મારા પિતા રાજેન્દ્ર દેવ શુક્લા ૨૦ માર્ચની સવારે નિદ્રામાંથી ઉઠ્યા જ નહિ. તેઓ રાત્રિ દરમિયાન જ અનંતયાત્રાએ ચાલી નીકળ્યા હતા. દેહત્યાગનો સમય નિશ્ચિત કરી લીધો હોય તેમ પોતાના પરિવારજનો સાથે જ હોય તેવી ચોકસાઈ રાખીને તેઓ શાંતિપૂર્વક ચાલી નીકળ્યા હતા.
વિવિધા
Block: Site: Subtree Block
સંદર્ભઃ ૧૯૭૧નો બંગાળી હિન્દુઓનો નરસંહાર
વહાલા વડા પ્રધાન,
હું આપને આ પત્ર દિલને સૌથી વધુ આઘાત પહોંચાડનારી માનવીય આપદાઓમાં અને ૨૦મી સદીમાં માનવતા વિરુદ્ધ અપરાધોમાં એક ‘બંગાળી હિન્દુઓના નરસંહાર’ વિશે સ્પષ્ટપણે દર્શાવવા લખી રહ્યો છું. આ વર્ષે, ૨૦૨૧ની ૨૫ માર્ચે પાકિસ્તાન સરકાર દ્વારા આચરાયેલા અતિ ઘૃણાસ્પદ નરસંહારના આરંભની ૫૦મી વર્ષગાંઠ છે. આ તારીખે પાકિસ્તાન સરકારે તત્કાલીન પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકામાં ‘ઓપરેશન સર્ચલાઈટ’ નામે લશ્કરી કાર્યવાહી શરુ કરી હતી. આ લક્ષ્યાંકિત હુમલાએ બંગાળી હિન્દુ વસ્તી પર નિર્દય હત્યાકાંડને છૂટો દોર આપી દીધો હતો જેના પગલે હજારો લોકોની કત્લેઆમ કરવામાં આવી હતી.
‘જોરદાર મેસેજ, પોતાના કામથી જ દુનિયાને જવાબ આપવાની અદભૂત કાર્યશૈલી...’ કોઈકે કહ્યું. ‘રીઅલી, હાર્ટ વિનીંગ મોમેન્ટ્સ અને હાર્ટ વિનીંગ ફોટો...’ બીજાએ ઉમેર્યું. ‘જીવનમાં શ્રેષ્ઠ ગુણોનું પ્રતિબિંબ ક્રિકેટમાં સમાયેલું છે એની પ્રતિતી થઈ....’ ત્રીજાએ વાત મૂકી. ક્રિકેટરસિક મિત્રો મેચ પુરી થયા પછી, મેદાન પરનું એક દૃશ્ય જોઈને ચા-નાસ્તો કરતા કરતા વાતો કરી રહ્યા હતા ને આવા વાક્યો સંભળાયા હતા.
ગીતાનો બીજો અધ્યાય ‘સાંખ્યયોગ’ કદાચ ભગવદ્ ગીતાનો સૌથી સ્પષ્ટ મર્યાદા આંકતો અધ્યાય છે જેમાં આપણે કોણ છીએ તેમજ જીવન અને મૃત્યુ સંદર્ભે સ્પષ્ટ ઉત્તર અપાયા છે. અન્ય ધર્મો વિશે હું જે જાણું છું તેના હિસાબે ગીતાજી આપણા જન્મ અને આપણે જ્યારે આ વિશ્વ છોડી જઈએ ત્યારે શું થાય છે તેના વિશે સુસ્પષ્ટ સમજ પુરી પાડે છે.
કોરોના મહામારી કાળની આ બીજી હોળી આવી અને ચાલી પણ ગઈ. મહામારીની પરિસ્થિતિને સંબંધ છે ત્યાં સુધી આપણે સહુ હજુ અવરોધોને પાર કરી ગયા નથી ત્યારે ઉત્સવની ઉજવણીઓ સાદગીપૂર્ણ રહી છે. ગત વર્ષે આ સમયે, આપણે આ મહામારીના પ્રકોપના પ્રમાણને હજુ નાણી રહ્યા હતા. આ મહામારીની વૈશ્વિક અસર કેવી હશે તે હજુ આપણે જાણી શક્યા નથી. ગત એક વર્ષ દરમિયાન આપણે વિશ્વના એક ભાગથી બીજા ભાગ તરફ પ્રસરતા આ રોગનો ચડાવઉતાર નિહાળ્યો છે. તે ખતમ થઈ ગયો હોવાનું જણાય ત્યાં તો તે સપાટીની તળે ઉછળતો પણ લાગે. આ વૈશ્વિકીકરણના યુગના વાયરસ કદી ઘણો દૂર હોય તેમ લાગ્યું જ નથી.
ગયા સપ્તાહે વોટ્સઅપમાં આવતાં ગતકડાંમાં એક ભૂતકાળ તાજી કરાવતો ટૂંકો માર્મિક લેખ "ગામડાની વિસરાતી પરંપરા "પંગત" વાંચવા મળ્યો. એ વાંચતાની સાથે અમારું મન પણ વતનમાં પંગતમાં બેસીને માણેલી મીઠી યાદો તાજી કરવા લાગ્યું. આ...હા..હા..હા પંગતમાં બેસીને જમવાની કેવી મોજ આવતી. વાંચક વડીલો, માતાઓ, ભાઇ-બહેનો તમે ભલે આફ્રિકા જન્મ્યા, ઉછર્યા હોવ પણ જીવનમાં તમેય તમારા વતન જઇને કોઇના શુભ-અશુભ પ્રસંગે પંગતમાં બેસીને જમ્યા તો હશો જ.
કેટલીયવાર જીવનમાં આપણે અસલામતી અને ઈનસિક્યુરિટી અનુભવીએ છીએ અને તેનું કારણ એ હોય છે કે બીજું કોઈ આપણા કરતા આગળ નીકળી ગયું હોય છે અથવા તો નીકળી જવાનો ડર હોય છે. ક્યારેક આપણે ઈચ્છી હોય તેવી પરિસ્થિતિ ન સર્જાય, ધાર્યું પરિણામ ન મળે, પરિવાર કે ઓફિસમાં આપણી અપેક્ષા પ્રમાણે ન ચાલતું હોય ત્યારે આવી ઈનસિક્યુરિટી ઉભી થાય છે. આ અસલામતીને કારણે આપણને ઇંટિમિડેશન - ડર, ધાકધમકી જેવો અનુભવ થાય છે. આવા ઈનસિક્યુરિટી અને ઇંટિમિડેશનથી આપણી રાતની ઊંઘ ઉડી જાય, આપણી માનસિક શાંતિ ખોરવાય જાય અને આપણે કોઈક રીતે નાસીપાસ થઈએ, નિરાશ થઈએ તેવું ઘણી વાર બનતું હોય છે.
મહાશક્તિ, મા જગદંબાની પૂજા-આરાધના કરતી ચૈત્રી નવરાત્રિ ચૈત્ર સુદ એકમ, તા.૧૩ એપ્રિલ, મંગળવારે શરૂ થશે. ચૈત્ર સુદ પડવાને દિવસે મરાઠી અને કોંકણી હિન્દુઓનું નવું વર્ષ શરૂ થાય એ દિવસે મહારાષ્ટ્ર અને ગોવામાં ગૂડી પડવાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ચૈત્ર નવરાત્રિમાં નવાન્હ પારાયણ યોજાય છે અને નોમના દિવસે ભગવાન શ્રી રામચંદ્રનો જન્મોત્સવ દુનિયાભરના હિન્દુઓ રંગેચંગે ઉજવતા હોય છે. આસો મહિનાની શરદ નવરાત્રિમાં મા જગદંબાના ગરબા ને ગુણલા ગાઇ પૂજા, અર્ચના કરી સવિશેષ નવરાત્રિની ઉજવણી થાય છે એ જ રીતે વસંત ઋતુમાં પણ ચૈત્ર નવરાત્રિની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
‘હું ને તારી મામી, અમારા ઘરના ફ્લેટની ગેલેરીમાં બેઠા બેઠા હીંચકે ઝુલતા ઝુલતા સરસ મજાની વાર્તા કરતા હતા, અને તારી મામીએ મને જે વાતો કહી ને....’ આટલું કહેતા કહેતા નવીનમામાની આંખો સહજ પ્રેમથી ભીની થઈ ગઈ. વાત મારા મામી, ચંદ્રિકાબેન રાજ્યગુરૂ અને મામા નવીનભાઈ રાજ્યગુરૂના પ્રેમાળ દાંમ્પત્યજીવનની અને જીવનની અર્થપૂર્ણ સમજણની છે. ગત વર્ષે એકાદ દિવસની ટૂંકી બીમારીમાં ચંદ્રિકામામીનું અવસાન થયું. કોરોનાની પરિસ્થિતિ હળવી થતા જ્યારે ભાવનગર જઈને મામાને અને પરિવારને મળવાનું થયું ત્યારે મામાએ લેખના આરંભે લખેલા શબ્દો કહ્યાને ઉમેર્યું કે તારી મામીએ સાવ અચાનક, કોઈ સંદર્ભ વિના મારો હાથ હાથમાં લઈને અત્યંત પ્રેમાળસ્વરે કીધું કે ‘મેં તમારી પાસે હક્કથી - જીદથી અને દાદાગીરીથી કેટલીક વસ્તુઓ મારી માટે લીધી છે, માંગી છે. તમે બધી જ વસ્તુઓ વિના વિલંબે આપી છે. તમને કદાચ એમ થતું હશે કે આ બધી વસ્તુ મેં જીદથી માંગી છે પણ તમે મારાથી ઉંમરમાં મોટા છો એટલે મેં લાડથી માંગી છે તમે લાડથી માંગેલી બધી માંગણીઓ પૂરી કરી છે એનો મને સંતોષ પણ છે અને અભિમાન પણ છે.’
આ સપ્તાહની શરૂઆતથી રેસ્ટોરન્ટ, પબ, જિમ અને એવી બીજી સેવાઓ શરૂ થઇ ગઈ. સોમવારથી જ રસ્તામાં ચાલતા બંને બાજુની પગદંડીઓ પર રેસ્ટોરન્ટ્સની બહાર ખાણીપીણીના ટેબલ-ખુરસીઓ ગોઠવાઈ ગયા હતા. પબની બહાર લોકો બિયરના મગ લઈને મિત્રો સાથે જોવા મળ્યા. લોકોમાં ઉત્સાહ અને આશા દેખાઈ રહ્યા હતા. રસીકરણ સારી રીતે ચાલ્યું અને તબક્કાવાર ખોલવામાં આવેલા લોકડાઉનને સરકારે ઉલટાવી ન શકાય તેવું - અફર ગણાવ્યું હોવાથી હવે કદાચ લોકોમાં ડર ઘટ્યો છે. ખાસ કરીને મોટી ઉંમરના કે નબળી તબિયત વાળા લોકોને સૌને રસીના એક-એક ડોઝ (કેટલાકને તો બે ડોઝ) મળી ગયા હોવાથી હવે ચિંતા ઓછી થઇ ગઈ છે. આવા આશાભર્યા માહોલમાં જીવવાની તક ફરીથી એક વાર મળી છે તો તેને સાંભળીને વાપરીએ, લાપરવાહી ન વર્તીએ અને માસ્ક તથા સોશ્યિલ ડિસ્ટન્સિંગ દ્વારા સુરક્ષિત રહીએ તે પણ જરૂરી છે. ભારતમાં તો કોરોનાના કેસ રાફડામાંથી કીડિયારું નીકળે તેમ વધી રહ્યા છે અને તેને કારણે સ્થિતિ કથળી ગઈ છે. લોકોમાં ફરીથી ભય પેઠો છે અને સરકારે પણ કેટલાય સ્થળોએ રાત્રી કરફ્યુ, મેળાવડા પર પ્રતિબંધ અને એવા બીજા કેટલાક નિયમો લાગુ કર્યા છે. સ્થિતિ ફરીથી કાબુમાં લેવા પુરા પ્રયત્નો થઇ રહ્યા છે અને આશા રાખીએ કે જલ્દીથી બધું સારું થઇ જાય.
