યુકેમાં ગુજરાતથી આવેલા અને વસેલા લોકોની સંખ્યા ખુબ મોટી છે અને તે પૈકી કેટલાય લોકો અને તેમના બાળકો આજે પણ મુખ્ય ભાષા તરીકે ગુજરાતી બોલે છે. જે પેઢી ગુજરાતથી આવેલી તેમને ગુજરાતી વાંચતા લખતા પણ સારી રીતે આવડે છે. જે લોકો આફ્રિકા અને ત્યાંથી આવ્યા તે લોકોને પણ ગુજરાતી પર સારી ફાવટ છે. પરંતુ ત્યારબાદની પેઢીમાં ઓછા લોકો ગુજરાતી ભણ્યા છે અને એટલા માટે તેઓ સારી રીતે બોલી જાણે છે, સમજી શકે છે પરંતુ વાંચી કે લખી શકતા નથી તેવું સામે આવી રહ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતી ભાષાનું યુકેમાં ભવિષ્ય કેટલું અને કેવું? આ પ્રશ્ન અંગે ગંભીરતાથી વિચાર થવો જોઈએ. જે લોકો લખી વાંચી નથી શકતા તેમને પણ ભાષા પ્રેમ તો છે જ અને તેઓ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકે અને તેના સંપર્કમાં રહી શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ. કેવી રીતે આ શક્ય બની શકે તેના ઉપાયો વિચારવા પડશે.
વિવિધા
Block: Site: Subtree Block
મોહમયી નગરી મુંબઈના માર્ગો પર મોડી રાત્રે વાહનો અને માર્ગ પરની લાઈટોનો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. આકાશમાં ભાદરવા વદના અંધારા રેલાયા હતા ને ક્યાંક ક્યાંક દેખાઈ આવતા ટમટમતા તારલા જાણે આસોના અજવાળાની આલબેલ પોકારતા હતા.
પ્રતિષ્ઠા, સમ્માન અને યશ સફળ વ્યક્તિની આખરી નબળાઈ બની શકે છે. દરેક સફળ વ્યક્તિને જીવનમાં કીર્તિ હાંસલ કરવાની મહેચ્છા હોય છે. જીવનમાં શારીરિક, આર્થિક અને સામાજિક રીતે સારા દરજ્જે પહોંચી ગયા હોય ત્યાર પછીની છેલ્લી ઈચ્છા વ્યક્તિના મનમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની રહે છે. જ્યાં સુધી ખાવા-પીવાના સાંસા હોય ત્યાં સુધી તો માણસ કમાવામાં વ્યસ્ત જ રહે તે સ્વાભાવિક છે. જેના ઘરમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ હોય તેની પ્રાથમિક ફરજ આર્થિક રીતે સદ્ધર થવાની છે, જેથી પોતાની અને પરિવારની જરૂરિયાતો સંતોષી શકાય. ત્યારબાદ કદાચ વ્યક્તિ પોતાની જાતને સામાજિક રીતે સ્થાપિત કરવાની શરૂઆત કરે છે. હવે તે પોતાનો સમય અને નાણાં ખર્ચીને પણ પ્રતિષ્ઠા અને સમ્માન મેળવવાના પ્રયત્નો શરૂ કરે છે. આ પ્રયત્નો કેવી રીતે અને કઈ દિશામાં આગળ વધે તેના પરથી વ્યક્તિનો વિકાસ કે રકાસ નક્કી થાય.
‘માની કૃપા થઈ તે ફરી આપણે સહુ ગરબે ઘૂમતા થયા...’ હમણાં આ વાક્ય આપણે રોજ સાંભળીએ છીએ. ગત વર્ષે નવરાત્રિમાં કોરોનાની જેટલી તીવ્ર અસર હતી એટલે આ વર્ષે નથી અને એટલે કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે પણ આદ્યશક્તિના પવિત્ર યાત્રાધામોમાં ભક્તો દર્શને જાય છે અને પોળ-સોસાયટી-શેરીમાં ગરબા પણ રમાય છે. ગુજરાતની ઓળખ ગરબો છે અને નવરાત્રિ હવે વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ પ્રસંગે જાણીતો ઉત્સવ છે.
અમિત અને સંગીતાના લગ્નને આઠેક વર્ષ થયા હતા. બંનેની જોડી સારી હતી પરંતુ સ્વભાવ તદ્દન અલગ. અમિત ઉતાવળીયો અને સંગીતા શાંત. મનમાં જે આવે તે બોલી દે, ઈચ્છા થાય તે પગલું ભરી લે અને જે વિચાર આવે તેનો તરત જ અમલ કરી દે. સંગીતા દરેક વિચારને વલોવે, ઈચ્છા પર એક રાત ઊંઘે અને મનને મારીને પણ દરેક વાત પર પૂરો તર્કવિતર્ક કરે. બંનેના અલગ અલગ સ્વભાવને કારણે ક્યારેક તેમની વચ્ચે તકરાર થઇ જાય. ક્યારેક સારી તક ચુકી જવાય તો અમિત ગુસ્સે થાય અને જો ઉતાવળિયું પગલું ભરવાથી કોઈ નુકશાન થઇ જાય તો સંગીતા બગડે.
યંત્રયુગની આ દોડતી દુનિયાની હોડમાં આજના માતા-પિતા પોતાના સંતાનોના ઉછેર અને એજ્યુકેશન પાછળ જિંદગીની કેવી હરિફાઇમાં પડ્યા છે એ વિષે તાજેતરમાં ગુજરાતના ખ્યાતનામ કવિ તુષાર શુકલએ બહુ જ રમૂજભરી રીતે પણ ચોટદાર રજૂઆત કરી એ સાંભળી મને આપ સમક્ષ મારી ગઠરિયામાંથી આપ સૌને કંઇક રમૂજ મળે એવી વાત રજૂ કરવાનું મન થયું.
‘આહાહા... કેવા મજાના એ દિવસો હતા... ને આજે પણ છે કારણ કે મારી સાથે આજે ફરી વાર તું છે.’ અભિષેકે આશાને વ્હાલથી વળગીને કહ્યું... આશાએ કહ્યું, ‘હું તારી આવી વાતોમાં ત્યારે પણ નહોતી આવીને આજે પણ નહીં આવું, તું તારી આ પત્નીને જ આવી વાતોમાં ફસાવ...’ ને ત્રણેય હસી પડ્યા. એ દિવસ હતો શરદપૂર્ણિમાનો.
અનુભવ અને ઉત્સાહ વચ્ચે શું ફરક? શું જે સફળતા અનુભવથી મળે તે ઉત્સાહથી મળી શકે ખરી?
પર્યાવરણની સુરક્ષા માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ૨૬ ગ્લાસગોમાં યોજાઈ રહી છે. વિશ્વના ઘણા દેશના નેતાઓ આ કોન્ફરન્સમાં પર્યાવરણની સુરક્ષા માટે વાટાઘાટો કરશે. ચિંતાનો વિષય છે કે પૃથ્વીનું પર્યાવરણ જો આ રીતે જ પ્રદૂષિત થતું રહેશે અને તાપમાન વધતું રહેશે તો આ ધરતી આપણા વસવાટને લાયક નહિ રહે. પ્રશ્ન એ છે કે શા માટે આપણે આ સ્થિતિએ પહોંચી ગયા કે ચેતવણીના ડંકા વાગી રહ્યા છે? તેમ છતાં પણ શું આપણે આ વાતને ગંભીરતાથી લેતા શીખ્યા છીએ?
ભારતે ૨૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ૧૦૦ કરોડ રસીના ડોઝ આપવાનું સીમાચિહ્ન પાર કર્યું છે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયાના ફક્ત ૯ મહિનામાં આ સફળતા હાંસલ થઈ છે. કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવાની આ સફર મહત્ત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને જ્યારે આપણે વર્ષ ૨૦૨૦ની શરૂઆતની સ્થિતિને યાદ કરીએ તો માનવજાત ૧૦૦ વર્ષ પછી આ પ્રકારની મહામારીનો સામનો કરતી હતી અને કોઈને વાઇરસ વિશે વધારે જાણકારી પણ નહોતી. એ સમયે કેવી અકલ્પનીય સ્થિતિ ઊભી થઈ હતી.
