વિવિધા

No

Block: Site: Subtree Block

    આ સમય બેદરકારી રાખવાનો નથી...

    યુકેમાં થોડા દિવસો અગાઉ નાગરિકોને કોરોના વાઈરસ વિરુદ્ધ સામૂહિક વેક્સિનેશન કાર્યક્રમ શરુ કરાયો તેની સાથે વિશ્વમાં આમ કરનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું છે. યુકે Pfizer-BioNTech કોવિડ -૧૯ વેક્સિનને મંજૂરી આપનારું પ્રથમ રાષ્ટ્ર પણ બન્યું છે જે વેક્સિનનો વિકાસ કરાયો છે તેવા યુએસએ કરતાં પણ આગળ રહ્યું છે. આના થોડા દિવસ પછી US FDA અને કેનેડા દ્વારા પણ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.

    ગુજરાતના રાજકારણમાં તૃતીય મો

    • મુખ્ય પ્રધાનોના અલગ પક્ષ કાઠું કાઢી શક્યા નથી અને વીંટો વળી ગયાનો ઈતિહાસ • ૧૯૬૦થી રાજ્યને માથે મહેણું છે એ ભાંગવા કેજરીવાલના પક્ષનું આગોતરું મલ્લયુદ્ધ • માયાવતીની બસપા ઓવૈસીના એમઆઈએમ અને છોટુભાઈના બીટીપીની અજમાઇશ

    ગુજરાત ૨૦૨૧: પડકાર અને પુરુષાર...

    નવા વર્ષનું એક સપ્તાહ શુક્રવારે પૂરું થશે. પછીના ૩૫૮ દિવસો કેવા જશે તેના રાજકીય અને સામાજિક ભવિષ્યનો સામાન્ય અંદાજ એટલા માટે મેળવવો જોઈએ કે દેશ અને દુનિયાની ઘણી બાબતોમાં ગુજરાત તરફ નજર હોય છે. એક સમયે આંદોલનમાં એવું કહેવાતું કે આજે જે ગુજરાતમાં થાય તે આવતીકાલે દેશમાં થશે.

    ‘યાદી આવી નથી હજુ સુધી...’ મારી એક દોસ્તે, ટીખળના મૂડમાં આધ્યાત્મિક વાતોના સંદર્ભમાં મેસેજ લખ્યો. વાચકોને થશે કે શેની યાદી? પુસ્તકની? ગીતોની? દિવાળી કે ક્રિસમસ પર્વે કોઇને ગિફ્ટ આપવાની રહી ગઈ તેની? ના, અહીં આમાંથી એક પણ યાદીની વાત નથી. એક એવી યાદીની વાત છે, જેની માણસમાત્રને જરૂર છે, માણસ માત્ર એ મેળવે છે, વધુ મેળવવા માંગે છે તો યે એને એ બધું પ્રાપ્ત થઈ રહ્યું છે એની ખબર નથી અથવા તો અનુભૂતિ નથી.

    ફરીથી લોકડાઉન લાગી ગયું છે અને કોરોનાના કેસ વધી રહ્યા છે. ફરીથી ઘરમાંથી નીકળવાનું મર્યાદિત થઇ જશે અને વધારે સમય ઘરની અંદર જ રહેવાનું થશે. સાવચેતી રાખજો અને તબિયત સાચવજો. પરંતુ એક વાત મહત્ત્વની છે અને તે નોંધવા જેવી છે. જયારે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને ત્રીજા લોકડાઉનની જાહેરાત કરી ત્યારે કેટલાક કારણોસર લોકોને ઘરની બહાર નીકળવાની છૂટછાટ આપવામાં આવી હતી અને તે પૈકી છેલ્લું કારણ હતું ઘરેલુ હિંસા કે ત્રાસથી બચવા માટે. આ બાબત આપણા સૌનું ધ્યાન દોરે છે કે કોરોનાના સમયમાં જયારે લોકો ઘરે રહ્યા ત્યારે કેટલાક ઘરેલુ હિંસાના કેસ આવ્યા જે એ બાબતની સૂચક છે કે ઘરમાં રહીને, લોકડાઉન દરમિયાન લોકોના ઘર અને પરિવારમાં માત્ર પ્રેમ વધ્યો તેવું નથી. પતિ-પત્ની વચ્ચે જૂનો પ્રેમ પ્રફુલ્લિત થઇ જશે અને તેઓ યુવાન પ્રેમી-પંખીડાની જેમ રોમાન્ટિક સમય વિતાવશે તેવી માન્યતા કેટલાક કિસ્સાઓમાં ખોટી ઠરી છે.

    ધ અલીમાંગા બોય અને ગોરી રાધા...

    તાજેતરમાં જ શ્રી જશવંતભાઇ નાકરનું પુસ્તક "ધ અલીમાંગા બોય અને ગોરી રાધા" પ્રસિધ્ધ થયું. આપણે આ અંકમાં “લૂપ્ત થતી જતી લેખન કલાને પુન: જીવંત કરીએ"...વાંચ્યો હશે. એના જ અનુસંધાનમાં કહું તો આ પુસ્તકમાં પણ શ્રી જશવંતભાઇએ એમના જીવનના અતીતના સંભારણા, એની રોચક, રોમાંચક વાતો, સામાન્યમાંથી અસામાન્ય પ્રગતિના ચઢાણ વગેરે બાબતોને વાચા આપી ભાવિ પેઢી માટે કાયમી સ્મૃતિઓ એમાં સંઘરી છે. 
    ટાંગાનિકાનું ટાંગા નજીક આવેલ ગામ કોરોગોવામાં ૧૯૪૨ની ૧૩ ડીસેમ્બરે જેઠાલાલ અને કૌશલ્યાબેન નાકરના આ રસિક દિકરાએ પોતાની જીવનસફરને આ પુસ્તકમાં મઢી લીધી છે. 

    લૂપ્ત થતી જતી લેખન કલાને પુન: જ

    વ્હાલા વાચક મિત્રો, આપણને કેટલીક વાર બાળપણની વાતો વાગોળવાનું ગમતું હોય છે. જૂની યાદોં તાજી કરવાનો આનંદ જ અનેરો હોય છે. આજથી દસેક દાયકા પહેલા પત્ર લેખન કલા પર ખાસ ભાર મૂકવામાં આવતો. એમાં અક્ષરની ગુણવત્તા, આરંભ-અંત,પોતાની સંવેદના રજુ કરવાની કળા વગેરે પર ધ્યાન અપાતું. શાળામાં અનુલેખન અને શ્રુતલેખન કરાવતા એ પાછળનો ઉદ્દેશ્ય પણ વ્યક્તિની સૂઝ-સમજ અને અભિવ્યક્તિ કલા જોવાનો અને એના પરથી વ્યક્તિનું માપદંડ અમુક અંશે કરવાનો રહેતો. જે વાત રૂબરૂ સારી રીતે વ્યક્ત ન કરી શકો એને પત્ર દ્વારા વધુ સારી રીતે વિસ્તારપૂર્વક અભિવ્યક્ત કરી શકો, એ જમાનામાં એકબીજાનો સંપર્ક જાળવવાના માધ્યમો આજ જેટલા આધુનિક અને વૈવિધ્ય સભર ન હતા. એથી દૂર રહેતાં સગાં-સંબંધી સાથેના સંપર્કસૂત્રોમાં શ્રેષ્ઠ વિકલ્પ પત્ર લેખન હતું. જે સંવેદનાઓ રૂબરૂ વ્યક્ત કરવામાં સંકોચ અનુભવાતો એ વાત વ્યક્ત કરવામાં પત્રનો સહારો કામયાબ નીવડતો. પરિણામે વ્યક્તિની લેખન કલા મ્હોરી ઉઠતી. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, તાજેતરમાં ૯૫ વર્ષના પડાવે પહોંચેલા વિદૂષી કાન્તાબેન પ્રભાકાન્તની કલમે લખાયેલ પુસ્તક "સ્મૃતિના સરોવર" નું પ્રકાશન.

    નિ:સહાય બાળકો અને કુટુંબોના મસ...

    માંધાતા સમાજની દિકરી ગુજરાતી ભાષા શિક્ષણ અને સંસ્કાર સંચિત બની સમાજ પ્રત્યેની પોતાની ફરજ બજાવવા સક્રિય બનેલ ગૌરવવંતી ગુજરાતી યુવતી મીનલ પટેલની વાત પ્રેરણાદાયી છે. 

    આપણે કોણ? ગરવા ગુજરાતી...  સલાહ આ

    ૨૦૨૦ના ફેબ્રુઆરી-માર્ચથી દુનિયાભરમાં કોરોનાનું ગ્રહણ મંડરાઇ રહ્યું છે. ચીનથી આવેલા આ કાળમુખા કોરોનાના ખપ્પરમાં લાખ્ખો હોમાય ગયા અને હજુય એ ઘટમાળ સતત ચાલુ જ છે. આવા વખતે યુરોપથી છેડો ફાડી બ્રિટન 'બ્રેકઝીટ' કરી રહ્યું હતું એવા સમયે જ કોરોનામાંથી જન્મેલા નવા વાયરસે બ્રિટનને ભરડામાં લીધું. ડોવરના દરિયાકાંઠેથી યુરોપ તરફ જતી હજારો ટ્રકો ડોવર નજીક સ્થગિત થઇ ગઇ હતી. ટી.વી. સમાચાર માધ્યમો પર હજારો હરોળબંધ અટવાયેલી ટ્રકો અને એના ત્રાહીમામ થયેલા ડ્રાઇવરોની વિટંબણા જોઇ આપણા દયાળુ ગુજરાતીઓનો જીવ થોડો ઝાલ્યો રહે!!! ટી.વી. પર આ ન્યુઝ જોઇ આપણા અત્યંત લાગણીશીલ ગુજરાતીઓ ખાસ કરીને બહેનો ચોક્કસ બોલી જ હશે, 'અરરર…આવી કડાકાબંધ ઠંડીમાં બિચારા ડ્રાઇવરોની કેવી દશા! શું ખાતા હશે!!”

    કોંગ્રેસના રાજકીય વ્યૂહરચનાન...

    શનિવારે માધવસિંહ સોલંકીનું અવસાન થયું. નેવુંથી વધુ વર્ષ ‘જીવી જાણનારા’ આ આપણા મુખ્ય પ્રધાનને અનેક રીતે યાદ કરવામાં આવ્યા છે. પાછલા વર્ષોમાં તેમણે સ્વાસ્થ્યની દૃષ્ટિએ બહાર જવાનું ટાળ્યું છે. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને એકાંતિક જિંદગી જીવતા, પુસ્તકો વાંચે, મુલાકાતીઓ (જેની સંખ્યા ક્રમશઃ ઓછી થઈ રહી હતી)ને મળે, આરામ કરેઃ આ તેમનો નિત્યક્રમ.