વિવિધા

No

Block: Site: Subtree Block

    સ્વાતંત્ર્ય જંગમાં ગુજરાતનું...

    ભારત દેશ ૭૫મા સ્વાતંત્ર્ય દિનના આરે આવીને ઉભો રહ્યો છે ત્યારે આ ચળવળમાં ગુજરાતીઓના બહુમૂલ્ય પ્રદાનને પણ સ્મરવું જ રહ્યું. સન ૧૮૫૭ની ક્રાંતિ કેટલાક કારણસર નિષ્ફળ ગઈ. ક્રાંતિ પછીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અને મોરચે બરાબર ટક્કર લઈ શકે તેવી ધુરંધર વ્યક્તિઓ ભારતના પ્રાંત-પ્રાંતમાંથી બહાર આવતી ગઈ. મુંબઈ અને ગુજરાતમાંથી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગૃત કરવાનું કામ કર્યું. કવિ નર્મદ વગેરેએ ગુજરાતને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જાગ્રત કર્યું.

    આયા શ્રાવણ ઝૂમકે... વ્રત, જપ, તપ અ...

    સોમવાર, ૯ ઓગષ્ટથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો. શ્રાવણ એટલે જપ, તપ અને વ્રતનો મહિનો, ભક્તિના રંગે રંગાવાનો પવિત્ર મહિનો. ઝરમર ઝરમર વરસતા વરસાદ વચ્ચે દેવાધિદેવ મહાદેવને રીજવવાનો મહિનો, બમ બમ ભોલેના નાદ સાથે કાવડિયા પણ ગંગોત્રીથી ગંગાજળ લાવી કાશી વિશ્વનાથનો અભિષેક કરે છે. ભોલેનાથ શિવજી સાથે વિષ્ણુ અવતાર શ્રીકૃષ્ણનો પણ અનેરો મહિમા ગવાય છે. કુંવારી કન્યાઓ ગૌરીવ્રતનાં પારણાં કરે એ દરમિયાન શ્રીકૃષ્ણ ભક્તો મંદિરોમાં વિવિધ જાતના હિંડોળા સજાવી બાલગોપાલને પારણે ઝુલાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો વિવિધ જાતના મનોરથોનો મહિમા ગાતા ગાતા હિંડોળા શણગારે એ અતિ મનોહારી હોય છે.

    ‘ગતિશીલ ગુજરાત’ના પ્રણેતા મુ

    ૨૨ મે, ૨૦૧૪ના રોજ શ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો એ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર એક મહિલાને રાજ્યનું સુકાન સોંપવામાં આવ્યું, આજે એક વર્ષના અંતે, એક નારી શક્તિએ જે કાર્ય સિદ્ધ કરી બતાવ્યું છે, જેનો અનુભવ ગુજરાતની જનતાએ કર્યો છે.

    મીરાબાઇ ચાનુઃ વિવેક - સંસ્કાર -...

    એના ઘર પાસેના મેદાનમાં ટ્રકોની મસમોટી લાઈનો થઈ ગઈ છે, ટ્રકોમાંથી ઉતરીને ડ્રાઈવર અને ક્લિનર ભાઈઓ વિશેષરૂપે બનાવેલા મંડપમાં આવી રહ્યા છે. એ તમામનું યજમાન મહિલા પ્રેમપૂર્વક સ્વાગત કરી રહી છે. એ મહિલા આજ સુધી આમ તો સામાન્ય મહિલા જેવી જ હતી, પણ એના પુરુષાર્થ અને પરમાત્માની કૃપાથી આજે હવે એ વિશ્વભરમાં જાણીતો ચહેરો બની ગઈ છે. હા, વાત કરી રહ્યો છું તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની ૪૯ કિ.ગ્રા. કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર ગૌરવશાળી મહિલા ખેલાડી મીરાબાઈ ચાનુની.

    રક્ષાબંધનઃ યહ બંધન તો પ્યાર કા...

    રવિવારે ભાઇ-બહેનના પ્રેમનું પ્રતીક ગણાતું રક્ષાબંધનનું પર્વ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવાશે. બહેને ભાઇના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેમને રિદ્ધિ-સિદ્ધિ વરે તે માટે પરમાત્માને પ્રાર્થના કરશે તો ભાઇ પ્રેમના પ્રતીક સમાન ભેટ આપીને બહેનની રક્ષા કરવાના નિર્ધારનો પુનરોચ્ચાર કરશે. દેશવિદેશમાં ઉજવાતા આ પર્વની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્ભવની

    શ્રીકૃષ્ણઃ સ્વયં બ્રહ્મ, સ્વય

    હે ગોવિંદ, હે ગોપાલ... હૃદયથી પોકાર થાય અને એ મનમોહન આવે જ, ભક્તની મુશ્કેલીઓ દૂર કરે જ. શ્રીકૃષ્ણે માનવમાત્રના હૃદયમાં પ્રેમ અને આનંદની સ્થાપના કરી છે. એમ કહો કે આ બંને અનુભૂતિના રૂપે આપણા હૃદયમાં એ જ બિરાજે છે. શ્રીકૃષ્ણ પ્રાચીન પણ છે ને અર્વાચીન પણ છે. સહજ પણ છે ને રહસ્યમયી પણ છે. નટખટ છે તો દુષ્ટોના સંહારક પણ છે. ગીતાના ઉદ્ગાતા છે ને યોગક્ષેમનું વચન આપનાર પણ છે.

    એમેઝોન પ્રાઈમ પર એક નવી ફિલ્મ આવી છે - ‘શેરશાહ’. પરમવીર ચક્ર વિજેતા સ્વ. કેપ્ટન વિક્રમ બત્રાએ ૧૯૯૯ના કારગિલ યુદ્ધ વખતે જે બહાદુરી બતાવી તેની સત્યકથા પરથી બનેલી આ ફિલ્મ એક વાર જોવા જેવી છે. ૧૩૬ મિનિટની લાંબી ફિલ્મ થોડી સ્લો ચાલે છે અને એટલે બીજી કોઈ યુદ્ધ પર આધારિત ફિલ્મ જેટલી દિલધડક નથી, પરંતુ તેમ છતાંય દર્શકોને જકડી રાખે તેવી છે. આ ફિલ્મમાં લેફટનન્ટ વિક્રમ બત્રાને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે આર્મીના ફેમિલીમાંથી આવે છે કે કેમ તો તે જવાબ આપે છે કે તેના પેરેન્ટ્સ ટીચર્સ છે અને પછી કહે છે કે સોલ્જર કહીં ભી પેદા હો શકતા હૈ. વાત ખુબ સાચી છે. સોલ્જર, સૈનિક ક્યાંય પણ પેદા થઇ શકે છે અને ક્યારેય પણ પેદા થઇ શકે છે. ઉપરાંત, સૈનિકને લડવા માટે હંમેશા યુદ્ધ મેદાનની આવશ્યકતા પણ નથી. એક-એક વ્યક્તિની અંદર એક સોલ્જર રહેલો છે અને તે જીવનના સંગ્રામમાં કોઈને કોઈ યુદ્ધ લડતો હોય છે.

    સ્ટેથોસ્કોપ વાપરનારા GP ડોકટરો...

    કોરોનાએ આપણું જનજીવન અને વ્યવહારમાં જબ્બરજસ્ત બદલાવ આણ્યો છે. તમને કોરોના વળગ્યો હોય તો તમારા સગા સંબંધી તો અળગા રહે સાથે તમારા સ્વાસ્થ્ય વિષેની જાણકારી રાખનારો તમારો ફેમીલી દાકતર જેને અપણે સૌ GP તરીકે જાણીએ છીએ એ ય તમારાથી દશ ગઉ દૂર ભાગે છે..! કોરોનાના હાઉથી GP સર્જરીઓ તમને એમના ઉંબરે ચઢવા દેવા માગતી નથી. 

    ભગવાન શ્રીકૃષ્ણઃ અત્ર-તત્ર-સર

    ભગવાન કૃષ્ણના જીવન-કવનનો વિવિધ લીલાઓના સ્વરૂપમાં અનેક વખત આપણે સાક્ષાત્કાર કર્યો છે. આપણા જીવનમાં કૃષ્ણ વિનાની કોઈ જગ્યા નથી અને જ્યાં કૃષ્ણ નથી ત્યાં ખાલીપો છે, વિરહ છે.

    યે તેરા ઘર યે મેરા ઘર... હિન્દી સિનેમાના આ અને આવા અનેક ગીતોમાં એક વ્યક્તિના પોતાના ઘરની વાત, ઘરના ઘરની વાત અભિવ્યક્ત કરાઇ છે. માનવજીવનની રોજિંદી જરૂરિયાતોમાં રોટી-કપડાં ઔર મકાન ગણાવાયા છે. મકાન પણ એક ઘટના છે અને ઘર વળી બીજી ઘટના છે.