દિપાવલીના શુભ મૂહુર્તો...
વિવિધા
Block: Site: Subtree Block
‘ગાંધીજીની પાછળ ગાંડા થનાર એમની હાજરીમાં, એમની જય બોલાવનાર ગુજરાતીઓ; તમે જાગૃત થાઓ. ગુજરાતની લાજ રાખવી હોય તો આળસ છોડો. નહીં તો કાળ જશે અને કહેવત રહેશે કે જેને જગતે ઓળખ્યા એવા મહાત્મા ગાંધીજીને એક ગુજરાતે ન ઓળખ્યા.’ આ શબ્દો છે સરદાર વલ્લભભાઇ પટેલના.
નવું વરસ આપણને નવો આનંદ આપે છે. નવા સંકલ્પો, નવા સપના, નવો પરિચય, નવા કાર્યો, નવા ક્ષેત્રો, અને નવા લક્ષ્ય... નવું વર્ષ શરૂ થાય એટલે જાણે નવો દિવસ ઊગે, નવો સૂરજ નવા અજવાળા લાવે એવી અનુભૂતિ થાય. તન-મનમાં અને માનવીય સંબંધોમાં પ્રેમ-પ્રસન્નતા અને ઊર્જા-ઉલ્લાસ પ્રસરાવે છે નવીનતા.
આ સપ્તાહ દરમિયાન દિવાળી અને નવા વર્ષના પર્વ આવ્યા. નવું વર્ષ શરૂ થાય એટલે આપણે કૈંક નવું કરવાનું પ્રણ લઈએ. કોઈક નવા સંકલ્પો કરીએ અને આવનારા વર્ષમાં વધારે પ્રગતિ થાય, સુખ - સમૃદ્ધિ અને આરોગ્ય વધે તેવી પ્રાર્થના કરીએ. આ વર્ષે પણ સૌએ એવું જ કૈંક વિચાર્યું હશે, કેટલાક નવા નિયમો બનાવ્યા હશે અને કોઈક નવા લક્ષ્યો નિર્ધારિત કર્યા હશે. આમ તો દર વર્ષે આ પ્રક્રિયા ચાલતી હોય છે અને તેમાં આપણે થોડા ઘણા અંશે સફળ પણ થતા હોઈએ છીએ. ધીમે ધીમે આપણે પ્રગતિ કરતા રહીએ છીએ, ધારેલા લક્ષ્યો હાંસલ કરતા રહીએ છીએ.
‘એમનો વર્ગ અમે વિદ્યાર્થીકાળમાં ક્યારેય છોડ્યો નથી...’ ‘એમણે સાહિત્ય ક્ષેત્રે ભગીરથ કામ કર્યું છે...’ ‘એમના દીકરા-દીકરીને આપ્યો એટલો જ પ્રેમ અને વાત્સલ્ય વિદ્યાર્થીઓને આપ્યા છે.’ આ અને આવા અનેક વાક્યોમાં જે સંવેદના વ્યક્ત થઈ એના કેન્દ્રમાં હતા ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગમાં સુદીર્ઘ સેવા આપીને નિવૃત્ત થયેલા સાહિત્યકાર અને કેળવણીકાર, કવયિત્રી ડો. ઉષા ઉપાધ્યાય.
વ્યક્તિમાં આત્મવિશ્વાસ કેટલો છે તેના આધારે તેની પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ નક્કી થાય છે. જે વ્યક્તિ 'આઈ કેન'નો અભિગમ ધરાવતો હોય તેનો આત્મવિશ્વાસ વધારે હોય અને પરિણામે તેની પર્સનાલિટી થોડી આગ્રહી અને દ્રઢ હોય તેવું જોવા મળે છે. તેની સામે 'જોઈશું, થશે તો કરીશું' જેવો અભિગમ ધરાવનારનું વ્યક્તિત્વ અનિશ્ચિતતાભર્યું હોય છે. તેનામાં નિર્ણય લેવાની ક્ષમતા ધીમી હોય છે અને તેના પર અમલ પણ ધીમે ડગલે કરે છે. ત્રીજી વ્યક્તિ કે જે 'નહિ થઇ શકે'નો એટીટ્યુડ રાખતી હોય તે સરળ કામોમાં પણ વિઘ્નો શોધે છે અને કેવી રીતે કામ કરવું મુશ્કેલ છે અથવા તો અશક્ય છે તેના પર વધારે ધ્યાન આપે છે.
‘એક દીવો જવાનોના ત્યાગ, પરાક્રમ અને વીરતાના નામે પ્રગટાવીએ’ રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સૈનિકો સાથે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં દીપોત્સવ પર્વ ઊજવ્યું ત્યારે કહ્યું હતું. પ્રત્યેક ભારતીયના હૃદયમાં દેશની રક્ષા સરહદ પર કરી રહેલા અને આંતરિક સુરક્ષા કરી રહેલા જવાનો માટે અનહદ આદર અને વંદનનો ભાવ શ્વસે છે. ગુજરાતની સરહદો પર ફરજ બજાવતા જવાનો પણ બારે મહિના પ્રાકૃતિક અને ઋતુગત વિષમતાઓ સહન કરીને ખડેપગે દેશની સુરક્ષા માટે સમર્પિત રહે છે. આવા સૈનિકો અને જવાનો માટે અમદાવાદના એક તબીબ અને તેમના ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી સેવા ભાવનાની આછેરી ઝલક મેળવીએ.
સામાન્ય રીતે ગુજરાતીઓ શેરમાર્કેટમાં સક્રિય રસ ધરાવતા હોય છે અને તેના ચડાવ ઉતાર અંગે ચર્ચા કરતા રહેતા હોય છે. સમયે સમયે શેરમાર્કેટમાં તેજી અને મંદી તો આવ્યા કરે છે પરંતુ પરિપક્વતા ધરાવતો નિવેશક તેનાથી ઉત્તેજીત થતો નથી જયારે ટૂંક સમય માટે નિવેશ કર્યો હોય અથવા ભાવના તફાવતના આધારે નફો કમાવા મથતા નિવેશકોને મંદી આવતા જ પરસેવો છૂટી જાય છે. તેવું જ સમાજમાં અને આપણા જીવનમાં પણ થતું જોવા મળે છે.
કમિશન ઓન ધ ફ્યુચર ઓફ મલ્ટિ-ઈથનિક બ્રિટનના પૂર્વ અધ્યક્ષ લોર્ડ ભીખુ પારેખે પૂર્વ ક્રિકેટર અઝિમ રફિકે તેની સાથે કરાયેલા રંગભેદી વ્યવહાર બાબતે આગળ આવી બોલવાની હિંમત કરી તેને બિરદાવી હતી. પૂર્વ ક્રિકેટરની કથનીથી ભારે વ્યથિત લોર્ડ પારેખે કહ્યું હતું કે ટોરી પાર્ટીની સરકારોએ બહુસાંસ્કૃતિકવાદ - Multiculturalismને જે રીતે જાકારો આપ્યો તેનાથી રફિકે અનુભવેલા ‘વલ્ગર રેસિઝમ - અસંસ્કારી રંગભેદ’ને ફૂલવા-ફાલવામાં મદદ મળી છે. લેબર પાર્ટીની બહુસાંસ્કૃતિકવાદની નવી રેસ પોલિસીને આકાર આપનારા રિપોર્ટના આલેખક અને ૨૦૦૩થી ૨૦૦૮ના સમયગાળામાં એકેડેમી ઓફ સોશિયલ સાયન્સીઝના પ્રમુખ રહેલા લોર્ડ પારેખે રનીમીડ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કમિશનના ભાગરૂપે વર્ષ ૨૦૦૦માં એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટ જારી કર્યો હતો. જેને તત્કાલીન હોમ સેક્રેટરી જેક સ્ટ્રોએ ‘ઘણા વર્ષો સુધી રંગભેદી ભેદભાવ પરની રાષ્ટ્રીય ચર્ચામાં અતિ મહત્ત્વપૂર્ણ યોગદાન’ તરીકે બિરદાવ્યો હતો.
‘અહીંનું સમગ્ર વાતાવરણ જ આપણને આહલાદક લાગે એવું છે.’ સાહિત્યપ્રેમી જીવ કુમારીલ ડાંગોદરાએ કહ્યું. ‘આ ભૂમિમાં સત્સંગ અને સેવાના ધબકારા ઝીલાયા છે...’ અધ્યાત્મ-ધર્મ ને શિક્ષણ જગતના મુકેશભાઈ પટેલે ઉમેર્યું. ‘અહીંથી આયુર્વેદ ઉપચાર પદ્ધતિનું ઉત્તમ કાર્ય થશે.’ મોટાભાગના મહેમાનોએ કહ્યું. અવસર હતો મહેસાણા જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા વડસ્મા ગામના શ્રી સત્સંગી સાકેત ધામ, ‘રામ આશ્રમ’ના સંકુલમાં યોજાયેલા પંચમુખાત્મક ત્રિદિન સાધ્ય સૂર્યયાગ સહિતના પાંચ દિવસીય સમારોહનો.
