વિવિધા

No

Block: Site: Subtree Block

    નિકલો ના બેનકાબ.... જમાના ખરાબ હ

    વિશ્વભરના માનવ જગત માટે ૨૦૨૦ એવું ખોફનાક રહ્યું જે ભવિષ્યમાં ભાગ્યે જ ભૂલી શકાશે. આ કોરોના મહામારીને કારણે જીવનમાં ઉથલપાથલ મચી ગઇ. આ જીવલેણ વાયરસથી દોડતી જિંદગી અટકી ગઇ, પૃથ્વી પર કોરોના નામના ભયાનક રાક્ષસે લાખ્ખોના જીવ લીધા, કરોડોને બરબાદ કરી નાખ્યા. સરકારી લોકડાઉનને કારણે સમાજીક જીવનમાં પરિવર્તન જોવા મળ્યું. લોકો વચ્ચે શારીરિક અંતર વધી ગયું. એકબીજાનો સ્પર્શ જાણે ડરાવનો બની ગયો. બહારની દુનિયામાં કોઇની સાથે આકસ્મિક સ્પર્શ તરત ધોઇ નાખવા જેવો થઇ ગયો. ભગવાનશ્રી રામચંદ્રજીએ ૧૪ વર્ષ વનવાસ ભોગવ્યો હતો એમ આપણે સૌ યુ.કે.વાસીઓએ લોકડાઉનમાં ૧૪ મહિના (જે ૧૪ વર્ષ જેવા) ભોગવ્યા એ કયારેય નહિ ભૂલાય. 

    જ્ઞાનવાપી મસ્જિદઃ કાશીમાં મં

    વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મંદિરના અવશેષ શોધવા માટે સિવિલ કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ને આદેશ આપ્યા પછી મંદિર-મસ્જિદ વિવાદ ફરી ચર્ચામાં છે. કોર્ટના આ આદેશ સાથે હવે આ વિવાદને કાનૂની માન્યતા મળી ગઈ છે. જોકે, સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને જ્ઞાનવાપી મસ્જિદનું મેનેજમેન્ટ આ આદેશને હાઈ કોર્ટમાં પડકારવાના છે.

    હવે તો જાગો, ઉઠો, ઓ ભારતવાસીઓ

    ઐતિહાસિક ભારત ભૂમિ ક્યાં સુધી વિસ્તૃત હતી તેને ઈતિહાસવિદો અને ઈન્ડિક (સનાતન) ધર્મને અનુસરતા લોકો પણ ઘણી વખત નજરઅંદાજ કરતા રહે છે. ભારતવર્ષ આજની સરખામણીએ પાંચ ગણાથી વધુ વિસ્તારનું બનેલું હતું. તમે જરા વિચારો, પાંચ ગણો વિસ્તાર એટલે કે આપણા તમામ વર્તમાન પાડોશી દેશો આપણા શાંતિપૂર્ણ રાષ્ટ્રનો એક હિસ્સો જ હતા.

    પ્રિન્સ ફિલિપના આત્માની શાશ્વત શાંતિ અર્થે પ્રાર્થના

    હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાનું ૯ એપ્રિલ, ૨૦૨૧ની સવારે વિન્ડસર કેસલ ખાતે અવસાન થયું છે. તેઓ પોતાની ૧૦૦મી વર્ષગાંઠના બે મહિના અગાઉ જ અવસાન પામ્યા. તેઓ ક્વીન એલિઝાબેથના પતિ તરીકે બ્રિટિશ શાહી પરિવારના સભ્ય અને બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબો સમય સેવારત રોયલ કોન્સોર્ટ હતા.

    ગુજરાત એટલે દેવસ્થાનો અને ધર્

    ગુજરાતી લોકો યુકેમાં આવીને વસ્યા તેમ છતાંય તેમનો સંબંધ ગુજરાત સાથે જળવાઈ રહ્યો છે. તેઓ અવારનવાર ગુજરાતના ચક્કર લગાવતા હોય છે. કેટલાક લોકોના તો પરિવાર હજુ પણ ત્યાં વસે છે અને બીજા કેટલાકે ત્યાં ઘર-જમીન લઇ રાખ્યા છે. ગુજરાતની એક ખાસિયત આજે નોંધવી છે. તે ખાસિયત એટલે સૌને પોતીકા બનાવી લેવાની, અપનાવી લેવાની અને જે ત્યાં આવે તેને મોહી લેવાની ખાસિયત. ગુજરાતની કલા, સંસ્કૃતિ અને ધરતીમાં એવું કૈંક છે કે તેની હવામાં શ્વાસ ભરે તે ક્યારેય ભૂલે નહિ. આ ગુજરાત એટલે દેવસ્થાનો અને ધર્મની ભૂમિ છે. આમ તો ગુજરાતને લોકો વેપારીઓનો પ્રદેશ ગણાવે છે તે ખરું પણ આ વેપારીઓ ધર્મભીરુ અને કુદરતમાં માનનારા છે.

    ‘ફરી એક વાર ભાવનગર રોટરી ક્લબમાં તમને પ્રવચન આપવાનું ફાવશે?’ રોટરી ક્લબની પ્રોગ્રામ કમિટીના રીનાબહેને ફોનમાં પૂછ્યું. હા પાડી. ક્લબની અઠવાડિક મિટીંગમાં વર્ચ્યુઅલ પ્રવચન ગોઠવાયું. ‘વિષય તમે સૂચવો...’ મેં કહ્યું. પછીથી ત્રણ-ચાર વિષય પર ચર્ચા કરીને ‘સમયને સાચવીએ’ વિષય પર વાતો કરી. ઝૂમ મીટીંગમાં ઉપસ્થિત દેશ-વિદેશના મિત્રોને વાતો ગમી, રાજી થયા એટલે હું પણ રાજી. ત્યાં જે વાતો ન કરી, સમયના અભાવે, તે આજે અહીં લખવાનું મન થયું છે. સમયને સાચવવો પડે કારણ કે એને ન સાચવનારને સમય પણ ક્યારેય નથી સાચવતો.

    ‘અમારે ત્યાં સમાજના કોઈપણ જરૂરીયાતમંદને, પછી એ કોરોના પેશન્ટ હોય કે એના પરિવારજન, વિના મૂલ્યે ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે...’ ‘અમારી સોસાયટીના યુવાનો કોરોના પેશન્ટ હોય એ ઘરોની તમામ કાળજી લઈએ છીએ.’ આવા આવા વાક્યો આજકાલ આપણને વાંચવા કે સાંભળવા મળે છે. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને સવા વરસથી અજગરની જેમ ભરડો લીધો છે. માનવમાત્ર પોતપોતાની રીતે એની સામે ટકી રહેવા મથી રહ્યો છે. આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ થઈ ગઈ છે. કોઈએ કલ્પના પણ કરી ન હતી એવી સ્થિતિ આવી છે. પૈસા અને ઓળખાણ પણ કામ નથી આવતા એવા સંજોગોમાં પણ માણસમાં રહેલી માણસાઈ ઉજાગર થઈ રહી છે.

    રોજિંદા જીવનમાં નાની-મોટી બાબતોમાં ઉપયોગી હોમ ટિપ્સ... 

    નવું પ્રયાણ કરવામાં આપણે કેટલો સંકોચ કરીએ છીએ. પહેલું પગલું ભરવું હંમેશા મુશ્કેલ હોય છે અને તેમાં મુશ્કેલી ડગલું ભરવાની નહિ પરંતુ તેનો નિર્ણય લેવાની હોય છે. ક્ષમતા હોવા છતાં નિશ્ચય કરવામાં જે અવઢવ થાય છે તેણે કારણે ઘણી વાર બસ છૂટી જાય છે. બસ છૂટી જવાનો અર્થ ખરેખર ચાર પૈડાં વાળી બસ નહિ પરંતુ જિંદગીમાં નવી સફરની શરૂઆત. કેટલીય વાર વિચારીએ કે હવે તો એક નવી દિશામાં આગળ વધવું છે, પરંતુ એટલા તો વિચારો મનમાં આવે છે કે આખરે નિર્ણય કરી શકાતો નથી. કેવા કેવા પ્રશ્નો આપણને નવું પ્રયાણ કરતા ક્યાં કારણો આપણને રોકે છે તે જાણીએ.

    કરો ખમૈયા કરો... મહાકાળના કાળ તમે, વિકરાળ રૂપ કાં ધરો?... કરો ખમૈયા કરો. કવિ કૃષ્ણ દવેની આ ગીત રચના હમણાં આપણા સુધી પહોંચી. આવી જ પ્રાર્થનામય રચનાઓ કવિ તુષાર શુક્લ અને અન્યોએ પણ લખી છે. એમાં સમાયેલી પ્રાર્થનાના ભાવમાં હૃદયનો ભાવ ભેળવીને અસ્તિત્વને રોજ કહું છું કે હવે ખમૈયા કરો, રક્ષા કરો. માનવ માત્રનું કલ્યાણ કરો...