વિવિધા

No

Block: Site: Subtree Block

    લોકશાહીની દીવાદાંડીનો પ્રકાશ...

    છેલ્લાં થોડાં દિવસોમાં આ સપ્તાહની કોલમ માટે શું લખવું તેની માનસિક ચર્ચામાં સમય વીત્યો છે. કોરોના મહામારી વિશે તો લખ્યું અને ફરીથી આપણા બધાના દુર્ભાગ્ય વિશે લખવું તે મને વિષયના વળગણ જેવું લાગતું હતું. યુકેમાં NHSને ભારે મુશ્કેલીમાં મૂકી દેવાની ધમકી આપતી ઝડપથી પ્રસરતી આગ અથવા સાઉથ આફ્રિકાને પુનઃ લોકડાઉનમાં ધકેલવાની ફરજ પાડનારી બાબત અથવા તો કોરોના વાઈરસના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે તેવા અહેવાલોથી આપણે બધા કેવી રીતે વણસ્પર્શ્યા રહી શકીએ તેની મને જરા પણ સમજ પડતી નથી.

    ‘દેશનાયક’ નેતાજીની જન્મજયંતી...

    પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. ભાજપના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુકરજીની ભોમકા પર ભગવો ફરકાવવા માટે હિંદુત્વનું કાર્ડ ખેલવામાં પણ પાછી પાની કરાતી નથી. અત્યારે તો માહોલ એવો રચાયો છે કે જાણે આવતીકાલે જ ચૂંટણી છે. જોકે હજુ ચૂંટણી આડે ત્રણ-ચાર મહિના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહપ્રધાન અમિત શાહ સહિતના કેન્દ્રના મહત્વના પ્રધાનો તથા ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના નેતાઓ અત્યારે મુખ્ય પ્રધાન મમતા બેનરજી સામે જંગે ચડ્યા છે. હમણાં નેતાજી સુભાષચન્દ્ર બોઝ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓની બોલબાલા છે.

    વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડ...

    ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ છે અને ૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન. સહજપણે રાષ્ટ્રપ્રેમ - રાષ્ટ્ર ગૌરવ - સ્વતંત્રતાની લડત અને શહીદોના બલિદાન, આજે દેશ માટેની આપણી જવાબદારી જેવા વિચારો અને વાતો મનમાં - સંવાદમાં - માધ્યમોમાં છે, જેના કારણે હૈયું રાષ્ટ્રપ્રેમથી પુલકિત થાય છે. આ સંજોગોમાં અચાનક ઘરની લાઈબ્રેરીમાં ગોઠવાયેલા એક પુસ્તક પર ધ્યાન ગયું. માત્ર વાંચ્યું એમ નહિ, શબ્દ થકી જાણે રાષ્ટ્રગૌરવના રંગે રંગાયો.

    પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્ત...

    ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે ભારે મથામણ, વિશદ્ ચર્ચા અને સંકલ્પની સાથે એક આદર્શ લોકતંત્ર અને તેનું સંવિધાન રચ્યું હોય તેને માટે આવતીકાલની ચિંતા અને સજ્જતા અનિવાર્ય બની જાય છે. દેશવાસી નાગરિક, તેની બંધારણીય સંસ્થાઓ, તેના વિદ્યાધામો, તેના સાધુસંતો, ભાવિ નાગરિક માટે કેવો દેશ મૂકી જશે તેની સજ્જતા ના રાખે તો ખલિલ જિબ્રાનના પેલા ગીતની જેમ ‘એ દેશની ખાજો દયા...’નું બદનસીબ ભોગવવું પડે અને સમાજ તેમજ રાષ્ટ્રની અસ્મિતા, સુરક્ષા અને સાર્વભૌમત્વ સમાપ્ત થતાં વાર લગતી નથી. કોઈ એક તારણહાર તેને બચાવી શકે નહિ એટલે તો ‘જનતા જનાર્દન’ શબ્દ છેક ગીતાના સમયથી કહેવાયો છે. સામૂહિક પ્રજાકીય સમજ એક જ અસ્મિતાનો ઉપાય છે.

    સદૈવ સુખમાં મહાલવું હોય તો જિં...

    ગયા રવિવારે લંડનમાં બરફ પડ્યો - સ્નોફોલ થયો. ક્રિસ્મસથી આપણે લોકો સ્નોફોલની રાહ જોઈ રહ્યા હતા અને આ વર્ષે આવેલી ઠંડીને કારણે આપણને સૌને લાગતું હતું કે આ વખતે આપણને વ્હાઇટ ક્રિસ્મસ જોવા મળશે, પરંતુ તેવું બન્યું નહિ. ૨૦૧૯ની ક્રિસ્મસ પણ વ્હાઇટ ક્રિસ્મસ નહોતી અને સ્નોફોલની આશા ફળીભૂત થઇ નહોતી. આ વર્ષ પણ એવું જ ગયું. નો સ્નોફોલ ઓન ક્રિસ્મસ ઓર ન્યુ યર. અને ઓછામાં પૂરું આ વર્ષે તો ક્રિસ્મસ અને નવું વર્ષ બંને લોકડાઉનમાં ગયા. લોકો પોતાના પરિવારને પણ ન મળી શક્યા.

    અનેક જીવલેણ હુમલા છતાં ગાંધીજ

    વિશ્વભરમાં વસતો ભારતીય સમુદાય જ નહીં, પરંતુ સત્ય-અહિંસાના મૂલ્યોમાં માનનારા સહુ કોઇ ત્રીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા ગાંધીજીને શ્રદ્ધાંજલિ-શબ્દાંજલિ-સ્મરણાંજલિ અર્પણ કરશે. બાપુ આ ફાની દુનિયા છોડી ગયાને આજે સાત દસકા કરતાં પણ વધુ સમય વીતી ગયો છે, પરંતુ તેમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. અલબત્ત, એમ પણ કહી શકાય કે ગાંધીવિચારો તે સમય કરતાં પણ વર્તમાન કાલખંડમાં વધુ ઉપયુક્ત છે. ગાંધી વિચારોને નાથવાની કોશિશ વર્ષોથી થતી આવી છે. જોકે વાસ્તવિક્તા તો એ છે કે ગાંધીજીનાં વિચારો એ હદે લોકોનાં દિલમાં રોપાઇ ગયા છે કે ગોડસેનાં વંશજોને હજુ પણ કળ નથી વળતી.

    ‘છોકરાવ, મોરલ ઓફ ધ રીઅલ લાઈફ સ્ટોરી એ કે આપણે જે કાંઈ જીવનમાં પામીએ છીએ એમાં આપણા બાપ-દાદાની પુણ્યાઈનો પણ મોટો ફાળો હોય છે.’ વિનુદાદાએ એમની વાતો સાંભળી રહેલા પરિવારના જ સંતાનો ધ્વનિ - સ્તુતિ - અદિત - ધ્રુવ - વિશ્વા તથા ટીનાને કહ્યું.

    ગુજરાતીઓની ત્રણ જગવિખ્યાત ઓળ

    ગુજરાતીઓની અનેક ખાસિયત અને તે જગવિખ્યાત. તે પૈકી ત્રણ D તો ખાસ કહેવાય. આ ત્રણ D એટલે ઢોકળા, દાંડિયા અને ધંધો. એવો કોઈ ગુજરાતી ભાગ્યે જ મળશે જેને તમે ઢોકળા, દાંડિયા અને ધંધાથી દૂર રાખી શકો. ભલે ગુજરાતી માણસ નોકરીમાં હોય પણ તેનું મગજ તો ધંધાની જેમ જ ચાલે.

    દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ ત

    શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું વર્ચસ્વ જાળવવા ઘણું કરવું પડે. લોકશાહીનો એ તકાજો છે અને તે વાત રાજકીય પક્ષોને પણ એટલી જ લાગુ પડે છે. આથી મોટા ભાગના વિપક્ષો પણ આ આંદોલનમાં જોતરાઈ ગયા. અને કેનેડામાં તાકાત ગુમાવી ચૂકેલી ખાલિસ્તાની લડતને પણ મોકો મળી ગયો. આપણે ત્યાં ‘લિબરલ’ અને ‘અર્બન નક્ષલ’ પણ આવી પહોંચ્યા. મેધા પાટકર, યોગેંદ્ર યાદવ અને તીસ્તા સેતલવાડ અને સીપીએમ તેમજ બીજા ડાબેરી પક્ષો પણ આ વિરોધમાં સામેલ થયા. કોંગ્રેસ અને એનસીપીએ ટેકો આપ્યો અને શરદ પવારે એવી ચેતવણી આપી કે ખેડૂત અસંતોષથી કોઈ પણ સત્તા ઉથલી પડે છે.

    કલાપીની જન્મ જયંતિ: "જ્યાં જ્ય

    ૨૬ જાન્યુઆરી આપણા ભારત દેશનો પ્રજાસત્તાકદિન છે એ તો આપણે સૌ જાણીએ છીએ. એની ઉજવણી પણ દેશવિદેશમાં વસતાં ભારતીયો ગૌરવભેર કરે છે. મિત્રો, આપણા ગુજરાતી સાહિત્યના અતીતમાં એક ડોકિયું કરીએ. લોકજીભે ચડેલ કવિતાઓ "જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની...", "તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો...", "હા... પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે..." વગેરે આપણને બાળપણના સંસ્મરણોની યાદ અપાવે છે. આજે ય ગુજરાતના અભ્યાસક્રમમાં કવિ કલાપીની કવિતાઓનો સમાવેશ કરાયેલ છે જે એની મહત્તા અને લોકપ્રિયતાનું દ્યોતક છે. આ કવિતાઓના રચયિતા કવિ કલાપીનો જન્મ દિવસ પણ ૨૬ જાન્યુઆરી છે એની આપને ખબર છે? એ નિમિત્તે ચાલો આપણે એમના સર્જનની યાદ તાજી કરીએ. આયખું માત્ર ૨૬ વર્ષનું નાનું પણ સર્જન ઘણું. ગુજરાતી સાહિત્યને કવિ કલાપીએ આપેલ અણમોલ કાવ્યોની ભેટથી તેઓ પ્રણય કવિ તરીકે અમર બની ગયા. ગુજરાતી સાહિત્યનો એ પંડિત યુગ. વરિષ્ઠ સાહિત્યકારોના એ મિત્ર. સૌરાષ્ટ્રના કાઠી રાજ્યના એ રાજવી પરંતુ માહ્યલો તો સંવેદનાસભર સર્જક જીવ.