વિવિધા

No

Block: Site: Subtree Block

    ‘મમ્મી, મારે સ્કુલના કાર્યક્રમમાં આદિશક્તિના સ્વરૂપો વિશે વાત કરવી છે, તું કહેતી હતી કે તું પણ કોલેજમાં ને ટીવીમાં નવરાત્રીના કાર્યક્રમોમાં એન્કરિંગ કરતી હતી, તો મને થોડી વાત સમજાવને...’ દીકરાએ મમ્મી તોરલને કહ્યું. મુંબઈમાં રહીને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી તોરલે હસતાં હસતાં કહ્યું કે, ‘ચલ, તને આદિશક્તિના એક સ્વરૂપ મહાલક્ષ્મીની અને એમના પણ આઠ સ્વરૂપની વાત કરું.’

    તાના-રીરીની યાદઃ માયા દીપક...

    બનારસની દીપિકા કલ્ચરલ સોસાયટી ઓફ ઈન્ડિયા ભાતભાતના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવો યોજવામાં અગ્રણી. તેણે મેઘમલ્હાર રાગનો કાર્યક્રમ યોજ્યો. આમાં ત્રણ સંગીતકારોને એક જ રંગમંચ ભેગાં કર્યાં. આમાંના બે ભારત અને વિદેશોમાંય જાણીતા સોમા ઘોષજી અને અનુપ જલોટા. બંને પદ્મશ્રીથી વિભૂષિત. ત્રીજા કલાકાર તરીકે ગુજરાતી ગાયક અને જાણીતાં માયા દીપક. કાર્યક્રમ હતો બનારસના કેન્ટોન્મેન્ટ વિસ્તારની રેડીસન બ્લ્યુ હોટેલમાં. કાર્યક્રમ ગોઠવાયો હતો આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપ આ કાર્યક્રમમાં મલ્હાર રાગ ગાવાનું ગોઠવાયું હતું.

    ધ બેસ્ટવે ગ્રૂપ દ્વારા મેફેરસ્થિત પાર્ક લેનની ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ ખાતે 23 સપ્ટેમ્બર શુક્રવારે પાકિસ્તાનના પૂરગ્રસ્તો માટે ફંડરેઈઝરનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ બેસ્ટવે ફાઉન્ડેશને ભંડોળ એકત્રીકરણના પ્રયાસમાં 2 મિલિયન ડોલરથી વધુ રકમ એકત્ર કરી હતી.

    જાગીને જોઉં તો જગત દીસે નહીં......

    વડીલો સહિત સૌ વાચકમિત્રો, આપ સહુ નવરાત્રિ મહોત્સવને બરાબર માણીને વધુ તરોતાજા થયા હશો (ગરબા-રાસનો થાક તો લાગતો જ નથી... ખરુંને?!) હવે આપ સહુ પ્રકાશના પર્વ દીપોત્સવને વધાવવા તૈયારી કરી રહ્યા હશો. દુકાનદાર જેમ રોજમેળ કરે છે એમ આપણે સહુ પણ વર્ષાંતે લેખાંજોખાં કરશું.
    જોકે આજના વિષયની વાત માંડતા પહેલાં આપણી ગુજરાતી ભાષાસાહિત્યની અમર રચનાઓમાંથી અમુક પદો - ભજનો - કવિતાની કેટલીક પંક્તિો યાદ કરી લઇએ.

    લીડરશિપ બહુ મોટો ઉદ્દેશ છે, તમારા જેવા વધુનું સર્જન કરોઃ નવિતા યાદવ

    આપણા મહેમાનઃ નવિતા યાદવ

    વિસ્ત્રા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર અને કેપિટલ માર્કેટ્સના ગ્લોબલ હેડ

    ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડસ્ટ્રીમાં યુરોપિયન અને એશિયન માર્કેટ્સમાં પૂર્વથી પશ્ચિમના લીડરશિપ અનુભવોનું અનોખું સંયોજન ધરાવતાં વરિષ્ઠ સભ્ય,નવિતા યાદવ વિસ્ત્રા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર અને કેપિટલ માર્કેટ્સના ગ્લોબલ હેડ છે. લંડનમાં વસવાટ સાથે તેઓ 3 મોટા કેપિટલ માર્કેટ્સમાંના એક અને વૈશ્વિક પ્રાઈવેટ કેપિટલ પ્રોવાઈડર્સની જવાબદારીનું વહન કરે છે. નવિતા ભારત અને સાઉથ એશિયામાં ફાઈનાન્સિયલ સર્વિસીસ બિઝનેસના સંચાલનનો પણ મજબૂત અનુભવ ધરાવે છે જ્યાં તેમણે અગાઉ CEO અને બોર્ડ પોઝિશન્સની કામગીરી પણ બજાવી છે.

    ‘અમને પ્રતિક્ષા હતી કે ક્યારે અહીં આવીએ...’ ‘અદભૂત આયોજન અને ગરવા ગુજરાતીઓની વાત...’ ‘અહીં બોલાતી ગુજરાતી ભાષા સાંભળીએ અને અને આપણી માતૃભાષાનું ગૌરવ થાય’

    દીપાવલીઃ જીવનને જ્યોતિર્મય બ

    આદિકાળથી હિંદુ સંસ્કૃતિમાં અનેકવિધ પર્વોની ઉલ્લાસપૂર્વક ઉજવણી થતી આવી છે. તેનું આયોજન દૃષ્ટિપૂર્વક થયું છે. રોજિંદી ઘટમાળમાંથી મુક્ત થઇને નવી પ્રવૃત્તિની રચના કરવા તેમજ સાથે મળીને વિચારણા કરવા આવાં પર્વો-તહેવારોની ઉજવણી થાય છે. નવસર્જન સાથે સમૂહજીવનની ભાવના ઉજાગર થાય અને સમાજ માટે તે હિતલક્ષી બને તે રીતે જીવનમાં આનંદ ઉલ્લાસનાં પર્વો આપણા પૂર્વજોએ ગોઠવેલાં છે.

    વિશ્વાસ સ્વરૂપમ્ઃ અધ્યાત્મ અ

    ‘વિશ્વાસ સ્વરૂપમ્ મહાદેવને આત્મસાત્ કરવા વિવેક, ધૈર્ય અને આશ્રયની જરૂર છે...’ આ શબ્દો પૂ. મોરારિબાપુએ નાથદ્વારામાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ્’ના લોકાર્પણ નિમિત્તે યોજાયેલી શ્રી રામકથામાં કહ્યા હતા. શ્રીજીની નગરી, શ્રીનાથજી નાથદ્વારામાં સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા આ દિવ્ય અને ભવ્ય આયોજન કરાયું છે.

    ધર્મ - સંસ્કાર - સંસ્કૃતિ અને સં...

    ‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્રને જીવનાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી મહોત્સવ ખરા અર્થમાં ભવ્ય અને દિવ્ય બની રહેશે. આ પ્રસંગે ધર્મ - સંસ્કાર - સંસ્કૃતિ અને સંવાદિતાનો સમન્વય રચાશે અને આમ આ પ્રસંગ ગુજરાતનો મિની કુંભ બની રહેશે. આ શબ્દો છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત અક્ષરવત્સલ સ્વામીના.

    ઇલાબેન ભટ્ટ: ભારતમાં મહિલા સશક...

    1989માં ધરણા કરી રહેલી મહિલાઓને હટાવવા પોલીસ ત્રાટકી હતી. આ મહિલાઓ સડકો પર રેકડી લગાવીને રોજગાર મેળવતી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમને સડકો પરથી હટાવવા માગતી હતી. કોર્પોરેશનના આ નિર્ણયને કારણે આ ગરીબ મહિલાઓની આજીવિકા છિનવાઇ રહી હતી. આ આંદોલનકારી મહિલાઓના યુનિયનના આગેવાને કોર્પોરેશનના અધિકારીઓ સાથે બે કલાક દલીલો કરી હતી. પોલીસ ભારતના સૌમ્ય ક્રાંતિકારી મહિલા એક્ટિવિસ્ટ સામે પગલાં લઇ રહી હતી.