વિવિધા

No

Block: Site: Subtree Block

    મનમાં એક સવાલ છે......

    કવયિત્રી રાધા વ્યાસ મૂળે ગુજરાતના વતની છે, પરંતુ હાલમાં કેનેડા વસે છે. તેમનું સાહિત્ય સર્જન યુનિવર્સિટી ઓફ વોટરલુના પ્રકાશનો ઉપરાંત પેપર વ્હીફ, બ્રૂકએજ એકેડેમી, વર્ડપ્રેસ સહિતની વેબસાઇટ પર ઓનલાઇન પ્રકાશિત થઇ ચૂકી છે.

    પાપોનું પ્રાયશ્ચિત કરી પુણ્ય

    બધા જ પર્વોમાં એક અનોખો સંદેશ લઇને આવતા પર્યુષણપર્વને ‘પર્વાધિરાજ’ કહેવામાં આવે છે. એના આગમનનો આનંદ અલૌકિક હોય છે. લૌકિક સુખમાં ક્ષણિક આનંદની અનુભૂતિ થાય છે પરંતુ જ્યારે વેર-ઝેર, લોભ-મોહ, કામ-ક્રોધ, માન-સમ્માન, અહમ્…જેવા આંતર શત્રુઓ પર વિજય મેળવી મન નિર્મળ બનાવવાની દિશામાં આગેકૂચ કરીએ તો મનને મળતા સુખ-શાતા-સંતોષ શાશ્વત શાંતિદાતા બને છે.

    થાળ...

    આ સપ્તાહે વાંચો નયના જાનીની રચના ‘થાળ’. કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા જ છે હવે’ એમની ગઝલમાં આધ્યાત્મિક્તાનું સ્પંદન પણ જોઈ શકાય છે.

    શિક્ષક જ્ઞાન આપે છે, સંસ્કાર આ

    એક અનુભૂતિ કાયમ રહી છે. જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એ ક્ષેત્રની વિગતો, આંકડાકીય માહિતી, સંદર્ભો અને એવું એવું ઘણું જે જે તે સમયે યાદ રાખ્યું હોય તે ફરી યાદ કરીએ તો તુરંત યાદ ન પણ આવે... પરંતુ એ ક્ષણે જેમણે જેમણે આપણને જે જે શીખવ્યું હોય તે તે અને એના શીખવનાર શિક્ષકના નામ કે સ્વરૂપ આપણને તુરંત અને કાયમ યાદ રહી જાય છે.

    એક રાષ્ટ્ર, એક જનતા અને એક જ કાયદો

    કોઈ પણ રાષ્ટ્ર તેની જનતા માટે સાચા અર્થમાં લોકશાહી બની રહેવા ઈચ્છતું હોય તો તેણે ચોકસાઈ રાખવી જ જોઈએ કે તેના તમામ નાગરિકો માટે એક જ કાયદો હોય, એવું રાષ્ટ્ર જે તમામ માટે સમાન ન્યાયની ખાતરી આપે, એવું રાષ્ટ્ર જે સમાજના તમામ સ્તરે મહાનતાની આશા રાખે અને પ્રેરણા પૂરી પાડે. આમ કરવા માટે દેશે તેના ખોટી રીતે વિચારાયેલા દેશવિરોધી લેજિસ્લેશનને તિલાંજલિ આપવી જોઈએ જે તેના પોતાના જ નાગરિકોનું શોષણ કરવા ઘડાયા હોય.

    સ્વામી વિવેકાનંદના કચ્છી મિત

    આ ઇતિહાસ પણ ક્યાંથી ક્યાં સફર કરાવતો હોય છે, રહસ્યમયી અને રસપ્રદ! નહી તો દક્ષિણેશ્વર, બંગાળ ક્યાં, કચ્છ અને મુંબઈ કયાઁ અને ક્યાં શિકાગો? સ્વામી વિવેકનન્દની ઝળહળતી કીર્તિયાત્રાથી તો આપણે સૌ પરિચિત છીએ. પણ તેમના સાથી સંગથીઓ, મિત્રો, શુભેચ્છકો, આલોચકો, રાજવીઓ, પશ્ચિમના તેજસ્વી રત્નો, ક્રાંતિકારો....આ યાદીનો અંદાજ મને “ઉત્તિષ્ઠત, ગુજરાત!”

    અંગરખા કુરતાઃ પરંપરાગત વસ્ત્

    બ્રિટનમાં લાંબા સમયથી વસવાટ છતાં ઘણી બધી ભારતીય યુવતીઓ એવી છે જે શક્ય હોય ત્યાં સુધી ટ્રેડિશનલ અને પરંપરાગત વસ્ત્રો પહેરવાનું જ પસંદ કરે છે. આવાં વસ્ત્રોની શોખીન યુવતીઓમાં અંગરખા સ્ટાઇલની ડિઝાઇન ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અંગરખા કુરતાની ખાસિયત એ છે કે તે સ્લિમથી લઈને પ્લસ સાઈઝની મહિલાઓ સુધી દરેકને સારો લાગે છે. અંગરખા કુરતા ઓફિસથી લઈને પાર્ટીમાં પણ પહેરી શકાય છે. તમારે તેને અલગ અલગ રીતે સ્ટાઇલ કરવા પડે છે. એટલું જ નહીં, જો તમે સૂટ સલવારમાં તમારા લુકને ટ્વિસ્ટ આપવા માંગતાં હો, તો અંગરખા કુરતા પહેરીને નવી સ્ટાઇલ પણ આપનાવી શકો છો. આ સ્ટાઇલના કુરતાને અનેક રીતે સ્ટાઇલ કરી શકાય છે.

    ધરતી ઉપર માગી...

    મૂળ નામ અબ્દુલ કરીમ કુરેશી. બોટાદ જિલ્લાના રાણપુરમાં જન્મ. રેલ્વેમાં કર્મચારી. ‘પમરાટ’ તથા ‘ગુલજાર’ એમના સંગ્રહો.

    ગોખ ગબ્બરના ડુંગરે બાંધ્યો સો

    ભારતમાં 51 ‘શક્તિપીઠ’ ઉપરાંત 108 ‘દેવીપીઠ’ પણ ગણાય છે. દરેક પીઠ ઉપર શિવશક્તિ પાર્વતી કોઇને કોઇ અવતાર ધારણ કરી વિરાજમાન છે, ત્યાં નિવાસ કરે છે એવી પૌરાણિક કથા છે. ઉત્તર ગુજરાતના આરાસુર ડુંગરે અંબાજી સ્વરૂપે આ શિવશક્તિ વિરાજે છે. ભાદરવી પૂર્ણિમા (આ વર્ષે 18 સપ્ટેમ્બર)એ ભરાતા સુપ્રસિદ્ધ અંબાજી મેળાના પર્વે ભગવતી અંબાનું આપણે સ્મરણ કરીએ.

    શું લેબર પાર્ટી ઈસ્લામિક કટ્ટરવાદીઓના સકંજા હેઠળ છે?

    હું એક દાયકા કરતા વધુ સમયથી લેબર પાર્ટી કેવી રીતે ઈસ્લામિક કટ્ટરવાદીઓના હાથમાં સરકતી રહી હોવાનું હું માનતો હોવાં વિશે મારી ગંભીર ચિંતા બાબતે લખતો રહ્યો છું. મેં મારી ચિંતા એડ મિલિબેન્ડ, હેરિયટ હરમાન, જેરેમી કોર્બીન અને ચોક્કસપણે કેર સ્ટાર્મરના સમયમાં વ્યક્ત કરી છે. ઘણી વખત લોકો મને કહે છે કે એકાદ બંડખોર લેબર સાંસદ કદાચ ઈસ્લામિક કટ્ટરવાદીઓના આકર્ષણમાં દોરવાઈ ગયા હશે આથી હું આવા તમામ નેતાઓની યાદી આપું છું. આમ છતાં, તમે જોઈ શકો છો કે ઈસ્લામિક કટ્ટરવાદીઓના ઈશારાઓ પર નાચતા લેબરનું આ નેરેટિવ ઘણા લાંબા સમયથી ચાલી જ રહ્યું છે.