હિન્દુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ વર્ષના ચાર અભિજિત મુહૂર્તોમાંનું એક છે. આ દિવસે ચારધામની યાત્રાનો શુભારંભ થાય છે. જૈન ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. આદિનાથદાદાની કઠિન તપસ્યાને અંતે આ જ દિવસે શ્રેયાંશકુમારે શેરડીના રસ દ્વારા દાદાનું વરસીતપનું પારણું કરાવ્યું હતું.
વિવિધા
Block: Site: Subtree Block
પૃથ્વી પર જ્યારે અધર્મનું જોર વધી ગયું અને વેદ ધર્મ પણ લુપ્ત થવા માંડ્યો હતો ત્યારે દેવોને ચિંતા થઈ. તેઓ ભગવાન શિવ પાસે જઈ પહોંચ્યા અને વેદ ધર્મને બચાવવા માટે વિનંતી કરવા લાગ્યા. આ સમયે દેવાધિદેવ મહાદેવે આશ્વાસન આપતાં કહ્યું કે ‘તમે ગભરાશો નહીં. વેદ ધર્મને બચાવવા માટે હું પોતે ધરતી પર અવતાર લઈશ. અજ્ઞાનના અંધકારમાં અટવાયેલી પ્રજાને માટે જ્ઞાનનો દીપક પ્રગટાવીશ.’
બકરીને રસ્તામાં આગળ વધતાં વચ્ચે પથ્થર આવે તો તે કાં તો તેને ઓળંગી જાય છે અથવા તો વળાંક લઈને આગળ નીકળી જાય છે. બકરી જેવું જાનવર પણ રસ્તામાં આવતા વિઘ્નોથી અટકતું નથી, પાછું વળતું નથી, તો વિચારો કે આપણા નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવામાં જો વચ્ચે કોઈ અવરોધ આવે તો અટકી જવું હિતાવહ છે? જરાય નહિ. ક્યારેય માર્ગમાં આવતા અંતરાયને તમારા પર વિજય ન મેળવવા દેશો, તેમને કારણે પોતાનું લક્ષ્ય ન છોડશો. કેમ કે જે સરળ રસ્તો પકડીને ચાલે છે તેનું જીવન એવું સામાન્ય બની રહે છે કે તેની નોંધ તે પોતે પણ લઇ શકતા નથી, તો પછી સમાજ તો તેને શું ઓળખવાનો.
અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં હું એક પછી એક નામ પ્રસ્તુત કરતો ગયો. એમને વધાવતા દર્શકો તાળીઓથી પ્રતિસાદ આપતા રહ્યા.
પરગ્રહવાસી- એલિયન્સ સભ્યતાઓ સાથે સંદેશા વ્યવહાર કરવાના નવા પ્રયાસ તરીકે નાસા ( NASA )સંશોધકો ન્યૂડિસ્ટ કેમ્પ ખાતે મૈત્રીપૂર્ણ સ્વાગત સમિતિની માફક હાથ હલાવી રહેલા નગ્ન સ્ત્રી અને પુરુષ સાથેની ઈમેજ સ્ટાર્સ તરફ મોકલી રહ્યા છે. યુએસ, નેધરલેન્ડ્સ અને ચીનના મેથેમેટિશિયન્સ અને એસ્ટ્રેફીઝિસિસ્ટ્સની સાથે કાર્યરત નાસાના સંશોધકોએ ‘’Beacon in the Galaxy” (BITG) ’પ્રોજેક્ટના ભાગરૂપે એક સંદેશો તૈયાર કર્યો છે જેની સાથે આ ઈમેજ પર મોકલાશે. ટ્રાન્સમિશનની સાથે વિશાળ થનારી આ ડિઝાઈન 1974માં તૈયાર કરાઈ હતી અને હવે પ્યુર્ટો રિકોના આરેસિબો (Arecibo) રેડિયો ટેલિસ્કોપ મારફત અવકાશમાં મોકલવામાં આવશે.
મારા વહાલા વાંચકો આજે ઘણા વખત પછીથી આપની સમક્ષ "રમૂજ ગઠરિયા"ની પોટલીમાં રમૂજ સાથે કેટલીક આજની વાસ્તવિક વાતો રજૂ કરવાનું મન થયું. કોરોનાના ભયજનક વાતાવરણથી આપણે માંડ મુક્ત થયા ત્યાં પાછું યુક્રેન યુધ્ધનું ભૂત ધુણ્યું. કોરોનાના નામે તમામ વસ્તુઓનો ભાવ વધારો થયો... હવે યુક્રેન યુધ્ધને નામે ભાવવધારાની બીજી "લપડાક"....!
બાગવાની વિશેનો મારો લેખ વાંચ્યો હશે. હમણાં હમણાં શ્રી સૂર્યનારાયણના દર્શન થતાં સૌ ખુશ છે. અમુક દિવસ ગરમ હવા પણ મળી. જાણે ભારતનો ઉનાળો યાદ આવી ગયો. એ હવા અમુક કલાકો જ રહી અને ફરી ઠંડી હવા શરૂ થઈ ગઈ. સૌએ રાહતનો શ્વાસ લીધો. આપણા શરીરને પણ તડકાની ઘણી જરૂર છે અહીં આપણે વિટામીન ડી'ની ટીકડીઓનો આશરો લેવો પડે છે, તો ચાલો આપણે બાગવાનીમાં મહેનત કરીએ તો પસીનો છૂટે અને સારો તડકો પણ મળે. આજે આપણે વાત કરવાની છે. લીલી જાજમ સમાન લોનની.
‘બધે એવું જ હોય, દર વર્ષે ભાડા કરાર મુજબ 5 - 7 ટકા ભાડું વધારી જ આપવાનું હોય તો આપણી દુકાનના ભાડૂતે પણ આપવું જ પડે...’ રમાએ એના કાકાને કહ્યું, જેમની દુકાન ભાડે આપેલી હતી અને નવો ભાડા કરાર કરવાનો હતો. હવે આ જ રમાનો એક બીજો સંવાદ પણ સાંભળો, જે તેણે એની બહેનપણીને કહ્યો હતો. ‘અરે એવું થોડું ચાલે? તું તારા મકાનમાલિકને કહે કે આમ દર વર્ષે થોડું અમે વધારી આપીએ?’
ભારતીય ઇતિહાસના પાના ફેરવશો તો જણાશે કે આ ધરતી પર કેવા કેવા પરાક્રમી યોદ્ધાઓ જન્મ લઇ ચૂક્યા છે. આ મહાન યોદ્ધાઓ તેમની શૂરવીરતાના કારણે આજે પણ લોકહૃદયમાં જીવંત છે. ભારતભૂમિ પર જ્યારે જ્યારે વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે ત્યારે તેમને આ રાજવીઓનો તીવ્ર પ્રતિકારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ઇતિહાસમાં આવું જ એક અમર નામ છે મહારાણા પ્રતાપ. આ વર્ષે તેમની 481મી જન્મ જયંતી છે. આમ તો એમનો જન્મ 9મેનાં રોજ આવે છે, પરંતુ રાજસ્થાનના રાજપૂત સમાજનો મોટો વર્ગ તેમનો જન્મદિવસ હિન્દુ તિથિ પ્રમાણે ઉજવે છે, એટલે કે જેઠ સુદ ત્રીજ (આ વર્ષે બીજી જૂન)નાં રોજ.
મહાભારતના અનુપર્વ અધ્યાય 15ના શ્લોક 78માં કહેવામાં આવ્યું છે કે ‘હે યુધિષ્ઠિર, સંપૂર્ણ ચંદ્રવંશી, સૂર્યવંશી, રઘુવંશી તથા કુરુવંશી રાજાઓ નિત્ય પવિત્ર થઈને પરમગતિને આપનાર ગાયત્રી મંત્રનો જપ કરે છે.’ આ જ પ્રકારે ‘બૃહદ સંધ્યાભાષ્ય’માં જણાવાયું છે કે, ‘અઢાર પ્રકારની વિદ્યાઓમાં મીમાંસા શાસ્ત્ર શ્રેષ્ઠ છે, મીમાંસા કરતાં તર્કશાસ્ત્ર, તર્કશાસ્ત્ર કરતાં પુરાણ, પુરાણ કરતાં ગાયત્રી શ્રેષ્ઠ છે.’ મનુસ્મૃતિ પણ કહે છેઃ આ લોક કે સ્વર્ગાદિ લોકમાં પણ ગાયત્રી સમાન પવિત્રમાં પવિત્ર કરનારું અન્ય કોઈ તત્વ કે શક્તિ નથી. આ બધા ઉપરથી ગાયત્રીનું સર્વશ્રેષ્ઠત્વ પ્રતિપાદિત થાય છે.
