લોકસાહિત્યકાર, હાસ્યકલાકાર, શિક્ષક અને લેખક સાંઇરામ દવે હાલ યુકેની મુલાકાતે છે. લેસ્ટર અને લંડનમાં વિવિધ કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને સાંઇરામ દવેએ ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceને ખાસ મુલાકાત આપી. પ્રસ્તુત છે ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયા સાથે ગુજરાતગૌરવ સાંઇરામ દવેની વાતચીતના મુખ્ય અંશ:
વિવિધા
Block: Site: Subtree Block
હિન્દુસ્તાની ક્લાસીકલ મ્યુઝીક શિક્ષણ અને થેરાપીના પ્રયોગથી સમાજનું આરોગ્ય સુધારવાનો અને હકારાત્મક વાતાવરણ સર્જવાનો યજ્ઞ સુશ્રી જયીથા ઘોષે આદર્યો છે. સંગીત એમનો આત્મા છે. એમની એકેડેમીક શૈક્ષણની કારકિર્દી સારી હોવા છતાં સંગીત પર પસંદગી ઉતારી. જ્યાં ભારતીયોની વસ્તી મોટાપ્રમાણમાં છે એ લંડનના હેરો વિસ્તારમા ગીતાંજલિ એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સ - GAOFALશરૂ કરી છે.
‘ડેડી, જુઓ તો ખરા, એ અમારા બેઉની વાતો જાણે આદર્શ શ્રોતા હોય એમ કેવી ધ્યાનથી સાંભળે છે...’ દીકરીએ પરિવારની ભાણેજ અનન્યા માટે કહ્યું. અનન્યાની ઉંમર થઈ સાડા નવ મહિનાની. એક દિવસ બધા એને કેન્દ્રમાં રાખીને એની સાથે ધમાલ-મસ્તી કરતા હતા. એમાં દીકરી સ્તુતિ અને અનન્યાની મમ્મી બંને અનાયાસ કોઈ વાત ધીમે ધીમે કરતા હતા.
આજકાલ મોટા ભાગના દંપતિઓ એક જ બાળક થયા બાદ એ પર પૂર્ણ વિરામ મૂકી દે છે. એની પાછળના કેટલાક ન્યાયી કારણો હોઇ શકે એની ના નહિ! આજની ભયંકર મોંઘવારી. સ્પર્ધાત્મક જીવન, જરૂરિયાતોનું મોટું લીસ્ટ. વૈભવી જીવનશૈલી.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે. ‘આચાર્ય દેવો ભવ’ કહીને આપણે તેમને ઈશ્વરતુલ્ય ગણેલા છે. ગુરુ શબ્દનો અર્થ જ એ છે કે જે જીવનમાં અજ્ઞાનના અંધારાને દૂર કરી શકે. આપણાં શાસ્ત્રોમાં પણ ગુરુ શબ્દના વિભિન્ન અર્થ દર્શાવાયા છે.
હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતી દેવપોઢી એકાદશીની વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના-મહાઆરતી સાથે ભારે ધર્મમય માહોલમાં રવિવારે ઉજવણી થઇ તે સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થયો છે. માન્યતા અને પરંપરાને આધીન ભગવાન વિષ્ણુ દેવઉઠી એકાદશી સુધી શયન મુદ્રામાં રહેતા હોય હવે ચાર માસ લગ્નસરાને વિરામ રહેશે. ચોથી નવેમ્બરે દેવઉઠી એકાદશીએ એટલે કે કારતક સુદ એકાદશીએ ચાતુર્માસ પૂરા થશે અને તુલસી વિવાહના આરંભ સાથે જ લગ્ન સહિતના માંગલિક કાર્યોનો આરંભ થશે. જોકે લગ્નમુહૂર્ત માટે 25 નવેમ્બર સુધી રાહ જોવી પડશે.
ઉનાળાના ધોમધોખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી જ્યારે અષાઢી મેહુલિયાને ભેટે છે ત્યારે ધરતી પર ગરમીનું જોર ઘટે છે. મેઘરાજાના આગમનની સાથે જ ઋતુ પરિવર્તન થાય છે. ચાર મહિના વર્ષાઋતુના એટલે પ્રકૃતિનો ખીલવાનો સમય. આ મોસમમાં કુદરતી કરિશ્મા ફૂલેફાલે છે અને તેનો નજારો આપણને જોવા મળે છે. આ સમયે તો એવું લાગે છે કે જાણે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી ના હોય! આવી રળિયામણી ધરતી પર મનુષ્યોની સાથે પશુ-પંખીઓ પણ ઝૂમી ઊઠે છે. પ્રકૃતિનું આ એક રૂપ છે જ્યાં સૌ મન મૂકીને ઝૂમી ઊઠે છે.
ગુરુપૂર્ણિમાના ઉત્સવની સંવેદના અભિવ્યક્ત કોઈ કરતું હતું ને એમણે કહ્યું, ‘જે ઘડે છે તે ગુરુ છે. આશીર્વાદ માંગવા ન પડે પણ સહજપણે જેમની કૃપાની અનુભૂતિ સતત થયા કરે તે ગુરુ છે. ગુરુકૃપાની અનુભૂતિ થાય ત્યારે સમજાય નહીં પમાય. ગુરુકૃપાની અનુભૂતિ થાય ત્યારે સફળતાનો નહિ, સાર્થકતાનો અનુભવ થાય. ગુરુકૃપાની અનુભૂતિ થાય ત્યારે કારણ વિના પ્રસન્ન પણ થવાય અને કારણ વિના અશ્રુ પણ આવી જાય.
‘તમે રસ્તામાં હવે કાંઈ નાસ્તો કરતાં નહીં, બપોરે બે-ત્રણ વાગ્યે વાંસદા પહોંચશો, ત્યાં એક સરસ ઓર્ગેનિક રેસ્ટોરાં શરૂ થઈ છે, તમે ત્યાં જમજો, તમને જે તે પ્રદેશનું અસ્સલ સ્વાદનું ભોજન ગમે છે, તો અહીં ડાંગનું ભોજન પણ ભાવશે જ...’ આ શબ્દો વલસાડમાં હિંમતદાદાના ઘરે હેવી બ્રન્ચ જમાડ્યા પછી અમને એમના પુત્ર અને દોસ્ત નીલેશે કહ્યા. સહજતાથી પુછાઈ ગયું કે ‘તમે જમી આવ્યા છો? તો કહે ના અમે નથી ગયા, પણ જેઓ ગયા છે તેમને બહુ ભાવ્યું છે.’
૨૬ જુલાઇના રોજ ગુરૂદેવ પૂ. ચિત્રભાનુજીની જન્મ શતાબ્દી છે. એમનું પ્રેરણાદાયી જીવન વિશ્વભરના ભારતીયો/ગુજરાતીઓ માટે આદર્શ સમાન છે. ડલાસ, ટેક્સાસમાં યંગ જૈન એસોસિએશને કન્વેન્શન ૨૨ના આયોજનમાં "વીગન ફુડ"ને મહત્વ આપ્યું છે. વીસેક વર્ષથી અમેરિકામાં વીગન ફુડની ઝૂંબેશ ચાલુ હતી જે આ વર્ષે જાહેર કાર્યક્રમમાં સર્વાનુમતે સાકાર થયાના સમાચારથી ખુશ થઇ આદરણીય પ્રમોદાબહેને ગુરૂદેવની જન્મ શતાબ્દી નિમિત્તે $૧૦,૦૦૦ની ભેટ "વીગન ફુડ"માટે જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે, “ગુરૂદેવને આ સાચી અંજલિ આપી કહેવાશે. એમનું એ સપનું હતું કે અમેરિકા અને ભારતમાં વીગન ફુડને પુષ્ટિ મળે જે સાકાર થશે.”
