વિવિધા

No

Block: Site: Subtree Block

    શ્રી હનુમાનજી મહારાજ પ્રિય હો... શ્રી સદગુરુ ભગવાન પ્રિય હો. હર હર મહાદેવ હર... ચાલો, હરિહર હરિહર.... ભક્તિભાવથી સમર્પિત આ શબ્દો હવામાં પ્રસરે અને ‘કૈલાસ પ્રસાદ યજ્ઞ’ સ્થળે બેથી લઇને બોંતેર વર્ષ સુધીના લોકોને, એમનું સ્વમાન અને સન્માન સાચવીને પ્રસાદ વિતરણ થાય. આ યજ્ઞ યોજાયો અમદાવાદમાં રાજપથ ક્લબની નજીક આવેલા વૈભવ બંગલોઝના નૈસર્ગિક વાતાવરણમાં. લીમડાના ઝાડની શીળી છાયામાં. અહીં રહેતા રીટાબહેન ત્રિવેદી આર્થિક અને સામાજિક વૈભવ તો પરમાત્માની કૃપાથી પામ્યા જ છે, પરંતુ એમના સદગુરુ પૂજ્ય મોરારિબાપુના આશીર્વાદ અને પ્રેરણાથી એમને સહજપણે મળ્યો છે ભક્તિ, ભજન અને ભરોસાનો વૈભવ. સંસ્કૃતિ અને સાહિત્યનો, સત્કર્મ અને સેવાનો, સૂર અને શબ્દનો, માણસાઇ અને શ્રી રામચરિત માનસ મહિમાનો, રામ મારા અંતરના આરામ... એ શબ્દોની અનુભૂતિનો વૈભવ.

    સવા મણનો સવાલઃ આપણે જાતે ખુશ ર

    ખુશ રહેવું અને ખુશ રાખવા એ બંને અલગ છે? જે વ્યક્તિ પોતે ખુશ હોય તે જ બીજાને ખુશ રાખી શકે કે પછી જે બીજાને ખુશ રાખે તે જાતે પણ ખુશ રહે છે? આજે ખુશી અને આનંદ વચ્ચે તફાવત નથી કરવો. માત્ર એટલું સમજવું છે કે જેમ આપણે કહીએ છીએ કે જ્ઞાન વહેંચવાથી વધે છે તેમ શું આનંદ પણ વહેંચવાથી વધે છે? લોકો પોતાનો આનંદ બીજાને આપી શકે છે? શું લાગણી પણ ભાગ પડાવી શકાય અથવા તો કોઈ સ્નેહીને આપી શકાય તેવી છે?

    અજીબ કપડાંની ગજબ ફેશન...

    સરકારી લોકડાઉનમાં લગભગ એક વર્ષ એમાંય ખાસ કરીને ટૂંકા દા'ડાના વિન્ટરથી કંટાળી ગયેલા બ્રિટનવાસીઓ ઉપર સૂરજદાદા કૃપાવંત થતાં જ પાંજરામાં પૂરાયેલા પક્ષીઓને છોડી મૂકે ત્યારે મુક્તમને વિહરે એમ સૌ ફૂલફોમમાં સમર માણવા નીકળી પડ્યા છે. કેટલાક વિટામિન ડી લેવા ખુલ્લા પાર્કમાં જઇને ચત્તાપાટ પડ્યા છે તો કેટલાક દરિયાકાંઠે બીચ પર સ્વીમીંગ કોસ્ચ્યુમમાં વિહરવા લાગ્યા છે.

    ધૂપસળીની મહેંકઃ કપિલાબહેન પટ

    ફૂલ ગયું પણ ફોરમ રહી. ધૂપસળી રાખ બની પણ એની મહેંકથી વાતાવરણમાં પ્રસરેલી સુવાસ લાંબો સમય પ્રસન્નતા રેલાવતી રહે છે એવું જ થયું. તાજેતરમાં ૮૨ વર્ષની વયે અવસાન પામનાર કપિલાબહેનનું.

    ફાઇનાન્સિયલ ટાઈમ્સમાં ગયા અઠવાડિયે એક આર્ટિકલ હતો જેમાં એ વાત પર ધ્યાન દોરવામાં આવેલું કે વન ક્લિક પેમેન્ટ અને ઇઝી પેમેન્ટ પદ્ધતિઓથી આપણને કેટલું નુકશાન થઇ રહ્યું છે. તમે લોકોએ જોયું હશે કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબૂક પર સ્ક્રોલ કરતા હોઈએ કે ગૂગલ પર કૈંક સર્ચ કરતા હોઈએ ત્યારે કેવી રીતે વેબસાઈટ અને એડવર્ટાઈઝમેન્ટ આવે છે જે આપણને ન ખરીદવાની વસ્તુઓ પધરાવી દે છે. જે વસ્તુની જરૂર ક્યારેય ન પડી હોય તે પણ મોબાઈલ સ્ક્રીન પર એવી રીતે ઉભરી આવે છે કે જાણે તે ખરીદવાથી આપણું જીવન સરળ બની જશે અને તેના વિના આપણે કેટલી મુશ્કેલીઓથી જીવતા હતા. આખરે તેની ઓછી કિંમત, તેના ઉપયોગના ફાયદા અને તેનાથી જે સમય બચશે કે જે રીતે આપણું આરોગ્ય સુધરશે તે બધું વિચારીને આપણે એક ક્લિક કરીએ છીએ અને આપણા ક્રેડિટ કાર્ડમાંથી પૈસા કપાઈ જાય છે. બે દિવસમાં વસ્તુ આપણા મેઈલ બોક્સમાં આવી ગઈ હોય છે અને તેના બે મહિના પછી તે ઘરના કોઈક ખૂણામાં પડી હોય છે, અલબત્ત એકેય વખત ઉપયોગમાં આવ્યા વગર.

    આશા રાખીએ... આપણેય અવકાશમાંથી પ

    હમણાં સ્થાનિક રેડિયો પર જાવેદ અલીએ ગાયેલું ફિલ્મ ગીત સાંભળ્યું "આસમાન પર અક્ષર તુમ્હારે પૈરો કે નિશાન દેખતે હૈ…" લ્યો.. પ્રેમીને વગર અવકાશયાને પ્રેમિકા આકાશમાં ફરતી દેખાય છે !! બીજું હિન્દી ગીત "આસમાન કો છૂ કર મૈં ચાંદ લે આઉંગા, તેરે માથે પે સજાઉંગા" ત્યારે સામે પ્રેમિકા કહે છે "મૈ તારે તોડકર માલા બનાઉંગી ઓર તેરે ગલમેં પહેનાઉંગી" લ્યો.. બોલો…! આ પ્રેમલા-પ્રેમલી જાણે ચાંદો ને તારા અેમના ઘરની છત પર લટકતા હોય એવી સહજતાથી હ્દયભાવ રજૂ કરતા હોય છે, જેમાં કાંઇ દમ જ ના હોય, નર્યો દંભ જ હોય. આવા ગીતો લખનાર કવિઓના માનસપટ પર આકાશનો ચાંદો અને તારા કેટલા નજીક તરતા હશે!! કહેવાય છે ને "જયાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ"

    સામ પિત્રોડાનું નવું પુસ્તકઃ

    કોરોના જેવી કટોકટીમાં હાઈપર કનેક્ટિવિટીનો સદ્ઉપયોગ કરીને સમગ્ર વિશ્વ પર આવેલી આપત્તિને અવસરમાં શી રીતે પલટી શકાય. ૭૫ વર્ષ પહેલા અમેરિકન મોડલ પર રચાયેલી વૈશ્વિક સંસ્થાઓના પરિમાણોને ત્યજી નવનિર્માણ કરવાનું ઉત્તમ વિચાર બીજ આ પુસ્તકમાં રોપાયું છે.

    ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસમાં લખ્યું છેઃ ‘હાનિ લાભ જીવન મરણ યશ અપયશ વિધિ હાથ’ અર્થાત્ હાનિ-લાભ, જીવન-મરણ, યશ-અપયશ આ ઘટનાઓ માનવીના હાથમાં નથી, વિધાતાના હાથમાં છે. એક ગુજરાતી ભજનમાં ગવાયું છે કે, ‘જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કે કાલે સવારે શું થવાનું.’

    ‘વાત જાણે એમ છેને કે અહીંથી અમદાવાદ સુધીની બાય રોડની મુસાફરીમાં તમે સુઈ જાવ, આરામ કરો, એ મને બહુ નહીં ગમે...’ આવી ઉલટી વાત કરીને આશીષભાઈ ઉમેરે છે કે, ‘બે સમાન રસ-રૂચિવાળા લોકોને સાથે જવાનું છે અમદાવાદ...’ અને મને અનાયાસ ચિત્રપટનો જાણે ખજાનો હાથ લાગી ગયો. એ વ્યક્તિ હતા અરવિંદ રાઠોડ, જેમનું તાજેતરમાં અવસાન થયું. વાત ૨૦૧૯ના આરંભની છે.

    વાર્તા રે વાર્તા

    ભાભો ઢોર ચારતાં
    ચપટી બોર લાવતા
    છોકરાવને સમજાવતા
    એક છોકરો રિસાણો
    કોઠી પાછળ ભીંસાણો
    કોઠી પડી આડી
    છોકરાએ રાડ પડી
    અરરર માડી...

    સાંભળ્યું છે નાનપણમાં આ બાળગીત? કેવા સુંદર અને સરળ ગીત સાંભળીને આપણે મોટા થઇ ગયા અને તેની મૃદુતા, સહજતા હજી પણ આપણા મનમાં ક્યાંક પડી હોય છે.