વિવિધા

No

Block: Site: Subtree Block

    મોરારિબાપુએ ગુરુપૂર્ણિમા ઉત્...

    ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની બહુ જ પુણ્ય તિથિ છે. વર્ષોથી ગુરુમહિમા આ દિવસે ગવાતો આવ્યો છે. હકીક્તમાં જેમના તરફથી એક નવો વિચાર, નવું ડગલું ભરવા માટે મળે તે આપણો ગુરુ હોઈ શકે. જ્યાં સુધી જગતને સંબંધ છે ત્યાં સુધી વિશ્વના લોકો કોઈ બુદ્ધ પુરુષને, કોઈ સંતને, કોઈ સાધુને પોતાના ગુરુ માનતા હોય છે.

    ભારતનાં પ્રથમ મહિલા આઈપીએસ અધ

    આમ તો કિરણ નામનો અર્થ તેજની રેખા કે પ્રકાશરેખા એવો થાય. કિરણ સૂર્યનું પણ હોય અને કિરણ ચંદ્રનું પણ હોય, પરંતુ અહીં આપણે જે કિરણની વાત કરીએ છીએ તે ભારતીય પોલીસ વિભાગની પ્રકાશરેખા કિરણ બેદી છે. ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી...

    પરિચય છે મંદિરમાં......

    આ સપ્તાહે શૂન્ય પાલનપુરી

    મૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ. ગઝલનો કાવ્યપ્રકાર દેખીતી રીતે સહેલો લાગે, પણ એ વિકટ કાવ્યપ્રકાર છે. લપસણા ઢાળ પર દોડવા જેવું કામ છે. પણ શૂન્ય જેવા શાયરે ગઝલને લપસણા ઢાળ પર સ્થિર કરી એટલું જ નહીં પણ એને હરણની ચીસ અને સૂસવતા તીરની ગતિ આપી. ‘શૂન્યનો વૈભવ’ એમની સમગ્ર ગઝલનો સંચય.

    શબ્દ અને સ્વભાવ સાથે સમજદારી ભ...

    આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ બને છે, આપણા જ જીવનમાં પણ બને છે જેમાં આપણે વિસંવાદિતા, વિષાદ, વ્યગ્રતા કે અસમર્થતા અને અસફળતા અનુભવીએ છીએ. સામાન્ય સંજોગોમાં કોઈપણ માણસને આવી લાગણી અનુભવવી ગમે જ નહીં, છતાં આવી પરિસ્થિતિ સર્જાય, કોઈ ઘટના બને ત્યારે આપણને થાય કે આવું કેમ? આપણે સામાન્ય માણસરૂપે એન્ગ્ઝાઈટી અનુભવીએ, ડિસ્ટર્બ થઈ જઈએ, ઘણી વાર ઉતાવળિયા થઈ જઈએ, પછી ન બોલવાના શબ્દો બોલાઈ જાય, ન થવાની વર્તણૂંક થઈ જાય અને સરવાળે અસર એ થાય કે આપણા માનવીય સંબંધોમાં બ્રેકઅપ આવે, મળતી સફળતામાં પણ બ્રેક લાગે, આપણે જ આપણી જાત પ્રત્યે ગિલ્ટી ફીલ કરીએ, સ્વઅપરાધ ભાવના આપણને પીડે. મન અને શરીર આ બંને પર એની અસર પડે. એના કારણો કયા હોઈ શકે? થોડો અભ્યાસ કરીએ તો ઘણા બધા સામાન્ય તારણો મળી શકે છે, જેના કારણે આવી સ્થિતિ સર્જાતી હોય છે. એક મહત્ત્વનું કારણ તે માણસનો પોતાનો સ્વભાવ હોય છે.

    ટ્રમ્પને ‘કાન’ની કૃપા પ્રમુખપદનું ફળ અપાવશે?

    હું 2024ની 13 જુલાઈએ પેન્સિલ્વેનીઆના બટલર નજીક યોજાએલી ટ્રમ્પની પ્રચાર રેલીને ટેલિવિઝન પર નિહાળી રહ્યો હતો. બધું જ ટ્રમ્પની રેલીમાં હોય તેમ રાબેતા મુજબનું હતું. તેના વફાદાર સમર્થકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમનું ધ્યાન સેન્ટર સ્ટેજ પર હતું જ્યાં ટ્રમ્પ બે હાથ ઊંચા રાખી પોતાના પ્રસંશકોનું અભિવાદન કરી રહ્યા હોવાની મુદ્રામાં હતા. તેમણે બોલવાની શરૂઆત જ કરી હતી ત્યાં ગોળીબારના અવાજ આવ્યા. તેમનો હાથ તેમના કાન પર ગયો, તેઓ વધુ ઈજાથી બચવા માટે નીચે નમી ગયા અને આખરે સીક્રેટ સર્વિસના જવાનો તેમને વધુ નુકસાનથી બચાવવા કવચની માફક આસપાસ ઘેરી વળ્યા. તેઓ પૂર્વ પ્રેસિડેન્ટને સ્ટેજથી દૂર લઈ ગયા, જેને પૂર્વ પ્રેસિડેન્ટને અપાતા રક્ષણના શરમજનક પ્રદર્શન તરીકે જ વર્ણવી શકાય. આ વેળા ટ્રમ્પ ઉભા થઈ ગયા, ઊંચે મુઠ્ઠીઓ વાળી અને બૂમો પાડવા લાગ્યા, ‘ફાઈટ’, ‘ફાઈટ’, ‘ફાઈટ’. આ બે મિનિટમાં જ અમેરિકી પ્રમુખપદની સમગ્ર સ્પર્ધા પલટાઈ ગઈ.

    ઉષા ચિલુકુરી વાન્સઃ ફિર ભી દિલ...

    અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે મિલ્વાઉકી નેશનલ કન્વેન્શન દરમિયાન ઓહિયોના સેનેટર જે.ડી. વાન્સને ઉપપ્રમુખપદ ઉમેદવાર તરીકે જાહેર કર્યા તો વાન્સની સાથે સાથે તેમના પત્ની ઉષા પણ સમાચાર માધ્યમોમાં છવાઇ ગયાં હતાં. વાત એમ છે કે સાન ફ્રાન્સિસ્કોમાં સિનિયર લોયર તરીકે કાર્યરત ઉષા ચિલુકુરી ભારતવંશી છે. તેમનાં માતાપિતા આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલા પમારુ ગામના રહેવાસી છે. કેલિફોર્નિયામાં જન્મેલા ઉષા ચિલુકુરી હિંદુ છે, જ્યારે તેમના પતિ વાન્સ રોમન કેથલિક છે.

    કમલા હેરિસઃ ભારતવંશી ‘ટ્રમ્પ

    ઉપપ્રમુખ કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરાશે તો ઈતિહાસ રચાશે. તેઓ પ્રમુખપદની ચૂંટણી લડનાર પહેલા ભારતીય-અમેરિકન, પહેલા આફ્રિકન-અમેરિકન અને પહેલા એશિયન-અમેરિકન મહિલા બનશે. તેઓ પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા તો દેશના પહેલા મહિલા પ્રમુખ બનશે. 2016માં પહેલી વખત યુએસ સેનેટમાં ચૂંટાયેલા કમલાના માતા ભારતના તામિલનાડુના વતની છે તો પિતા જમૈકાના છે.

    મોહમ્મદ રફીઃ ઉમદા ગાયક અને તેન...

    ‘મધુર કંઠ ધરાવતા આ ઉમદા કલાકારને કડવા કારેલાં બહુ ભાવતા છતાં એમના સ્વભાવમાં ક્યારેય કડવાટ આવી નથી.’ - સંગીતકાર ઓ.પી. નૈયર. રાયપુરમાં અમારો કાર્યક્રમ હતો. ઘણા કલાકારો હતા. મુખ્ય આકર્ષણ એક ગાયકનું હતું. તેમણે ખૂબ ગીતો ગાયા, વાદકો પણ થાક્યા, એ ગાયકે હાર્મોનિયમ હાથમાં લીધું. વાદકો સામે જોઈને ગાયું કે ‘અહેસાન મેરે દિલ પે...’ વાદકો અને ઓડિયન્સ નાચી ઊઠ્યા. એ ગાયક એટલે હિન્દી સિનેમાના મહાન પાર્શ્વગાયક મોહમ્મદ રફી. આ મહાન ગાયકે ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ગીતો ગાયા. ગુજરાતી ભાષાના ઘણા અમર ગીતો યાદ આવે જ્યારે મોહમમ્મદ રફીનું સ્મરણ થાય.

    ભારતની પ્રથમ મહિલા કુલપતિ : હં

    ગુજરાતી ભાષાની પહેલી નવલકથા રાય કરણઘેલોના લેખક નંદશંકર મહેતાની પૌત્રી, વડોદરા રાજ્યના દીવાન મનુભાઈ મહેતાની દીકરી અને ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી જીવરાજ મહેતાની પત્ની... ઓળખાણ પડી?

    શિવજીને પ્રિય શ્રાવણ માસ...

    પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય શિવાલય જઈને શીતલ જળથી અભિષેક કરવાથી, શિવજીને નિત્ય બિલ્વપત્ર ચડાવવાથી, પંચામૃત અભિષેક કરવાથી, કાળા અને સફેદ તલ વડે અભિષેક કરવાથી, ધતૂરાનાં ફૂલ અને આકડાનાં ફૂલ ધરાવવાથી શિવજી પ્રસન્ન થાય છે.