સાથે રાખે છે, પોતાના દિલમાં રાખે છે, પ્રભુ તેનું ક્યારેય પણ અહિત થવા દેતા નથી. ફાગણ સુદ પૂનમ (આ વર્ષે 24 માર્ચ)ના દિવસે હુતાશણીનું એટલે કે હોલિકાનું વ્રત કરવાનું વિધાન છે. આ વાત સાંપ્રતકાળની કે યુગોયુગ પહેલાંની ભલે હોય, પરંતુ સત્ય સામે અસત્ય ક્યારેય ટક્યું નથી કે ટકી શકવાનું નથી. આ એક પરમ, શાશ્વત અને સનાતન સત્ય છે.
વાળને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે હેર સ્પા સૌથી ઉત્તમ છે. હેર સ્પા કરવાથી વાળની ચમક વધે છે. આ ઉપરાંત વાળને લગતી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે તેથી સમયાંતરે હેર સ્પા કરવું જોઈએ. હેર સ્પાથી વાળને ગ્રોથ મળે છે. જે લોકો વાળમાં કલર કે સ્ટ્રેટનિંગ કરાવે છે, એમના માટે તો હેર સ્પા બહુ જરૂરી છે. હેર સ્પાથી વાળને પોષણ મળે છે તથા બેમુખી અને શુષ્ક વાળથી છૂટકારો મળે છે.
કંઠ એટલો મધુર કે સાંભળીને કાનમાં મીઠાશ ઘોળાઈ જાય, પારંપારિક ઢબે પહેરેલી સાડી, કપાળે બિંદી, વાળ બાંધેલા, સેંથીમાં સિંદૂર, ગળામાં મોતીનો હાર અને હાથમાં સોનાની ચૂડીઓ...
દેશવિદેશમાં બહોળો વાચક વર્ગ ધરાવતા જાણીતા લેખક શ્રી પ્રફુલ્લ કાનાબારનું તાજેતરમાં રિલીઝ થયેલું નવું પુસ્તક એટલે ‘હમ હોંગે કામયાબ’. પ્રસ્તુત પુસ્તકમાં જીવન વિકાસલક્ષી અને મોટીવેશનલ 32 લેખોનો સંગ્રહ છે. યુવાનો માટે લાઈફચેન્જર સાબિત થાય તેવા આ વિવિધ લેખમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ એનો સ્પષ્ટ સંદેશ છે.
‘મને લાગે છે કે આજથી હવે મારે તારું ‘ખાસ’ નામ પાડી દેવું છે.....’ નીલાએ નીલને કહ્યું. ‘તો તો મારે તને પગે લાગવું પડશે, નામ પાડીને ફૈબા બનવાનો જો લ્હાવો લેતા હો તો...’ મસ્તીમય અદામાં નીલ ઝુક્યો અને નીલાને પગે લાગ્યો ને બોલ્યો, ‘પણ મારું નામ તો કહો...’ અને નીલાએ એના ગાલ પર ચીમટી ભરતાં કહ્યું, ‘આજથી તું મારો રંગ છે. હવે તારું નામ રંગ... રંગ જેણે મને રંગી નાખી, રંગ જે મેઘધનુષી વ્યક્તિત્વ ધરાવે છે, રંગ જે હવામાં છોળ બનીને ઊડતો રહે છે અને રંગ જે પાણીમાં ભળી રંગીન થઈ ભીંજવતો રહે છે.’
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ ઓછાવત્તા અંશે કોઇ માહિતી કે વિગત જાણવાનો, જણાવવાનો, વિચારવાનો અને પરિચિત - તો ક્યારેક અપરિચિત - સાથે તેનો વિચારવિનિમય કરવાનો અવસર માણતા જ હશો. જગતનિયંતાએ જીવમાત્રને એક યા બીજા પ્રકારે ‘વાચા’ આપેલી છે, અને જીવમાત્ર પોતાની સજ્જતા - ક્ષમતા અનુસાર તેનો ઉપયોગ કરતો હોય છે. જોકે આ મામલે સૌથી વધુ લાભવંતો જીવ છે મનુષ્ય.
