વિવિધા

No

Block: Site: Subtree Block

    તન-મનની સુખાકારી માટે જરૂર છે

    સુધરેલા સુખી સમાજમાં છેલ્લા થોડાક વર્ષોથી હૃદયરોગ, મધુપ્રમેહ, મેદવૃદ્ધિ જેવા રોગોએ સ્થાન જમાવ્યું છે. એમાંથી બચવા માટે આધુનિકોએ કેટલીક ચેતવણીઓ આપી છે. જેમાંથી એક છે ચરબી ઓછી ખાવ એટલે કે, ચરબી-સ્નેહવાળા પદાર્થો ખોરાકમાં ઓછા લેવાં અને એટલે સૌની નજર પડી ઘી પર. આધુનિક આરોગ્ય શાસ્ત્રીઓને ઘીમાં વિટામીન્સ અને ઔષધીય ગુણો કરતાં ચરબી વિશેષ નજરે ચડ્યાં. આથી એના ભયસ્થાનો મોટા કરીને બતાવ્યા, જેથી સુધરેલા લોકો સાચવીને તેનો ઉપયોગ કરે છે. કોઇ વખત અમૃત જેવા ઘીથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. કે, સાવ જ તેને ખાવાનું છોડી દે છે.

    કોરોનાકાળથી કંટાળેલાની મનોદશ...

    ૨૦૨૦નું વર્ષ આપણા સૌ માટે વિષજન્ય બની રહ્યું. જો કે ૨૦૨૧ (એક વિષ)નું વર્ષે પણ જાત જાતના વાયરસથી વિષજન્ય તો રહ્યું છે જ. કોણ જાણે કયારે આ કોરોના આપણો કેડો મૂકશે!? કોરોના વાયરસ વધુ ના ફેલાય એટલે સરકારે ગયા વર્ષથી લોકડાઉન જાહેર કરી આપણને સૌને ઘરમાં જ રહેવા તાકીદ કરી હતી. આપણે પણ કોરોનાના ભરડામાં ના આવી જઇએ એટલે સર્વ વ્યવહાર, તહેવાર ને મેળમિલાપને ત્યાગી ઘરની ચાર દિવાલોમાં પૂરાઇ ગયા. એ કોરોનાકાળમાં સ્ત્રીઓને જોબ અને ઘર-કુટુંબની બેવડી ભૂમિકા નિભાવતાં “નવ નેજાં થયાં”.

    સુભદ્રાબહેન સુરેશચંદ્ર જોશી :...

    સુભદ્રાબહેન જોશી, નામ જાણીતું નથી અને ફોટા પણ ક્યાંય છપાયા નથી, પરંતુ તેમનું કામ બોલે છે. જન્મ જામજોધપુરમાં ૧૯૩૫ થયો, રાણાવાવમાં મામાના ઘરથી ધોરાજી, પિતા હિંમતલાલ છોટાલાલ જાની પાસે જતા રસ્તામાં જ તેમનો જન્મ થયો.

    “If you act F.A.S.T, then there is more chance of a good recovery”...

    The Hindu Council UK, South Asian Health Action, South Asian Health Foundation and British Sikh Nurses are supporting the Act F.A.S.T campaign to raise awareness of stroke within South Asian communities. This Public Health England campaign is also supported by the Stroke Association.

    ‘ધ ગ્રેટેસ્ટ શો મેન’ તરીકે ઓળખાતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા રાજ કપૂરના ઇન્ટરવ્યૂમાંની એક ક્લિપ હમણાં જોઈ. એમાં તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ વિશે વાત કરે છે. આ નાનો ઇન્ટરવ્યુ સાંભળીને હું મારા બાળપણના સમયમાં પહોંચી ગયો. નવ વર્ષની ઉંમરે ૧૯૭૧ના આરંભે ભાવનગરના બંદર રોડ પરના સિનેમામાં એક વાર મારા પપ્પા સાથે અને બીજી વાર મારા મામા સાથે આ ફિલ્મ જોઈ હતી. એ પછી પણ બે-ત્રણ વાર આ ફિલ્મ મનભરીને જોઈ છે, અને દર વખતે કોઈને કોઈ જીવનસંદેશ પ્રાપ્ત થયો છે. વર્ષોસુધી જોકરનું એક સ્ટેચ્યૂ પણ અમે ઘરમાં રાખ્યું હતું.

    પ્રારબ્‍ધને અહીંયા ગાંઠે કોણ?...

    ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રભાવી નેતા તરીકે ઉભરી આવેલા વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની સરકારે ૨૬ મે ૨૦૨૧ના રોજ સાત વર્ષ પૂર્ણ કર્યા છે. આ વેળાએ આવો આપણે નરેન્‍દ્ર મોદીના શાસનના આ સાત વર્ષની એક સંક્ષિપ્ત ઝલક જોઈએ. ૨૬ મે ૨૦૧૪ - સાંજે ૬.૧૨ કલાકે નરેન્‍દ્ર દામોદરદાસ મોદીએ દેશ-વિદેશના દિગ્‍ગ્‍જ્જો, ઔદ્યોગિક હસ્‍તીઓ, બોલિવૂડ સ્‍ટાર્સ સહિતના માધાંતાઓની ઉપસ્‍થિતિમાં દેશના ૧૫મા વડા પ્રધાન તરીકે શપથ લીધા. પ્રજાજનોની અનેક અપેક્ષાઓને નજર સામે રાખીને કાર્યભાર હાથમાં લીધો. એક પછી એક નિર્ણયો લેતા ગયા અને એને અમલમાં મૂકતા ગયા. ૮મી નવેમ્‍બર ૨૦૧૬ના રોજ કરી નોટબંધી, ૧ જુલાઈ ૨૦૧૭ના રોજથી જીએસટી અમલી કર્યું. કેટલાયને આ નિર્ણયો ના ગમ્‍યા. માત્ર ભારત જ નહિ, વિશ્વભરમાં ઉપરોક્‍ત નિર્ણયો બાબતે ચકચાર મચી, પરંતુ આ તો મોદી... અર્થતંત્રની ગાડી પાટે ચઢાવવા કઠોર નિર્ણયો અમલમાં મુકતા ગયા. જોતજોતામાં પાંચ વર્ષ પૂર્ણ થયા.

    આપણા ભારતીય ટી.વી. ચેનલો પર આવતી અનેક સિરિયલોમાં ઉત્તમ કહી શકાય એવી ઐતિહાસિક કથા રજૂ કરતી ‘‘પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ’’ જોઇ ભુતકાળની કેટલીક ક્ષણો મનમાં તાજી થતાં મન ભુતકાળ અને વર્તમાનકાળની રીતિનીતિનાં જોખાં કરવા લાગ્યું. મરાઠા સામ્રાજ્યનો સૂરજ તપતો હતો એ ૧૭૨૫માં એક નાનકડા ગામડાના ખેડૂત મુખીને ઘેર જન્મેલી નવ-દશ વર્ષની બાહોશ, બુધ્ધિકુશળ અને ઇશ્વર પર અતૂટ શ્રધ્ધા રાખનાર અહિલ્યાને પ્રથમ, નજરે જોઇને મલ્હાર રાવ હોલ્કરે પોતાના રાજકુંવર ખંડેરાવની સાથે પરણાવવાનો દ્રઢનિશ્ચય કર્યો હતો. પરંતુ ગામડાની અણઘડ, અલ્લડ છોકરી સાથે પોતાના રાજકુંવર પરણાવી જ ના શકાય એવી હઠે ચડેલી મહારાણી ગૌતમાને મહામહેનતે સમજાવી મલ્હાર રાવ પોતાના દીકરા ખંડેરાવની નામરજી છતાં આહિલ્યાને પરણાવી દેવાય છે. ગામડે પિતાને ઘેર હસતી રમતી અહિલ્યા રાજકુટુંબમાં પરણીને તો જાય છે પરંતુ એના મુક્ત જીવન ઉપર અનેક બંધનો, સાસુમાનો આકરો તાપ જોઇ ઘણી વડીલ માતાઓ અને નિવૃત્તિને આરે પહોંચેલી બહેનોને એમનો ભૂતકાળ તાજો થયો હશે એમ અમને પણ થતો હોય છે જ.

    ‘ડેડી, તમારે મિત્ર સાથે ક્યારેય ઝઘડો થાય? અબોલા થાય? ક્યાં સુધી ટકે? સાવ વાત જ ના કરો? એને મનાવો કે નહીં?’ એક વાર દીકરી એના મિત્ર જોડે ફોનમાં મીઠો ઝઘડો કરતી હતી. ઝઘડો લાંબો ચાલ્યો. મેં જરા બ્રેક મારી એટલે ‘સારું ત્યારે...’ કહીને વાત પડતી મુકી. યાદ પણ કરાવ્યું તમે અને ફઈ પણ બહુ ઝઘડતા જ ને! અને પછી એકસામટા આ પ્રશ્નો પૂછ્યા.

    શું તમે કોફી પીતી વખતે કે બીજી

    સવારે કોફી ખરીદીને ઓફિસે જવા નીકળતા લોકો કેટલીક વાર વિચાર કરતા હશે કે જે કોફીના આપણે ત્રણેક પાઉન્ડ આપીએ છીએ તે ખરેખર કેટલાની બનતી હશે? સામાન્ય રીતે સ્ટારબક્સ, કોસ્ટા, નીરો કે પ્રેટની કોફી પર ૧૦૦-૧૫૦ ટકા પ્રોફિટ હોતો હશે કેમ કે જે કોફી એકાદ પાઉન્ડમાં મેળવી જોઈએ તે અઢીથી ત્રણ પાઉન્ડમાં વેચાય છે. તો પ્રશ્ન એ થાય કે આપણે જાણીએ છીએ કે આપણી પાસેથી કોફીના વધારે પૈસા લેવાઈ રહ્યા છીએ તેમ છતાંય શા માટે આપણે કોફી ખરીદીએ છીએ અને તેના અંગે આપણને કોઈ પસ્તાવો પણ નથી થતો?

    લક્ષદ્વીપ: ૫૦૦૦ કરોડ રૂપિયાના...

    ભારતના પ્રવાસીઓ વેકેશન ગાળવા માલદિવ્સ કે મોરેશિયસ જવાનું પસંદ કરે છે પરંતુ કમનસીબી એ છે કે તેઓ લક્ષદ્વીપ જવાનું પસંદ કરતા નથી. માલદિવ્સ અને મોરેશિયસ અલગ રાષ્ટ્ર છે પરંતુ લક્ષદ્વીપ ભારતનો જ એક હિસ્સો છે. એથીયે વધુ આશ્ચર્યની વાત એ છે કે માલદિવ્સ કરતાં લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતા બેનમૂન છે.