વિવિધા

No

Block: Site: Subtree Block

    યોગ-ઉપવાસમાં જરાય ન માનતા આ સચ

    કુદરતી જીવન જીવો... હું વીસ-બાવીસ વર્ષનો હતો ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો, પણ જ્યારે મને સમજાયું કે આમાંનું ઘણું કુદરતવિરોધી છે, ત્યારે એ બધું મેં છોડી દીધું. નેતી, ધોતી, બસ્તી, કુંજલ, નૌલી જેવી યૌગીક ક્રિયાઓ અને વધુપડતો પ્રાણાયામ કુદરતવિરોધી છે. આખી જિંદગી યોગ કરતા કેટલાય યોગીઓને મેં ભૂંડી રીતે મરતા જોયા છે. યોગીઓએ બતાવેલી આ બધી ક્રિયાઓ આરોગ્યને બરબાદ કરી દે છે. લોકોને પ્રભાવિત કરવા હોય તો આ બધું બરાબર છે, પણ એ કરાય નહીં. ત્યાગી લોકો મરતાં બહુ રિબાય છે.

    ‘પુત્રવધૂને દીકરી જેટલો જ પ્રેમ આપનાર પરિવાર સાચ્ચે જ અભિનંદનને પાત્ર છે.’ જાણીતા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કહ્યું. ‘અભિવાદન સમારોહ અને લોકડાયરાના કાર્યક્રમના નિમંત્રણમાં પણ પરિવારની લાડકી એવો જ શબ્દ પ્રયોજાયો છે એ જ બતાવે છે કે આ પરિવાર પુત્રવધૂને દીકરી જ ગણે છે.’ ઉપસ્થિત મહેમાનો પૈકીના કોઈએ કહ્યું. હમણાં કલાકાર - વક્તારૂપે એક સામાજિક સમારોહમાં ભાગ લેવાનું થયું, આનંદનો અવસર હતો એમાં આપણા શાસ્ત્રો - સત્સંગ અને સંસ્કારોનો સમન્વય હતો.

    સેવા અને સંવાદિતાનું ધામઃ શિવ...

    ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી ધર્મ ફેલાવવા વર્તાવેલો ત્રાસ અને આજે કેથોલિક પોર્ટુગલની સરકારે લિસ્બનમાં શિવ મંદિર સ્થાપવા કરેલી મદદ એ સમયની બલિહારી છે. યુરોપમાં ઠેર ઠેર વૈષ્ણવ, સ્વામિનારાયણ, ગણેશ મંદિર મળે પણ ધાર્મિક-સામાજિક-સામુદાયિક પ્રવૃત્તિઓથી ધમધમતું શિવ મંદિર જોવું હોય તો લિસ્બન જવું પડે.

    બાંગ્લાદેશને જન્મ આપનાર ભારત-

    બાંગ્લાદેશને જન્મ આપનાર ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. પાંચ દાયકા પૂર્વે ત્રીજી ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભારત-પાક. વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, અને આ યુદ્ધનો પલિતો ચાંપ્યો હતો પાકિસ્તાને. પાક. સેનાએ ઓપરેશન ચંગેઝ ખાન લોંચ કરીને ભારતમાં ૧૧ લડાકુ વિમાનો ઘૂસાડ્યા હતા. પરંતુ સતર્ક ભારતીય સૈન્યએ ગણતરીની ક્ષણોમાં ચાર પાક. વિમાનોને તોડી પાડ્યા હતા. વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ રેડિયો પર મોડી સાંજે યુદ્ધની જાહેરાત કરી અને પાક.ની કમર તોડી નાંખે તેવો ભીષણ જંગ શરૂ થયો.

    વાસ્તવિકતા અને ભ્રમમાં કેટલો તફાવત છે તે પણ વાસ્તવિકતા અને ભ્રમ જેવું જ છે. આપણે જેને વાસ્તવિકતા માનીએ છીએ તે આપનો ભ્રમ હોઈ શકે અને જેને અપને ભ્રમ સમજીને અવગણી દેતા હોઈએ છીએ તે જ સત્ય હોઈ શકે. સૃષ્ટિ અને જીવનમાં શું સત્ય છે અને શું મિથ્યા છે તે વ્યક્તિના શાણપણ પર આધાર રાખે છે. આ વિવેકબુદ્ધિ અને શાણપણ જ્ઞાનથી આવે છે જે બધા પાસે હોતું નથી. જ્ઞાનના આવા અભાવને પણ આપણે ક્યારેક અજ્ઞાનતા નહિ પરંતુ વાસ્તવિકતા માનતા હોઈએ છીએ - કેવો ભ્રમ?

    યાદ અપાવતી ભેટ તે આનું નામ...

    એક એવી ભેટનું નામ આપો જે આપને હરહંમેશ ભેટ આપનાર મિત્રની મીઠી યાદ અપાવતી રહે'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને વર્ષો સુધી સહયોગ આપનાર કવિ અને સાહિત્યકાર મિત્ર શ્રી યોગેશ પટેલ (વર્લ્ડ મસાલા)એ તસવીરમાં જણાય છે તે 'મગ'ની ભેટ મોકલી છેતેમણે આજ ભેટ પોતાના અન્ય મિત્રોને પણ મોકલી છે.

     

    ‘લગ્નજીવનના ત્રણ દાયકા પુરા કર્યા એ માટે તમને બંનેને અભિનંદન...’ એક દંપતીના ઘરે મેરેજ એનિવર્સરી નિમિત્તે યોજાયેલા મિલન સમારોહમાં બીજા મિત્રે શુભેચ્છા પાઠવતાં કહ્યું.

    ક્યારેય તમારી સાથે એવું થયું છે કે તમે કોઈ મુસાફરી માટે ટિકિટ બુક કરાવો, હોટેલ બુક કરાવો, બીજી બધી તૈયારી કરી લો અને પછી જવાનું કેન્સલ થાય? થોડા દિવસ પછી ફરીથી નક્કી થાય કે મુસાફરી હવે કરી શકાશે એટલે ફરીથી ઉત્સાહપૂર્વક પુરી પ્રક્રિયાનું પુનરાવર્તન થાય અને પાછું પરિણામ એ જ આવે - ટ્રીપ કેન્સલ. આ સમયે વ્યક્તિ ગુસ્સો, હતાશા અને નિરાશાનો એકસાથે અનુભવ કરે છે. ખિન્નતા વ્યક્તિના મન પર હાવી બને છે અને તેને ફરીથી ક્યારેય કોઈ પ્રવાસનું આયોજન કરવાની ઈચ્છા થતી નથી. પરંતુ તે શું કરી શકે? પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે તે મજબૂર હોય છે.

    ‘શરીરથી નાના કદનો, કોઈ પણ પદ વિનાનો મનુભાઈ સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્રસ્થાને છે.’ આ શબ્દ મોરારિબાપુએ ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે લેખક કિન્તુ ગઢવી લિખિત અને નવજીવન મુદ્રણાલય દ્વારા પ્રકાશિત માનવ સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને તેના ચેરમેન સાણંદ સ્થિત શ્રી મનુભાઈ બારોટના જીવનસંઘર્ષની કથાના પુસ્તક ‘પ્રેરણા પંથનો પ્રવાસી’નું વિમોચન કરતા કહ્યા હતા.

    આ વર્ષનો આ અંતિમ લેખ. આખું વર્ષ વીત્યું અને આપણે શબ્દોના સથવારે એકબીજા સાથે વાતચીત કરતા રહ્યા. સમયે સમયે આવેલા વિચારોની અભિવ્યક્તિ થતી રહી અને તેની સાથે કેટલાય વાચકોના મનમાં પણ નવા વિચારોના બીજ રોપાયા હશે અથવા તો તેઓની માન્યતા અને ધારણા સાથે સરખાવાયા હશે. જે રીતે લેખક અને વાચક બંને એકબીજાને સમય સાથે ઓળખાતા અને સમજતા જાય છે તે રીતે શબ્દોનો સેતુ મજબૂત થતો જાય છે. જીવનમાં આપણી સામે અનેક માર્ગ હોય છે અને તે પૈકી આપણે કોઈ એકાદ માર્ગે ચાલવાનું પસંદ કરીયે છીએ તેવી જ રીતે વાચકની સામે આવતી વાંચન સામગ્રીમાંથી કઈ મનમાં રાખવી અને કઈ ત્યજી દેવી તે નક્કી કરે છે. લેખક પણ દરેક અઠવાડિયે તેના મનમાં આવેલા અનેક વિચારો પૈકી ક્યાં વિચારને પ્રાધાન્ય આપીને તેના પણ આર્ટિકલ લખવો અને બીજા વિચારોને જતા કરવા તે નક્કી કરવા મથતો હોય છે.