અષાઢ આયો... ઉત્સવોની ભીનાશ લાયો’ આષાઢસ્ય પ્રથમ દિવસે... કવિ કાલિદાસે મેઘદૂતમાં લખેલો આ શ્લોક ખુબ જાણીતો છે.
વિવિધા
Block: Site: Subtree Block
આર્ટિસ્ટની પણ એક અલગ દુનિયા હોય છે જેમાં તે પોતાના વિચારો અને ભાવનાઓમાં રાચે છે અને તેને લોકો સમક્ષ વ્યક્ત કરવાની કોશિશ કરે છે. કેટલાક આર્ટિસ્ટને દુનિયા સમજે છે અને કેટલાક લોકો સમજની બહાર રહે છે. આર્ટના પણ અલગ-અલગ પ્રવાહો હોય છે જેમ કે ક્લાસિકલ, કન્ટેમ્પરરી, મોર્ડન કે સરરીયલ. અને આ દરેક પ્રકારના પોતપોતાના ચાહકો હોય છે. આમ તો દરેક આર્ટ પ્રવાહને પોતાના નિયમો હોય છે પરંતુ કોઈ એક પ્રચલિત પદ્ધતિના નિયમોમાંથી બહાર નીકળીને અને તેનાથી કંઈક અલગ કરીને જ નવો આર્ટનો પ્રવાહ શરૂ થાય છે.
ગયા શનિવારે એક વિડિયો મળ્યો જેમાં ગુજરાતના જાણીતા કવિ-ગઝલકાર તુષાર શુકલએ આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતીપણાની આજ અને કાલ વિષે બહુ સરસ ચર્ચા કરતાં કહ્યું કે, “અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની એવી શાળાઓ છે ત્યાં ભણતા બાળકો શાળાના કેમ્પસમાં ગુજરાતી બોલે તો દંડ કરે છે. એ શાળામાં મારા દીકરાનો દીકરો (પૌત્ર) પણ ભણે છે. એના માટે શાળામાં એવો એક દંડ ભરવા જવાનું થયું તો મારો નાનોભાઇ જે આર્કિટેક્ટ છે એણે પ્રિન્સિપાલને કહ્યુ સાહેબ આજનો આ દંડ અને બીજી વધારાની આ રકમ! એ તમે જમા જ કરી લો...જયારે જયારે એ ગુજરાતી બોલે તો એમાંથી કાપી લેજો. એના માટે થઇને એ ગુજરાતી નઇ જ બોલે એવું નહિ થઇ શકે..આટલા મોંઘાભાવની ફી ભરીને આ શાળામાં દાખલ કરવાની ક્ષમતા ગુજરાતી તરીકે કેળવી છે તો દંડની રકમ ભરવા જેટલી તો હોય ને સાહેબ?!
‘ઈકતારા’ શબ્દ સાથે આ શીર્ષક સાથે સંગીતના કાર્યક્રમો કરતા પ્રતિભાવંત, અભ્યાસુ સૂરસાધક, ગાયક અને સ્વરકાર યુવાન હાર્દિક દવેએ હમણાં અમદાવાદમાં આમંત્રિત શ્રોતાઓ સમક્ષ એક કાર્યક્રમ રજૂ કર્યો. TEA POSTના સૌજન્યથી એમ્ફી થિયેટરના વાતાવરણમાં ઉઘાડ થયો સવારના પ્રભાતિયાના સૂરથી.
કેટલીય વાર આપણી સામે મૂડી નિવેશ માટે ઓફર આવતી હોય છે. ક્યારેક તે આપણા પરિચિત લોકો તરફથી તો ક્યારેક કોઈ કંપની તરફથી હોઈ શકે. આવા પ્રસ્તાવો અંગે વિચારતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે. જોકે તેની સાથે કોન્ટ્રાકટ હોય છે જેમાં બધી જ વિગત લખી હોય છે. આ વિગતો અનુસાર તેઓ નિવેશકને કાયદાનુસાર વળતર આપવા બંધાયેલા હોય છે. પરંતુ બને છે એવું કે આ કોન્ટ્રાકટ જ એટલો ગૂંચવણભર્યો હોય છે કે તે સામાન્ય વ્યક્તિને સમજતો જ નથી. આવી સ્થિતિમાં ઘણી વાર આપણે નુકશાન કરી બેસીએ છીએ અને છેતરાયા હોવાનો અહેસાસ થાય છે.
પૃથ્વી પર કાળમુખા કોરોના રૂપી રાક્ષસના ભયથી દુનિયા થરથર ધ્રુજતી હતી ત્યારે ધીરે ધીરે તમામ દેશોની જેમ આપણી બ્રિટીશ સરકારે પણ લોકડાઉન જાહેર કરી સૌને ઘરમાં જ રહેવા તાકીદ કરી હતી. સરકારી જાહેરાતને માન્ય કરી આપણે દોઢ વરસ સુધી ઘરમાં બેસી રહ્યા ને ખાધુ-પીધુ, શરીરે તાજામાજા થયા, આખડ્યા-બાખડ્યા અને મેન્ટલી ગાંડા થયા અને તૂ તારે રસ્તે, હું મારે રસ્તે એટલે કે ડીવોર્સ સુધી વાત પહોંચી. રોજ પાંચ-છ વાગ્યે અને આપણે ટી.વી. સામે બેસી જતા અને વડાપ્રધાન, હેલ્થ મિનિસ્ટર અને મેડીકલ એડવાઇઝર્સ શું જાહેરાતો કરે એની રાહ જોતા. છેવટે સરકારે જાહેરાત કરી કે ૧૯ જુલાઇના રોજ ઇંગ્લેન્ડમાં લોકડાઉન ઊઠાવી લેવાશે અને જનજીવન નોર્મલ થઇ જશે.
‘તેઓ રિહર્સલને ખુબ મહત્ત્વ આપતા...’ ‘અભિનેતા કોણ છે, સિચ્યુએશન શું છે? તેનો અભ્યાસ કરીને એ પ્રમાણે ગીતો ગાતા હતા...’ ‘કોઈ પણ વયના સહગાયક-ગાયિકાને સંભાળી લેવા એ રફીનો અનોખો ને ઊચ્ચ કોટિનો ગુણ હતો...’ ‘મારો મનગમતો ગાયક કોણ? કોઈ પૂછે તો આંખો મિંચીને મોહમ્મદ રફીનું નામ આપીશ...’ આવા વાક્યો ગાયકો-સંગીતકારોએ કહ્યા છે મોહમ્મદ રફી માટે.
દેવાધિદેવ મહાદેવના બાર જયોતિર્લિંગમાં કાશી વિશ્વનાથ મંદિરનો મહિમા અનેરો છે. કાશીના આ વિશ્વનાથ મંદિરના વિકાસ માટે મુસ્લિમોએ જ્ઞાનવ્યાપી મસ્જિદની ૧૭૦૦ ચોરસ ફૂટ જમીન ભેટ આપી એ સમાચાર જાણીને ખૂબ આનંદ થયો. શિવપુરાણ કથાનુસાર સ્વયં શિવજીએ પોતે જ કાશીમાં એમના અંશરૂપ જ્યોતિર્લિંગ સ્થાપ્યું છે. આ મોક્ષદાત્રી પવિત્ર કાશીનગરીમાં સાક્ષાત વિશ્વનાથ મહાદેવની નગરી છે અને અહીં સદાકાળ વિશ્વનાથ વાસ કરે છે. ઇતિહાસ તરફ નજર કરવાનું મન થયું. બાજીરાવ પેશ્વાના સમયમાં એમની સેનાના એક બાહોશ સેનાપતિ મલ્હારરાવ હોલકરનાં પુત્રવધૂ અને માલવાનાં તપસ્વી શિવભક્ત મહારાણી અહિલ્યાબાઇ હોલકરે ઇ.સ. ૧૭૭૭માં આજનું કાશી વિશ્વેશ્વર મંદિર બંધાવેલું અને સોમનાથ મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું.
ભગવાન શિવજીને વહાલા એવા પવિત્ર શ્રાવણ માસ (આ વર્ષે ૮ ઓગસ્ટ - ૬ સપ્ટેમ્બર) માં આપણે વૈદિક ઋષિ વશિષ્ઠના શબ્દોમાં ભગવાન ત્ર્યંમ્બકેશ્વરની સ્તુતિ કરીએ. ૐ ત્ર્યંમ્બકમ્ યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્.... અર્થાત્ ‘સુગંધવાળા (જીવનને મઘમઘતું બનાવનાર) અને રિદ્ધિ-સિદ્ધિ વધારનાર (પાલક અને પોષક) એવા ભગવાન ત્ર્યંમ્બકેશ્વર (ત્રિલોચન)નું આપણે યજન-પૂજન કરીએ. સ્તુતિ-સ્તવન કરીએ...’
‘અરે એ ફિલ્મ તો અદભૂત છે જ, પણ એક ડાયલોગ તો બેસ્ટ મોટીવેશનલ મેસેજ લઈને આવે છે. મારા તો રૂંવાડા બેઠાં થઈ ગયા...’ મારા રેકોર્ડિંગ સેશન દરમિયાન વિરામના સમયમાં વાતો થતી હતી. મારા પારિવારિક દોસ્ત અને રેકોર્ડિસ્ટ સ્વર મહેતાને મેં આમ જ કહ્યું કે ‘કાલે ફિલ્મ ‘મીમી’ જોઈ....’ હજી હું આટલું બોલ્યો ત્યાં તો સ્વરે આ સંવાદ કર્યો.
