‘ખબર નહીં કેમ? પરંતુ હમણાં હમણાંથી એવું લાગે છે કે સંબંધો સાચવવાની ખૂબ મથામણ કર્યા પછી પણ, અનેકવાર જતું કર્યું હોય તો પણ, ઉદાર બન્યાં હોઈએ તો પણ સંબંધો તૂટે છે, બહુ દુઃખ થાય છે.’
વિવિધા
Block: Site: Subtree Block
સાચું શું અને ખોટું શું તેનો નિર્ણય કરવો ક્યારેક આપણા માટે જીવનમાં મુશ્કેલ થઇ પડે છે. સમાજે નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોને આધારે જીવન જીવવાની કોશિશ કરનારા, નીતિ-નિયમોનું પાલન કરનારા લોકો માટે કેટલીય વાર આવા પ્રશ્નો ઉભા થાય છે. ધર્મસંકટ જેને કહે છે તેવી પરિસ્થિતિમાં આપણે ફસાઈએ ત્યારે શું નિર્ણય લેવો તે નક્કી કરવું મુશ્કેલ બનતું હોય છે.
માદરે વતનથી હજારો માઇલ બ્રિટનમાં આવીને વસ્યાં છો? હોમ સિકનેસ અનુભવો છો? વતનઝુરાપો વર્તાય છે? ઘરમાંથી બહાર નીકળો, કેન્ટન પહોંચો અને એક લટાર મારો. તમારા પોતાના ‘દેશ’માં ફરતાં હોવાની લાગણી અનુભવશો. કેન્ટન એવો વિસ્તાર છે, જે તમને ઘરથી દૂર એક ઘરનો અનુભવ કરાવે છે. આજે આ વિસ્તાર ખીલ્યો છે તેમાં આપણા ભારતીય - ગુજરાતી સમુદાયનું આગવું યોગદાન છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરશે.
મહર્ષિ વાલ્મીકિએ મહાકાવ્ય રામાયણની સૃષ્ટિ સર્જી એમાં રામચંદ્રનું મહત્વ અનોખું છે. જીવનમાં બનતી વિભિન્ન ઘટનાઓ પ્રત્યે જોવાની રામે અનુપમ એવી વિધાયક દૃષ્ટિ કેળવી હતી, પરિણામે રામ પોતે જ પ્રસન્નતાનું મૂર્તિમંત પ્રતીક બની રહ્યા હતા.
‘હું કાગડાના મોતે મરીશ, કુતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મુકવાનો નથી.’ આ શબ્દો ઉચ્ચાર્યા હતા દાંડીકૂચના આરંભ પહેલાં ગાંધીજીએ. 12 માર્ચ 1930ની સવારે શ્રી ખરેએ ગાયુંઃ ‘શૂર સંગ્રામ કે દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સૂર નાહિ...’ ને કસ્તુરબાએ ગાંધીજીને કંકુનો ચાંદલો કર્યો, હાથમાં લાકડી આપી... એક સુકલકડી, એકલવડીયો દેહ, જેનામાં મહામાનવ જીવતો હતો, એ ચાલી નીકળ્યા હતા દાંડી તરફ કૂચ કરવા માટે. 10 પાઈના મીઠાં પર 200 પાઈની જકાત નાખીને બ્રિટિશ સરકારે પ્રજાજીવન પણ એક અર્થમાં જુલમ આચર્યો તેની સામેની આ અહિંસક લડાઈ હતી.
આગામી જૂન એટલે આપણા બ્રિટનમાં ઉત્સવો-ઉજવણીનો મહિનો. કારણ? આપણાં હર મેજેસ્ટી મહારાણી એલિઝાબેથ જૂન ૨૦૨૨માં ૭૦ વર્ષની સેવા પછી પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરનાર પ્રથમ બ્રિટીશ શાહી શાસક (રાજા) બનશે. ૨, જૂન થી ૫, જૂન દરમિયાન યોજાનારી પ્લેટિનમ જ્યુબિલીના ભાગરૂપે હર મેજેસ્ટીના ઐતિહાસિક શાસનની ઉજવણીમાં આવો આપણે સૌ સામેલ થઇએ.
એ પરિવારના મોભી હતા, સમાજના મહાજન હતા. સ્વાતંત્ર્ય સેનાની હતા, કુશળ વ્યાપારી અને સાહસિક ઉદ્યોગપતિ હતા. રાષ્ટ્રપ્રેમી અને સમાજ સુધારક હતા. સમયને બદલનારા અને ડગલને પગલે માણસાઈથી ભર્યુંભર્યું જીવન જીવનારા માણસ હતા. એક જિંદગીમાં દસ જિંદગી જેટલું કામ કરી જનારા એ વ્યક્તિત્વનું નામ એટલે શ્રી પ્રહલાદભાઈ પટેલ, જેમને સમાજ શેઠશ્રી પ્રહલાદજીના નામે ઓળખે છે. હમણાં એમની 115મી જન્મજયંતી અવસરે બહુચરાજીમાં યોજાયેલ કાર્યક્રમમાં સંચાલક તરીકે જવાનું થયું ત્યારે એમના સદગુણોની વાતો સાંભળી અને એમના બહુઆયામી વ્યક્તિત્વમાંથી પ્રેરણા મળી.
ડો. બાબાસાહેબ આંબેડકર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી શિષ્યવૃત્તિથી ગ્રેજ્યુએટ થયા હતા. એ મુજબ તેમણે વડોદરા રાજ્યમાં નોકરી સ્વીકારી. સૌ પ્રથમ વાર ગુજરાત આવ્યા. અસ્પૃશ્યોદ્ધારક કાર્ય કરતા આર્યસમાજી પંડિત આત્મારામ અમૃતસરીએ તેમને પોતાને ત્યાં રાખ્યા હતા. પિતાની ગંભીર માંદગીનો તાર મળતાં મુંબઈ પરત ફર્યા.
ડો. બાબાસાહેબ આંબેડકર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી શિષ્યવૃત્તિથી ગ્રેજ્યુએટ થયા હતા. એ મુજબ તેમણે વડોદરા રાજ્યમાં નોકરી સ્વીકારી. સૌ પ્રથમ વાર ગુજરાત આવ્યા. અસ્પૃશ્યોદ્ધારક કાર્ય કરતા આર્યસમાજી પંડિત આત્મારામ અમૃતસરીએ તેમને પોતાને ત્યાં રાખ્યા હતા. પિતાની ગંભીર માંદગીનો તાર મળતાં મુંબઈ પરત ફર્યા.
ગુરુકૂળના પ્રાંગણમાં બાળકોને ભણાવવા એ જ એમનું ધ્યેય નહોતું, એમને તો ગુરુકૂળ દ્વારા નવી પેઢીને વર્તમાન યુગના દૂષણોથી બચાવી, શુભ સંસ્કારોનું સિંચન કરવું હતું. બાળકોને ઉત્તમ રાષ્ટ્રભક્ત નાગરિક તરીકે કેળવવા હતા. તેઓ ઘણી વાર કહેતાં, ‘આ ગુરુકૂળ માનવજાત માટે જીવન ઘડતરનું અને સંસ્કાર સિંચનનું એક મોટું કારખાનું છે.’
