વિવિધા

No

Block: Site: Subtree Block

    હીરા હૈ સદા કે લિયે......

    હીરો તો જેટલો સફેદ એટલો સારો અને મૂલ્યવાન... સહુ કોઇની વર્ષોથી આ માન્યતા રહી છે. અરે, એક જમાનામાં ઝવેરીઓ પણ આવું જ કહેતા, પરંતુ આધુનિક જમાનામાં - સમયના વહેવા સાથે મૂલ્યો બદલાઇ ગયા છે. ગૃહિણીઓ સાડીમાંથી સલવાર કમીઝ પહેરતી થઇ ગઇ છે અને ફેશનના નામ પર નવા-નવા અખતરા કરવા માંડી છે. આજકાલ ફેશનના બજારમાં બોલબાલા છે રંગીન હીરાઓની. 

    સારી યાદશક્તિનું સબળું પાસું

    આપણે કહીયે છીએને કે સ્ત્રીઓને તારીખ યાદ રાખવાની સારી આવડત હોય છે. તેઓ જન્મદિવસ, વેડિંગ એનિવર્સરી વગેરે બધું જ બહુ સરળતાથી યાદ રાખી શકે છે. 

    વિજય રૂપાણી સરકારના ૧૮૨૫ દિવસ

    ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજયના એવા ચોથા મુખ્ય પ્રધાન બન્યા છે કે જેઓએ શાસનકાળના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અગાઉ સૌથી લાંબુ ૧૨ વર્ષનું શાસન નરેન્દ્ર મોદીએ કર્યું છે. તેમના અગાઉ માધવસિંહ સોલંકી અને હિતેન્દ્ર દેસાઇએ પણ પાંચથી વધુ વર્ષ શાસનધૂરા સંભાળી છે. ગુજરાતની ગાદી પર શાસન કરનારા ૧૬ મુખ્ય પ્રધાન પૈકી ચાર મુખ્ય પ્રધાન એવાં છે કે જેમણે શાસનના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. વિજય રૂપાણીએ ૭મી ઓગસ્ટ ૨૦૧૬માં મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા હતા. બુધવારે - સાતમી ઓગસ્ટે તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે.

    અત્યારે વિશ્વને કોરોનાનો ભય થરથર ધ્રુજાવી અથવા ડરાવી રહ્યો છે ત્યારે આપણા કેટલાક જણ કુદરતનો કોપ પ્રગટયો કહે છે, કેટલાક કળીયુગના અંતની શરૂઆત થઇ છે એવી મનઘડત આગાહીઓ વાયરે વહેતી કરવા લાગ્યા છે. ભારતમાં તો કેટલાયે બાધાઓ-આખડીઓ રાખી બળીયાદેવ બાપજી અને શીતળામાને રીઝવવામાં પડી ગયા છે. કેટલાક કળીયુગના કોપથી બચવા યજ્ઞયાગાદિમાં લાગી પડ્યા છે. કોરોનામાં મોતને શરણ થયેલાંને સ્મશાનમાં જગ્યા નહિ મળતાં સગાં સહોદરોએ એમનાં સ્વજનોેને બારોબાર ગંગાજીમાં જ પધરાવી દીધાં જેથી મરનાર બિચારો સીધો જ કૈલાસ પહોંચે...!!

    રાની રામપાલનો જીવનસંઘર્ષઃ એક

    ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિ-ફાઈલનમાં પહોંચી છે ત્યારે ટીમની કેપ્ટન રાની રામપાલના જીવનસંઘર્ષની વિજયકહાની દરેક વ્યક્તિને પ્રેરણા પૂરી પાડે છે. હરિયાણાના શાહબાદ મારકંડાથી આવતી રાની રામપાલે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં જ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ પછી ૨૦૧૦માં માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં જ તે વિશ્વકપમાં સૌથી યુવા ખેલાડી બની ગઈ હતી. તેણે ૨૦૦૯માં એશિયા કપમાં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય હોકી ટીમમાં સેન્ટર ફોરવર્ડ રમતી રાની રામપાલે પોતાના હોકીના સપનાંને સાકાર કરવા જે સંઘર્ષનો સામનો કર્યો તેના કેટલાક અંશ...

    સમય આવ્યો છે સુગંધીદાર ફૂલોનો....

    પ્રિય વાચક મિત્રો,

    આપ સૌને ખ્યાલ હશે કે ગુજરાત સમાચારમાં ‘દાદાજીનો બગીચો’ના શીર્ષકથી મારા લેખો હું રેગ્યુલર મોકલાવતો રહેતો. તે પછી મારી આંખની તકલીફના લીધે હું ખામોશ થઈ ગયો હતો અને સારો એવો સમય પસાર થઈ ગયો. અત્યારે તો હું પહેલાની જેમ પાછો સ્વસ્થ થઈ ગયો અને ફરી મારા કામમાં પરોવાઈ ગયો. બાગવાની એક એવી હોબી છે કે તમે ક્યારેય નવરા ન પડો અને સમય એવો ભાગે કે ક્યારેય નવરાશ ન મળે. આંખની તકલીફને કારણે મેં મારા લેખન કાર્યને સ્થગિત કરી દીધું, પરંતુ રવિવારે ભાઇ શ્રી કમલ રાવના ફોન પછી મને વિચાર આવ્યો કે ફરી પેન કેમ ન પકડવી? આમેય હું શ્રી સી. બી. અને શ્રી કમલ રાવનો ઋણી તો છું અને વિચાર આવ્યો કે ફરીથી 'ગુજરાત સમાચાર'ને બાગવાનીના રંગ અને સુગંધથી ભરી દઉં.

    પુરુષાર્થ અને સંકલ્પનો સરવાળ

    રમતગમતની ઈન્ડોર કે આઉટડોર એવી કેટલીય રમતો વિશે આપણે આજકાલ વાતો સાંભળીએ છીએ. કારણ? જાપાનમાં રમાઈ રહેલી ટોક્યો ઓલિમ્પિક. કોરોના મહામારીના કારણે આ વર્ષે ઓલિમ્પિક યોજાશે કે કેમ? તે વિશે છેવટ સુધી લોકોને ઈંતેજારી હતી, પણ આખરે અહીં આ રમતોત્સવ યોજાયો અને ભારતના ખેલાડીઓએ આપણને આનંદ થાય એટલા મેડલ્સ મેળવ્યા.

    આશાવંત નર સદા સુખીઃ કોવિડ ભલે

    થોડા સમયથી પેન્ડેમિક અને કોવિડને લઈને ચિંતા ઓછી થઇ છે. લાગે છે કે વાઇરસનું સંક્રમણ ઘટ્યું છે અને તેનું જોર પણ ઓછું થયું છે. દુશ્મન નબળો થાય તેના માટે બે કારણ હોઈ શકે - એક તો દુશ્મન થાક્યો હોય, તેની તાકાત ઘટી હોય, અથવા તો તેની સામે લાડનારું આપણું સૈન્ય વધારે મજબૂત બન્યું હોય. રસીકરણ થયું છે અને તેને કારણે આપણી ઇમ્યુનિટી વધી છે. વાઇરસે પોતાની જાતને વધારે ને વધારે મજબૂત બનાવવા, રસીકરણ દ્વારા કે પહેલા જેને કોવિડ થઇ ગયો હોય તેના દ્વારા તૈયાર થયેલા એન્ટી-બોડીઝનો સામનો કરવા વાયરસે કોઈક નવી તરકીબ અજમાવવી પડે છે. આ તરકીબ એટલે મ્યુટેશન. વાઇરસ મ્યુટેટ થઈને, પરિવર્તન પામીને, નવા વેરિએન્ટ તૈયાર કરે અને નવી શક્તિ સાથે મેદાનમાં આવે છે જેથી તે એન્ટી-બોડી અને વેક્સિનને માત આપી શકે.

    ભારતને ૧૫ ઓગસ્ટની મધરાતે કેમ મ...

    ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળ તીવ્ર બની રહી હતી. બ્રિટીશ રાજની ગુલામીની બેડીમાંથી મુક્તિની માગ બુલંદ બની રહી હતી. આ દરમિયાન લાહોરમાં યોજાયેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં ઉપસ્થિત જનસમુદાયે ૨૬ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ ‘પૂર્ણ સ્વરાજ’ એટલે કે તે દિવસથી જ સ્વાતંત્ર્યનો સંકલ્પ સેવ્યો હતો. તે વખતે એવું પણ નક્કી થયું હતું કે ભારત જયારે ખરેખર આઝાદ થશે ત્યારે ૨૬ જાન્યુઆરીની તારીખ સ્વાતંત્ર્ય દિન તરીકે રાખીશું. તો પછી ૧૫ ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ કેવી રીતે બન્યો? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે...