વિવિધા

No

Block: Site: Subtree Block

    શિવજી સાંનિધ્યમાં લઈ જતો શ્રા

    ભગવાન શિવને આપણે જગતપિતાના નામથી બોલાવીએ છીએ. તેમને સર્વવ્યાપી તથા લોકકલ્યાણના પ્રતીક માનવામાં આવે છે જે પૂર્ણ બ્રહ્મ છે. ધર્મશાસ્ત્રોના જ્ઞાતાઓ એવું માને છે કે શિવ શબ્દની ઉત્પત્તિ જોતાં તેનો એક અર્થ થાય છે બધાને પ્રેમ કરનાર અને જેને બધાં જ પ્રેમ કરે છે. શિવ શબ્દનું ધ્યાનમાત્ર પણ સૌને અખંડ આનંદ, પરમ મંગળ, પરમ કલ્યાણ આપે છે.

    ચોમાસું આપણને સમજાવે છેઃ જિંદ

    ચોમાસાની ઋતુ છે, ચારેતરફ શ્રીકાર વર્ષા થઈ રહી છે, નદી-નાળાં, તળાવ ને સાગર છલકાઈ રહ્યા છે. સમગ્ર વાતાવરણમાં મસ્તી ને મદહોશી છે. પ્રેમીઓના હૃદયની સંવેદનાને અભિવ્યક્ત કરતા ગીતો-ગઝલો-કવિતાઓ, લોકગીતો કેટકેટલાનું સ્મરણ થાય, જેમાં વરસાદ અને વરસાદી વાતાવરણ શબ્દ-સંગીતમાં અભિવ્યક્ત થયા હોય.

    વડીલો સહિત સૌ વાચક મિત્રો, સુવર્ણ જયંતીના ઉપલક્ષ્યે મારી - તમારી અને આપણી જૂની-નવી વાતો આપણે ‘જીવંત પંથ’માં વાગોળીએ છીએ. આ નવા ક્ષેત્રમાં, અપેક્ષા કરતાં અને યોગ્યતા કરતાં પણ સાચે જ મને વધુ સંતોષ અને સફળતા સાંપડી રહ્યા છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આને હું મારા જીવનની એક સીમાચિહનરૂપ સિદ્ધિ માની રહ્યો છું, અને આ યાત્રામાં કંઇકેટલાય મહાનુભાવોના ઉપકારો છે તે મેં સ્વીકાર્યા છે.

    રક્ષાબંધનઃ ભાઇ-બહેનના પ્રેમબ

    ભારતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને તેને ઉજવવા પાછળ સામાજિક અને ધાર્મિક મહત્ત્વ રહેલું હોય છે. શ્રાવણ સુદ પૂનમ (આ વર્ષે 11 ઓગસ્ટ)ના રોજ આવતો ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. રક્ષાબંધનને બળેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે દરિયાછોરુઓ નાળિયેરી પૂનમ પણ ઊજવે છે. જ્યારે બ્રાહ્મણો આ તિથિએ પોતાનું યજ્ઞોપવિત એટલે કે જનોઇ બદલે છે.

    યુગાન્ડાની ક્યારેય ભૂલી ન શકાય તેવી ભયાવહતાના 50 વર્ષ

    ઇદી અમીને 4 ઓગસ્ટ 1972ના રોજ જાહેરાત કરી હતી કે બ્રિટન યુગાન્ડામાં તેના દ્વારા વસાવાયેલા એશિયનોની જવાબદારી સ્વીકારે. તેણે બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા એશિયનોને 90 દિવસમાં એટલે કે 8 નવેમ્બર 1972 સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ જારી કર્યો હતો. 9 ઓગસ્ટ 1972ના રોજ જારી કરાયેલા બીજા આદેશમાં ઇદી અમીને ભારત, પાકિસ્તાન અને બાગ્લાદેશની નાગરિકતા ધરાવતા એશિયનોને પણ દેશ છોડવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. પાછળથી તેમાં યુગાન્ડાની નાગરિકતા મેળવનારા એશિયનોનો પણ સમાવેશ કરાયો હતો.

    50 વર્ષ અગાઉ - 4 ઓગસ્ટ- યુગાન્ડાના એશિયનો માટેનો દુખદ દિવસ

    વિશ્વભરમાં વસેલા યુગાન્ડન એશિયનોના હૃદય પર 4 ઓગસ્ટ 1972નો દિવસ એક વસમી યાદ તરીકે કોતરાઇ ગયો છે. બરાબર 50 વર્ષ અગાઉ 150 વર્ષો સુધી યુગાન્ડાના વિકાસમાં એશિયન સમુદાયના લોકોએ આપેલું યોગદાન એક જ ઝાટકે ધોવાઇ ગયું હતું. યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીને બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા એશિયનો સહિત જેઓ યુગાન્ડનાના નાગરિક ન હોય તેવા 60,000 લોકોને 90 દિવસમાં દેશ છોડી જવા ફતવો જાહેર કર્યો હતો. આ લોકોને તેમના જન્મના દેશ, મિત્રતાઓ, સંબંધો ઉપરાંત પોતાના નિવાસસ્થાન અને યુગાન્ડાના અર્થતંત્રના કરોડરજ્જૂ સમાન વેપારધંધાઓની સ્થાપના માટે કરેલા અથાક પ્રયાસોને પડતાં મૂકી દેશનિકાલ થવાનો આદેશ અપાયો હતો.

    ભારતમાંથી બ્રેઇન ડ્રેઇન, ટેલેન્ટ ડ્રેઇન અને વેલ્થ ડ્રેઇન એક સળગતો સવાલ

    વર્ષ 2021માં 1,63,370 ભારતીયોએ તેમની નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લીધી છે. ભારતના ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં 6 લાખ કરતાં વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે. છેલ્લા બે દાયકામાં વિદેશોમાં જઇને વસનારા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. 2015થી સપ્ટેમ્બર 2021 સુધીમાં 8,81,254 ભારતીયોએ વિવિધ કારણોસર પોતાની નાગરિકતા છોડી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર હાલ 1,33,83,718 ભારતીયો વિદેશોમાં વસવાટ કરી રહ્યાં છે.

    આઝાદીના 75મા વર્ષે ભારતની આશા અ

    સ્વતંત્ર ભારતે એક આઝાદ દેશ તરીકેના 75 વર્ષનો પડાવ પાર કરી દીધો છે. હવે ભાવિ મુસાફરી પર નજર નાખવાનો યોગ્ય સમય આવી ચૂક્યો છે. આ સીમાસ્થંભ સુધીની મુસાફરીને યાદગાર બનાવવા ભારત સરકારે બે વર્ષ સુધી રાષ્ટ્રવ્યાપી અમૃત મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી. આઝાદ ભારતની મુસાફરીનો પ્રારંભ 15 ઓગસ્ટ 1947ના રોજ થયો હતો. 

    મૃત્યુ પછી પણ કોષોને પુનર્જિવિત કરી શકાશેઃ અંગદાનમાં વધારો શક્ય

    મૃત્યુના પરિણામે નષ્ટપ્રાય થતાં કોષોને પુનઃ સજીવન કરવામાં મળેલી સફળતાથી અવયવોના દાન માટેની સંભાવનાઓ વધી જશે. એક કલાકથી મોતને ભેટેલા ડુક્કરોના અવયવોને નવજીવન આપવાની નવી ટેકનિકમાં વિજ્ઞાનીઓએ તેમના શરીરમાં કૃત્રિમ પ્રકારના લોહીનું પમ્પિંગ કર્યું હતું. આ પ્રયોગની સફળતાથી હૃદય બંધ પડવાની ગણતરીની મિનિટોમાં તમામ સસ્તનીય પ્રાણીઓના કોષોને બચાવી ન શકાય તેવું નુકસાન પહોંચતું હોવાની માન્યતાને પડકાર મળ્યો છે. આ ટેકનિક જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી ભેદરેખાને ભૂંસી શકે છે.