વિવિધા

No

Block: Site: Subtree Block

    અવલોકન શક્તિ અંગે શાળામાં એક પાઠ ભણેલા. એક મુલ્લાને અવલોકન કરવાની ટેવ. આસપાસ બનતી ઘટનાઓનું અવલોકન સારી રીતે કરે. એક વખત કોઈ વ્યાપારીનો ઊંટ ખોવાઈ ગયો અને તેણે ઊંટ શોધતા શોધતા મુલ્લાને પૂછ્યું કે શું તમે મારો ઊંટ જોયો છે? મુલ્લા પૂછે છે કે શું ઊંટની એક તરફ ઘઉં અને બીજી તરફ મધ લાદેલા હતા? વેપારી તરત હા કહે છે. શું ઊંટનો એક દાંત પડેલો હતો અને શું તે એક પગે લંગડો હતો? વેપારી કહે છે હા, તે જ મારો ઊંટ છે. બોલો મુલ્લાજી તમે ક્યાં જોયો એ ઊંટને? મુલ્લા કહે મેં તો ઊંટને જોયો જ નથી. વેપારી એ ધારી લીધું કે જરૂર આ મુલ્લાએ મારો ઊંટ જોયો છે પરંતુ તેના પર લાદેલા માલસામાનની લાલચે મને કહેતો નથી. તેણે રાજાના દરબારમાં ફરિયાદ કરી. મુલ્લાને દરબારમાં બોલાવવામાં આવ્યો અને પૂછપરછ થઇ. મુલ્લાએ વેપારીને કહેલું તે બધું જ દરબારમાં કહ્યું પણ એ પણ કહ્યું કે તેણે ઊંટ જોયો જ નથી.

    કયા હોતી હૈ યે પ્રેમકહાની, એ ના

    એક જમાનામાં લગભગ અડધી દુનિયા પર બ્રિટીશ રાજની આણ વર્તાતી હતી. એ બ્રિટનની શાખ અને શાન આજેય જગતભરના લોકમાનસ પર છવાયેલી છે એટલે આજેય બ્રિટન ફરવા આવનારા સહેલાણીઓ બ્રિટીશ શાહી ઠાઠની ઝલક નિહાળવા બકિંગહામ, વિન્ડસરકાસલ, કેન્સીંગ્ટન ઇત્યાદિ સ્થળોએ અચૂક જાય છે. બ્રિટીશ નાગરિકો એમના રાષ્ટ્રગાનમાં "ગોડ સેવ ધ કવીન" ગાઇને શાહી પરિવારનાં મહારાણીને ઇશ્વર સુરક્ષિત રાખે એવી શુભકામના કરે છે. બ્રિટીશ પ્રજાજનો માટે સર્વોત્તમ ગણાય એ મહારાણી અને એમના શાહી પરિવાર પર જાણે વિવાદનું વાવાઝોડું ત્રાટક્યુ હોય એવું લાગે.

    વિશ્વના તમામ ક્ષેત્રોમાં નારીશક્તિનો દબદબો

    આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. દરેક સમાજને વિકાસ સાધવા, આગળ વધવા નારીઊર્જાની જરુર પડે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સ્ત્રીઓ દ્વારા ભજવાતી મહત્ત્વની ભૂમિકાની કદર કરવાની તક પૂરી પાડે છે. ભારતમાં સ્ત્રીઓ યુગોથી સમાજમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવતી આવી છે. પ્રાચીન ભારતીય ડહાપણ અને તત્વજ્ઞાન ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષી નારીઓનાં જ્ઞાનથી સમૃદ્ધ થયાં હતાં. પ્રાચીન સંસ્કૃત ભાષાના કેટલાક ઋગવેદી શ્લોક -ઋચાઓની રચના પણ મૈત્રેયી દ્વારા કરાયેલી છે. નારી દાર્શનિકો તેમના પુરુષ સમકક્ષો સાથે ગહન ચર્ચાઓ પણ કરતી હતી અને મોટા ભાગે વિજેતા પણ બનતી હતી. મધ્યયુગીન અને અર્વાચીન ભારતીય ઈતિહાસમાં તત્વજ્ઞાનના વ્યાપક ફલક પર સ્ત્રીઓની અમૂલ્ય ઉપસ્થિતિ રહી છે.

    ‘દાંડી કૂચ મારા માટે અમરનાથ, બ

    સ્વતંત્રતા આંદોલનનો પાયો જે દાંડી યાત્રાથી નંખાયો હતો, તેની જ ૯૧મી વર્ષગાંઠે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ થયો છે. દેશની આઝાદી મળ્યાને ૭૫ અઠવાડિયા પછી ૭૫ વર્ષ પૂરા થઇ રહ્યા છે તે પ્રસંગે ૭૫ અઠવાડિયા એટલે કે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ સુધી દર સપ્તાહે એક કાર્યક્રમ યોજાશે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીનો આરંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી શરૂ કરાવ્યો છે.

    તર્ક અને લાગણીને કોઈ સંબંધ ખરો? આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ તે શું તર્ક આધારિત હોય છે? જેમ કે આપણે કોઈ પર ગુસ્સો કરીએ, તો શું તે તર્ક આધારિત હોય છે? આપણે કોઈને પસંદ કે ના પસંદ કરીએ તો તેની પાછળ કોઈ લોજીક હોય છે?

    મારી નજર સામે એ દૃશ્ય તાદૃશ્ય થઈ રહ્યા છે જ્યારે મારી ઉંમર ત્રણ-ચાર વર્ષની હતી ત્યારે પપ્પાએ રેડિયો બનાવડાવ્યો હતો ૧૯૬૫-૬૬માં. એ પછી રેડિયો આજ સુધી સાંભળું છું. ઘરમાં જૂનું ગ્રામોફોન હતું, જે આજે પણ છે. ટેપરેકોર્ડર હતા... ઓછામાં ઓછી ૧૨૦૦થી વધુ કેસેટ્સ હતી. એક લાઇબ્રેરી હતી, જેમાં પછીથી ૫૦૦થી વધુ ઓડિયો-વીડિયો સીડી ઉમેરાતી ગઈ... કથા - કીર્તન - ભજન - કાવ્યસંગીત - ફિલ્મસંગીત ને ગઝલ... કેટકેટલા અણમોલ ખજાનો હવે એ જ સંગીત કે શબ્દો આધુનિક માધ્યમોના સહારે સાંભળવા મળે છે. કેસેટ ટેપના જનક ડચનિવાસી લાઉ ઓટેંસનું હમણાં અવસાન થયું ને આ બધું સહજ સ્મરણ થયું. કોમ્પેક્ટ ડિસ્ક બનાવવામાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. એમનું વિજ્ઞાનના માધ્યમથી એક જ લક્ષ હતું કે પોર્ટેબલ અને ઉપયોગમાં સરળ એવા સાધન વિકસાવવા અને એમાં તેઓ સફળ થયા.

    ૬૧ વર્ષના ડોસાની ૨૪૧ માઈલની દા...

    ગુજરાત જેને માટે સદાય ગૌરવ લઈ શકે તેવી ૧૯૩૦ની મહાત્મા ગાંધીની દાંડીકૂચની લડતને ૧૨મી માર્ચના રોજ ૯૦ વર્ષ થયા છે. ૧૯૨૮ની સરદાર પટેલની બારડોલી સત્યાગ્રહની લડત બાદ ૧૯૩૦ની દાંડીકૂચની લડતે ભારત અને ગુજરાતને તે સમયે વિશ્વમંચ પર મૂકીને ગૌરવ અપાવ્યું, તેની સાથે સાથે આઝાદીની લડતને પદ્ધતિસરનો રાષ્ટ્રવ્યાપી વેગ મળ્યો ને તેના પડઘા દુનિયાભરમાં પડયા. સમગ્ર જગતનું ધ્યાન ભારતની પ્રજાની આઝાદીની આશા કે આકાંક્ષા તરફ ખેંચાયું. ૬૧ના ડોસાએ મોક્ષ ને મુક્તિ મેળવવા તાલાવેલી જાગે તે ઉંમરે મીઠાના નમક સત્યાગ્રહ થકી દેશની પ્રજામાં પ્રાણ પૂર્યા.

    દાંડીકૂચમાં ગાંધીજી સાથે દેશના જુદા જુદા ભાગો, પ્રાંતના કુલ ૭૯ સ્વયંસેવકો જોડાયા હતા, જે પૈકી મોટાભાગનાની ઉંમર ૨૦થી ૩૦ વર્ષની હતી. કૂચ આગળ વધતી રહી તેમ માર્ગમાં હજારો ભારતીયો કૂચમાં જોડાતા ગયા હતા, પરંતુ આ સૂચિ કૂચ દરમિયાન આરંભથી અંત સુધી ગાંધીજીની સાથે રહેલા સ્વયંસેવકોની છે.

    ‘દાંડી કૂચ મારા માટે અમરનાથ, બ

    સ્વતંત્રતા આંદોલનનો પાયો જે દાંડી યાત્રાથી નંખાયો હતો, તેની જ ૯૧મી વર્ષગાંઠે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ થયો છે. દેશની આઝાદી મળ્યાને ૭૫ અઠવાડિયા પછી ૭૫ વર્ષ પૂરા થઇ રહ્યા છે તે પ્રસંગે ૭૫ અઠવાડિયા એટલે કે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ સુધી દર સપ્તાહે એક કાર્યક્રમ યોજાશે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીનો આરંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી શરૂ કરાવ્યો છે.