વિવિધા

No

Block: Site: Subtree Block

    અવનવા સમાચાર

    એક બાબત તો નિર્વિવાદ છે કે બ્રિટિશરો જ્યાં પણ વેપારના નામે ગયા છે ત્યાં સત્તા જમાવી રાજરજવાડાઓની કલાકૃતિઓ અને સોના-ચાંદીની પૌરાણિક આઈટમ્સની લૂંટફાટ જ ચલાવી છે... ભલે તે ભારત હોય કે ઘાના. 19મી સદીમાં વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાના અશાન્ટે લોકો અને બ્રિટિશ દળો વચ્ચે જે યુદ્ધો ખેલાયાં તેમાં બ્રિટિશરોએ સોનાની બનાવેલી હસ્તકારીગરી તેમજ રાજઘરાણાના મુગટ સહિતની સંખ્યાબંધ આઈટમ્સની લૂંટ ચલાવી હતી.

    સત્યાગ્રહ ગાંધીનો, વ્યથા સરદા

    હાલની ચૂટણીમાં ગુજરાતની કેટલીક બેઠકોની ગણતરી કરાય છે તેમાંની એક રાજકોટની પણ છે. પણ રાજકોટની આજને સમજવા માટે ગઇકાલનો અંદાજ મેળવવો પડે. તેના રસપ્રદ વિરોધાભાસો સમજવા જોઈએ. શરૂઆત ગાંધીજીથી કરીએ, જેમણે અનેક સત્યાગ્રહો કર્યા, અનશન કર્યા, તેમનું “રાજકોટ સત્યાગ્રહ”નું મંથન આ શબ્દોમાં ઢેબરભાઇના જીવનીકાર મનુભાઈ રાવળેએ નોંધ્યા છે: “રાજકોટે મારી જુવાની હારી લીધી છે.

    ભારતીય સિનેમાની પ્રથમ ટ્રેજે

    ‘તેના સંવાદ એટલે કાનને મિજબાની. પણ ગમ્મત એ કે તેનો અવાજ દોષયુક્ત હતો. નૂતન કે વૈજયંતીમાલા જેવા મધુર અવાજની બક્ષિસ તેને મળી નહોતી. તેનો અવાજ વહીદા રહેમાન જેવો નીચો નહોતો. નરગિસના અવાજનો દ્રઢતાભર્યો દમામ તેની પાસે નહોતો. મધુબાલાનું તોફાનીપણું, ગીતા બાલીનો લય નહોતો. તે કંઈક ઊંચા સૂરમાં, નાકમાંથી બોલતી. ઉત્કટ ભાવના પ્રસંગે તેનો અવાજ વધુ ખેંચાતો.વધુ તીણો થતો. પણ એ તો એ જ હતી... એક અને અજોડ. બેમિસાલ અને બેજોડ!’

    પડકારજનક સંજોગોમાં વડા પ્રધાન મોદીની ત્રીજી ટર્મ જીતવાની હેટ-ટ્રિક

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીઓમાં વિજયની હેટ-ટ્રિક સાથે ઈતિહાસ રચવાનું સતત ચાલુ રાખ્યું છે. આપણે જેવી બહુમતી શક્ય હોવાની લાગણી ધરાવતા હતા પરંતુ, એ શક્ય બન્યું નથી. મુખ્ય કારણ એ જણાય છે કે ઘણા મતદારોએ એમ વિચાર્યું કે ભાજપ ઘણો જ આગળ છે અને તેમણે મત આપવા જવાની જરૂર નથી. અપેક્ષાઓ એટલી બધી ઊંચી હતી કે થોડી નિરાશા ઉપજવી સ્વાભાવિક છે. આમ છતાં, મતદારોએ પણ મત આપવા જઈને પોતાનું કાર્ય કરવું જોઈતું હતું. મને ખાતરી છે કે બધાને એવો બોધપાઠ મળ્યો જ હશે કે તેમણે કોઈ પરિણામ આવું જ આવશે તેમ ધારી લેવું ન જોઈએ. દરેક મતની કિંમત હોય છે. મારે દરેકને એ યાદ અપાવવાનું છે કે આ સરકાર સતત ત્રીજી મુદત માટે આવી છે. આ કદી સરળ નથી અને હકીકત એ છે કે ભાજપ હજુ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)થી 140 બેઠક આગળ છે જે દર્શાવે છે કે તે સાચા અર્થમાં ભારતનો રાષ્ટ્રીય પક્ષ છે.

    નર્મદા નદીના બે કાંઠે શિવજી  વ

    (ગતાંકથી ચાલુ - ભાગ ૨)
    મહાકાલેશ્વરથી દક્ષિણમાં ૧૪૦ કિ.મિ. દૂર ખંડવા ડીસ્ટ્રીક્ટમાં નર્મદા નદીની વચમાં મન્ધાતા યા શિવપુરી નામનો દ્વીપ છે. આ શિવલિંગ પરથી નર્મદા નદીએ પોતાનો માર્ગ એવી રીતે બનાવ્યો કે, એનો આકાર ‘ઓમકાર’ની આકૃતિનો બની ગયો. જેથી આ પવિત્રભૂમિ ઓમકાર ક્ષેત્ર કહેવાય છે.

    તમને ફૂલ દીધાનું યાદ...

    આ સપ્તાહે રમેશ પારેખ...

    સર્જકતાથી છલકતા કવિ. ગુજરાતી નવી કવિતા પર છવાઈ ગયેલા કવિ. ગીત, ગઝલ, છંંદોબદ્ધ કાવ્યો, અછાંદસ - જે કોઈ કાવ્યપ્રકારને સ્પર્શે એને ‘મિડાસ ટચ’ મળી જાય. એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે. આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે.  આલા ખાચર અને મીરાં કાવ્યો એમની વિશેષતા. મોરારિ બાપુ રમેશ પારેખ માટે કહે છે કે આ કવિ કંઈક ભાળી ગયેલો કવિ છે. ‘છ અક્ષરનું નામ’ એમનો કાવ્યસંચય. ‘છાતીમાં બારસાખ’ અને ‘સ્વગત પર્વ’ એ પછીના સંગ્રહો. બાળકાવ્યો અને બાળવાર્તાઓ પણ લખતા હતા. કાવ્યના આસ્વાદો પણ કરાવતા હતા.

    એન્ટાર્કટિકા પર પહોંચનારી પ્

    ઍન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આ સૌથી ઠંડો ખંડ છે અને બારે માસ બરફથી આચ્છાદિત રહે છે. કહેવાય છે કે તેનો સૌપ્રથમ ઉપયોગ ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલ દ્વારા ૩૫૦ ઈ.સ. પૂર્વેની આસપાસ કરવામાં આવ્યો હતો. તેણે આ પ્રદેશનું નામ ગ્રીક એન્ટાર્કટિકોસ પરથી, ‘ઉત્તર તરફ મુખ રાખીને’ -‘ઉત્તર ધ્રુવની સામે’ રાખ્યું.... આ પ્રકારની માહિતી તમે વાંચી કે સાંભળી હશે, પણ ઍન્ટાર્કટિકા પર પહોંચેલી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી એ જાણો છો ?

    ગઝલમાં ઝીલાય છે શબ્દ–સ્વર–ભા

    તમને ગમતી કોઈ એકાદ હિન્દી - ગુજરાતી - ઊર્દુ - હિન્દી ભાષાની ગઝલ યાદ કરો અને મન મુકીને ગાવ... આવું જો કોઈ કહે તો મને કે તમને કઈ અને કેટલી ગઝલ યાદ આવે? ઘણીવાર એકથી પાંચ–સાત ગઝલના મુખડા એક પછી એક યાદ આવી જાય. ઘણી વાર થોડી થોડી વારે અરે, આ તો મને બહુ ગમે એવું બોલીને આપણે ટુકડે - ટુકડે એકથી વધુ ગઝલ યાદ કરીએ. એક કાર્યક્રમ સંદર્ભે થોડું લેશન કરતો હતો અને યાદ આવ્યું કે બે દાયકા પહેલાં ભાવનગરમાં અમે એક કાર્યક્રમ કર્યો હતો જેનું શીર્ષક હતું, ‘ગમી તે ગઝલ.’

    તમારા પિતાની એક વાત જિંદગી બદલ...

    કોણ જાણે પિતા શું કહે અને પુત્રનું જીવન બદલાઈ જાય. પિતા હોય છે જ એવા, જેમની પાસેથી કોઈ શીખામણ માગવી પડતી નથી. તે હંમેશા કંઈ કહ્યા વિના માર્ગદર્શન કરે છે. સમગ્ર વિશ્વમાં 16 જૂને ફાધર્સ ડે ઉજવાશે તે પ્રસંગે કેટલાક મહાન લોકો સાથે સંકળાયેલા એવા અનુભવ સામે અહીં રજૂ કરવા પ્રયત્ન કર્યો છે, જેનાથી આપણે આપણા પિતાની અમૂલ્ય વાતો યાદ કરી શકીએ છીએ.

    સિટીબોન્ડ ટ્રાવેલ દ્વારા લેસ્ટરમાં ગોલ્ડન જ્યુબિલીની ભવ્ય ઉજવણી

    અગ્રણી ટ્રાવેલ એજન્સી સિટીબોન્ડ ટ્રાવેલ દ્વારા લેસ્ટરમાં ભવ્ય કાર્યક્રમમાં 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. લેસ્ટરમાં મિસ્ટિક બોન્ક્વેટિંગ સ્યૂટ ખાતે અવિસ્મરણીય ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ હતી. સિટીબોન્ડ ટ્રાવેલની લેસ્ટર શાખાના નિશા ગણાત્રા અને અનિલ ભાગી દ્વારા આયોજિત કાર્યક્રમમાં લેસ્ટરના લોર્ડ મેયર ભૂપેન દવે તેમજ કાઉન્સિલરો દેવીસિંહ પટેલ, સંજય મોઢવાડિયા અને નેગ્સ અગાથ સહિત 300થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.