વિવિધા

No

Block: Site: Subtree Block

    ‘મકરસંક્રાંતિના બે દિવસ પહેલાં પગંત લુંટવા માટેનું ઝાડું અમે ખાસ બનાવતા...’ ‘સવારના સાડા પાંચ-છએ મહાલક્ષ્મી માતાના મંદિરે જવાનું દર્શન કરવાના અને તલની લાડુડી વહેંચવાની...’ ‘ફિરકી સરખી રીતે કેમ પકડી ન હતી? એમાં મારો પતંગ કપાઈ ગયો...’ કહીને નાની બહેન જોડે ઝઘડો કરવાનો... અને આપણો જ પતંગ આકાશમાં ચડતો હોય, કોઈ મસ્તી કરવા આપણી જ ફિરકીમાંથી દોરો તોડી નાખે અને ઢીલ દેતા પતંગ જતો રહે ત્યારે આવું કેમ થયું એનું આશ્ચર્ય આંજીને ઉદાસ થઈ જવાનું... મમ્મીએ બનાવેલા ઊંધિયું-પૂરી ખાવાના ને સૌથી પહેલા અંધારામાં પતંગ ચલાવીને સૌથી છેલ્લે સુધી અંધારામાં પતંગ ચલાવવાના...

    કોંગ્રેસના સુવર્ણ સોલંકીકાળથ...

    • આધુનિક ગુજરાતના શિલ્પી માધવસિંહ સોલંકી ખરા અર્થમાં બહુમુખી પ્રતિભા હતા • વંચિતોના મસીહા અને અનેક નવતર યોજનાઓ શરૂ કરનાર દીર્ઘદ્રષ્ટા મુખ્ય પ્રધાન • નર્મદા યોજનાને પર્યાવરણવાંધા સામે રાજીવ કનેથી આર્થિક મંજૂરી અપાવી હતી • પટેલ-બ્રાહ્મણ વેવાઈ ધરાવતા પછાત વર્ગના નેતા અનામત સમર્થન માટે બદનામ

    ભારતમાં કઇ રીતે થશે કોરોના વેક...

    યુકેમાં લોકોને રસીકરણ શરૂ થઇ ગયું છે. વાંચકોને આતુરતા હશે કે ભારતમાં રસીકરણ ક્યારે શરૂ થવાનું છે. ભારતમાં પણ મીડ-જાન્યુઆરીથી રસીકરણ શરૂ થઇ રહ્યું છે. તેના અંતર્ગત જે લોકો આરોગ્યક્ષેત્રે કે બીજી કોઇ રીતે ફ્રન્ટલાઈન વર્કર હોય તેમને પહેલા રસી મળશે. ૫૦ વર્ષથી વધારે ઉંમરના અથવા તો બીજી કોઈ બીમારી ધરાવતા લોકો ત્યાર પછીના ક્રમે આવશે અને ત્યાર બાદ બાકીના લોકોને રસી ઉપલબ્ધ કરાવશે.

    પોલીસ દળમાં જોડાઇ સમાજ સેવા કર...

    આપણી યુવતીઓ વિવિધ ક્ષેત્રમાં પ્રવેશી સમાજનું નામ ઉજ્જવળ કરી રહી છે. મિત્રો, આ સપ્તાહમાં હું આપને પોલીસ દળમાં જોડાઇ "એક્સેલન્સ પોલીસ એવોર્ડ"થી સન્માનીત યુવતી સાર્જન્ટ સપના પટેલનો પરિચય કરાવું છું. સામાન્યરીતે ગુજરાતીઓ દાળ-ભાત ખાનારા એટલે પોલીસના બહાદૂરીભર્યા ક્ષેત્રમાં એમનું કામ નહિ એમ કહેવાય! પરંતુ એ માન્યતાને રદિયો આપી પોતાના ક્ષેત્રમાં સપના આગેકૂચ કરી રહી છે. સપના (૪૦)એ પોતાના સપનાને હકીકતમાં ફેરવ્યું છે. 

    કોરોના મહામારી સામેના વૈશ્વિ

    યુકેમાં કોરોના મહામારીને લગભગ એક વર્ષ થવાં આવ્યું છે. ગયા વર્ષના જાન્યુઆરીમાં જ હું સૌપ્રથમ વખત કોવિડ-૧૯ વિશે સાવધ થઈ હતી. ત્યાં સુધીમાં તો ચીનના વુહાન શહેરમાં તેનાથી ફેલાયેલી યાતના કે પીડા બાબતે અખબારોના અહેવાલો પરથી જાણકારી મળેલી હતી. લગભગ એક વર્ષ અગાઉ, હું ભારતથી આવેલા મિત્ર સાથે ઓક્સફર્ડ સ્ટ્રીટમાંથી ચાલતી જઈ રહી હતી ત્યારે ફાર-ઈસ્ટના કેટલાક પર્યટકોના જૂથ પાસેથી પસાર થયા હતા. તેમણે માસ્ક પહેરેલા હોવાથી તેઓ અલગ જ તરી આવતા હતા. તે દિવસોમાં લંડનમાં આવું દૃશ્ય જોવાં મળે તે વિચિત્ર હતું. તે જૂથમાંથી એક વ્યક્તિને અચાનક ઉધરસનો હુમલો શરુ થયો. તે જોવાં સાથે મારા મિત્રે કોવિડ-૧૯ અંગે ભયજનક ટીપ્પણી પણ કરી હતી. તે દૃશ્ય, તે પળ મારાં ચિત્તમાં અંકાઈ ગઈ હતી. જોકે, તેને હસી કાઢ્યાનું મને આજે પણ યાદ છે. એક વર્ષ પછી વિશ્વમાં ૮૬ મિલિયન લોકોને તેનો ચેપ લાગ્યો છે અને ૧.૮૫ મિલિયન લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે માસ્ક લગાવેલા ચહેરા હવે વિચિત્ર જણાતા નથી. પર્યટકો અને મોટી ભીડ જોઈને નાકનું ટીચકું ચડી જાય તેવી શક્યતા વધુ રહે છે.

    ‘નવા વર્ષ નિમિત્તે કોઈ સરસ મંત્ર - મેસેજ કે કવિતાનું સ્મરણ કરવાનું થાય તો તમે શેનું સ્મરણ કરો...?’ ૨૦૨૧ના આરંભે એક ઉદ્યોગપતિ મિત્રને સહજભાવે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘વર્ષો પહેલાં ક્યાંક-ક્યારેક સાંભળેલો મરીઝ સાહેબનો એક શેર મને જીવવાનું બળ આપે છે, હું યાદ કરું તો એ શેર યાદ આવે અને એ રીતે જીવવાની મારી કોશિશ હશે.’ આમ કહીને તેમણે જે શેર કહ્યો તે પ્રસિદ્ધ શેર આ રહ્યો.

    વંશવાદવિરોધી ભાજપમાં ફાટફાટ

    • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન, પ્રધાન અને સાંસદ

    સમજૂતીના દરવાજે જીદ અને ઈરાદા

    પંજાબ અને હરિયાણાના કિસાનોનું આંદોલન અડતાળીશમા દિવસે સમેટાઇ જશે એવો ભરોસો છેતરામણો નીકળ્યો અને સર્વોચ્ચ અદાલતે ચીલો ચાતરીને નિયુક્ત કરેલી નિષ્ણાત સમિતિને આંદોલનકારીઓએ ઘસીને ના પાડી દીધી તે વાતને ય એક સપ્તાહ વીતી ગયું, અને અટપટા આટાપાટા ચાલુ રહે ત્યારે મોટો સવાલ સામાન્ય નાગરિકને હજુ સુધી રહ્યો છે કે આવું કેમ બન્યું?

    આપણી સ્વાતંત્ર્ય ચળવળમાં અને

    ૨૬મી જાન્યુઆરી આવી રહી છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો. આપણે સ્વતંત્ર તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ થઇ ગયેલા પરંતુ લોર્ડ માઉન્ટબેટનને આપણે ભારતના ગવર્નર જનરલ તરીકે સ્થાપ્યા અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલી બનાવીને દેશને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કર્યું. તે પહેલા લોર્ડ માઉન્ટબેટન ભારતમાં માર્ચ ૧૯૪૭માં વાઇસરોય તરીકે આવેલા અને તેમની દેખરેખ હેઠળ ભારતના ભાગલા પડ્યા અને ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાન ભારતમાંથી અલગ પડ્યું અને ૧૫મી ઓગસ્ટના દિવસે ભારત બ્રિટિશ હુકુમતમાંથી આઝાદ થયું અને ગણતંત્ર તરીકે સ્થપાયું.

    આજની દુનિયાના સકળ માનવમહેરામણને એક સમૂહ સંકલ્પ કરીને એનું સંપૂર્ણ પાલન કરવાનો સમય પાકી ગયો છે. આ પૃથ્વી પરના ૮૫૦ કરોડ, અનેક દેશોમાં વહેંચાઈ ગયેલા મનુષ્યો એક યા બીજી રીતે અસહિષ્ણુતા, વેરઝેર, ઈર્ષ્યા, વહેમ, શંકાઓ અમે અણઈચ્છીત માન્યતાઓથી પીડાતા નજરે પડે છે. આ બધા વિષયોમાં બુદ્ધિજન્ય તર્કશાસ્ત્ર (લોજીક)નો જરાય ઉપયોગ કરતા હોય તેવું ભાગ્યે જ જણાય છે.