‘મમ્મી જો, આજે રક્ષાબંધનના દિવસે પણ ભાઈ મને પૈસા આપવામાં કંજુસાઈ કરે છે.’ દીપાએ હસતાં હસતાં એની મમ્મીને ફરિયાદ કરી. આ સાંભળીને દીપાના પપ્પાએ પોતાના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢીને દીપાના ભાઈને આપતાં કહ્યું, ‘લે બેટા, બહેનની લાગણીને માંગણી પુરી કરી...’ એટલે દીકરાએ પુરા સન્માન સાથે એમના પપ્પાને કહ્યું કે, ‘કોલેજમાં ભણતાં ભણતાં હું જે કામ કરું છું એની બચતના પૈસામાંથી મેં એને પચાસ રૂપિયા આપ્યા છે, હું કમાઉ અને મારી બહેનને યોગ્ય સમયે આપું... એમાં જ મારી શોભા છે’ અને બંને ભાઈ-બહેન ભેટી પડ્યા.
વિવિધા
Block: Site: Subtree Block
ચીને પોતાની સૈનિક ટુકડીઓ ગોઠવવા પાકિસ્તાન પર દબાણ વધાર્યું, ગ્વાદર એરપોર્ટ પર ચીની યુદ્ધ વિમાનોને મંજૂરી આપવા સકંજો કસ્યો , ગિલગીટ અને બાલ્ટીસ્તાનમાં ચીની સેના ગોઠવાશે તો ભારતની આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ સર્જાવાની ભીતિ , હોર્ન ઓફ આફ્રિકા ગણાતા જિબૌતીમાં નેવી મથક સ્થાપીને ચીને હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં પગદંડો મજબૂત બનાવ્યો
‘તમારે તમારી કામ કરવાની અને વાત કરવાની પદ્ધતિમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે, એટલે હકારાત્મક રીતે... તો તમને સરળતા રહેશે.’ એક દોસ્તે બીજા દોસ્તને આવું કહ્યું. પહેલી નજરે એમ થાય કે હવે આમાં શું નવી વાત છે? વાત નવી નથી છતાં જો સમજીએ, પામીએ તો એ સફળતા સુધી લઈ જનાર બને એવી સાચી પણ છે. વાત જાણે એમ કે બે-અઢી દાયકાની દોસ્તી જીવનારા બે દોસ્તો અનેક પ્રોજેક્ટમાં સાથે કામ કરે. એમાં બંનેને પોતપોતાના સ્વભાવની નીજતા મુજબ આનંદ અને પુરસ્કાર મળે. કામમાં ક્યાંયે વિસંગતતા કે વિસંવાદ નહીં, સરળતાથી કામ થયા કરે. આ કામો અને એને સમયસર કે આયોજનબદ્ધ રીતે પૂરાં કરવામાં બંનેના સ્વભાવની વિશેષતા પણ સહજપણે છલક્યા કરે. બંને એકબીજાના ગુણ-અવગુણથી પરિચિત.
બાર્કિંગ, હેવરિંગ એન્ડ રેડબ્રિજ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટ ખાતે કોલોરેક્ટરલ સર્જન ડો. સાસ બેનરજીએ નિઃશુલ્ક NHS બોવેલ કેન્સર સ્ક્રીનિંગ કીટ મોકલવામાં આવી છે તેવા લંડનવાસીઓને કીટ મળવાની સાથે ટેસ્ટ પૂર્ણ કરી પરત મોકલવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે,‘આ ટેસ્ટ કરવો ઝડપી અને સરળ છે. આ કોઈ લક્ષણ નહિ ધરાવતા લોકો માટે છે અને મોટા ભાગના લોકોને વધુ ઈન્વેસ્ટિગેશન્સની જરૂર પડતી નથી. આથી, જો તમને કીટ મોકલાઈ હોય તો, મહેરબાની કરી તેનો ઉપયોગ કરશો.’
વડીલો સહિત સૌ વાચકમિત્રો, શાસન એટલે કે શાસક સર્વ ક્ષેત્રોને સ્પર્શે છે એ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. સામંતશાહી હોય - રાજાશાહી હોય - સરમુખત્યારશાહી હોય કે લોકશાહી હોય, અંતે તો આ તમામ શાસન પદ્ધતિને સાંકળતો શબ્દ છે - સત્તા.
આપણા શાસ્ત્રોમાં વડવાઓને પૂજનીય ગણાવતા કહેવાયું છે - પિતૃ દેવાય નમઃ આપણે પૂર્વજો - પિતૃઓના જીવનપર્યન્ત ઋણી છીએ – જેમણે આપણને આ શરીર આપ્યું. આથી આપણે ભૌતિક જીવનના સુખો ભોગવી શકીએ છીએ. આ પિતૃ દેવોનું શ્રદ્ધામય સ્મરણ પર્વ એટલે શ્રાદ્ધ પર્વ. ભાદરવા વદ એકમથી અમાસ (આ વર્ષે 11થી 25 સપ્ટેમ્બર) સુધીનાં પખવાડિયાના આ દિવસોને પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે.
‘આ પણ પરમાત્માની એક અર્થમાં કૃપા જ કહેવાય ને!’ જસ્મીને કહ્યું. ઘટના આમ જુઓ તો નાની છે, સીધી સાદી છે, પરંતુ એમાં જે તાણાવાણા જોડાયેલા છે, એમાં લાગણીની જે ભીનાશ છે, એમાં દોસ્તીના સંબંધો માટેનું જે સમર્પણ છે એનાં અજવાળાં ઝીલ્યાં એનો આનંદ છે.
શરદ ઋતુમાં આસો સુદ એકમથી દસમ (આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર) સુધી આવતો નવરાત્રિ મહોત્સવ આજે તો વિશ્વભરમાં પ્રચલિત છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો જઈને વસ્યા છે, ત્યાં ત્યાં ઉમંગ અને ઉત્સાહ સાથે આ પર્વ ઉજવાય છે. નવ દિવસના પર્વનો પ્રત્યેક દિવસ ‘નોરતા’ના નામે પ્રચલિત છે. નવરાત્રિના નવ દિવસ કોરી માટીના કાણાવાળા રંગબેરંગી ઘડામાં ઘીનો અખંડ દીવો અને રાત્રે માની આરતી સાથે રંગબેરંગી નરનારીઓ ગરબો ઘૂમે છે. ‘ગરબો’ શબ્દનું મૂળ ગર્ભ છે. માટી અને ઘડો સર્જનનાં પ્રતીકો છે.
વડીલો સહિત સૌ વાચકમિત્રો, નામદાર મહારાણીને હમણાં જ ભારે હૃદયે વિદાય આપીને આપની સેવામાં હાજર થયો છું. સાચું કહું તો મનમાં સંતાપ શમતો નથી. એક ઉમદા - પ્રજાવત્સલ રાજવીની ચિરવિદાયે - આપ સહુની જેમ જ મને પણ - અંદરથી હચમચાવી નાંખ્યો છે એમ કહું તો તેમાં અતિશ્યોક્તિ નથી. નામદાર મહારાણી આજે ભલે આપણી વચ્ચે સદેહે ના હોય, પરંતુ તેમના મૂલ્યો, જીવનસંદેશ શાશ્વત છે. કર્તવ્યપરાયણતા, પરિવારપ્રેમ, દૂરંદેશીપણું... કેટકેટલું તેમના જીવનમાંથી શીખવાનું છે. જોકે આજે મારે વાત કરવી છે તેમના સ્વાસ્થ્યની.
૮૬ વર્ષની વયે સ્ફૂર્તિનો વહેતો ધોધ જોઇ ભલભલાની ઓલવાઇ ગયેલ બત્તી ચાલુ થઇ જાય. દીવા જેવો સ્વભાવ. જ્યાં બેસે ત્યાં પ્રકાશ પ્રગટે. એમના જીવનના અભિગમના ઓથા હેઠળ "ઉમર થઇ" શબ્દ ભોઠો પડી જાય. આવા અનોખા વ્યક્તિ એટલે કોકિલાબહેન ચોક્સી. એકવડો બાંધો. હકારાત્મક વલણ. નવું કરવાની તમન્ના. ચહેરા પર સદાય હાસ્ય. જીવનમાં પતિ અને પુત્ર એમ બે પુરુષોના સથવારે પ્રગતિની કેડી કંડારાઇ એમ તેઓ સહર્ષ સ્વીકારે છે. આનંદ... આનંદ... એ જ જીવન મંત્ર.
