જીવનના પાંચ દાયકા વટાવી ચૂકેલો એક માણસ એક આદતથી મજબૂર હતો. એ તમાકુવાળા માવા ખાવાનો બંધાણી હતો. જમવાનું ના મળે તો ચાલે, પણ માવો તો ખાવો જ પડે! એમના પત્નીનું કેન્સરની બીમારીમાં અવસાન થયું અને પછી તેમને સમજાવ્યા તો તમાકુના વ્યસનમાંથી છૂટવાનો સંકલ્પ લીધો.
એક ભાઈને દારૂ પીવાની ટેવ, રોજ રાતે ઘરે આવે, દારૂ પીવે. ઈન્કમટેક્સના કામે વકીલ પાસે વર્ષમાં ત્રણ-ચાર વાર જાય. એ વકીલ વ્યસનમુક્તિનું કામ કરે. બધાને વ્યસનોથી છોડાવે. પેલા ભાઈને થયું આમની ઓફિસે જવું હોય તો વ્યસન છોડવું પડે... આખરે ચમત્કાર થયો, વ્યસન છૂટ્યું અને એમણે પરિવાર ઊગરી ગયો એમ જણાવ્યું.
વિવિધા
Block: Site: Subtree Block
આવજો... કહેવાનો સમય આવી ગયો છે. ત્રણ વર્ષ અને એક મહિનાના લંડનવાસ પછી હવે સમય આવી ગયો છે આપ સૌને આવજો કહેવાનો, અલવિદા કહેવાનો. આવા અલવિદા કહેવાના મોકા આપણા જીવનમાં અનેકવાર આવતા હોય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 8 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. જેમાં જનથી લઇ ધન સાથે સંકળાયેલા સૌથી મોટા, સીમાચિહનરૂપ નિર્ણયો લીધા. પછી તે નોટબંધી હોય કે જીએસટી હોય કે આયુષ્માન ભારત, જન-ધન યોજના, ઉજ્જવલા સ્કીમ કે કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ.
નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યાને 26 મેના રોજ 8 વર્ષ પૂરાં કર્યા છે. ચૂંટાયેલી સરકારના વડા તરીકે પણ તેમણે 21 વર્ષ પૂરાં કર્યાં છે. 13 વર્ષ તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી પણ રહ્યાા. જવાહરલાલ નેહરુ (16 વર્ષ, 289 દિવસ), ઈન્દિરા ગાંધી (11 વર્ષ, 59 દિવસ) અને મનમોહન સિંહ (10 વર્ષ, 4 દિવસ) પછી મોદી સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા ચોથા પીએમ (આઠ વર્ષ) બની ગયા છે. બિન-કોંગ્રેસી વડા પ્રધાનોમાં મોદીએ સૌથી વધુ સમય સુધી ખુરશી સંભાળી છે. આ પ્રસંગે વાંચો, રૂપા પબ્લિકેશનના ‘મોદી@20’ પુસ્તકમાં પ્રકાશિત જાણીતી હસ્તીઓના એ કિસ્સા, જે કહે છે કયા ગુણોએ મોદીને સ્વયંસેવકમાંથી પ્રધાનસેવક બનાવ્યા...
મહેન્દ્ર મેઘાણી વિશિષ્ટ વ્યક્તિત્વ છે, કારણ કે તેમણે જે કર્યું તે વિશિષ્ટ કર્યું. અમેરિકા પત્રકારત્વનું ભણવા ગયા તો ગુજરાતી ભાષામાં રીડર્સ ડાયજેસ્ટ જેવું સામયિક કરવાનો વિચાર લઈને આવ્યા. કંઈક કરવાનો આપણો વિચાર ક્યારેક વિચાર જ રહે પણ મહેન્દ્રભાઈ માટે તો તે સંકલ્પ જ હોય. 1950માં તેમણે ‘મિલાપ’નો પ્રારંભ કર્યો, જે 30 વર્ષ સુધી ચાલ્યું. ‘મિલાપ’ એ ગુજરાતી પત્રકારત્વનું એક ઝળહળતું પ્રકરણ છે. ઉત્તમ સંપાદન કોને કહેવાય તેનો જવાબ મિલાપમાંથી મળે.
મરુ, મેરું અને મેરામણના પ્રદેશ કચ્છનું નવું વર્ષ અષાઢી બીજે (આ વર્ષે પહેલી જુલાઇ) આવી રહ્યું છે. અષાઢી બીજે નવું વર્ષ ઊજવવા પાછળ ઘણી કથાઓ છે, પરંતુ પ્રચલિત માન્યતા પ્રમાણે વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી ત્યારથી અષાઢી બીજે નવું વર્ષ મનાવાય છે. કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથિથી કચ્છી પંચાંગ શરૂ કરાવ્યું હતું. વિક્રમ સંવત કરતાં ચાર માસ આગળ કચ્છી નવું વર્ષ ઊજવાય છે. કચ્છી પંચાંગની વિશેષતા એ છે કે એ પંચાંગમાં ભારતના પ્રમાણ સમય ઉપરાંત કચ્છના સ્થાનિક સમયની નોંધ પણ રહે છે.
ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે - 18 જૂને માતા હીરાબાને મળવા ગાંધીનગરના રાયસણસ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. વડા પ્રધાને માતાના ચરણ ધોઇને પૂજન કર્યું હતું અને આશીર્વાદ લીધા હતા. વડા પ્રધાને તેમના માતા અને પરિવારજનો સાથે અડધો કલાક વીતાવ્યો હતો. માતા હીરાબા એકસોમા વર્ષમાં પ્રવેશ્યાં છે ત્યારે વડા પ્રધાન પુત્રે એક ભાવનાત્મક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે બાળપણની કેટલીક ખાસ ક્ષણોની યાદ તાજી કરી છે, જે તેમણે માતા સાથે વિતાવી હતી. નરેન્દ્ર મોદીના બ્લોગના અંશોઃ
ઓડિસાના પુરીસ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ યાત્રાધામ મંદિર, હિંદુઓનાં મુખ્ય ધામમાંનું એક છે. કહેવાય છે કે આ ધામની યાત્રા અવશ્ય કરવી જોઈએ. જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જગન્નાથ પુરીમાં ભગવાન હરિ વિષ્ણુના કૃષ્ણ અવતારનાં પવિત્ર મનોરમ દર્શન થાય છે. આ મંદિર ખૂબ જ પુરાતન છે. ભગવાન શ્રીકૃષ્ણ (જગન્નાથ)ની સાથે મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ આ મંદિરમાં બિરાજમાન રહે છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ છે જગન્નાથ પુરીની રથયાત્રા. પુરી ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જેમાં અમદાવાદની રથયાત્રા સૌથી જૂની અને વિશાળ છે. સાત દસકા કરતાં વધુ સમયથી યોજાતી અમદાવાદની રથયાત્રા શ્રદ્ધાળુઓમાં આગવું સ્થાન ધરાવે છે.
લોકસાહિત્યકાર, હાસ્યકલાકાર, શિક્ષક અને લેખક સાંઇરામ દવે હાલ યુકેની મુલાકાતે છે. લેસ્ટર અને લંડનમાં વિવિધ કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને સાંઇરામ દવેએ ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceને ખાસ મુલાકાત આપી. પ્રસ્તુત છે ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયા સાથે ગુજરાતગૌરવ સાંઇરામ દવેની વાતચીતના મુખ્ય અંશ:
એક ભાઈ હમણાં એમના અનુભવોના નીચોડરૂપે કહેતા હતા કે ‘ઘણી વાર થાય છે કે જીવનમાં અતિ લાગણીશીલ થવાના અનેક નુકસાન છે, ક્યારેક થાય કે સહજ લાગણીની સાથે નહીં, પરંતુ કેલ્યુલેટેડ બુદ્ધિ સાથે વર્તન કરું, પણ વળી મારામાં રહેલો માણસ જાણે પ્રગટ થાય ને ફરી સહજ લાગણીથી જ જીવું.’
