થોડા સમય પહેલાંની ઘટના છે. મારી સામે રહેતા પાડોશીએ મને ૨૦૨૦ના વર્ષની બે સાવ નવી અને કોરી ડાયરી આપી. એમણે કહ્યું, ‘તમારે લખવાનું બહુ હોય છે તો ભલે જૂની છે, પણ તમે લખી શકો એવી છે.’ મેં આભાર માની એનો સ્વીકાર કર્યો ને એમાં લખવાનું પણ શરૂ કર્યું. પછી મારા મનમાં સંવેદનો અનુભવાયા કે જૂની ડાયરીના પાનાં પર કાંઈક લખી શકાય, કબૂલ, પણ જૂના-વીતેલા સમયને જીવી ના શકાય. સમય તો સતત વહેતું ઝરણું છે એના પ્રવાહમાં ભળીને પળપળ માણી શકીએ તો જ જીવન છે અને એટલું જ જીવન છે.
વિવિધા
Block: Site: Subtree Block
વાચક મિત્રો, આપણા સૌ માટે તન-મનની તંદુરસ્તીનું મહત્વ અદકેરું છે. એ માટે આપણે જાગ્રત પણ બન્યા છીએ. ખાસ કરીને છેલ્લા બે વર્ષના કોવીદ-૧૯ના કટોકટી અગણિત લોકો માટે સ્ટ્રેસભર્યો, કંટાળાજનક કે નિરસતાસભર સમય બની ગયો છે. રોજરોજની અચોક્કસતાએ આપણને દિશાશૂન્ય બનાવી દીધાં. જાયે તો કહાં જાયે હમ..જેવી વિવશતા. આમાં બદલાવ લાવી શકાય જો ફૂરસદના સમયનો સદુપયોગ કરતા આવડે તો!
એક એવી ભેટનું નામ આપો જે આપને હરહંમેશ ભેટ આપનાર મિત્રની મીઠી યાદ અપાવતી રહે? 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને વર્ષો સુધી સહયોગ આપનાર કવિ અને સાહિત્યકાર મિત્ર શ્રી યોગેશ પટેલ (વર્ડ મસાલા)એ તસવીરમાં જણાય છે તે 'મગ'ની ભેટ મોકલી છે. તેમણે આજ ભેટ પોતાના અન્ય મિત્રોને પણ મોકલી છે.
ગાંધીજીએ જેમને ‘દેશભક્તોના દેશભક્ત’નું બિરુદ આપ્યું હતું તેવા સુભાષચંદ્ર બોઝ માટે કહેવાય છે કે જો હિન્દુસ્તાનના ભાગલા વેળા તેઓ હયાત હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત. આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો. સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમણે ‘જય હિન્દ’ જેવું રાષ્ટ્રીય સૂત્ર આપ્યું હતું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજીના અતુલ્ય યોગદાન બિરદાવવા ભારત સરકારે આ વર્ષથી પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો પ્રારંભ નેતાજીની જન્મજયંતી ૨૩ જાન્યુઆરીના રોજથી શરૂ કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે.
આજે વિશ્વતખતે ભારત એક સબળ, સશક્ત, સંસદીય લોકતાંત્રિક દેશ તરીકે આગવી ઓળખ ધરાવે છે. ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ છે કેમ કે દેશમાં લોકતંત્રના મૂળિયા ઊંડા જ નહીં, મજબૂત પણ છે. અનેકવિધ ભાષા અને સંસ્કૃતિના સંગમસમાન ૨૮ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો આ દેશ વિવિધતામાં એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વિનાશક કુદરતી આફતોથી માંડીને અનેક માનવસર્જિત પડકારોનો સામનો કરવા છતાં ભારતમાં ક્યારેય લોકતંત્રના પાયા ડગ્યા નથી કેમ કે તેના મૂળમાં છે નક્કર બંધારણ.
નાઈરોબી, આફ્રિકા. ૭૯ વર્ષ પહેલાની એક સત્યઘટના... અંગ્રેજોનો જબરદસ્ત ખોફ. તેમની સામે કોઇ હરફ સુદ્ધાં ઉચ્ચારવાની હિંમત ના કરી શકે. એક ટીનેજ ગુર્જર સુતાર કન્યા પરોઢિયે ચાર વાગ્યે ઉઠતાં અને નાઈરોબીમાં પ્રભાત ફેરી યોજતાં. ‘હિન્દુસ્તાન આઝાદ કરો’ અને ‘જય હિન્દ’ના નારાથી આસમાન ગજાવતાં. સ્કૂલમાં દરરોજ બપોરે વિદ્યાર્થિનીઓની એસમ્બલી યોજાતી હતી. આ નાનકડી ટીનેજરે વિચાર્યું કે જ્યાં શિક્ષકોથી માંડીને બધા જ વિદ્યાર્થીઓ એકત્ર થાય છે એવી આ એસેમ્બલીમાં કંઈક કરવું જોઇએ. તેમણે એક યોજના અમલમાં મૂકી...
‘હું જો જીર્ણ માંદગીને કારણે મરણ પામું તો, અરે, એક ફોલ્લી કે ચાંદાથી મરણ પામું, તો લોકો તમારા પર ક્રોધે ભરાય એ જોખમ વહોરીને પણ, દુનિયા આગળ જાહેર કરવાની તમારી ફરજ છે કે ગાંધી જેનો દાવો કરતો હતો એવો ખુદાનો બંદો નહોતો. તમે એમ કરશો તો એથી મારા આત્માને શાંતિ મળશે. આ પણ નોંધ રાખજોઃ હમણાં જ એક દિવસ કોઇકે બોમ્બ વતી કરવા ધાર્યું હતું તેમ કોઈ મને ગોળીથી ઠાર કરીને મારા જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે અને હું તેની ગોળી દુઃખના એક પણ પોકાર વિના ઝીલી લઉં અને રામનું નામ રટતો રટતો પ્રાણત્યાગ કરું તો જ મારો એ દાવો સાચો ઠરશે.’
વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે.....જે પીડ પરાઇ જાણે રે....ભારતને આઝાદી અપાવનાર મહામાનવ ગાંધીજીને આ ભજન અત્યંત પ્રિય હતું. સાબરમતીના કિનારે આવેલા આશ્રમમાં મહાત્મા ગાંધી અને આશ્રમવાસીઓની સવારની દૈનિક પ્રાર્થનાનો પ્રારંભ આ ભજનથી થતો તો સ્વતંત્રતાની લડાઇમાં આ ભજન હંમેશા મોખરે રહ્યું છે.
મોહનદાસ કરમચંદ ગાંધીને ઘણા ઉપનામથી સંબોધન કરાય છે જેમ કે ગાંધીજી, ગાંધીબાપુ, બાપુ મહાત્મા. આમાં સૌથી સન્માનનિય સંબોધન મહાત્મા છે. બેરિસ્ટર તરીકેની કારકિર્દી ફગાવીને ભારત દેશન આઝાદી અને જનકલ્યાણ માટે સાદગીસભર જીવન જીવનાર ગાંધીજીને મહાત્મા તરીકેનું બિરૂદ ગુરૂદેવ રવિદ્રનાથ ટાગોરે આપ્યું હતું પરંતુ ઘણા ઓછા લોકોને એ ખબર હશે કે બ્રિટિશ સરકાર દ્વારા ગાંધીજીને સત્તાવાર રીતે મહાત્માનું બિરૂદ અપાયું હતું.
ઇરાનમાં શાસકો દ્વારા થઇ રહેલા ધાર્મિક દમનથી બચવા ઝોરાષ્ટ્રિયન અથવા તો પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે આવી પહોંચ્યા અને દૂધમાં સાકર ભળે તેમ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયાં. ભારતમાં સ્થાયી થયેલા પારસીઓ પૈકીના ઘણા યુરોપ, અમેરિકા અને અન્ય દેશોમાં પહોંચ્યા હતા. યુરોપમાં પારસીઓની સંગઠનાત્મક શક્તિ જાળવી રાખવા ૧૮૬૧માં ધ ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ ઓફ યુરોપ (ઝેડટીએફઇ)ની સ્થાપના કરાઇ હતી.
