એક સંશોધનના તારણ પ્રમાણે જે મહિલા મેનોપોઝના તબક્કાની નજીક હોય અથવા તો એમાંથી પસાર થઇ રહી હોય તેમણે પોતાના હૃદયની સવિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે આ તબક્કા દરમિયાન મહિલાઓને હૃદયની સમસ્યા થવાની શક્યતા એકદમ વધી ગઇ છે. નોંધનીય છે કે ખરાબ લાઇફસ્ટાઇલ, આહારમાં પોષકતત્ત્વોની કમી તેમજ અસંતુલિત હોર્મોનની સમસ્યાને કારણે પુરુષોની સરખામણીએ મહિલાઓને હૃદયની લગતી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.
વિવિધા
Block: Site: Subtree Block
આરોગ્યપ્રદ ઋતુ કહેવાતો શિયાળો બીમાર પણ પાડી શકે છે. શરદી, ફલૂ તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત હાર્ટએટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ, ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા આ દિવસોમાં વધી જાય છે. હકીકતમાં ઠંડા પવન અને ઝડપથી ઘટતું તાપમાન શરીરને અનેક રીતે પ્રભાવિત કરી શકે છે. આમાંથી કેટલાક કારણ તો એવા છે, જેના અંગે અંદાજ પણ લગાવી શકાય એમ નથી.
રામમંદિરમાં ભગવાન રામની પ્રતિષ્ઠાપના કોઈ એક સંપ્રદાય, ઉપાસના કે ધર્મનો પ્રસંગ નથી, એ સમગ્ર મનુષ્યજગત-જે રામને વિવિધ સ્વરૂપે ઓળખે છે, આદર કરે છે, પુજા કરે છે અને અનુસરે છે તે-નો આનંદ ઉત્સવ છે.
દરિયામાં જાળ નાખીને નાનીમોટી માછલી પકડતા માછીમારોને સહુ કોઈએ જોયા હશે, પણ માછલી પકડતી મહિલાને જોઈ છે ?
‘એ ભાઈ, કચ્છના રણ ઉત્સવમાં જઈએ ત્યારે પુરો એક દિવસ મારે ત્યાંના હેન્ડીક્રાફ્ટના કલાકારો સાથે પણ રહેવું છે એટલે એ પ્રમાણે પ્લાનિંગ કરજે.’ બ્રિટનથી ભારત આવતાં પહેલાં બહેન મીનાએ કહ્યું. એના જેવા જ મોટાભાગના પરિચિત પ્રવાસીઓ હોય જેઓ કચ્છના પ્રવાસ સમયે કચ્છના હેન્ડીક્રાફ્ટ માટે પણ એટલો જ સમય ફાળવે છે. હેન્ડીક્રાફ્ટના અમારા જેવા ચાહકોને ત્યાં તો સૌરાષ્ટ્ર – કચ્છના આ કલાવારસાની સાચવણી અને સંવર્ધન પણ નાનપણથી થતું અમે જોયું છે. આજે અહીં આ બધું લખવાનું સ્મરણ થયું એના મૂળમાં હમણાં જ હાથમાં આવેલું એક અદભૂત પુસ્તક છે. જેઓ પોતાને કલાકાર તરીકે નહીં, પરંતુ કલાના ચાહક તરીકે વધુ ઓળખાવે છે એવા આત્મિક જાગૃત કલાકાર અને કલાતીર્થ ટ્રસ્ટ-સુરતના શ્રી રમણિક ઝાપડિયાએ કલાના વિવિધ સ્વરૂપોને, ધારાઓને, પરંપરાઓને સંગ્રહી લેવાના આશયથી છેલ્લા ઘણા સમયથી અવિસ્મરણીય અને અદભૂત એવા ગ્રંથોનું પ્રકાશન હાથ ધર્યું છે.
ગુણવંતરાય આચાર્ય. જન્મ્યા તો હતા જેતલસરમાં. પણ તેમની જિંદગી રઝળપાટમાં ગઈ. રાણપુર, જામનગર, મુંબઈ, બસરા, નડિયાદ, જુનાગઢ, બગસરા, અમદાવાદ, ડીસા, રોઝી પોર્ટ, કોલકાતા,રાજકોટ કાર્યક્ષેત્રો બદલ્યાં, ઘર નહિ, મકાનો બદલ્યાં, અખબારો અને સામયિકો, ફિલ્મી અને નાટકોની દુનિયા, પ્રવાસો અને બીમાર પત્નીની સુશ્રુષા કે સંતાનોનો ઉછેર.. આ બધી નિયતિને તેમણે ખુમારી સાથે ભોગવી.
હરતા-ફરતા, હાલતા-ચાલતા જેમની વાણીમાં હાસ્યના ફૂવારા ઉડે એવો જાદુ. સ્ટેજ પર એન્ટ્રી થતાં જ હોલ ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠે એવા ભાનુશંકર પંડ્યા મનોરંજન જગતના બેતાજ બાદશાહ હતા. સાહિત્યકાર-નાટ્યકાર મધુ રાય કહેતા એમ ભાનુભાઇમાં કંઇક એવું કેમિકલ હતું કે એમને જોતાવેંત સ્નેહ જાગે! એ સ્નેહ - કેમિકલ સામેવાળામાં પણ એવું કેમિકલ પેદા કરે કે એને ભાનુભાઇની મશ્કરી કરવાનું મન થઇ જાય! એમના માથે ટાલ એટલે ટાલવાળા સાથે સારો તાલમેલ! એમને મળો તો તમને એવું લાગે કે આ માણસને તો હું કંઈ કેટલાય વર્ષોથી ઓળખું છું. હાસ્યકાર તરીકે એમની તીરછી નજર માનવ સ્વભાવની વિસંગતિ, નબળાઇ કે મૂર્ખાઇમાંથી જોક્સ શોધી આગવી ઢબથી એની રજૂઆત કરી હાસ્ય રેલાવતા જ રહે!
હરતા-ફરતા, હાલતા-ચાલતા જેમની વાણીમાં હાસ્યના ફૂવારા ઉડે એવો જાદુ. સ્ટેજ પર એન્ટ્રી થતાં જ હોલ ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠે એવા ભાનુપ્રસાદ પંડ્યા મનોરંજન જગતના બેતાજ બાદશાહ હતા. સાહિત્યકાર-નાટ્યકાર મધુ રાય કહેતા એમ ભાનુભાઇમાં કંઇક એવું કેમિકલ હતું કે એમને જોતાવેંત સ્નેહ જાગે! એ સ્નેહ - કેમિકલ સામેવાળામાં પણ એવું કેમિકલ પેદા કરે કે એને ભાનુભાઇની મશ્કરી કરવાનું મન થઇ જાય! એમના માથે ટાલ એટલે ટાલવાળા સાથે સારો તાલમેલ! એમને મળો તો તમને એવું લાગે કે આ માણસને તો હું કંઈ કેટલાય વર્ષોથી ઓળખું છું.
મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દશરથ અજીર બિહારી, પ્રબીસી નગર કીજે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. ગોસ્વામી તુલસીદાસ રચિત આ ચોપાઈ બાળપણથી સાંભળતા આવ્યા, અનહદ આનંદની અનુભૂતિ મેળવી, પરંતુ તારીખ 22 જાન્યુઆરીને મંગળવારે આ ચોપાઈનું શ્રવણ–ગાયન કાંઈક અલૌકિક અનુભવ આપી ગયું. અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસિક અવસર ઊજવાયો. ઘરે-ઘરે, મંદિરે-મંદિરે, ગામ–ગામમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું. એવું લાગ્યું જાણે જન–જનનું હૃદય અયોધ્યામય થઈ ગયું અને એ હૃદયમાં જાણે પ્રભુ શ્રીરામ પધાર્યા.
ભારતમાં અને વિશ્વમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના સંવિધાનને લોકતાંત્રિક સંસ્કાર પ્રણાલી સાથે અમલમાં મૂકવામાં આવ્યું હતું માટે 26 જાન્યુઆરીને ભારતના રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
