વિવિધા

No

Block: Site: Subtree Block

    ભૂકંપ બાદ કચ્છમાં ઉદ્યોગોનું

    વિનાશક ભૂકંપની કારમી થપાટથી ભોંભીતર થયેલા કચ્છને ફરી બેઠું કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદરેલા પ્રયાસો થકી આ અવિકસિત જિલ્લામાં ઔદ્યોગિક વાવાઝોડું ફૂંકાયું. શરૂઆતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ સામે ભૂકંપ બાદના બે દસકામાં ઉદ્યોગ ક્ષેત્રે ૧.૫ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવી ચૂક્યું છે. વાત અહીં પૂરી નથી થતી, આગામી પાંચ-સાત વર્ષમાં ઔદ્યોગિકરણના બીજા તબક્કાની ઉજળી સંભાવનાઓ સર્જાઇ છે.

    ભૂકંપના બે દાયકા: કચ્છનું અજોડ...

    કચ્છની આર્થિક, સામાજિક કે રાજકીય ઇતિહાસની વાત કરતી વખતે અગાઉ આાઝાદી પહેલાં અને આઝાદી પછીના સમય ખંડનો ઉલ્લેખ કરતાં પણ હવે ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીના વિકાસ કે સમસ્યાની વાત માંડીએ છીએ. ૨૦૦૧ના ધરતીકંપે કચ્છનો ઇતિહાસ બદલી નાંખ્યો છે. એક સમયે દુકાળિયા મુલક તરીકે જાણીતો વિસ્તાર આજે ગુજરાતના વિકાસનો માણેકથંભ બની ગયો છે. કચ્છપ્રેમી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ કચ્છને ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે નવાજતા રહ્યા વાત સાચી છે.

    આરંભ - પ્રવાસ - યાત્રા - અંત બધું...

    તારીખ ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમગીતોનો - અર્થપૂર્ણ સંવાદનો એક શો ડિઝાઈન કર્યો હતો. બધુંયે આયોજન થઈ ગયા પછી હવે આયોજકોએ કહ્યું ‘પહેલી નજરે થઈ જતા પ્રેમ જેવું જ, પહેલી વાર વાંચે ને સાંભળે તો ગમી જાય એવું ટાઈટલ આપજો’ ને અનાયાસે વાક્ય ઉચ્ચારાઈ ગયું - ‘Love હી Life હૈ’

    તનના પોષણ માટે જેમ પૌષ્ટિક ખોર...

    એક તરફ લંડનમાં બરફ વર્ષા થઇ રહી છે અને લોકોને શ્વેતરંગી ફૂટપાથ, રૂફટોપ અને પાર્ક પ્રફુલ્લિત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ લાંબા લોકડાઉન અને કેટલીય રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને કારણે મનમાં હતાશા અને તણાવ પણ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં બધા લોકો પોતાના માનસિક તણાવને દૂર કરવાના પ્રયત્ન કરતા હોય છે. એક તારણ અનુસાર પાંચમાંથી ત્રણ લોકો લોકડાઉનનો તણાવ અનુભવી રહ્યા છે અને મર્યાદિત અવરજવર તેનું સૌથી મોટું કારણ છે. આવા સમયે પોઝિટિવ રહેવા, સકારાત્મક રહેવાના અનેક ઉપાયો હોઈ શકે અને તેના અંગે આપણે વારે વારે વાંચતા, સાંભળતા હોઈએ પરંતુ તેમ છતાંય જેમ સમયે સમયે શરીરને ખોરાકની જરૂર પડે છે તેમ જ વારે વારે આપણા મનને પણ સારા વિચારો અને ઉપાયોની જરૂર પડે છે. 

    ચૌરી-ચૌરા જનવિદ્રોહઃ આમઆદમી દ

    ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચૌરી-ચૌરા ઘટનાક્રમ આગવું સ્થાન ધરાવે છે. વીસમી સદીના આરંભે શરૂ થયેલી આઝાદીની લડતને મહત્ત્વપૂર્ણ વળાંક આપતી એ ઘટના ૪ ફેબ્રુઆરી ૧૯૨૨ના રોજ બની હતી, અને અંગ્રેજ રાજ તેનાથી ખળભળી ઉઠ્યું હતું. આ ઐતિહાસિક ઘટનાના શતાબ્દી વર્ષની ગુરુવારથી ઉજવણી શરૂ થઇ છે, જે વર્ષભર ચાલશે. ઇતિહાસમાં ચૌરી-ચૌરા કાંડ તરીકે નોંધાયેલી આ ઘટના ખરેખર તો આમઆદમી દ્વારા શરૂ કરાયેલો સંઘર્ષ હતો.

    ‘તમારી પાસે, તમારી પૂજામાં હોય એ સરસ્વતી માતાની તસવીરની એક કોપી મને આપી જજો...’ આવું મને લેન્ડલાઈન ફોન પર કહેવાયું. વાત ૧૯૯૪-૯૫ના વર્ષોની છે, ભાવનગરના એક કાષ્ટકલાના કારીગર, સુંદર કામ કરે, એમનો પરિચય થયો. એમને ખ્યાલ આવ્યો કે મા સરસ્વતીનો આરાધક છું એટલે તેઓએ આ વાક્ય મને કહ્યું હતું. થોડોક સમય વીત્યા બાદ ફરી ફોન આવ્યો. એમની ફેક્ટરી પર મને સજોડે બોલાવ્યો. મા સરસ્વતીની ઘર મંદિરમાં મુકીને પૂજા થાય એવી અપ્રતિમ કાષ્ટમૂર્તિ બતાવી, ભાવપૂર્વક અમારી પાસે પૂજા કરાવી અને પછી ભેટમાં આપીને કહ્યું, ‘દર વર્ષે વસંત પંચમીએ આની પૂજા કરજોને મને યાદ કરજો...’

    મંગળવારે વસંત પંચમી હતી. સ્વાભાવિક છે કે વસંત પંચમી વિષે ઘણા લોકો નહિ જાણતા હોય. ખાસ કરીને નવી પેઢીના લોકો અને તેમાંય જે લોકો ભારતની બહાર રહ્યા છે તેઓ. વસંત પંચમી વસંત ઋતુ - બહાર - સ્પ્રિંગનું આગમન સૂચવે છે. બીજી રીતે કહીએ તો હોળીની તૈયારી શરૂ થવાનો સમય એટલે વસંત ઋતુ. વસંત પંચમીના ચાલીસ દિવસ પછી હોળી આવે. આ ચાલીસ દિવસમાં તો વસંત પૂર બહારમાં ખીલી ઉઠે છે. કેસુડાના ફૂલો અને રાઈના પીળા ખેતરો મહેકી ઉઠે છે. વૃક્ષને નવા પર્ણ અંકુરિત થાય છે. બધે જ હરિયાળી છવાય છે અને લોકોમાં ઉત્સાહનો માહોલ સર્જાય છે. વસંત પંચમીના દિવસે ઉત્તર ભારતમાં હજી શિયાળાની અસર હોય છે જયારે મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ધીમે ધીમે દિવસો લાંબા થવા લાગ્યા હોય છે.

    કોરોનાની મહામારીએ આપણા બ્રિટનને જાણે બાનમાં લીધું છે, નિત નવા બાળકો (સ્ટ્રેઇન) પેદા કરતો આ કોરોના આપણી પાછળ હાથ ધોઇને પડ્યો છે. લંડન સહિત યુ.કે.ભરના શહેરો, નગરો સૂમસામ થયા છે, સાથે હાડ થીજાવતી બરફીલી મૌસમ પણ ત્રાહિમામ પોકારાવ્યો. ૮૦%થી વધુ લોકો લોકડાઉનમાં બેસવા મજબૂર બન્યા છે. લોકો ઘરમાં બેસીને હવે મોબાઇલ ફોન સુધી સીમિત બન્યા છે. સપ્તપદીના સાત ફેરા લઇને એકબીજાના સુખદુ:ખના સાથી બનવાના કોલ આપનારા દંપતિઓના દાંમ્પત્ય જીવનની આ કાળમુખો કોરોના કસોટી કરવા નીકળ્યો હોય એવું લાગે છે. 

    ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃત

    ‘કોઈ પણ કાલખંડમાં જીવન માટે ઉપયોગી વાંચન કરવું હોય તો મહાનુભાવોની અનુભવવાણી જેવી એમની આત્મકથાઓ વાંચવી જોઈએ, નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ના વાંચન થકી એનો આરંભ કરો, કારણ કે તે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા છે’. એક ગુણીજન મુરબ્બીએ સાહજિક વાતોમાં કહ્યું અને મન ખેંચાયું નર્મદના જીવન-કવન-સાહિત્ય તરફ.

    લોકડાઉન ભલે હળવું થઇ રહ્યું હો...

    આઠમી માર્ચથી તબક્કાવાર લોકડાઉન ખુલી રહ્યું છે. ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને વધારેને વધારે લોકો રસીકરણનો લાભ મેળવી રહ્યા છે. ડિસેમ્બરની શરૂઆતથી લોકડાઉનમાં બેઠા છીએ એટલે આપણને સૌને આ નવા નિયમોની જાહેરાતનો આનંદ તો છે જ પરંતુ જે રીતે તબક્કા આપવામાં આવ્યા છે તેનાથી કેટલાક લોકોમાં નિરાશા પણ છે. ઘણા સમય સુધી આપણે હજીયે મિત્રોને મળી શકીશું નહિ પરંતુ એક એક વ્યક્તિને પાર્કમાં મળી શકાશે તે પણ આનંદની વાત છે.