પાંચમી જાન્યુઆરી 1892ના રોજ જન્મેલા દેવકૃષ્ણ પીતાંબર જોશીની સિદ્ધિ છે પ્રતિકાવ્ય. 1942માં તેમનો સંગ્રહ પ્રકાશિત થયો ‘કટાક્ષકાવ્ય’માં. તેઓ દલપત - શૈલીના કવિ છે.
વિવિધા
Block: Site: Subtree Block
હમણાં માનવીય સંબંધોના આટાપાટામાંથી સર્જાતા પરિવાર જીવનના કેટલાક પ્રસંગોની - ઘટનાઓની વાતો થતી હતી ત્યારે વિશેષ ભાર મુકાયો હતો શબ્દ પર, વાણી પર. બધા પોતાનો મત રજૂ કરતા હતા પણ એક વાતે સર્વસંમત હતા કે જીભ પર કંટ્રોલ જરૂરી છે. વાણી અમૂલ્ય છે, સમજી વિચારીને બોલવું જોઈએ. બને ત્યાં સુધી સામેની વ્યક્તિને હિતકારી લાગે એવું બોલવું જોઈએ. ઊંચા અવાજે, તોછડાઈથી, લુચ્ચાઈથી, દ્વૈષપૂર્ણ વાણી થકી કશું જ પ્રાપ્ત નથી થતું.
આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાને 22 એપ્રિલે કાશ્મીરમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરાવ્યો જેનું એકમાત્ર લક્ષ્ય નિર્દોષ હિન્દુઓની હત્યાનું જ હતું. આ ઈસ્લામિક કટ્ટરવાદીઓએ વિશ્વ સમક્ષ પ્રતિપાદિત કર્યું છે કે તેમનું જંગલી કૃત્ય માત્ર તેમના ધર્મના આધારે જ હતું અને કોઈ પણ હિસાબે હિન્દુઓને શોધી તેમના સ્નેહીજનોની સામે જ તેમની હત્યા કરવા માટેનું હતું. મિત્રો, સરહદ પારના પાકિસ્તાની ટેરરિઝમનો આ સાચો અને વરવો ચહેરો છે.
આપણાં નસીબે ભારતના વિભાજનથી સ્થાપિત સરહદોની એક લજ્જાજનક કહાણી છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા વિભાજન તો નક્કી કરી નાખવામાં આવ્યું. પણ તેની સરહદો કઈ રીતે નક્કી કરવી? બ્રિટિશ સત્તાને હવે જલ્દીથી ‘બળતું ઘર કૃષ્ણાર્પણ’ કરીને છૂટી જવું હતું. આઝાદ હિન્દ ફોજ અને નૌકાદળની સેનાના વિપ્લવથી ગભરાયેલું બ્રિટન ભારતીય સૈન્યમાં વધુ ઉત્પાત થાય અને બ્રિટિશ અફસરોનો ભોગ આપવો પડે તેવું તેઓ ઇચ્છતા નહોતા એટલે કોંગ્રેસે વિભાજનને માન્ય કરવાનો ઠરાવ કર્યો કે તુરત સરહદની આંકણી કરવા એક બ્રિટિશરને નિયુક્ત કરી દીધો.
ગની દહીંવાલા તરીકે મશહૂર શાયરનું મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ. જન્મ 17 ઓગસ્ટ 1908. સવિશેષ ગઝલ લખે. ‘ભિખારણનું ગીત’ પ્રસિદ્ધ છે જે ‘સંસ્કૃતિ’માં છપાયું. સરળતા, વેધકતા, ઉર્દૂ શબ્દો, તત્સમ અને તદ્ભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજી શકે. ‘ગાતાં ઝરણાં’ એમનો સંગ્રહ. ‘દિવસો જુદાઈના જાય છે’ એ સંચય સંપાદનરૂપે પ્રગટ થયો છે. ગનીસાહેબે પાચમી માર્ચ 1987ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી.
આમ તો એક જ શબ્દ ‘યુદ્ધવિરામ’ પરસ્પર સંઘર્ષ, લડાઈ અને યુદ્ધ પછીની સમજૂતી માટે પ્રયોજવામાં આવે છે, બીજા ત્રણ ભલે ભાષાકીય શબ્દો હોય પણ સરહદી જંગને સમજવામાં કામ લાગે તેવા છે. આજકાલ ભારત-પાકિસ્તાનની વચ્ચે જે થયું તે યુદ્ધ નથી, પહલગામ અને તે પહેલાં સરહદ ઓળંગીને આવતા ત્રાસવાદી-આતંકવાદીઓના હિંસાચારને સમાપ્ત કરવા માટેનો સંકલ્પ હતો. ઓપેરેશન સિંદૂર દ્વારા તે સફળ થયો.
મેં ગત બે દાયકા દરમિયાન ઘણી વખત લખ્યું છે કે મારી માન્યતા અનુસાર ભારત હજુ ગુલામ રાષ્ટ્ર છે. તેની માનસિકતામાં ગુલામ છે, તેની જ્યુડિશિયલ સિસ્ટમમાં ગુલામ છે, તેના ઊર્જાસ્રોતોમાં ગુલામ છે, તેના સંરક્ષણમાં ગુલામ છે, તેના વૈશ્વિક બજારના સ્થાનમાં ગુલામ છે, તેની ડિપ્લોમસીમાં ગુલામ છે અને તેના ભૂતકાલીન સામ્રાજ્યવાદી માસ્ટર્સના પાલતુઓને રીઝવવામાં ગુલામ છે.
હજારહાથ વાળા તરીકે આપણે જેમની ગણના કરીએ છીએ તે ઇશ્વરે પણ અજબ ખેલ રચ્યા છે. એક તરફ એણે એવા માનવીઅોનું નિર્માણ કર્યું છે જેઅો મંગળ પર જીવન શોધે છે બીજી તરફ આ ધરતી પર એવા લોકો પણ છે જેઅો હજુ પણ આદિમાનવની જેમ જીવે છે.
મા એટલે મમતાનો મહાસાગર. માની મમતા માનવ જાત જ નહિં પણ પશુ પંખીઅોમાં પણ પહેલી જ નજરે જડી આવે. પ્રસ્તુત તસવીર શિકાગોની બહારના ભાગે આવેલ બ્રુકફિલ્ડ ઝુની છે. જેમાં કમ્બા નામની એેક ગોરીલા માતાએ ઝાચેરી નામના દિકરાને જન્મ આપ્યો હતો. માંડ એક વર્ષના દિકરાની માવજત કેવી રીતે લેવાય તે આ ગોરીલા માતાને શિખવવાની જરા પણ જરૂર નથી.
એશિયના દેશોમાં ખાસ કરીને બાંગ્લાદેશ ભીડથી ભરચક ટ્રેનો માટે જાણીતું છે. પ્રસ્તુત તસવીરમાં ઇદના ચાર દિવસના ઉત્સવ માટે ઢાકા રેલવે સ્ટેશને એકઠા થયેલા ગામવાસીઅો ટ્રેન પર સવાર થવા મહેનત કરી રહ્યા છે. મઝાની વાત એ છે કે માનવભીડમાં ટ્રેઇન તો નજરે પડતી નથી. તમને ટ્ેરેઇન દેખાય તો જરા શોધી જુઅોને!
