અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા તખતો પલ્ટાવી દેવાયો છે. અફઘાન સંસદ અને રાષ્ટ્રપતિના મહેલમાં બેઠેલા તાલિબાન લડવૈયા વીડિયો બનાવી શેર કરી રહયા છે. સમગ્ર ઘટનાક્રમને ન્યૂઝ રૂમ દ્વારા ‘અફઘાનિસ્તાન ક્રાઇસીસ’, ‘ધી ફોલ ઓફ કાબુલ’ કહેવામાં આવી રહ્યો છે. આજે અફઘાનિસ્તાન અને તેના સંકટ સાથે જોડાયેલા કેટલાક શબ્દોની વાત કરીશું. તમે સેંકડો વખત આ શબ્દો સાંભળ્યા હશે, પરંતુ તેનો અર્થ ઓછા લોકો જાણે-સમજે છે. અહીં આ શબ્દોનું અર્થઘટન રજૂ કર્યું છે. આ શબ્દોનું અર્થઘટન સંદર્ભ આધારીત છે.
વિવિધા
Block: Site: Subtree Block
ગણેશજીને સમસ્ત સિદ્ધિઓ આપનારા માનવામાં આવે છે, કારણ કે બધી જ સિદ્ધિઓ ગણેશજીમાં વાસ કરે છે. ગણેશજી વિઘ્નોને દૂર કરનારા દેવ છે. દયા તથા કૃપાના મહાસાગર છે. તેથી તેઓ વિનાયક છે. ગણેશજી વિદ્યા-બુદ્ધિના અથાગ સાગર તથા વિધાતા છે. તેઓ રિદ્ધિ-સિદ્ધિના પતિ અને શુભ-લાભના પિતા છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત પહેલાં ભગવાન શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. તેથી કોઈ શુભ કાર્યની શરૂઆત કરીએ તેને શ્રીગણેશ કર્યાં એમ કહેવામાં આવે છે. દરેક શુભ કાર્ય કે અનુષ્ઠાન કરતાં પહેલાં શ્રી ગણેશાય નમઃ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ભાદરવા સુદ ચતુર્થી (આ વર્ષે ૧૦ સપ્ટેમ્બર) તિથિ આ દૂંદાળા દેવની જન્મજયંતી તરીકે ઉજવાય છે. દેશવિદેશમાં વસતાં ધર્મપ્રેમી હિન્દુઓ દ્વારા વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવે છે અને ધામધૂમભેર દસ દિવસનો ગણેશ મહોત્સવ ઉજવાય છે.
‘ડેડી, તલગાજરડાથી પ્રસાદ આવ્યો છે...’ તલગાજરડાની ભૂમિ સાથેની મારી ચારેક દાયકાની શ્રદ્ધા પામનારી અને સમજનારી દીકરી સ્તુતિએ મને એક બોક્સ આપીને કહ્યું. કુરિયરમાં આવેલા એ બોક્સને ખોલ્યું, જોયું તો ચિત્રકૂટધામ - તલગાજરડા દ્વારા ત્રણ પુસ્તકો આવ્યા હતા.
તમારા નામ અને કામને લઈને કોઈ તમને ઓળખે તેવું બને છે? ક્યારેક આપણે કોઈક સ્થળે જઈએ અને ત્યાંના લોકો આપણને પહેલાથી જ ઓળખાતા હોય તેવું બનતું હોય છે. તમે કોઈ અજાણી વ્યક્તિને પોતાનો પરિચય આપો અને તે બોલે કે, ‘ઓહો, તમારા વિશે તો ઘણું સાંભળ્યું છે.’
રેડિયો પર હમણાં એક ગીત સાંભળીને મને અમારી સાહેલી ગ્રુપમાં થતી વાતો યાદ આવી ગઇ. ફિલ્મ "પેડમેન"માં અરિજીત સિંઘના કંઠે ગવાયેલા ગીતના બોલ હતા, “આજ સે મેરા ઘર તેરા હો ગયા, આજ સે મેરીખુશિયાં તેરી હો ગઇ, તેરે માથે કે કુમકુમ કો મૈં તિલક લગા દૂંગા, તૂં બારિશમેં અગર કહદે, “જા મેરે લિયે ધૂપ ખિલા" તો મૈં સૂરજ કો ઝટક દૂંગા, સાવન કો ગટક લૂંગા, સારે તારોં સંગ ચંદા મૈં તેરી ગોદ મૈં રખ દૂંગા!” આ લીરીક્સ લખનારો કવિ કે શાયર કોઇ યુવતીના પ્રેમમાં પડ્યો હશે અથવા રૂપાળી રમણી સાથે તાજો તાજો પરણ્યો હશે..! ના.. ના.. હોં.. આવી ઘેલછા અત્ર-તત્ર સર્વત્ર જોવા મળે છે!
ગયા વીકે જ પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો અને ભાદરવાના આગમન સાથે દૂંદાળા દેવ વિઘ્નેશ્વર ગણપતિ દેવા વાજતે ગાજતે પૃથ્વીલોકમાં પધાર્યા. શ્રાવણ માસમાં દેવાધિદેવની પૂજા-અર્ચના, તપનો ભારે મહિમા. આ દરમિયાન અનેક વ્રત, તહેવાર પણ આવે.
આમ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં આખું વર્ષ જ તહેવારોથી છલોછલ ભરેલું હોય છે પરંતુ શ્રાવણ મહિનો બેસતાં જ મુખ્ય તહેવારોની શરૂઆત થઇ જાય છે. આ વર્ષના તહેવારોની પણ શુભ શરૂઆત થઇ ગઈ છે. હમણાં જ રક્ષાબંધન ગયું. જન્માષ્ટમી ગઈ. જૈનોના પર્યુષણ પુરા થયા. હવે નવરાત્રી આવી રહી છે. દુર્ગા પૂજા આવશે. દશેરા અને દિવાળી આવશે. નવું વર્ષ અને ભાઈબીજ આવશે. એટલે કે અત્યારથી લઈને નવેમ્બરની શરૂઆત સુધીનો સમય તહેવારોનો સમય છે. લોકો એકબીજાને મળવા જશે, ઘરમાં સજાવટ કરશે. પૂજા-પાઠ થશે. સામુદાયિક કાર્યક્રમો યોજાશે અને ધીમે ધીમે આપણી સામાન્ય જીવનશૈલી પાછી આવશે.
એના પર રસપૂર્ણ નજર ફેરવી શકાય, એને વાંચી શકાય, એમાં લખેલા શબ્દોના અર્થને સમજી શકાય અને પામી પણ શકાય... હા, વાત છે પુસ્તકોની. પુસ્તક આપણું દોસ્ત થઈ શકે, પુસ્તક આપણને માર્ગદર્શન આપી શકે, પુસ્તક આપણા વિચારોને ઉદ્દાત અને ઉદાર બનાવી શકે, પુસ્તક આપણા હૃદયમાં પ્રેમ-વાત્સલ્ય-શ્રદ્ધાને ભક્તિ જેવી અનેક માનવીય સંવેદનાઓ જગાવી શકે, પુસ્તક વાંચીને ખુશ થઈ શકાય, રડી શકાય, નાચી શકાય ને ક્યારેક પ્રકૃતિની ગોદમાં પહોંચી પણ શકાય.
ભાદરવા સુદ પૂનમ, એકમનું પહેલું શ્રાધ્ધ સોમવારથી શરૂ થયું. સોળ શ્રાધ્ધની તિથીમાં આપણા પિતૃઓના આત્મા સંતૃપ્ત થાય એવી શ્રધ્ધાથી શ્રાધ્ધ કરવું જોઇએ. જેમના થકી આપણા શરીરનો પિંડ બંધાયો, આપણું અસ્તિત્વ જેમને આભારી છે તેનું ઋણ ચૂકવવા શ્રધ્ધાથી જે કરીએ એ શ્રાધ્ધ. શ્રાધ્ધમાં તર્પણ કરવું એ કેવી રીતે થાય? પિતૃઓની તિથીએ દૂધ-રોટલી કે ખીર રાંધીને કાગડાઓને કાગવાસ કરવાથી પિતૃ તર્પણ કર્યું ના કહેવાય..! હું માનું છું કે જીવતા જ એમને સુખ આપી તૃપ્ત ના કર્યા હોય તો મર્યા પછી કાગવાસ કરીને તૃપ્ત કરવાનો શો અર્થ..!? મર્યા પછી તર્પણની શી જરૂર..? મા-બાપની જરૂરિયાત, એકલતામાં હૂંફ તેમજ બીજી ભૌતિક જરૂરિયાતો પ્રત્યે એમની હયાતીમાં જ ધ્યાન રાખ્યું હશે તો દેહાંત વખતે એ સંતુષ્ટ જ હશે. મને લાગે છે કે આપણા મનને સંતોષ થાય એટલે આપણા પિતૃઓની તિથી યાદ રાખી આપણા ઘરના ગાર્ડનમાં કે રસોડાના છાપરે રોટલી-ખીરના લચકા ઉડાડીએ છીએ.
ઊંમરનો સાતમો દાયકો પુરો કરવા જઈ રહેલા એક મહિલા, જેમના પતિ કેન્દ્ર સરકારના કર્મચારી હતા અને નિવૃત્તિ પછી થોડા વર્ષોમાં અવસાન પામ્યા હતા તેમણે એમના એક સ્વજનને વાતવાતમાં કીધું કે ‘મારે તો હજુ દસ વર્ષ વધુ જીવવું છે...’ એટલે પેલા સ્વજને કીધું કે, ‘અરે, દસ શા માટે તમે તો સો પુરા કરશો એવું તમારું સ્વાસ્થ્ય છે, ને દુનિયા ને દીકરાનો પરિવાર પણ તમારા માટે જીવવા જેવા જ છે.’
