વિવિધા

No

Block: Site: Subtree Block

    માલ્કમ ડેબૂ પારસી સમુદાયના ભવ

    ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપના પ્રમુખ માલ્કમ ડેબૂ પારસી સમુદાયના ભવિષ્ય માટે ઘણા આશાવાદી છે. તેઓ કહે છે કે, બ્રિટનમાં સૌથી જૂની એશિયન ધાર્મિક સ્વયંસેવી સંસ્થા ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપની સ્થાપના ૧૮૬૧માં કરાઇ ત્યારે બ્રિટનમાં ફક્ત ૫૦ પારસી વસવાટ કરતા હતા. આજે બ્રિટનની વસતી ગણતરીના આંકડા પ્રમાણે હાલ દેશમાં ૪૦૦૦ પારસી વસવાટ કરી રહ્યાં છે પરંતુ સમુદાયની ગણતરી પ્રમાણે બ્રિટનમાં હાલ કુલ ૬૦૦૦ પારસી હોવાનો અંદાજ છે.

    એક ગૌરવવંતા પારસી – લોર્ડ કરણ

    ભારતમાં જન્મેલા ને હાલ બ્રિટનના નાગરિક લોર્ડ કરણ બિલિમોરિયા બહુમુખી પ્રતિભા ધરાવતા હાઉસ ઓફ લોર્ડ્સના વિદ્વાન સાંસદ છે. સેંકડો વર્ષ પહેલાં ઇરાનમાં થઇ રહેલી સતામણીથી બચવા તેમના પૂર્વજોએ ભારતમાં શરણ લીધું હતું. બિઝનેસ અને રાજનીતિમાં સફળતાના શિખરો સર કરનાર લોર્ડ બિલિમોરિયાની ધાર્મિક ઓળખ બ્રિટનમાં લોકોની ઉત્સુકતાનું કેન્દ્ર છે. 

    સંગાથે-સંગાથે કામ કરો અને યાદ-

    આજે જ્યારે ડીમેન્શીયાના રોગના શિકાર વધુ ને વધુ લોકો બનતા જાય છે ત્યારે મગજને કઇ રીતે સતેજ રાખવું એ જાણવું ખુબ જરુરી છે. જીવનમાં યાદ શક્તિનું મહત્વ તો આપ સૌ જાણો છો

    ક્રાંતિકારી સંતને રાષ્ટ્રીય

    ઓગસ્ટ ૨૦૧૭ની વાત છે. સ્વામી સચ્ચિદાનંદજીને ફોન કર્યો. ‘હરિ ઓમ...’ કરીને ખબરઅંતર પૂછ્યા. કહ્યુંઃ ‘સ્વામીજી, ગુજરાતમાં છું, અનુકૂળતા હોય તો મળવા આવવું છે... દંતાલી (આશ્રમ) છો કે કોબા (આશ્રમ)?’ ‘અરે, આવી જ જાવ, સી.બી.... કોબા જ છું...’ હું ભાઇશ્રી નીલેશ પરમારને લઇને પહોંચ્યો. એ જ ઉષ્મા, પ્રેમ અને પારકાનેય પોતાના કરી લેતો એ જ મીઠો આવકારો. બસ, થોડીક વધતી વયની અસર વર્તાતી હતી.

    યુક્રેન વિવાદ મહાસત્તાઓ વચ્ચ

    હાલ સમગ્ર વિશ્વનું ધ્યાન પૂર્વ યુરોપ પર કેન્દ્રિત છે. એક ચિનગારી વિશ્વયુદ્ધ ભડકાવી શકે તેવી સ્થિતિ છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન સરહદે એક લાખથી વધુ સૈનિકો અને જંગી શસ્ત્ર સરંજામ ખડકી દીધો છે. અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી છે કે રશિયા ગમે તે સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે. યુક્રેન મામલે યુદ્ધ ભડકે નહીં તે માટે હાલ અમેરિકા, ‘નાટો’ (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન)ના સભ્ય દેશો અને યુનાઇટેડ નેશન્સ (યુએન) કૂટનીતિક પ્રયાસો કરી રહ્યાં છે.

    પાટીદારો સાહસિક છે, પણ દુઃસાહસ...

    ગુજરાતના કલોલ પાસેના એક ગામના પાટીદાર પરિવારના કેટલાક સભ્યો કેનેડાની સરહદેથી ગેરકાયદે અમેરિકાની બોર્ડરમાં પ્રવેશતી વખતે માઈનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાઈને મોતને ભેટયા. આ એક હૃદયદ્રાવક કરુણાંતિકા છે. આ કોઈ પહેલી જ ઘટના નથી. આવી તો અનેક હોરર સ્ટોરીઝ ઈતિહાસના ગર્ભમાં છુપાયેલી છે. માત્ર કેનેડાની જ નહીં પરંતુ મેક્સિકોની બોર્ડર પણ ગેરકાયદે અમેરિકાની સરહદમાં પ્રવેશવા માટે કાર્યરત છે અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ મેક્સિકનો અને સ્પેનિયાર્ડસ પણ મેક્સિકોની સરહદે પ્રવેશતાં સર્જાયેલી વિભિષિકાઓ પર અંગ્રેજીમાં ફિલ્મો પણ બની છે.

    તુમ્હે ઔર ક્યા દું
    મેં દિલ કે સિવાય
    તુમકો હમારી ઉંમર લગ જાય
    આ ગીતના શબ્દો કેટલાય સંગીતપ્રેમીઓએ એમના પુનઃ સ્વાસ્થ્યની પ્રાર્થનારૂપે આત્મસાત્ કર્યા હશે, પણ એમ ક્યાં કોઈ રોકાય છે? લતાજી પણ ના રોકાયા. વસંતપંચમીના દિવસે મા સરસ્વતીનું પૂજન થયું અને છઠ્ઠના દિવસે જ જાણે મા સરસ્વતીના સાક્ષાત સ્વરૂપ લતા મંગેશકરના દૈહિક સ્વરૂપનું પંચમહાભૂતમાં વિસર્જન થયું.

    શું આજે તમારા કોમ્પ્યુટરમાં ૧૯૯૫માં બનેલ વિન્ડોઝ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? શું તમારો મોબાઈલ આજે એન્ટેનાવાળો જૂનો ડબ્બો છે? નથી ને? આપણા ફોન અને કોમ્પ્યુટર, ટીવી અને બીજા ઉપકરણો કેટલા આધુનિક થઇ ગયા છે? દર વર્ષે નવા વર્ઝન આવે છે અને તેને સમયે સમયે અપડેટ પણ કરવામાં આવે છે. મોબાઈલમાં પણ સોફ્ટવેરનું વર્ઝન અપડેટ કરવા માટે મેસેજ આવે છે ત્યારે આપણે તરત જ ઓકે કરી દઈએ છીએ. આ રીતે ગેઝેટ અને સોફ્ટવેર અપડેટેડ રાખવાનો ફાયદો એ છે કે આપણે ફાસ્ટ અને કાર્યક્ષમતાથી કામ કરી શકીએ છીએ અને જમાનાની સાથે રહીએ છીએ.

    ‘તમે ક્યારેય કોઈનું સન્માન કર્યું છે?’ ‘તમે ક્યારેય કોઈના દ્વારા સન્માન પામ્યા છો?’ મોટા ભાગે આ સવાલોના જવાબ હા અને ના બંનેમાં આવશે. અનુભવ અને અવલોકન એવા રહ્યા છે કે સન્માન એક એવી ઘટના છે, એક એવો પ્રસંગ છે, જેમાં આપનાર-લેનાર અને સાક્ષી બનનાર સહુને આનંદ હોય છે.

    દિવ્યાંગ દીકરાને પીઠ પર બેસાડ

     મા તે મા, બીજા બધા વગડાના વા, ઇશ્વર બધે જ હાજર નથી રહી શકતો માટે તેણે માતાનું સર્જન કર્યું છે... આવી બધી ઉક્તિઓનો અર્થ સમજવા માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનની આ માતાના સંતાનપ્રેમ વિશે જાણવું જ રહ્યું.