વિવિધા

No

Block: Site: Subtree Block

    ગુજરાતથી વાયા લંડન યુએસએ જતા આ...

    ગયા વર્ષથી કોરોનાને કારણે સરકારી લોકડાઉનને પગલે પરદેશ પ્રવાસ પર પ્રતિબંધ લદાયો છે. અમારા સાસરીપક્ષ અને પિયરપક્ષના બધા જ સ્વજનો સહિત મોટો સુપુત્ર પણ અમેરિકામાં સ્થાયી થયો છે એટલે દર વર્ષે એકાદવાર તો અમેરિકા પ્રવાસે જવાનું થાય જ. 

    જીવ અને શિવનો યોગ સાધતી મહારાત...

    હિન્દુ કેલેન્ડરમાં શિવરાત્રીની તિથિ તો દર માસે આવે છે, પરંતુ ભોળા શંભુની આરાધનાનું મહાપર્વ ગણાતી મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવભકતો આ દિવસે (આ વર્ષે ૧૧ માર્ચે) ઉપવાસ રાખીને ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરીને શિવલીંગ પર બીલીપત્રો ચઢાવીને દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે.

    કલ્યાણકારી અને મંગળકારી શિવ આ

    ‘ઘણા લાંબા સમયથી સોમનાથ મહાદેવના દર્શને નથી ગયા, હવે તો જવું જ જોઈએ...’ સાહજિકરૂપે બોલાયું ને મિત્રોએ જવાબ આપ્યો કે, ‘આ વિચારને દાદાનો જ હુકમ માનો, હવે તો બને તેટલા વહેલા પહોંચી જઈએ એ દિવ્ય અને ભવ્ય સ્વરૂપના દર્શને...’ સમગ્ર ભારતભૂમિ તીર્થભૂમિ છે, એમાં પવિત્ર યાત્રાધામ સોમનાથ દ્વાદર્શ જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાય છે. રાષ્ટ્રની સર્જનશીલતા અને સંસ્કૃતિના સ્વાભિમાનનું પ્રતિક છે સોમનાથ. ભક્તિનું અને શિલ્પ-સ્થાપત્યની કલાનું પરમ ધામ છે શ્રી સોમનાથ મહાદેવ. વિશ્વભરના કરોડો ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે શ્રી સોમનાથ મહાદેવ. એમની કૃપાથી અવારનવાર દર્શનનો અને સ્વર-શબ્દ પ્રસ્તુતિનો શુભ અવસર મળે છે એ મારા માટે પરમ ધન્યતાની અનુભૂતિ છે.

    ‘સંસ્કારવાહિની'માં પરંપરાગત

    ‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી તેમજ NCGOના સંયુક્ત ઉપક્રમે રવિવાર, ૨૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩.૦૦થી ૫.૩૦ દરમિયાન યોજાયેલ પરંપરાગત લોકસાહિત્ય કાર્યક્રમમાં ભાવનગર સ્ટુડિયો પરથી બ્રીજરાજ ગઢવી અને રાજુભાઇ ગોહિલ સંગીતગ્રુપે ઝમકદાર કાર્યક્રમ રજૂ કરી સૌના દિલ જીતી લીધાં. બપોરે ૩.૦૦ વાગ્યે બ્રાયટનથી ધીરૂભાઇ ગઢવી અને ટેકનીશ્યન ટીમના અનંતભાઇ સૂચક, મહેન્દ્રભાઇ ચૌહાણે ઓનલાઇન ઝૂમ કાર્યક્રમની શરૂઆત કરતાં સ્થાનિક સમાજના ભાઇ-બહેનો વડીલો સાથે અમેરિકા તથા કેનેડાથી પણ દર્શકો જોડાયા હતા.

    અમેરિકામાં જયાં જયાં વસે ગુજર

    ગયા વીકે આપણે ગુજરાતથી વાયા લંડન થઇને અમેરિકા જતા ગુજરાતીઓને મળ્યા. હવે આપણે અમેરિકાના ખૂણે ખૂણે સ્થાયી થયેલા આપણા ગુજરાતીઓને મળીએ, ત્યાનાં એમના વેપાર-વ્યવસાયોને અને રહેણીકરણીને જાણીએ એ પહેલાં આપણે અમેરિકામાં આપણે ઇન્ડિયનોએ કાયમી વસવાટ માટે કેવી રીતે એન્ટ્રી લીધી એનો ઇતિહાસ જાણીએ.

    વીર કવિ નર્મદની અવિસ્મરણીય સ્

    શુક્રવાર ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ની સુહાની બપોર સાહિત્યપ્રેમીઓ માટે ચીર-સ્મરણીય બની રહી. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ વીર નર્મદની ૧૩૫મી પુણ્યતિથિ નિમિત્તે "ગુજરાત સમાચાર" અને એશિયન વોઇસ"ના ઉપક્રમે યોજાયેલ વીર નર્મદ સ્મરણાંજલિ સભાનું સંચાલન જાણીતા રેડિયો એન્કર, આપણા ગુજરાત સમાચારની "અજવાળું અજવાળું "કોલમના લેખક અને વક્તા શ્રી તુષાર જોષીએ એમની આગવી અદાથી કરી શ્રોતાજનોના દિલ જીતી લીધાં હતાં.

    ભારતીય પરિપ્રેક્ષ્યમાં કોવિડ-૧૯ પછીના વિશ્વમાં રાજનીતિની નવકલ્પના

    આપણે કેવિડ-૧૯ મહામારીને પાછળ છોડી દેવાની આશા સાથે ૨૦૨૧માં પ્રવેશ કર્યો છે. દરેક સમાજે આગવી રીતે તેનો સામનો કર્યો છે ત્યારે વૈશ્વિક રાજનીતિ-કૂટનીતિ ચોક્કસપણે એકસમાન ચિંતાઓ અને સાથે હાંસલ કરેલા બોધપાઠ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમાંની મોટા ભાગની બાબતો ગ્લોબલાઈઝેશન-વૈશ્વિકીકરણના સ્વભાવની આસપાસ ફરતી રહી છે. આપણી પેઢીને તેની બાબતોમાં મુખ્યત્વે આર્થિક પાસાઓ વિશે વિચાર કરવાની આદત પડેલી છે. સામાન્ય લાગણી વેપાર, ફાઈનાન્સ, સર્વિસીસ, કોમ્યુનિકેશન, ટેકનોલોજી અને મોબિલિટી-હેરફેર વિશેની જ રહે છે. આનાથી, આપણા યુગની પરસ્પર આધાર અને પરસ્પર પગપેસારા વિશે જાણવા મળે છે. ખરેખર તો COVIDના પરિણામે, આપણા અસ્તિત્વની ઊંડી અવિભાજ્યતા બહાર આવી છે. વાસ્તવિક ગ્લોબલાઈઝેશન તો મહામારીઓ, ક્લાઈમેટ ચેન્જ અને ટેરરિઝમથી પણ કઈંક વિશેષ છે. આ બાબત આપણા રાજદ્વારી ચર્ચાવિચારણાના કેન્દ્રરુપ રહેવી જોઈએ. આપણે ૨૦૨૦માં નિહાળ્યું તેમ આવા પડકારોને નજરઅંદાજ કરવાથી ભારે કિંમત ચુકવવાની થાય છે.

    ભારત અને યુકેઃ મજબૂત આર્થિક ભાગીદારો

    ગ્રાન્ટ થોર્નટન ભારત (GTB) દ્વારા તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સાથે મળીને અને યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના સહયોગથી ‘બ્રિટન મીટ્સ ઈન્ડિયા (BMI)’ રિપોર્ટ લોન્ચ કરાયો છે. BMI રિપોર્ટમાં ભારતીય અર્થતંત્રમાં રેવન્યુ, વિકાસ અને રોજગારીના ક્ષેત્રે અનન્ય-ગણનાપાત્ર યોગદાન આપી રહેલી સૌથી મોટી અને ઝડપથી વૃદ્ધ કરતી યુકેની કંપનીઓ તેમજ ભારતમાં કાર્યરત યુકે કંપનીઓ, તેમની ભૌગોલિક પસંદગીઓ, સેક્ટર્સ અને ભારતીય અર્થતંત્ર પર તેમની અસરની ઓળખ કરાઈ છે.

    ગુજરાત સમાચારે બીજી માતા સાથે સંપર્ક કરાવ્યો!

    તમે જાણો જ છો કે હું એશિયન વોઈસ માટે લેખ લખતો રહ્યો છું. મોટા ભાગે આ આર્ટિકલ્સના ગુજરાતી અનુવાદ ગુજરાત સમાચારમાં પણ પ્રસિદ્ધ થાય છે. આ અનુવાદો માટે હું કોઈ યશ લેવા માગતો નથી!

    ‘કેટલી મહેનતથી બનાવી હશે આ વસ્તુઓ!!!...’ ‘ગામડાની બહેનો દ્વારા તૈયાર થયલા હસ્તકલાના નમુનાઓ મહાનગરોના ઘરોની શોભા વધારી રહ્યા છે એનો આનંદ છે...’ ‘હસ્તકલા આપણા રોજિંદા જીવનના ઉત્સવો-અવસરો-ધાર્મિક વિધિવિધાનો સાથે જોડાયેલી છે.’ ‘એક સ્ત્રી હસ્તકલાના માધ્યમ દ્વારા આત્મનિર્ભર બને છે, તો સરવાળે એક ઘર, એક ગામને એમ એક રાષ્ટ્ર આત્મનિર્ભર બને છે...’ આવા આવા સરસ અને ભાવપૂર્ણ વાક્યો સાંભળ્યા એક મેળામાં. આ મેળો યોજાયો હતો અમદાવાદના રિવરફ્રન્ટ પર.